Breaking News

શું તમારા માથામાં પણ થાય છે સફેદ વાળ, તો તોડતા પહેલાં જાણી લો આ ખાસ વાત વિશે, પછી ક્યારેય ભૂલ નહિ કરો આવી….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ તેમના પુખ્તથી વૃદ્ધ થયા સુધી પોતાના વાળને પસંદ કરે છે કારણ કે વાળ ફક્ત આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે અને ચળકતા વાળની સાથે દરેક લાંબા અને મજબૂત વાળ રાખવા માંગે છે પરંતુ આજકાલ દરેક વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે અને વ્યસ્ત જીવનશૈલી, પ્રદૂષણ અને ઉત્પાદનો કે જે તમારા વાળ બગાડે છે તે વાળ ખરવાના કારણો છે અને જો તમે લાંબા વાળની સમસ્યા માટે અસરકારક, સલામત અને સરળ પદ્ધતિ અપનાવવા માંગો છો તો આ લેખ તમને ખૂબ મદદ કરશે.

દરેક ની એવી ઈચ્છા હોય છે કે તેના વાળ ખુબસુરત, લાંબા તેમજ કાળા હોય પરંતુ અત્યાર ની આ આધુનિક જીવનશૈલી અને પોષણ રહિત ભોજન ને લીધે સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. આ રીતે અવ્યવસ્થિત ભોજન પ્રણાલી ને લીધે માનવી ને શરીર સંબંધિત ઘણી સમસ્યાઓ સર્જાય છે અને આવી જ સમસ્યાઓ મા ની એક સમસ્યા એટલે વાળ થી લગતી. અત્યારે મોટેભાગે લોકો મા વાળ સંબંધિત તકલીફો જોવા મળે છે.

આ માનવી ના શરીર ઉપર થતી ખરાબ અસર વાળ ને પણ ઘણુ નુકશાન પોહચાડે છે જેમ કે અકાળે વાળ સફેદ થવા, વાળ રૂખા સુકા થઈ જવા, વાળ ખરવા જેવી ઘણી પરેશાનીઓ ઉદ્ભવે છે. હાલ આવી સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને તેમા પણ સૌથી મોટી તકલીફ છે વાળ ના સફેદ થવા નુ. હાલ તમે જોઈ શકશો કે મોટેભાગે નાની ઉંમર ના વ્યક્તિઓ ને પણ વાળ ખરી જવા તથા સફેદ થવા જેવી સમસ્યાઓ ઉદભવતી હોય છે.સફેદ થતા વાળ પર કઢીમાં વપરાતા પાંદડા અને નાળિયેર તેલ કરશે અનોખો કમાલ.તમે એવા ઘણા કેસોમાં પણ એવો દાવો કરવામાં આવે છે કે કોઈ એક એવા ઉપાયથી કોઈ એક વ્યક્તિના સફેદ વાળ કાળા થઈ ગયા.

જો કે એવું હોતું નથી,પરંતુ હા, જો તમે તેને પ્રકૃતિના ખોળામાં મૂકી જોશો, તો તમને તમારી દરેક સમસ્યા નું સમાધાન મળશે.ઘણી વખત તો આવી સમસ્યાઓ ને લીધે માનવી ને સંકોચ નો અનુભવ પણ થતો હોય છે. તો એવા મા ઘણા માણસો તો આ સફેદ વાળ ને છુપાવવા માટે તેને માથા માંથી તોડી નાખતા હોય છે પણ આ પ્રકારે સફેદ વાળ ને તોડવાથી ઘણુ મોટુ નુકસાન થાય છે. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા અમુક એવા ઉપાયો જાણીશું કે જેથી વાળ કુદરતી રીતે કાળા થશે અને ભવિષ્ય મા પણ વાળ ને સફેદ થતા અટકાવશે. તો ચાલો જાણીએ આ નુસ્ખાઓ વિશે.

આમળા અને મેથીનો આ વાળનો ઉપાય સફેદ વાળને કાળા કરી શકે છે.તમારે પેહલા થોડા સૂકા આમળાં લઈ તેનો પાઉડર બનાવી લો. તમને બજારમાંથી પણ આમળાં પાવડર સરળતાથી મળી શકે છે. પછી કેટલાક મેથીના દાણા લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. પેસ્ટ બનાવવા મેળવવા માટે વધુ બે ચમચી પાણી ઉમેરો. પછી વાળમાં લગાવો અને તેને આખી રાત એમ જ રહેવા દો. બીજા દિવસે સવારે તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.આ આમળા એ વિટામિન સીનો એક ભરપૂર સ્રોત છે, જ્યારે મેથીના દાણા વાળની ગુણવત્તા સુધારવા માટે ઘણા ફાયદાકારક પોષક તત્વો તેમાં ખાસ ભરેલા હોય છે. બંને એક સાથે વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે જે તમારા વાળને અકાળ સફેદ થવાનું અટકાવી શકે છે.

ડૂંગળી થી બનાવેલ પેસ્ટ,સૌથી પેહલા ડૂંગળી ને સારી રીતે સાફ કરી ને છોલી લો અને ત્યારબાદ તેને વાંટી ને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ તૈયાર કરેલી પેસ્ટ ને માથા ના વાળ મા આશરે અડધી કલાક માટે લગાવી ને રાખી દો. ત્યારબાદ સાફ પાણી થી વાળ ને ધોઈ નાખવા. ઘણા માણસો ને આ ડૂંગળી ની વાસ પસંદ નથી હોતી માટે તેવા માણસો પોતાના વાળ શેમ્પુ થી ધોઈ શકે છે.

લીંબૂ સાથે આંબળા,આ પણ એક અકસીર ઈલાજ છે માટે સૌથી પેહલા આંબળા નો ભુક્કો કરી ને તેમા એક લીંબુ નીચોવી દો અને આ મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણ ને તમારા માથા પર વાળ મા સારી રીતે લગાવવુ અને આ મિશ્રણ થી વાળ મા હળવે હાથે માલીશ કરવુ જોઈએ. આ રીતે થોડા સમય આ પદ્ધતિ અનુસરવા થી તમારા સફેદ વાળ કાળા થઈ જશે તેમજ ભવિષ્ય મા વાળ સફેદ પણ નહી થાય.

તલ ના તેલ સાથે બદામ નુ તેલ,આ નુસ્ખા માટે બદામ ના તેલ લઇ તેમા તલ ના તેલ ને ભેળવી લો અને હવે આ તૈયાર મિશ્રિત તેલ થી નિયમિત વાળ પર મસાજ કરવી જેથી થોડા જ સમય મા તમારા સફેદ થયેલા વાળ કાળા થવા લાગશે અને આ તેલ ના નિયમિત પ્રયોગ થી વાળ નુ આયુષ્ય વધે છે તેમજ સાથોસાથ વાળ કાળા અને ચમકદાર બને છે.

નાળિયલ ના તેલ સાથે લીંબૂ નો રસઆ વાળ માટે નો સવ થી અકસીર ઈલાજ માનવામા આવે છે જો તમે પણ જલ્દી વાળ ને કાળા, ચમકદાર તેમજ સુંદર બનાવવા માંગતા હોય તો તે માટે નારિયલ ના તેલ મા લીંબુ નાખી એક મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણ થી નિયમિત માથા મા માલીશ કરવી જેથી ટુક સમય મા જ આ સમસ્યા નો અંત આવશે અને વાળ કાળા થવા લાગશે.વાળ કાળા કરવા માટે જરૂર વાપરી જુઓ કાળી ચા એક ગ્લાસ પાણી લો અને 2 ચમચી બ્લેક ટીની પત્તી લો. એમાં એક ચમચી મીઠું ઉમેરો. આ મિશ્રણ જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો અને પછી તેને તમારા સફેદ વાળ પર લગાવો.વ્યવસાયિક રૂપે ઉપલબ્ધ હેર કલર અને વાળને હાનિકારક રસાયણો વિના તમારા વાળને રંગવાની આ એક કુદરતી રીત છે. કાળી ચા તમારા વાળને ચમકતા બનાવવામાં પણ મદદ કરે છે.

બદામ તેલ અને લીંબુનો રસ મિક્સ કરી વાળમાં લગાવો 2: 3 ના ચમચીના પ્રમાણમાં બદામ તેલ અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને તમારા માથાની ચામડી એટલે કે વાળના મૂળિયામાં અને વાળ પર સારી રીતે માલિશ કરો.અને આને 30 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.આમ બદામના તેલમાં વિટામિન ઇ હોય છે જે વાળના મૂળને પોષણ આપી અને તેને અકાળ સફેદ થવાથી બચાવે છે. લીંબુનો રસ વિટામિન સીથી ભરપુર હોય છે, જે કાળા વાળના વિકાસમાં મદદ કરે છે.

મહેંદી અને કોફીની પેસ્ટ બનાવો.મહેંદીનો ઉપયોગ પરંપરાગત રીતે વાળને કુદરતી રીતે કાળા કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.આ વાત ધ્યાનમાં રાખો કે તમારે ફક્ત દેશી મહેંદીનો જ ઉપયોગ કરવો જોઈએ. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે મહેંદી અને કોફીનો ઉપયોગ કરવા માટે, તમારે થોડી કોફીને 2-3 કપ પાણીમાં ઉકાળવાની જોઈએ.આ મિશ્રણને ઠંડુ થવા દો અને પછી પેસ્ટ બનાવવા માટે તેમાં મહેંદી પાવડર ઉમેરો. તેને થોડા કલાકો પલળવા માટે બાજુ પર રાખો. હવે પેસ્ટમાં 1 ચમચી આમળાં / બદામ / નાળિયેર / સરસવનું તેલ વગેરે 1 ચમચી નાખો અને તેને તમારા વાળ પર બરાબર લગાવો. તેને એક કલાક માટે રહેવા દો અને તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.

About Hu Gujarati TEAM

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *