શું તમે જાણો છો કે બ્લેડ માં સમાન આકારના ખાંચા કેમ બનાવવામાં આવે છે, તેના પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

0
233

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બ્લેડ તો દાઢી કરવા માટે બનાવવામાં આવે છે. જો કે દાઢી તો અસ્તરાથી પણ થતી હતી અને આજે પણ વાળંદ તો અસ્તરો જ વાપરે છે. પણ જયારથી માર્કેટમાં રેઝર આવ્યું છે ત્યારથી રેઝરની લોકપ્રિયતા વધવા લાગી છે. તેને સેફટી રેઝર કહેવામાં આવતું હતું. કારણ કે પહેલા તો એ કે આનાથી ચામડી કપાવાનો ચાન્સ ઓછો થઇ જાય છે. બીજો લોહીથી ફેલવા વાળી બીમારી જેમ કે એચઆઇવી કન્ટ્રોલ થઇ શકે છે.કારણ કે જો કોઈ એચઆઈવી સંક્રમિત માણસ પર ચાલેલો અસ્તરો તમારા પર ચાલ્યો અને બંનેનું લોહી મિક્ષ થઇ ગયું, તો તમે પણ એ રોગના શિકાર બની શકો છો.

અને સેફટી રેઝરની સાથે આવી સેફટી બ્લેડ. તમને વિલ્કિંસનની ધાર યાદ છે? જો એ યાદ હોય, તો એ પણ યાદ હશે કે બ્લેડની વચ્ચે ડિઝાઇન હોય છે. એટલે બ્લેડ વચ્ચેથી કાપેલી હોય છે.પણ શું તમને ખબર છે કે આ ડિજાઇન કેમ હોય છે.ઘણા કહેશે કે, એ બ્લેડને વચ્ચેથી તોડીને એનાથી પેન્સિલ છોલવા માટે. પણ જણાવી દઈએ કે દિલને ખુશ રાખવા માટે આ ખ્યાલ સારો છે. પણ હકીકતમાં બ્લેડની વચ્ચેની આ ડિઝાઇન એટલા માટે નથી કે તમે એને વચ્ચેથી તોડી શકો.

જણાવી દઈએ કે, આ ડીઝાઇન એટલા માટે હોય છે, કારણ કે જીલેટના ફેંસી રેઝર આવ્યા પહેલા પણ સાદા રેઝર બનતા હતા. હવે તો તે થોડા જુના થઇ ગયા છે. પણ તેમાં બ્લેડ લગાવતા પહેલા તેનું ઢાંકણું ખોલીને બ્લેડ ફસાવવી પડતી હતી.આ બ્લેડ વ્યવસ્થિત રીતે બેસે એટલે આ ડીઝાઇન બનાવવામાં આવી, જે આખી દુનિયામાં એક જેવી જ હોય છે, અને તેનાથી સારી રીતે હલ્યા ડૂલ્યા વિના બ્લેડ રેઝરમાં બેસી જાય છે. જુઓ આ રેઝરની જૂની એડ.

બ્લેડ નો આકાર આવો શા માટે રાખવામાં આવે છે,1904 માં જ્યારે જીલેટ કંપની દ્વારા પ્રથમ બ્લેડ લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે તે ડબલ ધારવાળી બ્લેડ હતી.અને ત્યારે તમે રેઝરમાં બોલ્ટથી આ બ્લેડને ફીટ કરી શકતા હતા. તે સમયે, આ પેટન્ટ ફક્ત જીલેટ પાસે જ હતી અને માત્ર તે જ આ ડિઝાઇનની પ્લેટો બનાવી શકે છે. જ્યારે આ પેટન્ટ 25 વર્ષ પછી સમાપ્ત થઈ, ત્યારે ઘણી કંપનીઓએ આવા બ્લેડ બનાવવાનું શરૂ કર્યું.તે સમયે રેઝર પણ જીલેટ કંપનીના આવતા હતા, તેથી જ બધી કંપનીઓએ જીલેટની ડિઝાઇનના બ્લેડ બનાવવાનું શરૂ કર્યું અને પછીથી આ ટ્રેન્ડ બની ગયો.

બ્લેડ ખુબ જ પાતળી બનાવવામાં આવી હતી કારણ કે જો તેની વચ્ચે આ કદની કોઈ ડિઝાઈન ન આપવામાં આવે તો તે થોડી વપરાય ત્યા જ તે તૂટી જાય છે. તે સુગમતા પ્રદાન કરવા અને સરળતા માટે એવી રીતે બનાવવામાં આવી હતી.આ સમયે જીલેટે તેની માર્કેટિંગ વ્યૂહરચના બદલી છે અને બ્લેડને સસ્તી બનાવીને રેઝરને મોંઘા કરી દીધા છે. જિલેટ એક અલગ ઓળખ બનાવી દીધી છે. તેથી લોકો મોંઘા રેઝર લેતા ખચકાતા ન હતા.

હવે જીલેટ એક તરફ જુના રેઝરને સસ્તામાં વેચીને બમણા નફાની કમાણી કરી રહ્યો હતો, તો બીજી તરફ નવા રેઝરને વધુ કિમતે વેચીને ફાયદો કમાઈ રહ્યુ છે.આ રીતે, જિલેટ શેવિંગના ક્ષેત્રમાં નવીનતા લાવવાનું ચાલુ રાખ્યું છે.બ્લેડ ના ઘણા ડીઝાઇન બહાર પડ્યા પણ અમુક રેઝર માં તે ફીટ ન આવ્યા અને પછી ઘણો માલ વેસ્ટ જતો હોય એવું થયું. જીલેટ પછી ઘણી બ્લેડ બનાવવાની કંપની આવી અને દરેક એ કઈ નવું લાવવાનો પ્રયાસ કર્યો પણ અમુક રેઝર માં ફીટ આવે અને અમુક માં ન આવે આવી સમસ્યા ઓ થવા લાગી.

આ કારણના લીધે પછી કસ્ટમર ને પણ પ્રોબ્લેમ થાય અને માલ પણ વેસ્ટ જાય એ પણ ફક્ત એક શેપ ના લીધે. પછી દરેક કંપની એ આ ડીઝાઇન જ રાખવાનું નક્કી કર્યું આ ડીઝાઇન દરેક રેઝર માં ફીટ આવી જાય છે. પછી એ જુનું હોય કે નવું. જેના લીધે અલગ અલગ રેઝર માટે અલગ બ્લેડ ગોતવાની માથાકૂટ કરવી નથી પડતી જેના લીધે કસ્ટમર ને પણ સંતોષ રહે છે અને કંપની ને પણ માલ વેસ્ટ જતો નથી.

પ્રથમ જીલેટ કંપનીએ બ્લુ જીલેટ બ્લેડનું નિર્માણ કર્યું હતું અને વર્ષ 1904 માં પ્રથમ વખત 165 બ્લેડ બનાવવામાં આવી હતી. પછીથી બ્લેડ બનાવવાની બીજી કંપની પણ બહાર આવી. પરંતુ તેઓએ બ્લેડની જૂની ડિઝાઇનની નકલ કરી હતી. કારણ કે નવી કંપનીમાં સમસ્યા એ હતી કે તે સમયે રેઝર જીલેટ કંપનીમાંથી જ આવતા હતા. તેથી બ્લેડનો આકાર રેઝરમાં બેસાડવા માટે જૂની ડિઝાઇનની જ રાખવી પડીતી હતી. તેથી જ ત્યારથી બ્લેડની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હવે તમે જાણતા જ હશો કે શા માટે તમામ કંપનીના બ્લેડનો આકાર એકસરખો છે. તમને જણાવી દઇએ કે જીલેટના સ્થાપક કિંગ કેમ્પ જીલેટ પોતાની કંપની શરૂ કરતા પહેલા 1890 માં બોટલ બનાવતી કંપનીમાં કામ કરતા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેના સાથીદાર સાથે મળીને તેણે બ્લેડની રચના કરી હતી જે આપણા બધાની સામે છે અને જે આજે પણ આપણ ને કામ આવે છે.