શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના રોગો થશે દૂર

0
37

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. મેંગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટી રહેલી છે.

એમાં પણ શિયાળામાં તો ખાસ રોજ તજનો પ્રયોગ કરવો જોઈએ. રોજ ડાયટમાં તજને સામેલ કરવાથી ઘણાં બધાં લાભ મળી શકે છે. જેના માટે તમે રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પી શકો છો. આ રીતે પીવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જાણી લો ફાયદા.

તજને ન્યૂટ્રિશન્સનું પાવરહાઉસ.તજને ન્યૂટ્રિશન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ કંટ્રોલ કરે છે. આના નિયમિત ઉપયોગથી વજન વધતું નથી.

શિયાળામાં રાખો ધ્યાન.શિયાળામાં સારું ખાધું હશે તો આખું વર્ષ શરીર હેલ્ધી રહેશે. શિયાળામાં આપણું પાચનતંત્ર એક્ટિવ રહે છે, જેથી આપણે જે કંઈપણ ખાઈ આ સિઝનમાં સરળતાથી પચી જાય છે. પણ હાં, શિયાળામાં મનભરીને બધું ખાવાની છૂટ છે પણ તેની સાથે કસરત કરવી પણ જરૂરી છે. નહિતર તમે સ્થૂળતાના શિકાર પણ થઈ શકો છો.

શિયાળામાં મેટોબોલિક રેડ સારું હોય છે. સાથે જ શરીરના આંતરિક પાર્ટ પર સારી રીતે કાર્ય કરી શકે છે, જેથી આ સિઝનમાં ધ્યાન રાખવું જરૂરી છે.બ્રેન પાવર.નવશેકા પાણીમાં ચપટી તજ પાઉડર મિક્ષ કરીને પીવાથી બ્રેન પાવર વધે છે અને મેમરી તેજ થાય છે. યૂરિન પ્રોબ્લેમ.આ ડ્રિંકમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે. જે યૂરિન પ્રોબ્લેમ્સથી રાહત આપે છે.

ડાઈજેશન.આ ડ્રિંકમાં ચપટી જીરું પાઉડર મિક્ષ કરીને પીવાથી ડાઈજેશન સારું રહે છે અને ડાયરિયામાં પણ ફાયદો થાય છે.જોઈન્ટ પેઈન.આ ડ્રિંકમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી તેને રોજ સવારે પીવાથી જોઈન્ટ પેઈનમાં રાહત મળે છે. ઘાને ઠીક કરે છે.આમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે ઘાને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે.

ઈમ્યૂનિટી વધારે છે.તજનું પાણી ઉપયોગમાં લેવાથી તમારી ઈમ્યૂનિટી વધુ મજબૂત થાય છે. જેમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જેથી તમારા શરીરના રોગો સામે લડવામાં મદદ મળે છે.વજન ઘટાડે છે.જો તમે તજના પાણીને પીવો તો શરીરમાંથી ટોક્સિક બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ભૂખ ઓછી લાગે છે અને તમે જંક ફૂડ્સથી દૂર રહો છે અને તમારૂ વજન પણ ઓછું થાય છે.

તજ મનને પ્રફુલ્લિત કરે છે. તમામ પ્રકારના દોષને દુર કરે છે. તે પેશાબ અને ભેજ એટલે કે માસિક ધર્મ ચાલુ કરે છે. ધાતુની પુષ્ટી કરે છે. માનસિક ઉન્માદ એટલે ગાંડપણ દુર કરે છે. તેનું તેલ શરદીની બીમારીઓ અને સોજા અને દુ:ખાવાને શાંત કરે છે. માથાના દુ:ખાવા માટે તે ઘણી જ ગુણકારી ઔષધી હોય છે.

તજ ઉષ્ણ, પાચક, સ્ફૂર્તિદાયક, વીર્યવર્ધક અને મૂત્રલ છે. તે વાયુ અને કફનું શમન કરીને ઉત્પન થતા ઘણા રોગોને દુર કરે છે.તે શ્વેત રક્તકણોની વૃદ્ધી કરીને રોગ પ્રતિકારક શકરી વધારે છે. હરસ, કૃમિ, ખંજવાળ, રાજ્યલક્ષમા (ટી.બિ.), ઇન્ફલુંએંજા (એક પ્રકારનો ઠંડો ચેપી જ્વર), મૂત્રાશયના રોગ, ટાઈફોઈડ, હ્રદય રોગ, કેન્સર, પેટના રોગ વગેરેમાં તે લાભદાયક છે. ચેપી બીમારીઓની આ ખાસ ઔષધી છે.

તજની ઉત્તમ ગુણવત્તાની ઓળખ.જે તજ, પાતળા, મુલાયમ ચમકદાર, સુગંધિત અને ચાવવાથી તમતમાટ અને મીઠાશ ઉત્પન કરનાર હોય, તે ઉત્તમ હોય છે. તજનું પ્રમાણ.તજ ગરમ હોય છે. એટલે તેને થોડા પ્રમાણમાં લઈને ધીમે ધીમે વધારવું જોઈએ. પણ જો કોઈ પ્રકારની આડ અસર કે નુકશાન થાય તો સેવન થોડા દિવસમાં જ બંધ કરી દો છો, અને ફરી થોડા પ્રમાણમાં લેવાનું શરુ કરો.

તજ પાવડરના ઉપયોગનું પ્રમાણ ૧ થી ૫ ગ્રામ હોય છે. પાવડર ચમચીની કિનારીથી નીચે સુધી જ ભરવી જોઈએ. બાળકોને પણ આવી રીતે ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તજનું તેલ ૧ થી ૪ ટીપા સુધી કામમાં લઇ શકાય છે. તજનું તેલ તીક્ષ્ણ અને તેજ હોય છે. તેથી તેને આંખોની પાસે ન લગાવો.

તજનું તેલ દુ:ખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુ:ખાવો ઠીક થઇ જાય છે. પા ચમચી તજ પાવડરની ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત લેવાથી લાભ મળે છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને આપી શકો છો.જુકામ.૧ ગ્રામ તજ, ૩ ગ્રામ જેઠીમધ અને ૭ નાની ઈલાયચીને સારી રીતે વાટીને ૪૦૦ મી.લિ. પાણીમાં ભેળવીને આગ ઉપર પકાવીને રાખી દો. પાક્યા પછી જ્યારે પાણી અડધું રહે તો તેમાં ૨૦ ગ્રામ સાકર નાખીને પીવાથી જુકામ દુર થઇ જાય છે.

એક મોટી ચમચી મધમાં પા ચમચી તજનો પાવડર ભેળવીને એક વખત રોજ ખાવાથી તેજ અને જુનો તાવ, જૂની ખાંસી અને સાઈનસેજ ઠીક થઇ જાય છે. તેને દિવસમાં ઓછામાં ઓછું ૩ વખત લેવું જોઈએ અને રોગ ઠીક થવા સુધી લેતા રહો. રોગની શરૂઆતમાં તે બે વખત લેવું જોઈએ.૧ થી ૩ ટીપા તજના તેલને સાકર સાથે રોજ ૨-૩ વખત સેવન કરવાથી જુકામમાં આરામ મળે છે. થોડા ટીપા આ તેલના રૂમાલમાં નાખીને સુંઘવાથી પણ લાભ થાય છે.

ખંભામાં દુખાવો.ક્યારે ક્યારે ખંભામાં દુ:ખાવો થાય છે. તજનો ઉપયોગ કરવાથી ખંભાનો દુ:ખાવો ઠીક થઇ જાય છે. મધ અને તજનો પાવડરને સરખા ભાગે ભેળવીને રોજ ૧ ચમચી સવારના સમયે સેવન કરવાથી શરીરમાં જીવાણુંઓ અને વાયરલ ચેપ સામે લડવાની શક્તિ વધે છે, શરીરની પ્રતિકારક શક્તિ વધે છે. ખંભા ઉપર આ મિશ્રણનું માલીશ કરીને છેલ્લે લેપ કરવો જોઈએ. સંતાનવિહોણા, વાંજીયાપણું.તે પુરુષ જે બાળક ઉત્પન કરવામાં અસમર્થ હોય છે, જો રોજ સુતી વખતે બે મોટી ચમચી તજ લે તો વીર્યમાં વધારો થાય છે અને તેની એ તકલીફ દુર થઇ જાય છે.

જે સ્ત્રીઓને ગર્ભ ધારણ જ નથી થતું, તે એક ચપટી તજનો પાવડર ૧ ચમચી મધમાં ભેળવીને પોતાના પેઢામાં દિવસમાં ઘણી વખત લગાવે. થૂંકવું નહી. તેનાથી તે લાળમાં ભળીને શરીરમાં જતું રહેશે. તેનાથી સ્ત્રીઓ થોડા જ દિવસમાં ગર્ભવતી થઇ જાય છે.ગર્ભસ્ત્રાવ.નબળા ગર્ભાશયને કારણે વારંવાર ગર્ભપાત થતો રહે છે. ગર્ભધારણથી થોડા મહિના પહેલા તજ અને મધ સરખા ભાગે ભેળવીને ૧ ચમચી રોજ સેવન કરવાથી ગર્ભાશય શક્તિશાળી બને છે.

મોઢામાં દુર્ગંઘ.તજના ટુકડા ચાવીને ચૂસવાથી મોઢાની દુર્ગંઘ દુર થઇ જાય છે, અને દાંત મજબુત બની જાય છે.ધુમ્રપાન.૧ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર ભેળવીને એક પહોળા મોઢાવાળી બોટલમાં રાખી દો. જ્યારે પણ બીડી, સિગરેટ, તમાકુ ખાવાની ઈચ્છા થાય તો તેમાં આંગળી ડુબાડીને ચૂસો. તેનાથી ધુમ્રપાન છૂટી જશે. મનમાં નક્કી કરવાથી પણ ધુમ્રપાન છોડી શકાય છે.

કોલેસ્ટ્રોલ.બે મોટી ચમચી મધ, ૩ ચમચી તજનો પાવડર અને ૪૦૦ મી.લિ. ચા ને ઉકાળેલ પાણી ઘોળીને પીવો. તે પીધા પછી બે કલાક પછી જ લોહીમાં ૧૦ ટકા કોલેસ્ટ્રોલ ઓછું થઇ જશે. જો ૩ દિવસ સુધી સતત પીશો તો કોલેસ્ટ્રોલ પણ જુના રોગી હોય તે ઠીક થઇ જશે.હાર્ટએટેક.મધ અને તજને સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી નાસ્તામાં બ્રેડ કે રોટલીમાં લગાવીને રોજ ખાવ. તેનાથી ધમનીઓનું કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જેમને એક વખત હાર્ટએટેક આવી ગયેલ છે, તેને ફરી વખત હાર્ટએટેક નહી આવે.

લાંબુ આયુષ્ય.એક ચમચી તજના પાવડરને ૩ કપ પાણીમાં ઉકાળો. ઉકળ્યા પછી હળવું ગરમ રહે એટલે તેમાં ૪ ચમચી મધ ભેળવો. એક દિવસમાં તે ૪ વખત પીવો. તેનાથી ત્વચા કોમળ અને તાજી રહેશે અને ગઢપણ પણ દુર રહેશે.મોટાપો ઘટવો.૧ કપ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર ભેળવીને ઉકાળવામાં આવે છે. તેમાં ૧ ચમચી મધ નાખીને રોજ સવારે નાસ્તા પહેલા અને રાત્રે સુતા પહેલા પીવો તેનાથી વજન ઓછું થશે અને મોટાપો નહી વધે. બહેરાશ.મધ અને તજનો પાવડર સરખા ભાગે ભેળવીને ૧-૧ ચમચી સવાર અને રાત્રે લેવાથી સાંભળવાની શક્તિ ફરી આવી જાય છે એટલે કે બહેરાશ દુર થઇ જાય છે.

કાનમાં ઓછું સંભળાવાનો રોગ (બહેરાશ) માં કાનમાં તજનું તેલ નાખવાથી આરામ આવે છે.મુંહાસે (ખીલ).૩ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર અને થોડા ટીપા લીંબુના રસને નાલ્હીને લેપ બનાવીને ચહેરા ઉપર લગાવો. પછી ૧ કલાક પછી ધોઈ લો. તેનાથી ચહેરાના મુંહાસે ઠીક થઇ જાય છે. પાચ ચમચી તજમા લીંબુના રસના થોડા ટીપા નાખીને પેસ્ટ બનાવોને ચહેરા ઉપર લગાવો. તેને એક કલાક પછી ધોઈ લેવામાં આવે છે. તેનાથી મુંહાસે ઠીક થઇ જશે.

મોઢા ઉપર ડાઘ.દુધની મલાઈમાં ચપટી ભર તજ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરાના ડાઘ ધબ્બા દુર થઇ જાય છે. ત્વચાનો ચેપ.ધાધર, ખરજવું અને તમામ ત્વચાના ચેપી રોગોને ઠીક કરવા માટે સરખા પ્રમાણમાં મધ અને તજ ને ભેળવીને રોજ લગાવવું જોઈએ. ડાયાબીટીસથી થતા રોગ.તજનું રોજ સેવન કરવાથી થાક, આંખોની દ્રષ્ટિ ઓછી થવી, હ્રદય, કીડની ખરાબ થવી વગેરે રોગોથી બચી શકાય છે. તેનું સેવન કરવું.