શરીરનાં આ વિવિધ અંગો પર ના અલગ અલગ નિશાન જણાવે છે ભાગ્યોદયના સંકેત.

0
16

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સમુદ્રશાસ્ત્રમાં શરીર પરના તલ ઉપરાંત એવા નિશાનની પણ જાણકારી મળે છે જે વ્યક્તિના ભાગ્યોદના સંકેત કરે છે. તો આજે જાણો શરીરના અલગ અલગ અંગ પરના કયા નિશાન કરે છે.

ભવિષ્યમાં આવનીર સુખ-સમૃદ્ધિ તરફ ઈશારો.નાભિ ઊંડી અને ઉપરની તરફ હોય તો તે વ્યક્તિનું જીવન સુખમય રહે છે.જે વ્યક્તિનું નાક પોપટની ચાંચ જેવુ ધારદાર હોય છે, તે સંકેતમાં વ્યક્તિ ધનવાન અને સપંન્ન થશે.હથેળીમાં કમળના ફુલનું નિશાન પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આવા વ્યક્તિ પાસે ધનની ક્યારેય ઉણપ રહેતી નથી.જે વ્યક્તિની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચિન્હ હોય તે ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ પાસે અપાર ધન સંપત્તિ હોય છે.

જો કોઈ વ્યક્તિના લલાટના મધ્ય ભાગમાં તલ રહેલું છે, તો તે ઘણું શુભ માનવામાં આવે છે. આ પ્રકારના વ્યક્તિ ઘણા ભાગ્યશાળી હોય છે. જો તેઓ કોઈ પણ કામ કરે છે, તો તેમને પોતાના નસીબનો સંપૂર્ણ સહયોગ મળે છે. દરેક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયત્ન સફળ રહે છે. ભાગ્યના દમ પર તેમને પોતાના જીવનમાં સફળતા મળવાના યોગ બને છે. તેની પાસે ક્યારેય પણ લક્ષ્મી એટલે કે ધનની અછત નથી રહેતી.

જો કોઈ મહિલા અથવા પુરુષના હોઠની ઉપર જમણી તરફ તલ છે, તો તેનો અર્થ થાય છે કે તેનું દાંપત્ય જીવન સુખ પૂર્વક પસાર થશે, એટલે કે જીવનસાથી સાથે તેના પ્રેમ સંબંધ મજબૂત રહેશે અને તે બંને વચ્ચે સારો તાલમેલ બની રહેશે. જો નીચેના હોઠ પર તલ છે, તો એવા લોકો ખાવા-પીવાના શોખીન રહે છે અને તે પોતાના ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે.જો કોઈના હોઠની ડાબી તરફ તલનું નિશાન રહે છે, તો તેનો અર્થ થાય છે કે જીવનસાથી સાથે તેમની ખટપટ થતી રહેશે. ઘણીવાર દાંપત્ય જીવનમાં વાદ-વિવાદ બનતા રહે છે અને પતિ પત્ની વચ્ચે બનતું નથી.

જો કોઈ વ્યક્તિના માથા પર જમણી તરફ અથવા ડાબી તરફ તલ છે, તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ પૈસા કમાય છે. પણ તેમનું કમાયેલું બધું ધન સુખ સુવિધાઓની વસ્તુઓ પાછળ ખર્ચ થઈ જાય છે, જેના કારણે તેમણે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. એવા લોકો પાસે પૈસા આવવા છતાં પણ ટકતા નથી.જો કોઈ મનુષ્યની છાતી પર ડાબી તરફ તલ અથવા મસો છે, તો તેના લગ્ન મોટી ઉંમરે થવાની સંભાવના હોય છે. આ પ્રકારના લોકો કામુક રહે છે અને તેમણે હૃદય સંબંધિત બીમારીનો ભય પણ રહે છે. તેના સિવાય જેમને છાતીની જમણી તરફ તલ હોય તો તેવા લોકો ધની હોય છે, અને તેમને સુંદર અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

જો કોઈ વ્યક્તિની હથેળી પર અંગુઠાની નીચેના ભાગ શુક્ર પર્વત પર તલ હોય છે, તો હસ્તરેખા જ્યોતિષ અનુસાર એવા લોકોને પોતાના જીવનમાં અપાર સફળતા મળે છે. જો અંગુઠા પર તલ છે, તો એવા લોકો ભલે કેટલું પણ સારું કામ કરી છે, પણ તેમને સફળતા નથી મળતી.જો કોઈ વ્યક્તિની હથેળીની અંદર તલ છે, તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે. પેટ પર તલના નિશાન વાળા વ્યક્તિ ખાવા-પીવાના વધારે શોખીન હોય છે. જો નાભિની ડાબી તરફ તલ છે તો એવા લોકોએ રોગોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો નાભિની નીચે તલ છે, તો તેવા લોકોને યૌન રોગ થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શરીરના કેટલાક અંગો પર નિશાન હોવા ઘણા શુભ મનાય છે. તે નિશાન માણસની કિસ્મત બદલવાનો સંકેત આપે છે. આજના આ આર્ટીકલમાં અમે તમને શરીરના અંગો પર આવેલા એવા જ કેટલાક નિશાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારા શરીરના અંગ પર પણ તે નિશાન આવેલા છે તો તમે ખુબ જલ્દી અમીર બની શકો છો. કારણ કે તે નિશાનોનો અમીરી સાથે ખાસ સંબંધ જોડાયેલો છે. તો ચાલો જાણીએ તે નિશાનો વિષે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની હથેળીની વચ્ચે તોમર, રથ, ચક્ર, બાણ અથવા ધ્વજ વગેરેના નિશાન બનેલા હોય છે, તે લોકો ઘણા સારા ભાગ્ય વાળા હોય છે. એવા લોકોનો જન્મ બીજા લોકો પર શાસન કરવા માટે થાય છે. તેમની સમાજમાં ઘણી પ્રતિષ્ઠા બની રહે છે. તે લોકો દરેકના દિલ સારી રીતે જીતવા માંગે છે. તેમના દામ્પત્ય જીવનમાં સદૈવ તાલમેલ અને પ્રેમ બનેલો રહે છે. તેમને વ્યાપાર અને નોકરીમાં ઘણી પ્રગતિ મળે છે. તે જે પણ કામમાં હાથ નાખે છે તેમને તે કામમાં સફળતા જરૂર મળે છે. કુલ મળીને તે લોકો કિસ્મતના ઘણા ધની હોય છે.

માણસોના શરીર પર તલ હોવો સામાન્ય વાત છે. પણ જો તે તલ તમારા હાથની હથેળી વચ્ચે આવેલો છે, તો તમારા માટે ખુબ જ શુભ અને લાભદાયક સાબિત થાય છે. હથેળી વચ્ચે તલ હોય તેવા વ્યક્તિ ખુબ જ ધનવાન અને મોટા દિલ વાળા હોય છે. સામાજિક રીતે તેમને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે. તેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે, પણ એક ને એક દિવસે સફળતા જરૂર મળે છે. તે પોતાના પરિવારમાં સૌથી વધુ લાડલા હોય છે. પોતાના સાથી પ્રત્યે તેમનો ઘણો લગાવ બન્યો રહે છે. તે ઘણા શાયરાના અને રોમેન્ટિક પ્રકારના હોય છે.

જે લોકોના પગોમાં ચક્ર અથવા કમળનું નિશાન હોય છે, તેમને ક્યારેય ધનનું નુકસાન નથી થતું. તે લોકો જમીન પ્રોપર્ટી જેવી સુખ સુવિધાઓનો આનંદ ઉઠાવે છે. તેમના છોકરાઓને તેમના પ્રત્યે ખુબ પ્રેમ હોય છે. તે બીજા લોકો પર હુકમ ચલાવવાનું પસંદ કરે છે. તે ઘણા નરમ હ્રદય વાળા હોય છે, તેથી પોતાની મીઠી વાણીથી કોઈનું પણ દિલ જીતી શકે છે. તેમની પાસે અપાર ધન હોવાના કારણે તેમના પોતાના વ્યક્તિ ઓછા અને શત્રુ વધુ હોય છે. તેમનો સાથી તેનું ખુબ જ ધ્યાન રાખે છે. તે દેખાવમાં ઘણા સુંદર હોય છે.

જે લોકોના પગના તળિયા પર તલ આવેલો હોય છે, તે લોકો ખુબ જ સારા શાસક મનાય છે. તે લોકોને દરેક પ્રકારના સુખ અને યશ મળે છે. સ્વતંત્ર રીતે જીવનમાં આગળ વધતા રહેવું જ તેમનો એકમાત્ર લક્ષ્ય હોય છે. તે પોતાના લક્ષ્યની પૂર્તિ માટે દરેક પ્રકારની કઠીન તપસ્યા કરે છે. એવા લોકોની સમાજમાં ઘણી ઉંચી પ્રતિષ્ઠા હોય છે. ધનની બાબતમાં તે ઘણા ખુશકિસ્મત હોય છે. તેમને ધન પોતાના બાપ દાદાઓ પાસેથી જ વારસામાં મળે છે. તે દરેક કામ મન લગાવીને કરે છે અને એકને એક દિવસ તે કામમાં સફળતા જરૂર પ્રાપ્ત કરે છે.