શું તમને પણ થોડા થોડા સમયમાં થાય છે પેટમાં દુઃખાવો આજે જ ચેતી જજો, થઈ જશે છે આ ગંભીર બીમારીઓ…..

0
101

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજકાલ લોકો પૈસા કમાવવા માટે ઘરનો પૂરતો ખોરાક પણ લેતા નથી અને બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમે જે આ ફાસ્ટફૂડ ખાવ છો તે તમારા પેટને લગતી ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે.તો ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે આંતરડામાં હાજર રહેલા જીવાણુના કારણે લોકોને ટાઇપ ટુ ડાયાબિટીસ અને સ્થુળતાની સમસ્યા થઈ શકે છે. આ જીવાણુના કારણે ડિપ્રેશન તેમજ બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. અમેરિકાની હાવર્ડ મેડિકલ સ્કૂલના સંશોધન કર્તાઓના અભ્યાસમાં માહિતી મળી છે કે વધારે ચરબીવાળુ ભોજન કરનાર ઉંદર બીજા પ્રકાનનું ભોજન કરનારની સરખામણીમાં વધારે બેચેની અને ડિપ્રેશન અનુભવે છે.

સંશોધન પ્રમાણે પ્રોટીનથી ભરપુર ખાદ્યપદાર્થોના સેવનથી આંતરડાની સમસ્યાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. આ ખાદ્યપદાર્થોમાં બદામ, ઇંડા, માંસ, દહીં તેમજ ચોકલેટનો સમાવેશ થાય છે. સંશોધનમાં ખબર પડી છે કે જે ખાદ્યપદાર્થોમાં ટ્રિપ્ટોફેનનું પુરતું પ્રમાણ હોય છે એ એમિનો એસિડ પ્રોટીનનું નિર્માણ કરે છે. આવું ભોજન ઉંદરને આપવામાં આવ્યું ત્યારે માહિતી મળી કે આવો ખોરાક પેટની સમસ્યા દૂર કરે છે.આજકાલની જીંદગીમાં બહારનું ખાવાનું અને ફાસ્ટફૂડ લાઇફસ્ટાઇલમાં સામેલ થઇ ગયા છે. જે આપણા શરીરની પાચનશક્તિ પર ખરાબ અસર કરે છે.

કહેવામાં આવે છે કે ઓછા પ્રમાણમાં વરિયાળી, આદુ, દહીં અને પપૈયું વગેરે ખાવાથી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં આવી શકે છે. જો કે ગરમીમાં પેટથી જોડાયેલી સમસ્યાઓ વધતી જાય છે.એસીડીટી.ભોજન ને પચાવા માટે પેટમાં એસિડ ઝરે છે પણ જો એસિડ જરૂર કરતા વધારે બને તો એસિડિટી થાય છે. મસાલેદાર અને વાયુ યુક્ત ખોરાક ખાવાથી એસીડીટી થાય છે. નવા તારણ મુજબ માનસિક તનાવ પણ એસીડીટી થવા જવાબદાર છે. જો સવારે ઉઠીને પાણી પીવામાં આવે, ફળ અને શાકભાજી જેવા કે કેળા, તરબૂચ, પપૈયા, કાકડી, નાળિયેર પાણી પીવામાં લેવામાં આવે તો અસિડિટીનું પ્રમાણ ઓછું થાય છે.  રોજ આ પ્રકારની વસ્તુઓ ભોજનમાં ઉમેરવાથી ફાયદો થાય છે.

ઉલ્ટી.ઉલ્ટી થવી એ શરીરમાં છુપાયેલી કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જો ઉલ્ટી  થાય તો ડોક્ટર પાસે તપાસ કરાવી તે પ્રમાણે સારવાર કરવી. પ્રવાહી અને હળવો ખોરાક લેવો જોઈએ. દહીંનું સેવન લાભદાયી છે.પેપ્ટીક અલ્સર.પેટ અથવા નાના આંતરડાના છાલ પડવા ને પેપ્ટીક અલ્સર કહેવામાં આવે છે. દુખાવાની દવા ના વધારે પડતા ઉપયોગથી પેપ્ટીક અલ્સર થઇ શકે છે. તનાવ,તીખું, તળેલું વધારે ખાવાથી પણ પેપ્ટીક અલ્સર થઇ શકે છે. પેપ્ટીક અલ્સર થવાથી વ્યક્તિનું વજન ઘટવા લાગે છે. જીવનશૈલીમાં ફેરફાર જેવા કે પુષ્કળ  શાકભાજી, ફળો ખાવા, પ્રાણાયામ અને ધ્યાન કરવાથી પેપ્ટીક અલ્સર માં ફાયદો જોવા મળે છે.

ગેસ.લાંબા સમય સુધી ભુખ્યા રહેવાથી પેટમાં ગેસની સમસ્યા થતી હોય છે. ઘણી વખત વધારે ગેસ થવાથી શરીર ના બીજા અંગો માં તકલીફ જોવા મળે છે જેવા કે સાંધા , હૃદય, માથું વગેરે. ગેસની તકલીફ દૂર કરવા વધારેમાં વધારે પાણી પીવું અને પવનયુક્ત આસન કરવા. જરૂર પડે તો ડોક્ટર ની સલાહ લેવી.લુઝ મોશન.વાસી ખોરાક ખાવાથી અને વાતાવરણ બદલવાથી લુઝ મોશન જોવા મળે છે. ઘણી વખત કોઈ અન્ય બીમારીના કારણે પણ લુઝ મોશન થાય છે. લુઝ મોશન માં નબળાઈ લાગે છે. જમવામાં હળવો ખોરાક, (મગદાળ ખીચડી, દાળિયા વગેરે), પ્રવાહી, દહીં, છાસનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો લુઝ મોશન વધારે હોય તો ડોક્ટરની સલાહ મુજબ સારવાર.

કબજીયાત, પાણી ઓછું પીવાથી, ઓછો ખોરાક લેવાથી અથવા અન્ય કોઈ બીમારી હાઈપોથાઈરોઈડ ના કારણે કબજીયાત થાય છે. જેમને કબજીયાત છે એમને ભૂખ ઓછી લાગે છે. જો કબજીયાત ની સાથે અન્ય કોઈ લક્ષણો હોય તો ડોક્ટર ની સલાહ મુજબ સારવાર લેવી. રાત્રે નવસેકા પાણી સાથે ઇસબગુલ લેવાથી ફાયદો જણાય છે.અપચો, વધારે મસાલાવાળું અને તીખું ખાવાથી અપચો થાય છે. પેટના આરામ આપવાથી, રેસાવાળા શાક, ફળ લેવાથી, વધારે પ્રવાહી લેવાથી ફાયદો થાય છે.

અલ્સરેટિવ આ એક IBD નો પ્રકાર છે. જેમાં કોલોન અને રેક્ટમમાં સોજો આવે છે અને ચાંદા પડે છે. પેટમાં દુખાવો, ઝાડા લોહી સાથે, વજન ઘટવો, તાવ આવવો જેવા લક્ષણો જોવા મળે છે. જો આ પ્રકારના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટર ને બતાવી સારવાર લેવી.જમવામાં કોઈ – કેલેરી વાળો અને લેક્ટોસ ફરી ખોરાક થી ફાયદો થાય છે.કરૉન્સ ડીસીસ આ IBDનો એક પ્રકાર છે, જેમાં મોઢા થી લઇ ને રેક્ટમ સુધી માં કોઈ પણ ભાગમાં તકલીફ થઇ શકે છે. પેટમાં દુખાવો, ઝાડા , તાવ અને વજન માં ઘટાડો જેવા લક્ષણો જોવા મળે છે. જો આ  પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટર ની સલાહ મુજબ સારવાર ચાલુ કરવી. વ્યસન મુક્તિ અને ખોરાક માં કાળજી થી ફાયદો થાય છે.

IBS આ રોગમાં પેટના દુખાવો, ગેસ, પેટનું ફૂલી જવું, ચૂંક આવવી, અપચો , કબજીયાત અંતગઁવા ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. આ બીમારીનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ માનસિક તનાવ, અનિયમિત જીવનશૈલી થી થાય છે. ડોક્ટર ની સલાહ મુજબ સરવર લેવિઅને સાથે જીવનશૈલી માં બદલાવ જેવા કે પૌષ્ટિક આહાર, પ્રાણાયામ,  વ્યાયામ, ધ્યાન વગેરે નિયમિત કરવાથી ફાયદો જણાય છે. ખોરાકમાં અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવાથી ઘણાબધા પેટના રોગોને થતા અટકાવી શકાય છે.વધારે ચરબીવાળો ખોરાક લેવાનું ટાળો.સુગરવાળા ઠંડાપીણા ના લેવા.સમયસર ખોરાક લેવો.ખોરાક ખાવામાં અને પાણી પીવામાં ઉતાવળ ના કરવી.ધુમ્રપાન ના કરવું.નિયમિત કસરત કરવી.નિયમિત ચાલવાનું રાખો.પેટમાં ગેસ કરે તેવો ખોરાક ના લેવો.બહારનું ખાવાનું બને ત્યાં સુધી ટાળવું.