Breaking News

શનિની પનોતીથી બચવું હોઈ તો આ ઉપાય છે સૌથી અસરકારક, જાણીલો ફટાફટ……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ નવગ્રહોમાંથી સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે. શનિદેવ ન્યાયપ્રિય હોવાથી પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાને સુખ-શાંતિ, યશ, કીર્તિ અને વૈભવ પ્રદાન કરે છે.

મિત્રો 24 જાન્યુઆરી 2020ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. શનિ ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષે પરિભ્રમણ કરે છે. જેના કારણે 5 રાશિઓ માટે પનોતીનો તબક્કો શરૂ થશે.પરંતુ આજે જાણી લો શનિની પનોતી કે સાડાસાતી શું છે અને કયા ઉપાયથી તેમાંથી બચી શકાય છે.

શનિદેવ જ્યારે પણ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના માટે સાડાસાતી શરૂ થાય છે. તે સમય અનુસાર દરેક રાશિ પર અઢી-અઢી વર્ષના ત્રણ ચરણોમાં આવે છે. જ્યારે પહેલા ચરણમાં સાડાસાતી હોય ત્યારે જાતકને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ સમયમાં જાતક જે પણ કાર્ય કરે તેમાં તેને ખોટ જ સહન કરવી પડે છે. અથાગ પરિશ્રમ કરવાં છતાં પણ તેને લાભ થતો નથી.

સાડાસાતીના બીજા ચરણ પારિવારિક સમસ્યાઓ વધી જાય છે. જો કે આ સમયમાં સગા-સંબંધીઓમાં સાંમજસ્ય બનાવી રાખવામાં આવે તો મુશ્કેલીઓમાંથી ઝડપથી મુક્તિ મળે છે. આ સમયમાં ક્રોધ કરવાથી મુશ્કેલીઓ વધી જાય છે.શનિના ત્રીજા ચરણમાં મનુષ્યની સુખ-સુવિધાઓમાં ઘટાડો થાય છે. પરંતુ લોકો સાથે સારો વ્યવહાર, નૈતિકતા અને સારા આચરણથી જાતકને લાભ થઈ શકે છે. આ ચરણમાં પનોતીની અસરમાં આવતી રાશિઓના જાતકોએ ખૂબ જ સતર્ક રહેવું જોઈએ.

ક્યારે થાય છે પનોતીની અસર, જાતકની રાશિ પર શનિની પાપદ્રષ્ટિ પડતી હોય અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે ત્યારે, તેમજ સ્વ-રાશિથી 12-1-2 સ્થાનમાં શનિ ભ્રમણ કરે ત્યારે જાતકને નાની-મોટી પનોતીનો સામનો કરવો પડે છે. આ સમયમાં જાતકને આર્થિક તેમજ શારીરિક કષ્ટ ભોગવવા પડે છે. જો કે શનિ અત્યંત ધીમી ગતિથી ચાલનારા દેવ છે. તેઓ સૂર્યની ચારેબાજુ ત્રીસ વર્ષમાં એકવાર પોતાની એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. તેથી કોઈપણ જાતકના જીવનમાં સાડાસાતી બે કે ત્રણવાર જ આવી શકે છે.

શનિને શાંત કરવાનો સરળ ઉપાય, શનિદેવને શાંત કરવા નીચે આપેલા મંત્રોનો જાપ કરી અને પનોતીના સમયમાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પનોતીનો સમય સરળતાથી પસાર થઈ જાય છે.કરો આ મંત્રના જાપ.હ્રીં નિલાંજન્ સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્, છાયા માર્તંડ શમ્ભુતમ્ તં નમામિ, શનૈશ્ચરમ્, સૂર્ય પુત્રો દીર્ઘ દેહો વિશાલાક્ષ: શિવપ્રિય:, મન્દચાર: પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ:.

શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:ઓમ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમ:

શનિદેવને કર્મફળદાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જો શનિ દેવ રિસાય જાય તો રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી દે છે. તેમને ખુશ કરવા માટે લોકો દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે.જો તમે શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી જો આપ શનિવારનો ઉપવાસ કરો છો કે શનિવારે શનિ પૂજા કરો તો કાળા કપડા વસ્ત્ર જરૂર પહેરો,સરસવના તેલમાં લોખંડની ખીલ્લી નાખીને પીપળાની જડમાં તેલ ચઢાવવાથી શનિદેવ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે.

આ ઉપરાંત જ્યારે પણ શનિવારના દિવસે તેલ દાન કરો તો તેમા તમારો પડછાયો જરૂર જુઓ. પડછાયો જોયા પછી જ તેનુ દાન કરો.આ દિવસે કાળા કૂતરા અને કાગડાને તેલ લગાવેલી રોટલી અને ગુલાબ જાંબુ ખવડાવવાથી લાભ થાય છે.શનિવારના દિવસે શનિદેવનુ વ્રત મહિલા અથવા પુરૂષ કોઈપણ કરી શકે છે. સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ કે શમીના ઝાડ નીચે ગોબરથી લીપી લો અને તે બેદી બનાવીને કળશ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો.

શનિદેવની પ્રતિમાને કાળા પુષ્પ, ધુપ, દીપ અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો. પીપળાના ઝાડને સૂતરના દોરા લપેટતા સાત વાર પરિક્રમા કરો અને સાથે જ ઝાડની પણ પૂજા કરો. ત્યારબાદ હાથમાં ચોખા અને ફુલ લઈને ભગવાન શનિદેવની વ્રત કથા સાંભળો અને પૂજા પુરી થયા પછી પ્રસાદ સૌ વચ્ચે વહેંચી દો.મહિનના પ્રથમ શનિવારે અડદનો ભાત, બીજા શનિવારે ખીર, ત્રીજા શનિવારે ખજલા અને અંતિમ શનિવારે ઘી અને પુરીથી શનિદેવને ભોગ લગાવો.

જ્યોતિષ અને વાસ્તુ વિશેષજ્ઞનું કહેવું છે કે શનિદેવની મૂર્તિ ઘરે ન મુકવી જોઈએ.હિન્દુ માન્યતા અનુસાર, સપ્તાહનો દરેક દિવસ ખાસ હોય છે. સોમવારથી લઈને રવિવાર સુધી કોઈના કોઈ દેવી-દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.બધા દિવસોમાં શનિવારનો દિવસ બહુ ખાસ હોય છે. આ દિવસે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે જો વ્યક્તિ હનુમાન ચાલીસા કરે છે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી શનિવાર સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે. જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવો તેનાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે.

About Hu Gujarati TEAM

Check Also

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …