શની કરતા પણ વધારે ખરાબ હોય છે રાહુ કેતુ, વધુ નડતો હોય તો કરો આ કામ

0
106

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સાતમી માર્ચે સવારે રાહુ કેતુના રાશિ પરિવર્તન થયા છે. રાહુ અને કેતુ એ પાપ ગ્રહ છે. રાહુ કેતુ શનિની જેમ જ અનિષ્ટ પરિણામ આપે છે. કુંડળીમાં જો રાહુ કેતુની સ્થિતિ અશુભ હોય તો વ્યક્તિને ઘાતક પરિણામો ભોગવવા પડે છે. જે પણ વ્યક્તિ રાહુની ચપેટમાં આપી જાય છે તેને તમામ પ્રકારની મુશ્કેલીઓથી લડવું પડે છે. તો કુંડળીમાં રાહુની શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ રંકમાંથી પણ રાજા બની જાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં એવું વિધાન છે કે જો રાહુ કેતુ બહુ નડતા હોય તો વ્યક્તિએ પોતાના કાન વિંધાવવા જોઈએ. તેમાં સોનાનો તાર 43 દિવસ સુધી પહેરી રાખવો જોઈએ. આવો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાહુ અને કેતુ વિશે. જો રાહુ કુંડળીમાં શુભ ફળ કરતો હોય તો વ્યક્તિ રાજનેતા બને છે. કે સરકારમાં કોઈ ઉચ્ચ પદે આરુઢ થાય છે. વ્યક્તિના માન સન્માનમાં વધારો થાય છે. જો કુંડળીમાં રાહુ કેતુ શુભ સ્થાન પર હોય તો વ્યક્તિ ધર્મની તરફ ઝુકેલો જોવા મળે છે.

કુંડળીમાં રાહુ શત્રુ ક્ષેત્રીય હોય તો અશુભ પ્રભાવ આપે છે. આ ઉપરાંત કુંડલીમાં જો રાહુ દુષિત થતો હોય તો વ્યક્તિ ધર્મ કર્મ છોડીને ખોટાં રસ્તે આગળ વધી જતો જોવા મળે છે. ખાણીપીણીની આદતો પણ બગડી જાય છે.બુધ પરમ મિત્ર છે. એ ઉપરાંત શુક્ર અને શનિ રાહુના મિત્ર માનવામાં આવે છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર રાહુના શત્રુ માનવામાં આવે છે. મંગળ અને ગુરુનો રાહુ સાથે સમ સંબંધ માનવામાં આવે છે.

જો કુંડળીમાં રાહુ ચોથે, આઠમે કે બારમે હોય તો અશુભ ફળ આપે છે. કુંડળીમાં સૂર્ય ચંદ્ર, મંગળ લગ્નના માલિક હોય તો રાહુ અશુભ ફળ આપે છે. કુંડળીમાં જો શનિ, શુક્ર કે બુધનું લગ્ન હોય તો રાહુ શુભ ફળ આપે છે.રાહુને કારણે આવે છે આવી મુશ્કેલીઓ.પેટ સંબંધી રોગ, ગેસ ટ્રબલ, વાળ ઉતરવા, સતત માથું દુખવું એ રાહુની દેણ માનવામાં આવે છે. આને કારણે ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે.

કોઈ પણ ભૈરવ મંદિરમાં રવિવારે તેલનો દીવો કરવો. બજરંગ બાણ કે હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરવો. સાથે જ દર સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવું. શનિવારે કાળા કાંબળાનું દાન કરવું. આમ કરવાથી રાહુ દોષમાં રાહત મળે છે.કૂતરાને રોટલી, પક્ષીઓએને દાણા અને બ્રાહ્મણને ભોજન કરાવો. લોખંડનું દાન કરવાથી નિશ્ચિત રૂપે રાહુની કષ્ટી દૂર થાય છે.

રાહુની મહાદશામાં અંતરદશા.રાહુ એક રાશિમાંથી બીજી રાશિમાં આશરે 18 મહીના રહ્યાં પછી જાય છે. જ્યારે રાહુ મહાદશાનો સમયગાળો 18 વર્ષનો હોય છે. તો રાહુની અંતરદશા 2 વર્ષ અને 8 મહીનાની હોય છે. રાહુનો કુંડળીમાં બીજ મંત્ર.કુંડળીમાં રાહુના પ્રભાવને ઓછો કરવા માટે રાહુના બીજ મંત્ર ॐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃનો 108 વાર જાપ કરવો જોઈએ.રાહુનું રત્ન અને દિશા.ગોમેદ એ રાહુનું રત્ન માનવામાં આવે છે. રાહુની દશા દક્ષિણ પશ્ચિમ માનવામાં આવે છે.

રાહુ મિથુન રાશિમાં ઉચ્ચનો અને સ્વગૃહી બને છે. તો ધનનો રાહુ નીચનો બને છે.રાહુ કર્મ ફળનો કારક માનવામાં આવે છે. ભાંગતોડ – નવસર્જનનો કારક માનવામાં આવે છે.રાહુના ફળમાં શિવપૂજા કરવાથી રાહત મળે છે. લાભ પણ થાય છે. જો રાહુ બહુ નડતો હોય તો વ્યક્તિએ કાન વિંધાવી લેવા જોઈએ. આમ કરવાથી રાહુનું ખરાબ ફળ મળતું બંધ થઈ જાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ જ્યારે અશુભ સ્થિતિમાં હોય છે, તો તેની અસર વ્યક્તિના વ્યવહાર પર પડવા લાગે છે. આ દરમિયાન વ્યક્તિ ખોટા નિર્ણય લેવા લાગે છે, જેની અસર ફક્ત તેના પર નહીં પરંતુ સમગ્ર પરિવાર પડે છે. તે સિવાય તે વ્યક્તિને પોતાની મહેનતનું ફળ પણ મળતું નથી. જેથી રાહુ અને કેતુના ગોચરનાં અશુભ પ્રભાવથી બચવા માટે લાલ પુસ્તકમાં અમુક ઉપાય બતાવેલ છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવન પર શુભ પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ કે લાલ પુસ્તકમાં કયા ઉપાયો વિશે વિસ્તારથી જણાવવામાં આવેલું છે.

મંદિરમાં આ ચીજોનું દાન કરો.લાલ પુસ્તકમાં રાહુલ અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે અમુક ઉપાય બતાવવામાં આવેલ છે. આ ઉપાયોમાંથી એક છે વાંદરાને ગોળ ખવડાવવો. તે સિવાય મંદિરમાં જઈને કાળા અથવા સફેદ રંગના કપડાં દાન કરો. આવું કરવાથી તમે રાહુ અને કેતુના અશુભ પ્રભાવોથી બચી શકો છો.

આવી રીતે કરો અશુભ પ્રભાવોનો નાશ.લાલ પુસ્તક અનુસાર જો તમે રાહુ અને કેતુના અશુભ પ્રભાવમાંથી બચવા માંગો છો, તો ચાંદીની વીંટી જરૂર ધારણ કરવી જોઈએ. તે સિવાય તમે સફેદ દોરાને પગના અંગુઠામાં પણ બાંધી શકો છો. આ ઉપાય કરવાથી રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવો દૂર કરી શકાય છે. મહિલાઓએ કાનમાં સોનાના આભૂષણ પહેરવા જોઈએ.

આ ઉપાયોથી રાહુ-કેતુ આપશે શુભ પ્રભાવ.રાહુ અને કેતુના શુભ પ્રભાવ માટે લાલ પુસ્તકમાં બતાવેલ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. દાન કરવાથી રાહુ-કેતુ પ્રસન્ન થાય છે અને તેનાથી વ્યક્તિના જીવનમાં શુભ પ્રભાવ પડવા લાગે છે. દાન આપવાથી ઘરમાં સુખ-શાંતિ પણ આવે છે. તે સિવાય ઘરના લોકોની વચ્ચે સંબંધ સારા જાળવી રાખવાથી પણ રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી બચી શકાય છે.

જાણો શું છે સૌથી કારગર ઉપાય.છાયા ગ્રહ તરીકે ઓળખાતા રાહુ અને કેતુના વક્રીના શુભ પ્રભાવથી બચવા માંગો છો તો કાળા કૂતરાને દરરોજ દૂધ પીવડાવવું જોઈએ. જો તમને કુતરા પાડવાનો શોખ છે, તો કાળા કૂતરાને પોતાના ઘરમાં પાળવો. લાલ પુસ્તક અનુસાર રાહુ અને કેતુને શાંત કરવાનો આ સૌથી કારગર ઉપાય છે. તે સિવાય ઘરની મહિલાઓ અને કુંવારી કન્યાઓનું સન્માન અને તેમના આશીર્વાદ લેવા.

આ ચીજોને કરો નદીમાં પ્રવાહિત.લાલ પુસ્તક અનુસાર નદીમાં દૂધ, ચોખા, વરિયાળી અને ખાંડ પ્રવાહિત કરવાથી રાહુ-કેતુના અશુભ પ્રભાવ થી રાહત મેળવી શકાય છે. સાથોસાથ ઘરના વડીલોની સેવા કરીને રાહુ-કેતુને ખુશ કરી શકાય છે.આ વીંટી પહેરવી.લાલ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે ડાબા હાથની અનામિકા એટલે કે નાની આંગળી ની પાસે વાળી આંગળીમાં સોનાની વીંટી પહેરો અને કેસર વાળું દૂધ પીવાથી નિશ્ચિત રૂપથી રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવોને ઓછા કરી શકાય છે.