શું તમે જાણો છો મંદિર માં જવાથી શું ફાયદા થાય છે ના જાણતાં હોય તો આજેજ જાણીલો

0
18

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમામાં આપણી આસ્થા અને વિશ્વાસ હોય છે. મૂર્તિની સામે બેસી હાથ જોડી, આંખ બંધ કરી એકાગ્ર થઈએ છીએ. આ એકાગ્રતા જ વ્યક્તિને ભગવાન સાથે એકાકાર કરે છે. તે સમય આપણે આપણી અંદર જ ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતી કરાવે છે. આવી રીતે જ એકાગ્ર થઈ ચિંતન-મનન કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. જો તમે મંદિર ન જતાં હોય તો જવાનું શરૂ કરી દો.. કારણકે તેનાથી થાય છે અઢળક ફાયદાઓ વાંચીને થઈ જશો ખુશ..

મંદિરનું નિર્માણ વૈજ્ઞાનિક રીતે થતું હોય છે. મંદિર એવી રીતે બનાવાય છે કે જ્યાં શાંતિ અને દિવ્યતા ઉત્પન્ન થાય છે. મંદિરમાં મૂર્તિની સ્થાપના હંમેશા ગુંબજની નીચે કરવામાં આવે છે, જે ધ્વનિ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી બનાવાય છે. ગુંબજને કારણે મંદિરમાં થતા મંત્રોચ્ચારનો સ્વર ગુંજે છે અને મંદિરમાં આવેલી દરેક વ્યકિતને પ્રભાવિત કરે છે. ગુંબજ અને મૂર્તિનું મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં નિરંતર ઉર્જા પ્રવાહિત થાય છે. એટલા માટે જ જ્યારે મૂર્તિને સ્પર્શ કરી તેની સામે માથું નમાવીએ છીએ ત્યારે તે સકારાત્મક ઉર્જા આપણી અંદર પણ પ્રવાહિત થાય છે. તેનાથી આપણી અંદર શક્તિ, ઉત્સાહનો સંચાર થાય છે.

મંદિરની પવિત્રતા પણ આપણાં અંતરમનને પ્રભાવિત કરે છે. વ્યક્તિને પોતાની અંદર અને બહાર પવિત્રતા રાખવાની પ્રેરણા મંદિર આપે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. તમે દરેક દર્શનાર્થીને ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરતાં જોયા હશે. ઘંટનો અવાજ દેવમૂર્તિને જાગૃત કરે છે, જેથી તે આપણી પ્રાર્થના સાંભળી શકે.

મંદિર એક પવિત્ર સ્થળ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે આસ્થાનુ કેન્દ્ર હોય છે. એટલા માટે જ તો મંદિરની નજીકથી પસાર થતી વખતે પણ દરકે વ્યક્તિ એકવાર તો માથું નમાવે જ છે. સામાન્ય રીતે તો દરેક વ્યક્તિ મંદિર ભગવાનના દર્શન અને મનોકામનાની પૂર્તિની પ્રાર્થના કરવા માટે જ જતાં હોય છે. તમે જ્યારે પણ મંદિરમાં જાવ ત્યારે મંત્ર, ઘંટનો નાદ, નગારાનો અવાજ સાંભળી શરીર અને મનમાં ઉત્સાહ અનુભવ થાય છે. મંદિરમાં જવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે.

દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ હું હોય જે ક્યારે પણ મંદિરના પગથિયાંના ચડ્યા હોય. અમુક લોકો દરરોજ મંદિર જાય છે તો અમુક લોકો ક્યારેક ક્યારેક મંદિર જાય છે. હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર, મંદિરમાં જવાથી મનમાં શાંતિ મળે છે. સાથે જ કોઈ પણ મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિથી ભક્તની આસ્થા અને વિશ્વાસને વધારે છે. મંદિરને જોઈને જ લોકો શ્રદ્ધા સાથે માથું નમાવીને ભગવાન સામે તેની ભક્તિ પ્રગટ કરે છે.

આમ તો આપણે મંદિરમાં ભગવાનના દર્શન ને ઈચ્છા પૂર્તિ માટે જતા હોય છે.પરંતુ મંદિર જવાથી આપણને કોઈને કોઈ લાભ તો જરૂર થાય છે. આપણા દેશમાં સદીઓથી મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાની પરંપરા ચાલતી આવતી હોય છે. જો આજે પણ આ પરંપરાને લોકો નિભાવે છે.શાસ્ત્રો અને વૈજ્ઞાનિક કારણ મુજબ મંદિરમાં જવાનું ધાર્મિક કારણ ઓ છે જ પણ સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. દરરોજ મંદિર જવાથી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અંત આવે છે.મંદિરમાં જવાથી નીચે મુજબનાં લાભ થાય છે.

એકાગ્રતમાં વધારો.જયારે અસપને મંદિરમાં જઈએ છીએ તો ત્યાં ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ. દર્શન કરતી વખતે થોડા સમય માટે આપણે ભગવાનમાં એકાગ્ર થઇ જઈએ છીએ. તો મંદિરમાં જે ભક્તો જાય છે તેને માથા પર તિલક લગાડી દેવામાં આવે છે. માથાની વચ્ચે તિલક લગાડવામાં આવતા ત્યાં વિશેષ ભાગ ઉપર દબાણ આવે છે. તેથી આપણને તેમાં એકાગ્રતા વધે છે. તેથી સવારે અને સાંજે મંદિર જતી વખતે અચૂક તિલક કરવું.

ઈમ્યુનીટીમાં વધારો.મંદિરમાં પૂજા દરમિયાન હાથ જોડવાથી અને તાલી વગાડવાથી શરીરના ઘણા હિસ્સાઓ જોડાય જાય છે. જેના કારણે પોઈન્ટ્સ પર દબાવ આવે છે. આ કારણે શરીરના કાર્યમાં સુધારો આવે છે અને ઇમ્યુનીટી વધી જાય છે.બેક્ટેરિયાનું પ્રમાણ નહિવત.મંદિરમાં કપૂર અને હવનના અને આરતી થતી રહેતી હોય બેક્ટેરિયા ખતમ થઇ જાય છે.અનવે કપૂર અને હવનના કારણે બેકટેરિયા ખતમ થઇ જતા આપણા ફેફસામાં શુદ્ધ હવા પહોંચી જાય છે. તેથી વાયરલ ઈંફેક્શનનો ખતરો ટળી જાય છે.

બીપી કંટ્રોલ.મંદિરમાં આપણે ઉઘાડા પગે જઈએ છે. મંદિરમાં ઉઘાડા પગે ચાલતી વખતે અને પરિક્રમા કરતી વખતે સકારાત્મક રજા આપણા શરીરમાં પ્રવેશે છે. ઉઘાડા પગે ચાલવાને કારણે પગના દબાણના બિંદુઓ પર દબાણ આવે છે. તેથી બીપીની સમસ્યા ઓછી અથવા ખતમ થઇ જાય છે.ઉર્જામાં વધારો.મંદિરમાં જતી વખતે આપણે ઘંટી વગાડીએ છીએ. આ ઘંટીનો અવાજ 7 સેકન્ડ માટે આપણા કાનમાં ગુંજે છે. આ અવાજના કારણે શરીરમાં આરામ કરવા વાળા અંગ સક્રિય થયા છે. અને ઉર્જા લેવલમાં વધારો થાય છે.

તણાવ દૂર થાય છે.મંદિરના શાંત અને શુદ્ધ વાતાવરણના કારણે અને શાંતિમય વાતાવરણના કારણે મનને શાંતિ મળે છે. સાથે તણાવ દૂર થયો હોય એવો અહેસાસ થાય છે.ડિપ્રેશનમાંથી છુટકારો.મંદિરમાં જઈને દરરોજ ભગવાનની આરતી ગાવવાથી મગજની કાર્ય પ્રણાલીમાં સુધારો થાય છે. અને ડીપ્રેશનમાંથી છુટકારો થાય છે.

વ્યક્તિને હંમેશા ભગવાન પર વિશ્વાસ હોય છે જેના કારણે તે મંદિર જાય છે. જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે પોતાના બુટ-ચંપલ બહાર ઉતારી દેતા હોય છે અને ખુલ્લા પગે જ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. જ્યારે આપણે મંદિરમાં ખુલ્લા પગે ચાલીએ છીએ અને ભગવાન ની પરિક્રમા કરીએ છીએ તો તેનાથી આપણા પગમાં રહેલ પ્રેશર પોઈન્ટ પર દબાવ પડે છે.

જેના કારણે હાઇ બ્લડપ્રેશર કંટ્રોલ થઈ જાય છે. મંદિરમાં ખુલ્લા પગે ચાલવાથી સકારાત્મક ઉર્જા પગનાં માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે આપણે મંદિર જઈએ છીએ તો મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને આપણું ધ્યાન એકાગ્ર કરીએ છીએ, તો તેનાથી આપણા મસ્તિષ્કમાં ખાસ ભાગ પર દબાવ પડવા લાગે છે જેના કારણે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે.

મંદિરમાં જ્યારે ભક્ત દર્શન કરવા માટે જાય છે, તો ત્યાં રહેલ ઘંટડી વગાડે છે. જેનો અવાજ ભક્તોના કાનમાં ગુંજવા લાગે છે. પરંતુ ઘંટડીઓના આ અવાજથી આપણા શરીરના અમુક અંગો સક્રિય થવા લાગે છે, જેનાથી આપણી ઉર્જાનું સ્તર વધવા લાગે છે. મંદિરની અંદર ભગવાનની આરતી કરવામાં આવે છે. આરતીથી આપણી મષ્તિષ્ક ક્રિયા યોગ્ય પ્રકારે થાય છે અને તણાવ પણ દૂર થાય છે. તે સિવાય મંદિરમાં હવન જેવા કાર્ય થતા રહેતા હોય છે. હવન માંથી નીકળતો ધુમાડો બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે અને તેનાથી વાઇરલ ઇન્ફેક્શન થવાનો ખતરો પણ દૂર થઇ જાય છે.

જ્યારે આપણે મંદિર જઈએ છીએ તો ભગવાનના દર્શન કર્યા બાદ માથા પર તિલક લગાવીએ છીએ. માથા પર તિલક લગાવતાં સમયે આપણા મગજનાં ખાસ હિસ્સા પર દબાવ પડે છે, જેનાથી આપણી એકાગ્રતા વધે છે.મંદિરની અંદર ભક્તો તાળી વગાડતા હોય છે. તાળી વગાડવાથી આપણા શરીરના વિભિન્ન હિસ્સા યોગ્ય પ્રકારથી કાર્ય કરે છે. તેનાથી આપણી અંદરની શક્તિ પણ મજબુત બને છે.