શું તમે જાણો છો ગુજરાતમાં કેટલી શક્તિપીઠ આવેલી છે ? નથી જાણતાં તો જાણીલો.

0
157

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સંપૂર્ણ વિશ્વમાં થઈને કુલ ૫૨ શક્તિપીઠ આવેલ છે.

આ ૫૨ શક્તિપીઠમાંથી આપણા ગુજરાતમાં માતાજીના ૪ શક્તિપીઠ આવેલ છે. આવો આજે તમને જણાવીએ કે ક્યાં આવેલ છે માતાજીના આ શક્તિ’પીઠ અને કેવીરીતે તમે ત્યાં જઈ શકશો. દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે જ્યારે 52મું શક્તિપીઠ જેને ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે.

અંબાજી શક્તિપીઠ, અંબાજી મંદિર, આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિર ભવ્ય અને સુંદર છે. તેના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી અહીં શ્રીયંત્રની પૂજા થાય છે. ખાસ વાત એ છે કે યંત્ર એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શન કરનારને તે સાક્ષાત માતાજી જ દેખાય છે. અહીં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.મિત્રો ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી.

પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ શક્તિપીઠ આવેલી છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો.એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.

પાવાગઢ શક્તિપીઠ, પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય.

મહાકાળી માએ હાથમા ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો. આ ઉપરાંત માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.મિત્રો પાવાગઢ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના વડોદરાથી લગભગ 46 કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલ છે. પાવાગઢ એક હિલ સ્ટેશનના નામે પણ ઓળખાય છે.પાવાગઢ એક પ્રખ્યાત મહાકાળી મંદિર તરીકે જાણીતું છે.

અહીં દરરોજ હજારો યાત્રાળુઓ માતા મહાકાળીના દર્શન કરવા આવે છે. પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્‍થળ પણ ખરું. પાવાગઢના મહાકાળીના માતાના ગરબા નવરાત્રિમાં ઘેર ઘેર ગવાય. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્‍થાનક નયનરમ્‍ય છે.

મિત્રો આ વિસ્તારના ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને યુનેસ્કો દ્વારા 2004 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે લીપીબદ્ધ કરવામાં આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે, રાજપૂત રાજા વનરાજ ચાવડાએ તેમના બુદ્ધિશાળી મંત્રી ચંપાની યાદમાં પાવાગઢના પગથિયે ચંપાનેરની સ્થાપના કરી હતી. ત્યાર પછી પતઇ રાવલ પરિવારે તેના પર શાસન કર્યું અને સીમાની સંભાળ લીધી હતી.

બહુચરાજી શક્તિપીઠ, આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો. આથી આ સ્થળ બાળા (બહુલાનું ટૂકું રુપ) ત્રિપુરા સુંદરીનું પ્રસ્થાપન થયું. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. પુરાણોમાં પૌરષત્વ આપનારી શક્તિ તરીકે માતા બહુચરાનો ઉલ્લેખ છે.મહેસાણાના બહુચરાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

આમ તો વર્ષ દરમિયાન પણ બહુચરાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતાં હોય છે. પરંતુ નવરાત્રિમાં માતાના દર્શન કરવાનો અનેરો લાહવો ભક્તો લે છે.ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠમાંથી એક છે માં બહુચરનું આ ધામ, બહુચરાજી ખાતે આવેલ આ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે, ત્યારે ચૈત્ર માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શનાથે ઉમટ્યા હતા.ચૈત્ર માસમાં નવરાત્રિ દરમિયાન માં બહુચરના પરીસરમાં ત્રિ-દિવસય મેળો પણ ભરાય છે. ભક્તોની શ્રદ્ધા છે કે માં બહુચરા સામે નકમસ્તક થનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે શક્તિની ભક્તિ કરવાના આ મહાપર્વ દરમિયાન માં બહુચરના આંગણે આવેલા ભક્તો માઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

ભરૂચનું અંબાજી માતાનું શક્તિપીઠ, ગુજરાતમાં નર્મદા નદીનાં કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનાં મંદિરો આવેલાં છે. જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો છે. જૂના ભરૂચનાં દાંડિયાબજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં માં અંબાનું સ્થાનક આવેલું છે. અંબાજી, પાવાગઢ, બેહુચરાજી બાદ હવે ભરૂચનુંઆ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાશે. આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.રાજા દક્ષરાજાએ યજ્ઞ કરાવ્યો હતો અને તેમાં મહાદેવજીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું એ જાણીને સતીમાતાએ એ જ યજ્ઞકુંડમાં પોતાને સમર્પિત કરી દીધા હતા અને જયારે આ વાત એ ભગવાન શિવને ખબર પડી ત્યારે મહાદેવજી એ સતીના શબને લઈને ગુસ્સામાં ત્રાંડવ નૃત્ય કરતા હતા.

મહાદેવજી એ પોતાના ત્રીજા નેત્રથી સંપૂર્ણ સૃષ્ટિનો નાશ કરવાની તૈયારીમાં હતા તેમની આવી પરીસ્થિતિ જોઇને દેવો એ ભગવાન વિષ્ણુ પાસે આવે છે અને આ સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે કહે છે ત્યારે ભગવાન વિષ્ણુ એ પોતાના સુદર્શન ચક્રથી સતી માતાના શરીરના ટુકડા કરી દીધા હતા અને જ્યાં પણ સતી માતાના શરીરના અંગ પડ્યા ત્યાં ત્યાં તેમની શક્તિપીઠની સ્થાપના થઇ.