શારીક સબંધ બાંધવાની આ સ્થિતિ હોય છે સૌથી વધુ જોખમી,પરંતુ આજ સ્થિતિ છે સ્ત્રીઓને સૌથી વધારે પસંદ….

0
8

હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?એક મહિલા.આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે.

માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા  પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.એક યુવતી.માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.

ઉત્તર: આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ.તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે. ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.

મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ  મારા પર નજર  રાખ્યા કરે છે. એકવાર તો તેણે  મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.એક યુવતી.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે.

તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.પ્રશ્ન: કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે?ઉત્તર: આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે.

વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે. લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું.

ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે.  આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.એક યુવતી.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો  ઇલાજ પણ થઇ ગયો છે.

આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.પ્રશ્ન: સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે?ઉત્તર: મોટાભાગના લોકો ફ્રિજિડિટી શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે.

ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું.

એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી?એક યુવતી.તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો.

આ માટે વ્યાયામ કરો.તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.પ્રશ્ન. સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?ઉત્તર: શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે.

આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.પ્રશ્ન.ઢીલી યોનિનો શો ઉપાય છે?ઉત્તર. સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે કેગલ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે.

આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.પ્રશ્ન: હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહ્યાં કરે છે. મારા મેરિડ ફ્રેન્ડ્સનું કહેવું છે કે ડોગી પોઝિશનમાં સમાગમ કરીને બહાર વીર્યસ્ખલન કરવાથી પ્રેગ્નન્સીનું રિસ્ક ઘટી જાય છે. શું આ સાચું છે? એક વાર અમે અબોર્શન કરાવી ચૂક્યા હોવાથી ફરી રિસ્ક લેવું મુશ્કેલ છે.પાછળથી વજાઈનામાં પેનિટ્રેટ કરતાં ફાવતું નથી એટલે એનલ સેક્સ જ થઈ શકે છે.

એ પોઝિશનમાં સમાગમ કરવાથી તેને વધુ દુખાવો થાય છે. જોકે એ પોઝિશનમાં પ્રેગ્નન્સીની શક્યતા નહીંવત હોવાથી અમે ઘણી વાર એમાં જ સમાગમ કરીએ છીએ. એનલ સેક્સમાં પેઈન ઘટાડવા શું થઈ શકે? ડોગી પોઝિશનમાં વજાઈનલ સેક્સ કરી શકાય એ માટે શું કરી શકાય.પ્રશ્ન.શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ?ઉત્તર. હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે.

જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.પ્રશ્ન.શું સ્ત્રીએ યોનિ- ડુશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ?ઉત્તર.ના, આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણમાં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે.

ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેનો સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી.ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને?

શું પતિને આ વાતની જાણ કરું.એક પત્ની.ઉત્તર: સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.પ્રશ્ન: હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેને આ વાતની જાણ ન થવા દીધી.

તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું. તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે.અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે.

આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.એક એક યુવતી.ઉત્તર: તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો.

સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.પ્રશ્ન: હું ૩૮ વર્ષનો સૈનિક છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. અમે બંને પતિપત્ની વધારે કામુકવૃત્તિના છીએ. પત્ની ૧૩ વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે. તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું.

એવો કોઈ ઉપાય બતાનો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું. હું લશ્કરમાં હોવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.એક પુરુષ.ઉત્તર: સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે, તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય.

દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે. તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે. તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે.જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.