Breaking News

શું તમને પણ શિયાળામાં થાય એલર્જી, તો આજે જ અપનાવો આ ખાસ ઉપાય દૂર થઈ જશે એલર્જી….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને જણાવીશું શિયાળો આવે એટલે એક રાહત થાય ગરમીથી છૂટકારો મેળવવાની આ ઋતુમાં સવાર સવારમાં ઘરની બહાર જોવા મળતું ધુમ્મસ કોઈ કવિ માટે કવિતાની પ્રેરણા બને ફિટનેસ જાળવવા રોજ મોર્નિંગ વોક લેનારને વાતાવરણ આહ્લલાદક લાગે પણ વ્યક્તિ-વ્યક્તિએ પ્રકૃતિ અલગ હોય છે કમનસીબે આવી ખુશનૂમા ઠંડકમાં કોઈને એલર્જીનો સામનો પણ કરવો પડતો હોય છે.

શિયાળાની સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલમાં તેના ફુલગુલાબી મિજાજમાં છે આપણે સૌ જાણીએ છીએ કે તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ કુદરતનો આશીર્વાદ છે પરંતુ આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પૂરતી કાળજી ન લઈએ તો શિયાળો નુક્સાનદાયક પણ બની શકે છે ખાસ કરીને ખાન-પાન, આહાર-વિહાર સિવાય આપણે શિયાળામાં અનેક બાબતોનું વિશેષ ધ્યાન રાખીએ જેથી શિયાળો રહે મસ્ત અને આપણે રહીએ સ્વસ્થ.

જરૂરી નથી કે આ શિયાળાની ઠંડક દરેકને માફક આવે કોઈકને શરદી થાય તો કોઈકને છીંક આવવી શરૂ થઈ જા તો ઘણાંને વાયરસના બેક્ટેરીયાને લીધે અનેક પ્રકારની એલર્જીનો સામનો કરવો પડતો હોય છે આવી એલર્જીમાં ત્વચા તેમજ શ્વાસોશ્વાસ સંબંધી તકલીફો જોવા મળે છે એના ખાસ કારણોમાં આ ઋતુમાં વધ-ઘટ થતું તાપમાન વાતાવરણમાં સવાર-સાંજ છવાતું ધુમ્મસ ઓછો સૂર્યપ્રકાશ મળવો આ બધાં કારણે જે વ્યક્તિની મેટાબોલિઝમ્ અને ઈમ્યુન સિસ્ટમ એટલે કે શરીરની ચયાપચયની ક્રિયા તેમજ રોગ.

સામાન્ય રીતે આપણું શરીર ઋતુ અનુસાર કામગીરી અને કાર્યશૈલીમાં પરિવર્તન કરતુ રહે છે શિયાળાની આ ઋતુમાં આપણું શરીર એક્ટીવ મૉડ માં હોય છે કુદરતે આપણને શિયાળાની મૌસમ આખા વર્ષની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા આપી છે સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓથી શિયાળામાં વિશેષ સચેત રહેવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશુંશિયાળાની ઋતુ ભલે સ્વાસ્થ્યપ્રદ મૌસમ ગણાય તેમ છતાં શ્વસનરોગ હૃદયરોગ ત્વચાના રોગ મગજના રોગ હાંડકાં-સાંધાના રોગ વાયરસજન્ય રોગ બાળકોમાં વિવિધ પ્રકારના ફ્લુનો રોગ વિગેરે થઈ શકે છે.

શરદીમાં થનાર એલર્જી.ગળામાં કફને લીધે કર્કશતા આવવી અથવા ખાંસી આવવી ત્વચામાં ખંજવાળ આવવી તેમજ ત્વચા લાલ થઈ જવી કાનમાં તકલીફ હોય તો ઓછું સંભળાવુંગળામાં સોજો આવે અને ખોરાક ગળવામાં તકલીફ થાય શ્વાસમાર્ગમાં અવરોધ લાગે અને શ્વાસ લેવામાં તકલીફ થાય કન્જ્કટિવાઈટીસ આંખો લાલ થઈ જવી.શરદીની એલર્જીના લક્ષણો.નાક બંધ થવું અથવા સતત ગળતું રહેવું નાકની ત્વચા લાલ થઈ જવી અથવા નાકમાં સોજો આવવો સતત છીંકો આવે કે ઉધરસ આવે અને અસ્થમા એટલે કે દમનો એટેક આવવો શરીર દુઃખવું તેમજ માથું ભારે થવું, આંખો ભારે લાગવી.

શરદીમાં એલર્જી થવાના કારણો.ઘણાં લોકોને ઘરમાં પાળેલાં પ્રાણીઓના વાળ એ લોકોની લાળ તેમજ યૂરીનને કારણે પણ એલર્જી થતી જોવા મળે છે.આ ઋતુમાં તકલીફો વધી જાય છે કેમ ક પ્રાણીઓ પણ આખો દિવસ ઠંડકને કારણે ઘરમાં જ ફરતાં રહેતાં હોય છે ઉપરાંત ઘરનાં બારી-બારણાં ઠંડીને કારણે બંધ રાખવામાં આવે છે જેને લીધે વેન્ટીલેશન ઓછું થાય છે. સાવચેતીરૂપે પ્રાણીઓને દર અઠવાડિયે સ્નાન કરાવવું. ડોક્ટર પાસે રેગ્યુલર ચેક-અપ માટે તેમને લઈ જવા.

ઘણીવાર ઉનથી બનેલા સ્વેટર જર્સી સ્કાર્ફથી પણ એલર્જી થઈ જાય છે જો ઉન સારી ક્વોલિટીનું ન હોય તો પણ ત્વચા લાલ થઈ જાય છે એ માટે સિંથેટીક ઉનના ગરમ કપડાં તેમજ કોટનના કપડાં હિતાવહ છે.કઈ રીતે કરશો એલર્જીથી બચાવ.જો ધૂળને કારણે એલર્જી થતી હોય તો ઘરમાં ઝાડૂને બદલે વેક્યુમ ક્લીનર વાપરવું તાપમાનમાં આવતાં પરિવર્તનથી સાવચેત રહેવું પડદા બેડશીટ અઠવાડિયે એક વાર ધોઈ લેવા પડદા બેડશીટ અને ગાલીચાને સમયાંતરે તડકામાં મૂકવા.

પાળતુ પ્રાણીઓના વાળને કારણે થતી એલર્જીથી બચવા તેમનાથી દૂર રહેવું બને ત્યાં સુધી તેમને બેડરૂમની બહાર રાખવા પ્રાણીઓને દર અઠવાડિયે સ્નાન કરાવવું. પ્રાણી સાથે આખો દિવસ રહ્યાં હોવ તો રાત્રે સૂતાં પહેલાં સ્નાન કરી લેવું કપડાં બદલી લેવાં.બદલાતી ઋતુ માટે ઘરગથ્થૂ ઉપાયોઃશરદી કફ માટે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ ટાળવો શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરના રસોડામાં જ ઘણો એવો ખોરાક છે જે ઔષધીની ગરજ સારે છે જેમ કે.

અદરખ આદુ.આદુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રહેલાં છે. શિયાળામાં શરદી માટે થોડું આદુ ઝીણું વાટીને પાણીમાં ઉકાળીને એ પાણી હુંફાળૂં પીવાથી શરદી તેમજ કફમાં રાહત થાય છે. ગળાને પણ આરામ મળે છે.સુપ.ટમેટાં બીટ ગાજર અને પાલકનું વેજીટેબલ સુપ પીવાથી પણ શરદીમાં રાહત થાય છે.મધ.લીંબુપાણીમાં મધનું એક ચમચી મિશ્રણ પણ દુઃખતા ગળાને રાહત આપે છે મધમાં એન્ટીબેક્ટેરીયલ ગુણધર્મ છે જે શરદીને દૂર રાખે છે.ખજૂર.1-2 ખજૂર ખાઈને ગરમ પાણી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે ઉપરાંત શરીરને પોષણ પણ મળે છે.

દમ–અસ્થમાના દર્દીઓએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ આ એક એવી બીમારી છે જે આ શિયાળાની ઋતુમાં કોઈને પણ થઈ શકે છે અથવા તો જે આ રોગથી પીડાતા હોય તેને ઉથલો મારી શકે છે જો આપને સતત ઉધરસ છાતીમાંથી સિસોટી જેવો અવાજ આવવો, છાતી સંકોચાવી છાતીમાં ભાર લાગવો શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ જણાય તો રાહ જોયા વગર ડૉક્ટર પાસે જઈ યોગ્ય સારવાર લેવી હિતાવહ છે જે દર્દીઓ પંપ ઈન્હેલર લેતા હોય તેમણે ડૉકટરની સલાહ અનુસાર પંપ લેતા રહેવું અને પંપ હાથવગો રાખવો જોઈએ.

જે વ્યક્તિઓને બ્લડપ્રેશર ડાયબીટીસ કોલેસ્ટ્રૉલ હોય અથવા વજન ખૂબ વધારે હોય હૃદયરોગની પારીવારિક હિસ્ટ્રી હોય તેમણે તકેદારીના ભાગરૂપે નિયમિત બોડી ચેક-અપ કરાવવું જોઈએ અને શરીરનું વજન કાબૂમાં રાખવું જોઈએ ખાસ કરીને શિયાળામાં ઠંડીને કારણે નિયમિત કસરત કરવાનું મન ન થાય તો પણ શરીરનો વ્યાયામ અવશ્ય કરવો જ જોઈએ શિયાળામાં ખાસ કરીને ખૂબ ભારે ખોરાક વસાણાં વિગેરે યોગ્ય માત્રામાં અથવા ડૉક્ટરના પરામર્શ અનુસાર લેવું જોઈએ જો હૃદયમાં સામાન્ય દુખાવો અગાઉ હૃદયરોગનો હુમોલ આવેલો હોય અને દવા ચાલુ હોય તેવા વ્યક્તિઓએ ડૉક્ટરના સંપર્કમાં રહેવું જોઈએ અને માર્ગદર્શન અનુસાર દવા લેવી જોઈએ

About Hu Gujarati TEAM

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *