શું તમે જાણો રામાયણમાં નલ અને નીલ કોન હતાં જેની મદદથી શ્રી રામ લંકા પોહચ્યાં હતાં

0
985

રામાયણમાં નલ અને નીલ કોણ હતા, જેની મદદથી ભગવાન રામની વાનર સેનાએ સમુદ્ર પર એક પુલ બનાવ્યો હતો,વનાર સેના દ્વારા રામ સેતુનું નિર્માણ એ રામાયણની મુખ્ય થીમ છે. આ કાર્ય બે વાનર લડવૈયા નલ અને નીલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું,ભગવાન શ્રી રામની વાનર સેના દ્વારા લંકા પહોંચવા માટે રામાયણની એક મુખ્ય થીમ સમુદ્ર પર પુલ બનાવવાની છે. આ કાર્ય બે સારા લડવૈયા નલ અને નીલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું.પૌરાણિક માન્યતાઓ અનુસાર, નલ અને નીલને ભગવાન વિશ્વકર્માના વાનર પુત્રો માનવામાં આવે છે. પ્રવર્તતી દંતકથા અનુસાર, તે બંનેને રીષિમુનિઓએ શાપ આપ્યો હતો.આ શાપ પાછળથી તેમના માટે વરદાન સાબિત થયો

દંતકથા છે કે જ્યારે નલ અને નીલ નાના હતા, ત્યારે તેઓ રૂષિ મુનિઓને પજવતા હતા અને ઘણીવાર તેમની વસ્તુઓ દરિયામાં ફેંકી દેતા હતા. આ બંને બાળકોથી ત્રસ્ત, રૂષિ-સાધુઓએ તેમને શાપ આપ્યો કે તેઓ જે પણ પાણીમાં ફેંકી દે તે ડૂબી જશે નહીં.

જ્યારે ભગવાન શ્રીરામ તેની વાંદરાની સેના સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેમણે તેમને સમુદ્રમાંથી રસ્તો આપવાની પ્રાર્થના કરી, પરંતુ સાગર ભગવન શ્રીરામની વાત સાંભળ્યા નહીં. ભગવાન રામ એ પછી સમુદ્રને સૂકવવા ધનુષ પર એક તીર ચલાવ્યો, આ જોઈને ભગવાન સમુદ્ર ભયભીત થઈ ગયા અને શ્રી રામને અર્પણ કર્યા. સમુદ્રએ શ્રી રામને કહ્યું કે તમારી સેનામાં નલ-નીલ નામના વાનર છે. જે વસ્તુ તેઓ સ્પર્શે છે, તે પાણીમાં ડૂબતી નથી. તમે સમુદ્ર પર પુલ બનાવવા માટે આ બંનેની મદદ લઈ શકો છો.

આ પછી, નલ અને નીલની મદદથી વાંદરાની સેના લંકા તરફના સમુદ્ર પર પુલ બનાવે છે. આ પુલની મદદથી શ્રીરામ અને તેની વાંદરાઓની સૈન્ય લંકા પહોંચે છે.જોકે રામાયણ સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓમાં ફક્ત નલનો જ ઉલ્લેખ છે, પરંતુ તુલસીદાસે લખેલી રામચરિત માનસની સુંદરકાંડમાં પુલ નિર્માણનું વર્ણન છે જેમાં નલ અને નીલ બંનેનો ઉલ્લેખ છે.

પ્રભુ શ્રી રામ જયારે સીતા માતા ની શોધ કરતા કર્નાટક ના હમ્પી જીલ્લા બેલ્લારી સ્થિત ઋષ્યમુક પર્વત પહોંચ્યા તો ત્યાં એની મુલાકાત હનુમાનજી અને સુગરીજી સાથે થઇ. એ કાળ માં આ વિસ્તાર ને કિષ્કિંધા કહેવામાં આવતો હતો. અહિયાં પર હનુમાનજી ના ગુરુ મતંગ ઋષિ નો આશ્રમ હતો.હનુમાન અને સુગરી સાથે મળ્યા પછી શ્રી રામ એ વાનર સેના નું ગઠન કર્યું અને લંકા બાજુ જવા લાગ્યા. તમિલનાડુ ની એક લાંબી તટરેખા છે, જે લગભગ ૧૦૦૦ કિમી સુધી વિસ્તારિત છે. કોડીકરઇ સમુદ્ર તટ વેલાંકની ના દક્ષીણ માં સ્થિત છે, જે પૂર્વ માં બંગાળ ની ખાડી અને દક્ષીણ માં પાલ્ક સ્ટ્રેટ થી ઘેરાયેલું છે. અહિયાં શ્રી રામ ની સેના એ પડાવ નાખ્યો અને શ્રી રામ એ એમની સેના ને કોડીકરઈ માં એકત્રિત કરી વિચાર-વિમર્ષ કર્યા.સુગ્રીવ – બાલી ના નાના ભાઈ અને રામ સેના ના પ્રમુખ પ્રધાન સેના અધ્યક્ષ. વાનરો ના રાજા ૧૦,૦૦,૦૦૦ થી વધારે સેના ની સાથે યુદ્ધ કરી રહ્યા હતા.હનુમાન – સુગ્રીવ ના મિત્ર અને વાનર યુથ પતિ. પ્રધાન યોદ્ધાઓ માં થી એક. આ રામદૂત પણ છે.લક્ષ્મણ – દશરથ તથા સુમિત્રા ના પુત્ર, ઉર્મિલા ના પતિ લક્ષ્મણ પ્રધાન યોદ્ધાઓ માં શામિલ હતા.
અંગદ- બાલી તથા તારા ના પુત્ર વાનર યુથ પતિ તેમજ પ્રધાન યોદ્ધા. આ રામદૂત પણ હતા.
વિભીષણ- રાવણ ના ભાઈ. પ્રમુખ સલાહકાર.

જામવંત- સુગ્રીવ ના મિત્ર રીછ સેના ના સેનાપતિ તેમજ પ્રમુખ સલાહકાર. અગ્નિ પુત્ર જામવંત એક કુશળ યોદ્ધા ની સાથે જ મચાન બાંધવા સેના માટે રહેવા ની ઝુંપડી બનાવવામાં પણ કુશળ હતા. આ રામદૂત પણ છે.નલ-સુગ્રીવ ની સેના ના વાનરવીર. સુગ્રીવ ના સેના નાયક. સુગ્રીવ સેના માં એન્જીન્યર. સેતુબંધ ની રચના કરી હતી.

નીલ- સુગ્રીવ ના સેનાપતિ જેના સ્પર્શ થી પત્થર પાણી પર તરતા હતા, સેતુબંધ ની રચના માં સહયોગ આપ્યો હતો. સુગ્રીવ સેના માં એન્જીન્યર અને સુગ્રીવ ના સેના નાયક. નીલ ની સાથે ૧,૦૦,૦૦૦ થી વધારે વાનર સેના હતી.દ્વીવીદ- સુગ્રીવ ના મંત્રી અને મૈન્દ ના ભાઈ હતા. આ ખુબ જ બળવાન અને શક્તિશાળી હતા, એમાં દશ હજાર હાથીઓ નું બળ હતું. મહાભારત સભા પર્વત ની અનુસાર કિષ્કિંધા ને પર્વત-ગુહા કહેવામાં આવ્યો છે. અને ત્યાં વાનરરાજ મૈન્દ અને દ્વીવીદ નું નિવાસ સ્થાન કહેવામાં આવ્યું છે. દ્વીવીદ ને ભૌમાસુર ના મિત્ર કહેવામાં આવ્યા છે.

વાલ્મીકિ રામાયણ અનુસાર ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. ભગવાન શ્રીરામના જીવનનું વર્ણન આમ તો ઘણા ગ્રંથોમાં જોવા મળેછે, પરંતુ આ બધામાં વાલ્મીકિ રામાયણનાં તથ્યોને સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણમાં કેટલીક એવી રોચક વાતો પણ જણાવવામાં આવી છે, જે બહુ ઓછા લોકો જાણે છે. આજે આવી જ કેટલીક રોચક વાતો જણાવી રહ્યા છીએ અમે.

સીતા સ્વયંવરમાં નહોંતા આવ્યા રામ શ્રીરામચરિત માનસમાં લખવામાં આવ્યું છે કે, શ્રીરામ સીતા સ્વયંવરમાં ગયા હતા, પરંતુ વાલ્મીકિ રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન જ નથી. તેમના અનુસાર, રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા. વિશ્વામિત્રએ જ રાજા જનકને શ્રીરામને એ શિવ ધનુષ બતાવવા કહ્યું. જેવું શ્રીરામે તેને ઉઠાવ્યું અને પ્રત્યંછા ચઢાવી ત્યાં ધનુષ તૂટી ગયું. રાજા જનકે એ પ્રણ લીધું હતું કે, જે પણ શિવ ધનુષને ઉઠાવી લેશે, તેની સાથે જ તેમની પુત્રી સીતાનાં લગ્ન કરાવશે. બસ આ પ્રણના કારણે જ શ્રીરામનાં લગ્ન સીતા સાથે થયાં.

નથી થયો લક્ષ્મણ અને પરશુરામનો વિવાદ શ્રીરામચરિત માનસ અનુસાર, સીતા સ્વયંવર સમયે ભગવાન પરશુરામ ત્યાં આવી ગયા હતા અને તેમનો લક્ષ્મણ સાથે વિવાદ થયો હતો. જ્યારે વાલ્મીકિ રામાયણ અનુસાર, સીતાનાં લગ્ન બાદ શ્રીરામ અયોધ્યા પાછા ફરી રહ્યા હતા ત્યારે, રસ્તામાં પરશુરામ મળ્યા હતા. તેમણે શ્રીરામને પોતાના ધનુષ પર બાણ ચઢાવવાનું કહ્યું હતું. શ્રીરામે જ્યારે બાણ ચઢાવી દીધું ત્યારે, તેઓ કઈં પણ વિવાદ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા

હરણીથી થયો હતો આ ઋષિનો જન્મ રામાયણ અનુસાર, રાજા દશરથના પુત્રેષ્ટિ યજ્ઞ ઋષિ ઋષ્યશ્રૃંગે કરાવ્યો હતો. ઋષ્યશ્રૃંગના પિતાનું નામ મહર્ષિ વિભાળ્ડક હતું. એક દિવસ તે નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે નદીમાં તેમનો વીર્યપાત થઈ ગયો. આ પાણીને એક હરણી પી ગઈ અને જેના ફળ સ્વરૂપે ઋષિ ઋષ્યશ્રૃંગનો જન્મ થયો હતો. તેમના માથા પર હરણ જેવું એક શીંગડું હતું.આ માટે શ્રીરામના હાથે મર્યો રાવણ રઘુવંશમાં એક પરમ પ્રતાપી રાજા થયા હતા, જેમનું નામ હતું અનરણ્ય. રાવણ વિશ્વવિજય યજ્ઞ કરવા નીકળ્યો ત્યારે રાજા અનરણ્ય સાથે તેનું ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં અનરણ્યનું મૃત્યું થયું, પરંતુ મૃત્યુ પહેલાં તેમણે રાવણને શ્રાપ આપ્યો હતો કે, મારા જ રઘુવંશમાં ઉત્પન્ન થનાર એક યુવક જ તારા મૃત્યુનું કારણ બનશે.

યમરાજ સાથે પણ થયું રાવણનું યુદ્ધ રાવણ જ્યારે વિશ્વ વિજય માટે નીકળ્યો ત્યારે તે યમલોક પર પહોંચ્યો. ત્યાં યમરાજ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે યમરાજે રાવણના પ્રાણલેવા કાલદંડનો પ્રયોગ કરવાનું વિચાર્યું ત્યારે બ્રહ્માએ તેમને એમ કહી રોકી લીધા કે, કોઇ પણ દેવી-દેવતા દ્વારા રાવણનો વધ સંભવ નથી.

કબંધને શ્રાપમુક્ત કર્યો શ્રીરામે જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ વનમાં સીતાને શોધી રહ્યા હતા ત્યારે કબંધ નામે એક રાક્ષસનો રામ-લક્ષ્મણે વધ કર્યો હતો. વાસ્તવમાં કબંધ એક શ્રાપના કારણે રાક્ષસ બની ગયો હતો. જ્યારે શ્રીરામે તેના દાહ સંસ્કાર કર્યા ત્યારે તે શ્રાપમુક્ત થઈ ગયો. કબંધે જ શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા કરાવી.

લક્ષ્મણ નહીં શ્રીરામ થયા હતા ગુસ્સે શ્રીરામચરિતમાનસ અનુસાર, સમુદ્રએ વાનર સેનાનો લંકા જવાનો રસ્તો રોક્યો ત્યારે, લક્ષ્મણ ગુસ્સે થયા હતા, જ્યારે વાલ્મીકિ રામાયણ અનુસાર, લક્ષ્મણ નહીં, શ્રીરામ સમુદ્ર પર ગુસ્સે થયા હતા અને તેમણે સમુદ્ર સુકવી દેનાર બાણ છોડ્યું હતું. ત્યારે લક્ષ્મણ અને અન્ય લોકોએ રામને સમજાવ્યા હતા.વિશ્વકર્માના પુત્ર હતા નલ બધાં જાણે છે કે, સમુદ્ર પર પુલનું નિર્માણ નલ અને નીલ નામના વાનરોએ કર્યું હતું. કારણકે તેમને શ્રાપ મળ્યો હતો કે, તેમની ફેંકેલી કોઇપણ વસ્તુ પાણીમાં ડૂબશે નહીં, જ્યારે વાલ્મીકિ રામાયણ અનુસાર, નલ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માના પુત્ર હતા અને તેઓ ખુદ શિલ્પકળામાં નિપુણ હતા. પોતાની આ કળાના ઉપયોગથી જ તેમણે પુલનું નિર્માણ કર્યું હતું.

5 દિવસમાં બન્યો હતો રામસેતું વાલ્મીકિ રામાયણ અનુસાર, સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા. પહેલા દિવસે વાનરોએ 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ પ્રકારે કુલ 100 યોજન લંબાઇનો સમુદ્ર પર પુલ બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો.ઈંદ્રએ મોકલ્યો હતો શ્રીરામ માટે રથ જે સમયે રામ-રાવણ વચ્ચે છેલ્લા તબક્કામાં ઈંદ્રએ પોતાનો રથ શ્રીરામ માટે મોકલ્યો હતો. આ રથ પર બેસીને જ શ્રીરામે રાવણને માર્યો હતો. લાંબા સમય સુધી રામ-રાવણનું યુદ્ધ ચાલતાં અગત્સ્ય મુનિએ શ્રીરામને આદિત્યહ્રદય સ્ત્રોતનો પાઠ કરવા કહ્યું, ત્યારબાદ જ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો.