શુ તમે પણ કરો છો ઘરમા આ વસ્તુનો ઉપયોગ,તો થઇ જાવ સાવધાન થઈ શકો છો મોટી બિમારીના શિકાર….જાણી લો આજે જ

0
238

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ આપણા ઘરના બાથરુમ અને ટોયલેટને સાફ કરવા માટે વપરાતા ઍસિડ વિશે મિત્રો ટોયલેટ ની યોગ્ય સફાઈ તમારા ઘરને માત્ર આરોગ્યપ્રદ રાખે છે પરંતુ સાથે સાથે તમને અનેક બીમારીઓથી બચાવે છે તેમજ ટોયલેટ ને સાફ કરવા માટે તમે ઘણા ડિટરજન્ટ, ક્લીનર્સ અને એસિડનો ઉપયોગ કરીએ છીએ અને તેને પોલિશ કરવામાં કલાકો પસાર કરીએ છીએ પરંતુ લોકો ટોયલેટ ને સાફ કરવા માટે એસિડ જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે અને જ્યારે ખાસ એસિડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને અસુરક્ષિત માનવામાં આવે છે તો ચાલો જાણીએ એસિડથી ટોયલેટ સાફ કરવાથી થતા નુકસાન વિશે.

મિત્રો જો તમાર ઘરની મહિલાઓ બાથરુમ ટોયલેટ સાફ કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મળતા પીળા કલરના એસિડનો ઉપયોગ કરી રહી હોય તો સાવધાન થઈ જજો કારણ કે આવું એસિડ તેમનો જીવ પણ લઈ શકે છે આવા એસિડની અસર કેટલી ખતરનાક હોય છે તેનો ખ્યાલ અમદાવાદના CTMના આશાનગરમાં બનેલી એક ઘટના પરથી આવે છે જ્યા એક વૃદ્ધાને બાથરૂમ સાફ કરતી વખતે એસિડની અસર થતાં ગણતરીના દિવસોમાં જ તેનું મૃત્યુ થયુ હતું.

મિત્રો આ બનાવની વિગત એવી છે કે, સીટીએમ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાં 63 વર્ષીય દેવેન્દ્રાબેન મિસ્ત્રી પરિવાર સાથે રહેતા હતા તેમજ દેવેન્દ્રાબેન પાંચ દિવસ પહેલા પોતાના ઘરે બાથરૂમ સાફ કરવા માટે તેમણે એસિડ છાટ્યું હતુ અને આ એસિડના ગેસની અસરથી તેમનો શ્વાસ રુંધાવાનો શરૂ થઇ ગયો હતો અને બાદમાં તેઓ બેભાન થઈ જતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો તાજેતરમાં, નવ વર્ષના બાળકને ભુલ થી ટોઇલેટ એસિડ પીવાને કારણે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ એસિડથી બાળકનો પેટનો ડ્રેઇન સંપૂર્ણ નાશ પામ્યો હતો.જો કે ડોકટરોએ તેના જીવનને બચાવવા માટે અથાક મહેનત કરી અને અમે તમને આવા એસિડ ના ગેરફાયદાથી વાકેફ કરીએ છીએ જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે અને જે બાળકોની પહોંચથી દૂર રાખવા માટે ખૂબ જ આવશ્યક છે.

મિત્રો એસિડ અથવા ટોઇલેટ ક્લીનરનો ઉપયોગ ઘરોમાં ટોયલેટ વગેરેની સફાઈ માટે થાય છે અને ડોકટરોના જણાવ્યા અનુસાર, બાળકોની પહોંચથી દૂર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આ એસિડનો ધુમાડો 10 થી 15 મિનિટ સુધી શ્વાસમાં જાય છે તો પછી શ્વાસની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને એસિડના સંપર્કમાં આવવાને કારણે અસ્થમાના દર્દી પર હુમલો થવાની સંભાવના છે તેમજ ફેફસાંમાં સોજો આવવાની સંભાવના છે.મિત્રો ખાસ કરીને મહિલાઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કે જેઓ બાથરૂમ અને ટોઈલેટ સાફ કરતી વખતે એસિડનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે.

મોટાભાગ ની મહિલાઓ તે સમયે મોઢે રૂમાલ પણ બાંધતી નથી અને આ પ્રકારની બેદરકારી તેમના માટે જીવલેણ બની શકે છે જો કે ટોયલેટ-બાથરુમ સાફ કરવા માટે વપરાતું એસિડ ખતરનાક કેમિકલ હોય છે.અને તેના વેચાણ માટે લાયન્સ લેવુ જરૂરી છે અને વેપારીએ એસિડનું વેચાણ કોને કર્યુ છે તેની નોંધ પણ કરવી પડે છે પરંતુ આ નિયમનું પાલન થતુ નથી તેમજ ફેરિયાઓ અને લારીવાળાઓ પણ હાઇડ્રોક્લોરિક એસિડનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને ખૂબ સરળતાથી મળી રહ્યું છે પરંતુ આવા એસિડથી સાફ કરેલું ટોઈલેટ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે.

મિત્રો ટોયલેટ ની સફાઈ માટે ભારતમાં એસિડનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે અને ઘણા લોકો જાગૃત નથી હોતા કે એસિડમાંથી નીકળતી ધૂમ્રપાન અને મજબૂત ગંધ શ્વાસની સમસ્યાઓ જેવી કે અસ્થમા વગેરેનું કારણ બની શકે છે અને જો તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે છે, તો તેનાથી શરીરના અન્ય ભાગો જેવા કે કિડની અને યકૃત પર પણ ગંભીર અસરો થઈ શકે છે.મિત્રો ટોયલેટ સાફ કરવા માટે વપરાતા એસિડમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘટકોમાં સોડિયમ બિસ્લ્ફેટ,ઓક્સાલિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ શામેલ હોઇ છે અને તમને જણાવી દઇએ કે આ રસાયણો ફક્ત આપણા શરીરમાં ધૂમ્રપાનથી પસાર થતા નથી પરંતુ ત્વચા દ્વારા સમાઈ જાય છે જેનાથી આપણા શરીરને ઘણુ નુક્શાન થાય છે અને ઘણી વખત વ્યક્તિનુ મૃત્યુ પણ થઈ શકે છે.

મિત્રો થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ખુલ્લામાં આ એસિડ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આ હોવા છતાં સ્વચ્છ ઉત્પાદનો બનાવવા માટેના ઘટકોનો ઉપયોગ કરવા અંગે દેશમાં કોઈ યોગ્ય માર્ગદર્શિકા ન હોવાને કારણે ટોયલેટ ક્લીનર્સના નામે એસિડનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અન્વ ટોઇલેટ ક્લીનર્સનો ઉપયોગ કરો જેમાં નિર્ધારિત રસાયણો હોય અને જો તમે નિયમિતપણે ટોયલેટ સાફ કરો છો તો તમારે આવા રસાયણોની જરૂર રહેશે નહી અને જો જરૂરી હોય તો વોશિંગ પાવડર અથવા લિક્વિડ ડીટરજન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here