એસટી ડેપોમાં એસટી બસનું વ્હીલ અજાણ્યા વૃદ્ધા પર ફરી વળતાં ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું…..

0
91

ગોંડલ શહેરમાં અકસ્માતના કારણે વધુ એક વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યું છે ગોંડલ એસટી ડેપોમાં એસટી બસનું વ્હીલ અજાણ્યા વૃદ્ધા પર ફરી વળતાં ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત નિપજયાનું બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના એસટી ડેપોના ગેટમાંથી બહાર નીકળી રહેલી કમરકોટડા ગોંડલ -રાજકોટ રૂટ ની લોકલ બસ મહેન્દ્રસિંહ પરમાર નામનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. આ સમયે આશરે 70 વર્ષના વૃધ્ધા અડફેટે ચડી જતા મહિલાના માથા ઉપર બસનું વ્હીલ ફરી વળ્યું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.સમગ્ર બનાવની જાણ ગોંડલ સિટી પોલીસને થતાં ગોંડલ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ વૃદ્ધાના મૃતદેહના ગોંડલની સરકારી હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે લોકોના ટોળા વિખેરવા નો પ્રયાસ પણ કર્યો હતો. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે મૃતક વૃદ્ધાની ઓળખ મેળવવા પણ તેમજ તેના વાલી વારસ ની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે ધોરાજી ખાતે રહેતા મુસ્લિમ પરિવારના ઘરે લગ્ન પ્રસંગ અર્થે આવેલા જૂનાગઢ પંથકના મુસ્લિમ યુવાનો ના અકસ્માતમાં મોત નિપજ્યા હતા. જે બનાવ જેતપુર જૂનાગઢ હાઇવે ઉપર બન્યો હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ અવારનવાર રાજકોટ જૂનાગઢ હાઇવે પર અકસ્માતના બનાવ સામે આવતા રહેતા હોય છે. જે અકસ્માતના બનાવોમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે. તો કેટલાક વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજતાં હોય છે.મિત્રો બીજો એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.ધોરાજી આજે બપોરે ૧:૩૦ જુનાગઢ જામનગર એસ.ટી બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થતાં કારનો ભૂક્કો બોલી ગયો હતો અને કારમાં સવાલ ડોકટર સુરેશ ભાઈ ગોરધનભાઈ વડાલીયા જે પાટણના સરકારી હોસ્પિટલમાં એમો તરીકે ફરજ બજાવે છે તેમજ કારમાં બેઠેલ બે એક યુવતી અને એક અજાણ્યા છોકરાનું ઘટનાસ્થળે જ મોત થયેલ છે.

આ ઘટનાને પગલે માનવસેવા ધર્મેન્દ્ર બાબરીયા ને સાગર સોલંકીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ આવેલ હતા જેમાં એક યુવતી અને એક છોકરા નું મોત થયેલ હતો જયારે અન્ય એક પાટણના ડોકટર અને ગંભીર ઈજા થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને એસટીના ડેપો મેનેજર સહિતનો કાફલો દ્યટનાસ્થળે દોડી આવેલ અને પોલીસે ટ્રાફિક જામ થઇ ગયો હતો તે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જયારે ડોકટર ના સગા સંબંધીઓને માનવસેવાના ભોલાભાઈ સોલંકીએ સગા સંબંધીઓને ફોન દ્વારા જાણ કરી ને બોલાવ્યા હતા.મિત્રો બીજી એક આવીજ અકસ્માત ની ઘટના બની છે જેના વિશે આપણે જાણીશું.દાંતીવાડા તાલુકામાં વાહનોની તેજ રફતારને લઇ અકસ્માતો નો ગ્રાફ સતત વધી રહ્યો છે. જે વચ્ચે મોટીમહુડી ગામે એસટી બસે બે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. અને એક યુવક ઘાયલ થતા તેને તાતકાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામે શુક્રવારની સાજે પુરઝપડે પસાર થઇ રહેલી ડીસા-પાંથાવાડા એસટી બસના ચાલકે ગફલત ભયું ડ્રાઇવીંગ કરી ને દુધ મંડળીમાં દુધ ભરાવવા જતા બે યુવાનોને અડફેટે લીધા હતા જેમા રાહદારી ૨૨ વર્ષીય યુવક રમેશભાઇ રત્નાભાઇ ચૌધરી ગંભીર ઘાયલ થતા તેમનું ઘટનાસ્થળે જ કરૃણ મૃત્યુ નીપજ્યું હતું. અને ફોઇના ઘરે મહેમાનગતિએ આવેલ પેછડાલ ગામના દિનેશભાઇ પુરાભાઇ ચૌધરી નામનો યુવક ગંભીર ઘાયલ થતા તેને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જોકે અકસ્માત સર્જનાર બસ પુર ઝડપે આવતી હોય રાહદારીઓ ને અડફેટે લીધા બાદ રોડ સાઇડમાં આવેલ દુકાનની આગળની જાળી તોડી ને વીજ ડીપી સાથે ટકારાઇ હતી. જેને લઇ લોકો દોડી આવતા બસ નો ચાલક અને કંડકટર બસ મુકીને ભાગી છુટયા હતા જ્યારે અકસ્માતમાં બસ નીચે ફસાયેલ મૃતક અને ઘાટલ યુવકને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે મૃતક પરીવારે માથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ ની તપાસ હાથ ધરી હતી.