સૌથી અનોખું છે એ બાળક શરીર ની અંદરની પરંતુ શરીરની બહાર છે હૃદય, તસવીરો જોઈ નવાઈ લાગશે……….

0
477

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દિલ એ આપણા શરીરનું મુખ્ય અંગ છે અને તેને જાણતા જ હશો કે હદય થી જ આપનું શરીર ચાલતું હોય છે જો હદયના ધબકારા ચાલુ રહે ત્યાં સુધી આપનું જીવન ચાલુ રહેતું હોય છે પરંતુ મિત્રો આજે આ લેખમાં અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છે જેનું હદય તેના શરીરની બહાર ધબકારા કરે છે તો ચાલો જાણીએ….

એક એવી વિચિત્ર ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સમાચાર તમને નિશ્ચિતરૂપે વિચારવા મજબુર કરી દેશે. આ ઘટના પૂર્વોત્તર ભારતમાં બની છે. અહીં એક નવજાત શિશુનો જન્મ થયો, જેનું હૃદય બહારથી ધબકતું હતું.28 વર્ષીય તાજમિના ખાતુને ભારતની એક સરકારી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ નવી નવી માતા બનેલી મહિલાએ જ્યારે તેમની બાળકીને જોતાં જ ચોંકી ગઈ હતી. ખરેખર, આ નવજાત બાળકીનું હૃદય છાતીમાંથી બહાર ધબકતું હતું.

અહેવાલો અનુસાર, પૈસાની અછતને કારણે, તાજમિનાએ સગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય કોઈ તબીબી ચેકઅપ કરાવ્યું ન હતું કે કોઈ પણ પ્રકારનો અલ્ટ્રાસાઉન્ડ પણ કર્યો ન હતો. તેથી જ તેને ગર્ભાશયમાં વધતા બાળકની હાલત વિશે કોઈ માહિતી મળી નથી.હોસ્પિટલના ડૉકટરોએ બાળકીનો જીવ બચાવવા માટે બીજા શહેરની એડવાન્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જવાની સલાહ આપી છે.ખાતુન અને તેનો 29 વર્ષીય પતિ ઝહીરુલ, જે એક મજૂર છે, તેઓ તેમના પહેલા બાળકની આવી પરિસ્થિતિથી સંપૂર્ણપણે નિરાશ છે. આ બંને માતાપિતા તેમના બાળકના જીવન માટે કોઈ ચમત્કારની અપેક્ષા રાખી રહ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં એક હોસ્પિટલમાં બે મુખ વાળા બાળકોએ જન્મ લીધો હતો.જામનગરમાં ચોકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. બાળકનો જન્મ થતા સરકારી હોસ્પિટલના ડોક્ટરોમાં પણ કૌતુક સર્જાયુ છે. જામનગરમાં એક મહિલાને સરકારી હોસ્પિટલમાં ડિલેવરી માટે લવાયા હતા. જ્યા તેમને સરકારી હોસ્પિટલમાં બે મુખવાળા બાળકને જન્મ આપ્યો હતો. આ દ્રશ્યો જોઈને સરકારી હોસ્પિટલના ડોક્ટરોમાં પણ આશ્ચર્ય સર્જાયુ હતું.

આ પ્રકારના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળતા હોય છે. પરંતુ મોટા ભાગના કેસોમાં સમય જતા બાળકોના મોત થતા હોય છે. પરંતુ જામનગરમાં આ અનેરા કિસ્સામાં મહિલાએ બે મુખવાળા બાળકને જન્મ આપ્યા બાદ બન્ને બાળકો સ્વસ્થ છે. માતાએ જન્મ આપેલા બાળકો મુખેથી દૂધ પી શકે છે. બાળકના જન્મથી અને સ્વાસ્થ્ય નોર્મલ હોવાથી ડોક્ટરોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. મજાની વાત તો એ છે કે બાળક જ્યારે રડે છે ત્યારે બન્ને મુખેથી રડે છે અને તેનો અવાજ પણ બન્ને મુખેથી આવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ડોક્ટરોમાં કૌતુકમાં મૂકાયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી હતી જે મુજબ મોરબીમાં પણ આવી જ એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક પ્રસૂતાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન માથા વગરના બાળકને જન્મ આપ્યો હતો અને અલ્પ વિકસિત માથાવાળા બાળકનો જન્મ થતા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખેસડાયો છે.

મોરબીના ભડિયાદ ગામે રહેતા જયશ્રીબેન બીપીનભાઈ મકવાણા નામની પરિણીતાને ગત તા. 10 ના રોજ પ્રસૂતિની પીડા ઉપડતા તેમને તાકીદે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ગતરાત્રે તા. 14 તેમને પ્રસુતિની વધુ પીડા ઉપડતા ડીલીવરી કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના ડો. સાલ્વી કાસુન્દ્રા, ડો. વૈશાલી વડનગરા, તેમજ સ્ટાફના આરતી જયસ્વાલ અને વિજયભાઈએ આ પ્રસૂતાની મહિલાની પ્રસુતિ કરાવી હતી.પરંતુ આશ્ર્ચર્ય એ વાતનું હતું કે આ પ્રસૂતિએ જે બાળકને જન્મ આપ્યો તે બાળકને માથું જ ન હતું અને આ બાળકનું માથું એકદમ અલ્પ વિકસિત હતું. તેથી તબીબો પણ મૂંઝાયા હતા. જોકે બાળકની તબિયત એકદમ સારી છે.

માથું ન હોવાથી આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો. સાલ્વી કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, પ્રસૂતાની ડિલિવરી કરી ત્યારે જન્મ થયેલા બાળકનું માથું જ ન હતું. કફચ વિટામિનની ખામી અથવા ચેપ લાગ્યો હોય તો પણ આવું બની શકે છે. જોકે અધૂરા દિવસોમાં પ્રસુતિ થઈ છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ માસમાં ગર્ભશિશુનું માથું વિકસિત થઈ જતું હોય છે. પણ આ કિસ્સામાં નવીનતા જોવા મળી છે.

બાળક જીવિત છે, માતાની તબિયાત પણ સારી છે,આ બાળકના જીવ ઉપર પણ આગામી સમયમાં જોખમ રહેલું છે અને આ બાળક મનોવિકલાંગ પણ થઈ શકે તેવી સંભવના છે. જોકે હાલ આ બાળક જીવિત છે અને બાળક સાથે તેની માતાની તબિયત પણ સારી છે. જ્યારે જયશ્રીબેનનું આ પ્રથમ સંતાન છે. સગર્ભાવસ્થા દરમિયાન પ્રસુતાઓને લેવી પડતી દવા સરકારી હોસ્પિટલમાં મફત મળતી હોવા છતાં કેટલાક લોકો દવા ન લેતા હોય એવી ખામી થાય છે. આથી તેમણે મહિલઓને સર્ગભાવસ્થા દરમિયાન દવા લેવાની કાળજી લેવા પર ભાર મુક્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં એક 15 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો હતો.10માં ધોરણમાં ભણતી છોકરીએ બાળકને જન્મ આપ્યો છે. કચ્છ જિલ્લામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હેરાનીની વાત તો એ છે કે આ બાળકનો પિતા બીજો કોઈ નહિ પણ છોકરીનો સગો નાનો ભાઈ છે. બાળકને જન્મ આપનારી છોકરી 15 વર્ષની છે. સ્કૂલમાં તેને પેટમાં દુઃખતું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો.છોકરીની તપાસ કરનાર ડૉક્ટરને દુષ્કર્મનો ભોગ બની હોવાની શંકા થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

પણ પોલીસ તપાસ બાદ જે હકીકત સામે આવી તે જાણી સૌ કોઈ ચોંકી ગયા છે. પોતાના સગા નાના ભાઈનો શિકાર બનેલી પીડિતા નખત્રાણા તાલુકાની છે. સ્કૂલમાં બપોરે તેને પેટમાં દુખવાનું શરૂ થતાં શિક્ષકો તેને માસિકમાં હશે એવું સમજી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતાં.હોસ્પિટલમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો. ત્યાર બાદ પોલીસે આ મામલે પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પીડિતાના બાળકનો પિતા તેનો જ 14 વર્ષનો સગો નાનો ભાઈ છે.પોલીસ અધિકારી જયેન્દ્ર ઝાલાએ જણાવ્યું કે, પીડિતાના માતા-પિતા ખેત મજૂર છે.

પીડિતા પર દુષ્કર્મ કરનાર તેનો નાનો ભાઈ ઘરમાં જ રહે છે. તેના ભાઈએ ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે, મોબાઈલમાં ક્લિપ અને ટીવી જોઈને તે આવું કૃત્ય કરવા માટે પ્રેરાયો હતો.પીડિતાના માતા-પિતાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે પોલીસને તેમના દીકરા વિરુદ્ધ પગલા લેવાની ના પાડી હતી. હાલમાં પીડિતા અને તેના નવજાતને ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી માટે બાળકના DNA સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.