શું તમને ખબર છે દ્રૌપદી પેહલા આ મહિલાઓએ કર્યા હતા 7 અને 10 પુરુષ સાથે લગ્ન

0
25

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં એક સમય એવો હતો જ્યારે બહુ પતિત્વની પ્રથા હતી. આપણે માત્ર દ્રૌપદીનું ઉદાહરણ યાદ છે કે તેણે પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા હતા. પણ દ્રૌપદી પહેલાં પણ અનેક મહિલાઓએ એકથી વધારે પુરુષો સાથે સંબંધ રહી ચૂક્યો છે. પુરાણોમાં આ બે મહિલાઓ ખાસ કરીને ઉલ્લેખ થાય છે જેમના એકથી વધારે પુરુષો સાથે વિવાહ થયો હતો. એનું નામ પ્રચેતી અને જટિલા છે. આવો, જાણો એ વિશે કે દ્રૌપદીના 5 પતિઓના રહસ્ય વિશે…

જ્યારે અર્જુન દ્રૌપદીને સ્વયંવરમાં જીતીને પોતાના અન્ય ભાઈઓની સાથે માતા કુંતીની પાસે આવ્યા અને બોલ્યા, જુઓ માતા આજે અમે ભિક્ષામાં શું તમારા માટે શું લઈને આવ્યા છીએ.. કુંતીએ જોયા વગર જ કહી દીધું કે આપસમાં વહેંચી લો. એ સમયે મુખથી નિકળેલા શબ્દોનું બહુ જ મહત્વ હતું. જેવી કુંતી પલટીને જુએ છે તો તે ચિંતિત થઈ જાય છે. તેણે શું કહી દીધું. દ્રૌપદીને ભિક્ષા કહેવા બદલ અર્જુન અને ભીમને વઢ પડ્યો હતો. તેવામાં યુધિષ્ઠિર ત્યાં આવતા, આખી વાત સમજાવતા કુંતીના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું હતું કે પ્રાચીન સમયમાં આવું થઈ ચુક્યું છે કે એક સ્ત્રીના અનેક પતિ હોય છતાં પણ તે ધર્મસંગત હોય.

તે પછી શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા અને જણાવ્યું કે દ્રૌપદી માટે કુંતીના મુખમાંથી નિકળેલા સા શબ્દોને પગલે તેણે પાંચ પતિઓની પત્ની બનવું પડશે. શ્રીકૃષ્ણે દ્રૌપદીને યાદ અપાવી કે પાછલા જન્માં કેવી રીતે દ્રૌપદીએ ભગવાન શિવની તપસ્યા કરીને એવા વરની કામના કરી હતી કે જે ધર્મરાજની જેમ ન્યાય પ્રિય અને જ્ઞાની હોય, સૌંદર્યમાં સૌથી ઉત્તમ સર્વશ્રેષ્ઠ ગદાધારી અને મહાન ધનુર્ધર હોય, જે સર્વગુણ સંપન્ન હોય. કારણ કે એટલા ગુણો એક પુરુષમાં સંભવ ન હોય તેથી દ્રૌપદીને પોતાના વરદાનના ફળ સ્વરૂપ પાંચ પતિ મળ્યાં છે.

દ્રૌપદી પહેલા પ્રચેતીએ કર્યા હતા 10 પતિ.સૃષ્ટિની રચના પછી તેના સંચાલન માટે બ્રહ્માજીએ પોતાના 10 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા હતા, જેમને સૃષ્ટિનું સંચાલન કરવાની જવાબદારી સોંપી હતી. ચંદ્રમાએ આ તમામ પ્રચેતાઓના વિવાહ વૃત્ર કન્યા અને યક્ષની બહેમ મારિષા સાથે કરાવ્યા હતા. પ્રચેતાઓથી વિવાહ થવાને કારણે તેને પ્રચેતી તરીકે ઓળખવામાં આવી હતી. પછી પ્રચેતાઓ અને ચંદ્રમાએ પોતાનું અડધું અડધુ તેજ આપતા મારિષાએ દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ લીધો. દક્ષ પ્રજાપતિ જ સૃષ્ટિ સંચાલનના કાર્યને આગળ વધાર્યું અને મૈથુની સૃષ્ટિનો વિકાસ થયો. તેમણે પોતાની 10 કન્યાઓના વિવાહ ધર્મ સાથે કરાવ્યા. 24 કન્યાઓના વિવાહ ચંદ્રમા સાથે કરાવ્યા અને તેની પુત્રી સતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા.

જટિલાના પણ હતા 7 પતિ.ગોતમ ઋષિના કૂળમાં જટિલા નામની કન્યા હતી. એમના વિવાહ 7 ઋષિઓ સાથે થયા હતા. સંસ્કૃત સાહિત્યમાં ગૌતમનું નામ અનેક વિદ્યાઓથી સંબંધિત છે. વાસ્તવમાં ગૌતમ ઋષિના ગોત્રમાં ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિને ગૌતમ કહી શકાય છે. તેથી આ વ્યક્તિનું નામ નહિં પણ ગોત્રનું નામ છે. વેદોમાં ગૌતમ મંત્રદ્રષ્ટા ઋષિ માનવામાં આવ્યા છે. સાથે જ ન્યાય સૂત્રોના રચિયતા પણ ગૌતમ ઋષિ માનવામાં આવે છે.

તેથી તેમના વંશજ શ્વેતકેતુ થયા જેમણે વિવાહ વ્યવસ્થાની શરૂઆત કરી. એનાથી પહેલા કોઈ પણ પુરુષ અને સ્ત્રી કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાથે શારીરિક સંબંધો બનાવી શકતા હતા. તેમાં કોઈ અધર્મ નહોતો. શ્વેતકેતુ એક વાર પોતાની માતા અને પિતા સાથે બેઠા હતા. એ સમયે ત્યાં એક ઋષિ આવ્યા અને તેમની માતાનો હાથ પકડી લીધો. અને પોતાની સાથે આવવા માટે કહ્યું. એનાથી શ્વેતકેતુ ઘણાં નારાજ થયા. તેમણે વિવાહ વ્યવસ્થાની શરૂઆત કરી જેથી સ્ત્રી અને પુરુષોના સંબંધો મર્યાદિત રહે.

આ વાતથી દરેક વ્યક્તિ માહિતગાર છે કે પાંચાલી એટલે કે દ્રોપદી પાંચ પાંડવોની પત્ની હતી. દ્રૌપદીએ પાંચેય પાંડવો સાથે લગ્ન કર્યા હતા. તેથી તેનું નામ પાંચાલી પડ્યું.પણ શું તમે જાણો છો કે આ પાંચ પાંડવોની દ્રૌપદી એકલી જ પત્ની નહોતી પરંતુ દ્રૌપદી સિવાય આ પાંચ પાંડવોની બીજી પત્નીઓ પણ હતી. જેના વિશે બહુ ઓછાં લોકો જાણે છે.

મહાભારતની ગાથા પ્રમાણે મોટાભાગના લોકો એ જ જાણે છે કે દ્રૌપદી એકમાત્ર પાંચેય પાંડવોની પત્ની હતી. પરંતુ દ્રૌપદીના પુત્ર અને બીજા પાંડવોના અન્ય પુત્ર તથા તેમની બીજી પત્નીઓ વિશે વધારે લોકોને માહિતી નથી.પાંચ પાંડવોની અન્ય પત્નીઓ. યુધિષ્ઠિર.દ્રૌપદી સિવાય યુધિષ્ઠિરે દેવિકા સાથે લગ્ન કર્યા હતા. દેવિકા તેની બીજી પત્ની હતી અને તેના પુત્રનું નામ ધૌધય હતું.

અર્જુન.દ્રૌપદી સિવાય અર્જુને બીજા ત્રણ લગ્ન કર્યા હતા. દ્રૌપદી સિવાય અર્જુનને સુભદ્રા, ઉલૂપી અને ચિત્રાંગદા નામની ત્રણ પત્નીઓ પણ હતી. સુભદ્રાથી અભિમન્યુ નામનો પુત્ર, ઉલૂપીથી ઇરાવત, ચિત્રાંગદાથી વભ્રુવાહનનો જન્મ થયો હતો.ભીમ.દ્રૌપદી સિવાય ભીમે હિડિમ્બા અને બાલંધરા નામની બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. ભીમની પત્ની હિડિમ્બાએ ઘટોત્કચ અને બાલંધરાથી સર્વંગ નામના પુત્રને જન્મ આપ્યો.નકુલ.પાંડવોમાં ચોથા ભાઈ નકુલની દ્રૌપદી ઉપરાંત કરુણુમતી નામની પત્ની હતી. નકુલામની પત્ની કારેનુમતીથી નીરમિત્ર નામના પુત્રનો જન્મ થયો હતો.

સહદેવ.દ્રૌપદી સિવાય સહદેવે બીજા લગ્ન કર્યા હતા. તેની બીજી પત્નીનું નામ વિજયા હતું. વિજયાએ સુહોત્રા નામના પુત્રને જન્મ આપ્યો હતો.પાંચેય પાંડવોની પહેલી પત્ની દ્રૌપદી.ભલે પાંચેય પાંડવોની દ્રૌપદી સિવાય બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા પરંતુ દ્રૌપદી તેમની પહેલી પત્ની હતી. જેમને એક એક વર્ષના સમયગાળામાં પાંચેય પાંડવોના એક એક પુત્રને જન્મ આપ્યો હતો.

દ્રૌપદી થી જન્મેલ યુધિષ્ઠિર ના પુત્રનું નામ પ્રતિવિન્ધ્ય, ભીમથી થયેલ પુત્રનું નામ સુતસોમ હતું, અર્જુનથી જન્મેલ પુત્રનું નામ શૃતકર્માં હતું, નકુલ ના પુત્રનું નામ શતાનીક હતું અને સહદેવના પુત્રનું નામ શૃતસેન હતું. આ હતી પાંડવોની બીજી પત્નીઓ : નોધપાત્ર વાત એ છે કે ભલે પાંડવોએ બીજા લગ્ન કર્યા હતા અને તેમના પુત્ર પણ થયા પરંતુ દ્રૌપદી ને પાંચેય પાંડવો ની પત્નીમાં સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. તેમની બીજી પત્નીઓ વિશે મોટાભાગના લોકો જાણતા નથી.