શુ સાચે જ ગંગા નદીમા સ્નાન કરવાથી થાય છે સ્વર્ગની પ્રાપ્તિ,જાણો શુ કહ્યુ હતું ભગવાન શિવે……

0
136

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા કહેવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઇ જાય છે. ગંગા નદીમાં સ્નાન કરવા વાળા લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું હકીકતમાં એવું હોય છે? આ વાતનો ખુલાસો સ્વયં ભગવાન શિવજીએ કર્યો હતો. તેમણે મા પાર્વતીને જણાવ્યું હતું કે કયા પ્રકારના લોકોને ગંગામાં સ્નાન કર્યા બાદ સ્વર્ગ નસીબ થાય છે.

સોમવતી સ્નાન નો તહેવાર હતો. ગંગા નદીના કિનારે લાખો શ્રધ્ધાળુઓ સ્નાન માટે આવ્યા હતા. આ દરમિયાન શિવ પાર્વતી ત્યાંથી પસાર થતા હતા. ત્યારે જ ગંગા કિનારે થયેલી ભીડ ને જોઈને માં પાર્વતી એ શિવજી ને આ વિશે પૂછયું. ત્યારે શિવજી એ જણાવ્યું હતું કે બધા લોકો આજે સોમવતી પર્વ નિમિત્તે ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવ્યા છે. અહીંયા સ્નાન કરવાથી સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે.

આ સાંભળીને પાર્વતી જી ના મનમાં સવાલ ઉઠયો કે ગંગા નદીમાં સ્નાન કરવા વાળા આ બધા લોકો સ્વર્ગ માં ચાલ્યા જશે તો સ્વર્ગ નું શું થશે? શું ત્યાં એટલી જગ્યા વધતી હશે? અને પાછળના લાખો વર્ષો થી જે લોકોએ ગંગા સ્નાન કર્યું તે સ્વર્ગ માં કેમ નથી? આ વાત પર ભોળાનાથ એ કહ્યું કે માત્ર શરીર ભીનું કરીને ધોઈ લેવું જ પૂરતું નથી હોતું.

મનની મલિનતા ધોવાની પણ જરૂરત હોય છે. ત્યારે પાર્વતી જી એ પુછ્યું કે એ કેવી રીતે ખબર પડશે કે કયા વ્યક્તિ એ માત્ર શરીર ધોયું અને કોણે પોતાનું મન પવિત્ર કરી લીધું? પાર્વતી જી ના આ સવાલ નો  જવાબ આપતા શિવજી એ કહ્યું કે હું તમને આ વાત એક ઉદાહરણ થી સમજાવું છું. હું એક કુરૂપ કોઢી નું રૂપ લઈ રહ્યો છું. અને તમે એક સુંદર કન્યા બની જાઓ.

પછી આપણે બંને ગંગા સ્નાન કરવા ના માર્ગ પર બેસી જઇશું. કોઈ કઈ પૂછે તો મારી જણાવેલી વાર્તા સંભળાવી દેજો. પાર્વતી જી એ એવું જ કર્યું. હવે શિવજી કુરૂપ કોઢી બનીને સૂઇ ગયા અને પાર્વતી સુંદર સ્ત્રી બનીને તેની બાજુમાં બેસી ગયા. ગંગા સ્નાન માટે જવા વાળા બધા લોકો તેમને ઘુરી ઘુરી ને જોવા લાગ્યા. આ અજીબ જોડી ઉપર કોઈને વિશ્વાસ ન આવ્યો.

દરેક લોકોએ એવું જ વિચાર્યું કે એક સુંદર કન્યા આ કુરૂપ કોઢી ની પાસે શું કરી રહી છે. ઘણા લોકોએ તો માં પાર્વતી ને પોતાના કુરૂપ પતિને છોડીને પોતાની સાથે આવવા માટે પણ કહ્યું. આ વાત પર માં પાર્વતી ને ગુસ્સો પણ આવ્યો પરંતુ શિવજી ને આપેલા વચન ને લીધે તે શાંત રહ્યા. જ્યારે પણ કોઈ પાર્વતી જી ને પૂરી આ બાબત વિશે પૂછતા તો તે શિવજીના જણાવેલા શબ્દો કહી દેતા આ કોઢી મારો પતિ છે. તેની ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા છે.

એટલા માટે હું મારા ખંભા પર લાદીને તેને લાવી છું. આ કહાની સાંભળીને ગંગાસ્નાન તરફ જવાવાળા અધિકતર લોકો એ પાર્વતીજીની મદદ કરવાની જગ્યાએ તેને પોતાના પતિને છોડી દેવાની વાત કરી. તેમજ ઘણા લોકોએ તેને નજર અંદાજ કરીને પોતાના કામ સાથે કામ રાખ્યુ. ત્યારબાદ એક સજ્જન આવ્યા. અને તે આ વાર્તા સાંભળીને રડી પડ્યા. તેમણે મા પાર્વતીને પ્રણામ કર્યા અને બોલ્યા કે તમારા જેવી સ્ત્રી ધન્ય છે.

જે પતિની આવી હાલતમાં પણ પત્ની નો ધર્મ નિભાવી રહી છે અને તેમની ઇચ્છા પૂર્તિ ના માટે તેમને ગંગામાં સ્નાન કરવા માટે લઈ જઈ રહી છે. તે સજ્જન પુરુષે પાર્વતીજીને મદદ કરવા પ્રસ્તાવ આપ્યો. તેમણે ખુદ કુરૂપ રૂપ ધારણ કરેલા શિવજીને ખંભા ઉપર ઉઠાવી લીધા. અને ગંગા તટ સુધી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલું જ નહીં તેમણે તેમની પાસે રહેલા ફળ બંને ને ખવડાવ્યું.

આ રીતે માં પાર્વતી ના મન નું કુતૂહલ શાંત થયું. તેમને સમજાય ગયું કે ગંગા માં સ્નાન કરવા માટે તો ઘણા લોકો આવતા હોય છે, પરંતુ મનની શુદ્ધિ કરીને માત્ર થોડાક જ પાછા આવે છે. શિવજી એ પણ કહ્યું કે ગંગા સ્નાન નું મહત્વ ત્યારે જ છે જ્યારે તમે મનની શુદ્ધિ કરી લો. બસ આવા લોકોને જ ગંગા સ્નાન કર્યા બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

આ ઉપરાંત ગંગા નદીનો ઈતિહાસ ઘણો બધો ગૌરવશાળી રહેલો છે. આ કથાને વાંચ્યા પછી એ તો ખબર પડી જશે કે ગંગા નદી હંમેશાથી પૃથ્વી ઉપર ન હતી, પરંતુ તેને પૃથ્વી ઉપર લાવવામાં આવી હતી. કેમ કે તેનો જન્મ તો સ્વર્ગલોકમાં થયો હતો. તો પ્રશ્ન એ થાય છે કે તો આ નદી ધરતીલોકમાં આવી કેવી રીતે? તેનો જવાબ પણ અમારી પાસે રહેલો છે. ખાસ કરીને પહેલાના યુગમાં ઘણા પ્રતાપી રાજા હતા અને રાજા બલી પછી રાજા સાગર પણ તેમાંના એક હતા. તે યુગમાં રાજા પોતાના સામ્રાજ્યને વધારવા માટે એક યજ્ઞ કરતા રહેતા હતા, જેને અશ્વમેઘ યજ્ઞ પણ કહેવામાં આવતો હતો.

તેમાં એવું બનતું હતું કે એક ઘોડો રાજ્યમાં છોડી દેવામાં આવતો હતો અને તે ઘોડો જે કોઈ રાજ્યમાંથી પસાર થતો હતો તે રાજ્ય યજ્ઞ કરવા વાળા રાજાનું થઇ જતું હતું. અને તેની વચ્ચે જો કોઈ રાજાએ તે ઘોડાને પકડી લીધો તો તે રાજાએ યજ્ઞ કરવા વાળા રાજા સાથે યુદ્ધ કરવું પડતું હતું.

એક વખત રાજા સાગરે પણ એવો જ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને ઘોડો છોડી દીધો. તે સમયે પણ ઇન્દ્ર દેવને એ ડર હતો કે ક્યાંક આ ઘોડો સ્વર્ગ માંથી પસાર થશે તો સ્વર્ગનું આખું રાજ્ય રાજા સાગર પાસે જતું રહેશે. અને જો ક્યાંક ઘોડાને પકડી લીધો તો રાજા સાગર સાથે યુદ્ધ જીતવાની પણ કોઈ આશા નથી દેખાતી. એવી સ્થિતિમાં ઇન્દ્ર દેવે ઘણી જ ચાલીથી સમજી વિચરીને નિર્ણય લીધો અને વેશ બદલીને ઘોડો પકડ્યો અને તેને કપિલ મુનીના આશ્રમમાં બાંધી દીધો.

રાજા સાગરને એ વાતની જાણ થઇ કે તેમનો ઘોડો કોઈએ પકડી લીધો તો તેમણે ગુસ્સામાં પોતાના ૬૦ હજાર પુત્રો સરખી પ્રજાને યુદ્ધ માટે મોકલ્યા. કપિલ મુની પોતાના આશ્રમમાં ધ્યાન લગાવીને બેઠા હતા. રાજા સાગરના પુત્ર પણ ઘોડાની શોધ કરી રહ્યા હતા અને જયારે તેમણે ઘોડાને આશ્રમમાં જોયો તો આશ્રમમાં થયેલી હલન ચલનથી મુનીનું ધ્યાન તૂટી ગયું. જયારે રાજાના પુત્રોએ મુનીની ઉપર ઘોડા પકડવાનો ખોટો આરોપ લગાવ્યો, ત્યારે મુનીને ગુસ્સો આવ્યો રાજાના બધા પુત્રોને ભસ્મ કરી દીધા. ત્યાર પછી રાજાના પુત્રોની આત્માને શાંતિ નહોતી મળી રહી હતી. તે રાજા સાગરની વાર્તાનો અંત થઇ ગયો.

ઘણી પેઢીઓ પછી આ કુળમાં રાજા ભગીરથનો જન્મ થયો. તેમણે એ નક્કી કરી લીધું કે તે પોતાના પૂર્વજોની આત્માને જરૂર શાંતિ અપાવશે. એટલા માટે તેમણે ભગવાનની કઠોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી ખુશ થઇને ભગવાન વિષ્ણુએ રાજા ભગીરથને પોતાના દર્શન આપ્યા.

ભગીરથે ગંગા નદીને ધરતી ઉપર લાવવાની પ્રાર્થના કરી. રાજા ભગીરથના પૂર્વજોની આત્માને શાંતિ ત્યારે મળી શકતી હતી, જયારે તેમના અસ્થી ગંગા નદીમાં પધરાવવામાં આવે. એટલા માટે રાજા ભગીરથે ભગવાન વિષ્ણુ પાસે એ વરદાન માગ્યું હતું. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગંગા ઘણી જ ગુસ્સા વાળા સ્વભાવની છે અને છતાંપણ તે ઘણી મુશ્કેલીથી ધરતી ઉપર આવવા રાજી થઇ ગઈ. પરંતુ મુશ્કેલી એ હતી કે ગંગા નદીનો પ્રવાહ એટલો વધુ હતો કે જો તે ધરતી ઉપર આવે તો આખી ધરતી તોફાનમાં વહી જાય અને નાશ થઇ જાય. તેવામાં ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રાર્થના કરી કે તે ગંગાને પોતાની જટાઓમાં બાંધીને નિયંત્રિત કરે જેથી ધરતીને કોઈ નુકશાન ન થાય.

જયાએ ગંગા ઘણી જ તીવ્ર ગતીથી ધરતી ઉપર ઉતરી ત્યારે ચારે તરફ ધરતી ઉપર તોફાન જેવું છવાઈ ગયું. તેવામાં શિવજીએ ગંગાને પોતાની જટાઓમાં સમાવીને એક પાતળી ધાર સમાન ધરતી ઉપર ઉતારી. આવી રીતે ગંગાનો ધરતી ઉપર પ્રવેશ થયો. જો જોવામાં આવે તો રાજા ભગીરથને કારણે ગંગા નદી ધરતી ઉપર આવી એટલા માટે તેને ભાગીરથી પણ કહેવામાં આવે છે.ગંગા નદીની સ્વર્ગથી ધરતી સુધીની આ યાત્રા કથાને વાંચીને તમને ખબર પડી ગયું હશે, કે ગંગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેની પવિત્રતા આત્માને શુદ્ધ કરી દે છે. એટલા માટે ગંગા નદીને હંમેશા પવિત્ર રહેવા દો, ત્યારે તે ધરતી ઉપર સમૃદ્ધ રહી શકશે.