શું તમે જાણો છો અલંગમાં કઈ રીતે મોટા મોટા જહાજો ભાગવામાં આવે છે,જુઓ તસવીરો.

0
140

મિત્રો આજના અમારા આ લેખમાં હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કોઈ પણ જહાજનું આયુષ્ય 25 વર્ષની આસપાસ હોય છે, જે પછીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત નવી શોધો અને સંશોધનોના કારણે પણ જુના જહાજ બિનઉપયોગી બની જતા હોય છે.

હવે આ સંજોગોમાં બિનઉપયોગી જહાજ એ તેના માલિક માટે બોજારૂપ બની જાય છે, કેમ કે બંદર ઉપર જહાજ રાખવાનો ખર્ચ, તેણી સાચવણી અને તેમાં જોઈતા માણસોના મહેતાણાનો બિનજરૂરી ખર્ચ કરવાનો થાય છે. આ સંજોગોમાં જહાજને ભંગાર તરીકે વેચી દેવાતું હોય છે.

અને તેને ભાગીને તેનો નિકાલ કરવામાં આવે છે. આવા જહાજ ને ભાગવા માટેનો એક આખો ઉદ્યોગ વિકસ્યો છે, જેને શીપ બ્રેકીંગ કહે છે. શીપ બ્રેકીંગ માટે ખાસ યાર્ડ હોય છે અને ત્યાં જહાજોના જુદા જુદા ભાગો છુટા પાડી તેનો ફરીથી ઉપયોગ કરવા માટે અથવા શીપ રીસાયકલીંગ કરવા માટે અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે.

શીપ રીસાયકલિંગમાં ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેવી કે જહાજના બધા જ ભાગોને અલગ કરવા, એને કાપવું વગેરે પ્રવૃત્તિઓ દ્વારા જહાજને તોડવામાં આવે છે, જેથી એ ભાગોનો ફરીથી બીજે ક્યાય ઉપયોગ કરી શકાય.અલંગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. અવાર નવાર અલંગને લઈને નવા નવા સમાચાર સામે આવતા રહે છે.

ત્યારે હવે ફરીથી એક સમાચાર સામે આવ્યા છે અને જેના કારણે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. હંમેશા મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર ગણાતા ક્રૂઝ જહાજોની માઠી બેઠી હોય એવું લાગી રહ્યું થછે કારણ કે એક પછી એક શિપ ભંગાણાર્થે મોકલવામાં આવી રહ્યાં છે.

હાલની જ જો વાત કરવામાં આવે તો કર્ણિકા અલંગમાં ભંગાવા માટે આવી ચૂક્યું છે, 15મી જાન્યુઆરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન ક્રૂઝ શિપ આવી રહ્યું છે, અને બાદમાં વિશ્વનું પ્રથમ ક્રિપ્ટો ક્રૂઝ શિપ અને કર્ણિકાનું સિસ્ટર શિપ પેસિફિક ડોન (સટોશી) અલંગમાં ભંગાવા માટે આવશે એવા સમાચાર મળી રહ્યા છે.

વિગતે વાત કરીએ તો જીબ્રાલ્ટરથી પોતાની અંતિમ સફરે નિકળેલા સટોશી ક્રૂઝ જહાજમાં 2000 મુસાફરનો સમાવેશ કરવાની ક્ષમતા છે. જહાજના મૂળ માલિકને આ જહાજને તરતા સિટીમાં તબદીલ કરવાની યોજના હતી, પરંતુ મુસાફરો માટેના વીમાના પ્રશ્નો સર્જાતાં આ જહાજ માટેની ભવિષ્યની યોજનાઓ પડતી મૂકવામાં આવી હતી.

અને આ જહાજ વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો વળી હાલમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે નીકળેલા સટોશી ક્રૂઝ જહાજ માટે અંતિમ ખરીદનારની શોધ ચાલી રહી છે, પરંતુ એ જીબ્રાલ્ટરથી અલંગ આવવા નીકળી ચૂક્યું છે.જો જહાજ વિશે વાત કરવામાં આવે તો આ જહાજ કર્ણિકાનું સિસ્ટર શિપ છે.

ઉપરાંત 15મી જાન્યુઆરી 2021ના રોજ અલંગમાં ગ્રાન્ડ સેલિબ્રેશન નામનું ક્રૂઝ શિપ પણ ભંગાવા માટે આવી રહ્યું છે. આમ, અલંગમાં જહાજોના ધમધમાટ વચ્ચે આકર્ષણના કેન્દ્ર સમાન ક્રૂઝ જહાજો પણ આવી રહ્યા છે. ગત ઓક્ટોબર માસમાં ગ્રીસથી ગલ્ફ ઓફ પનામાની સફરે સટોશી જહાજ નીકળ્યું હતું. અને જહાજના માલીક દ્વારા તેને તરતા શહેરમાં તબદિલ કરવાની યોજના હતી, જ્યાં લોકો લાંબા સમય માટે કેબિન ભાડે લઇ શકે. તેનો વિનિમય ક્રિપ્ટો કરન્સીમાં કરવાની સવલત રાખવામાં આવી હતી.

ક્રિપ્ટોથી વિનિમય થતો હોય તેવું આ પ્રથમ ક્રૂઝ શિપ હતું. ચુકવણીની પદ્ધતિમાં ક્રિપ્ટોનો ઉપયોગ થવાથી તેના વ્યવહારો ટ્રેસ થઇ ન શકે તે આ પ્રકારની વ્યવસ્થાનો મુખ્ય હેતુ હતો.ઓક્ટોબરમાં એક રિપોર્ટ આવ્યો હતો એ પ્રમાણે અલંગ વિશે વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા જહાજવાડા અલંગ શિપબ્રેકીંગ યાર્ડ માટે સપ્ટેમ્બર માસ સુનો રહ્યો છે. જહાજનો સંખ્યા માત્ર ૬ રહી હોય તેવું ઘણાં વર્ષો પછી જોવા મળી રહ્યું છે. પાછલા ૨૦ મહિનાની વાત કરીએ તો લોકડાઉનના સમયમાં પણ વધુ જહાજ અલંગ ખાતે ભંગાવા માટે બીચ થયા હતા.

હવે ધંધા-રોજગાર ખુલી ગયા છે. તેવા સમયમાં અલંગ ઉદ્યોગમાં શિપોની સંખ્યા વધવાના બદલે ઘટી ગઈ છે.શિપ બ્રેકીંગ કામગીરી માટે અલંગ યાર્ડ વિશ્વામાં સૌથી મોટું ગણાઈ છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ભારતીય યુધ્ધ જહાજ આઈએનએસ વિરાટ અલંગ ખાતે ભંગાવા આવ્યું હતું. જેથી અલંગમાં હવે તેજીની રફ્તાર ખુલી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેની વિપરીત સપ્ટેમ્બર માસ અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ માટે મંદી લઈને આવ્યો હતો. સપ્ટેમ્બર માસમાં માત્ર છ જહાજ અલંગની આખરી સફરે આવ્યા છે.

જેમાં આઈએનએસ વિરાટ અલંગ પહોંચ્યું હોય તેવું ગત માસનું છેલ્લું જહાજ રહ્યું હતું.અલંગમાં આટલી ઓછી સંખ્યામાં જહાજ આવ્યાનું વર્ષો બાદ પ્રથમ વખત બન્યું છે. લોકડાઉનના સમયમાં પણ માર્ચ મહિનામાં સાત જહાજ અલંગ આવ્યા હતા. અલંગ ખાતે શિપની ઓછી આવકનું મુખ્ય કારણમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉંચા ભાવ આપી જહાજની ખરીદી કરવામાં આવી રહી હોવાને કારણે અલંગને ફટકો પડી રહ્યો હોવાનું શિપબ્રેકરો મત વ્યક્ત કરી રહ્યા છે.અલંગ એ ભૌગોલિક દ્રષ્ટિએ જહાજ તોડવા માટે અનુકૂળ છે.

અહીં દરિયાકિનારે જરૂરી એવી બધી જ સાનૂકૂળતાને લીધે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે આજે દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ દશકામાં અલંગ એ દુનિયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ બન્યું છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે. 2009 માં દુનિયાના સૌથી મોટા જહાજને પણ દુબઈથી અહીં લાવીને તોડવામાં આવ્યું હતું.

ભાવનગરથી 50 KM દૂર આવેલ અલંગ એ ખંભાતના અખાતમાં આવેલ છે. સમુદ્રની ભરતી દરમિયાન અહીં મોટી ટેંકરો, કન્ટેનર જહાજો વગેરે જેવા નાના-મોટા અનેક જહાજો લાવવામાં આવે છે અને ઓટના સમયે અહીંના કામદારો દ્વારા તેને તોડીને જેટલો સામાન બચાવી શકાય તેટલો બચાવી બાકીનો ભંગાર તરીકે રાખવામાં આવે છે.

હમણાથી અલંગમાં કામ કરતા કામદારોને કામ કરવાની પરિસ્થિતિ, એમના વસવાટ અંગેની તકલીફો અને પર્યાવરણને અસર કરતા પરિબળોને કારણે વિવાદનું વંટોળ સર્જાયું છે. અહીંની મોટી સમસ્યા એ છે કે કોઈ મજૂર જહાજ તોડતા કોઈ ગંભીર અકસ્માતનો ભોગ બને તો નજીકમાં કોઈ મોટું સારવાર કેંદ્ર નથી.

નજીકનું સારવાર કેંદ્ર જે બધી જ સુવિધાઓથી સજ્જ હોવું જોઈએ તે 50 KM દૂર ભાવનગરમાં છે. તો આવા સમયે કોઈ મજૂરને અકસ્માતના સમયે ઝડપી સારવાર મળી શકતી નથી.જહાજોને તોડીને એના ભાગો અલગ કરવાનો આ ઉદ્યોગ ભારત માટે નવો નથી.

1912થી કલકત્તા અને મુંબઈમાં આ ઉદ્યોગ સ્થપાયેલો જ છે. બીજા વિશ્વ યુદ્ધ પછી મધ્ય પૂર્વના દેશોમાં ખનીજતેલની ઉત્પાદકતામાં થયેલો વધારો અને અને તેને સ્થળાંતરિત કરવા માટે વપરાતી મોટી ટેંકરોના કારણે આ ઉદ્યોગને વેગ મળ્યો. 1970 ના દશકામાં પશ્ચિમી દેશોમાં શીપ બ્રેકિંગના ઉદ્યોગમાં ખૂબ જ તેજી આવી.

1980ના દશકામાં આવેલી પહેલી વૈશ્વિક આર્થિક મંદીને કારણે પણ આ ઉદ્યોગમાં ખૂબ જ તેજી આવી. પશ્વિમી દેશોના વિકાસમાં આવેલી તેજીને પરિણામે આ ઉદ્યોગ એશિયાના દેશો તરફ વળ્યો.ભારતમાં શીપ બ્રૈકિંગ ઉદ્યોગમાં આવેલ વૃદ્ધિને કારણે એવુ સ્થળ પસંદ કરવાની ફરજ પડી કે જ્યાં શીપ બ્રેકિંગ માટે બધી જ અનૂકુળતા હોય અને ત્યાર બાદ અલંગ પર પસંદગી ઉતારવામાં આવી. પછીથી શીપ બ્રેકિંગ ઉદ્યોગ એ ગુજરાતનાં અલંગમાં એક નવા જ અવતાર સાથે વિકસિત થયો.

ભારતના પશ્ચિમી ભાગમાં લોખંડ/સ્ટીલ માટે કોઈ કુદરતી સ્ત્રોત ન હોવાથી અલંગ એ લોખંડ/સ્ટીલના એકમાત્ર વિકલ્પ તરીકે ખૂબ જ મહત્વ ધરાવે છે. આજુબાજુના ઉદ્યોગો જેમને સ્ટીલની જરૂર હોય છે તે ઓછો પરિવહન ખર્ચ કરીને અલંગથી તે મેળવી શકે છે.

આને કારણે પણ અલંગ એ ખૂબ જ અગત્યનું છે.જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે. અહીંથી મળતા લોખંડને રીસાયકલ કરવામાં આવે છે જેથી અહીંના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે એ સહાયરૂપ છે.

જહાજ તોડતા અગત્યના મશીનો અને તેના ભાગોને ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવે છે જે નાના ઉદ્યોગોને ઓછા ખર્ચે મળી રહેતા, મશીનોમાં થતા રોકાણમાં તેમને રાહત મળે છે. મશીનોની સાથે સાથે અન્ય ઘણી બધી વસ્તુઓ પણ અહીં ખૂબ જ ઓછી કિંમતે મળી રહે છે, જેવી કે રસોડાનું ફર્નીચર, ઑફિસનું ફર્નીચર, ઘરવપરાશની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, સ્ટીલની પાઈપો, કેબલ્સ, લાઈટ ફિટિંગનો સામાન, ઈલેક્ટ્રીક મોટર વગેરે જેવી અનેક વસ્તુઓ માટે પણ અહીં એક બજાર દ્વારા વેચાણ થાય છે.

જહાજ રિસાયકલ કરવાનો આ ઉદ્યોગ એ મજૂરો અને કામદારો પર આધારિત છે. આખો ઉદ્યોગ એ મજૂરોની ઉપલબ્ધતા પર આધારિત છે. જેને કારણે અહીં મજૂરોને ચૂકવાતી મજૂરી પણ ઊંચી હોય છે. પરિવહનની સગવડતા વધારવા અને અકસ્માત નિવારવા માટે અહીં 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે.

પાર્કિંગ ની સગવડ પણ ઊભી કરાઈ છે. મજૂરોને ચાલવા માટે ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે. પાણી માટે કાયમી ધોરણે સગવડતા મળી રહે તે માટે પાઈપલાઈન પણ નાખવામાં આવેલ છે. અહીંના મજૂરો માટે તાલીમ કેંદ્ર પણ સ્થપાયું છે. બીજી અન્ય સગવડોમાં પોલીસ ચોકી, પોસ્ટ-ઑફિસ, બેંક, ટેલિફોન ઍક્ચેંઝ, કસ્ટમ ઑફિસ, સિનેમા હોલ વગેરે પણ વિકસાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર અને જાપાન અલંગના વિકાસ માટે સાથે કામ કરવા રાજી થયા છે અને તે માટે ગુજરાત સરકાર અને જાપાન વચ્ચે સમજૂતી કરાર પણ થયા છે, જે મુજબ જાપાન ટેકનોલોજી અને નાણાકીય મદદ કરી અલંગમાં થતી કામગીરીમાં સુધારો લાવી અલંગને આંતરરાષ્ટ્રીય ધોરણો પૂરા પાડી તેનો વિકાસ કરશે. વિશેષમાં પર્યાવરણને લગતી સમસ્યાઓના નિવારણ માટે પણ જાપાન મદદ કરશે. આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ અલંગને વિશ્વના સર્વોત્તમ શીપ બ્રેકિંગ યાર્ડ બનાવવા માટેનો છે.