શા માટે મૃતદેહની સાથે ઠાઠડીને બાળવામાં નથી આવતી જાણો તેની પાછળનું કારણ.

0
209

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દુ સંસ્કૃતિમાં વ્યક્તિ જન્મે ત્યારથી માંડીને તેના મૃત્યુ સુધીમાં 16 સંસ્કાર કરવાનું સમજાવવામાં આવ્યું છે. પાંચ તત્વથી બનેલા શરીર એટલે કે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શરીર પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશથી બનેલું હોય છે અને છેલ્લા સંસ્કાર- અંતિમ સંસ્કાર કરવાથી શરીર ફરીથી એ તત્વોમાં વિભાજીત થઈ જાય છે. આ વિધિ પછી જ આત્માને નવું શરીર મેળવવાનો અધિકાર મળે છે. આ સંસ્કારના પણ કેટલાક નિયમ છે જે મૃત્યુ પામ્યું છે તેનો દુનિયાથી મોહ છૂટી જાય અને જે જીવિત છે તેઓ સ્વસ્થ્ય અને સરક્ષિત સામાન્ય જીવન જીવી સાંસારિક કર્મોને નિભાવી શકે.

શાસ્ત્રોમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના સોળ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંચતત્વમાંથી બનેલા શરીરના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે તે ફરીથી તેમાં જ વિલિન થઈ જાય છે. અંતિમ સંસ્કાર ખાસ વિધિ વિધાનથી કરવામાં આવે છે જેથી વ્યક્તિની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય.

ઘરે વિધિ કર્યા પછી વાંસની બનેલી અર્થી પર સુવડાવી વ્યક્તિને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે. મૃતદેહ સાથે ગયેલી દરેક વસ્તુને તેની સાથે અગ્નિમાં મુકી દેવામાં આવે છે, પરંતુ માત્ર ઠાઠડીને બાળવામાં નથી આવતી. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ જવાબદાર છે. મૃતદેહને લઈ જવા માટેની આ ઠાઠડી વાંસના લાકડામાંથી બનેલી હોય છે.

વાંસના લાકડા વિશે માનવામાં આવે છે કે તેને ક્યારેય બાળવું ન જોઈએ, કારણ કે આમ કરવાથી પિતૃદોષ લાગે છે. તેથી જ વાંસની બનેલી નનામી કે ઠાઠડી પર મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે પરંતુ તેને બાળવામાં નથી આવતી. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો વાંસમાં લેડ સહિતની ધાતુઓ હોય છે. તેને બાળવાથી લેડ ઓક્સાઈડ બને છે જેનાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.

આ ઉપરાંત અંતિમ સંસ્કાર વિશે આ પણ જાણો કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર જો વિધિપૂર્વક ન થાય તો મૃત્યુ પામેલાની આત્મા ભટકતી રહે છે. માટે જ દરેક માણસના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે થાય એટલે કે મૃત્યુ પછીની દરેક વિધિ અને નિયમનું પાલન થવું ખુબ જરૂરી હોય છે. તેમાં સૌથી મહત્વનું હોય છે દેહ-સંસ્કારના નિયમોનું પાલન કરવું. આ સંસ્કાર માટે કયા- કયા અગત્યના નિયમો અને તેની પાછળ શું માન્યતા છે તે આજે જાણી લો.

જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સાંજ પછી થાય તો તેના અંતિમ સંસ્કાર રાત્રે ન કરવા, અંતિમ વિધિ સવારે સૂર્યોદય પછી જ કરવી જોઈએ. સૂર્યાસ્ત થયાં પછી દાહ સંસ્કારની વિધિ કરવાની શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવી છે. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ દિવસે મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પહેલાં કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના કરી દેવા જોઈએ. જો અંતિમ સંસ્કાર સંધ્યા સમય પછી એટલે કે રાત્રે કરવામાં આવે તો મૃત્યુ પામનાર ને પરલોકમાં યાતના ભોગવવી પડે છે. માનવામાં આવે છે કે તે વ્યક્તિને બીજા જન્મમાં નબળા અંગ સાથે જન્મ મળે છે.

શું માન્યતા છે આ માટે.સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર ન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે સૂર્યાસ્ત થવાની સાથે જ સ્વર્ગના દ્વાર બંધ થાય છે અને બીજા દિવસ સૂર્યોદય સુધી નર્કના દરવાજા ખુલ્લા હોય છે. જો આ સમયમાં અગ્નિ સંસ્કાર થાય તો વ્યક્તિની આત્મા નર્કમાં જાય છે. અન્ય એક માન્યતા એવી પણ છે કે આત્મા સૂર્યથી જ જન્મ લે છે અને સૂર્યમાં જ વિલીન થાય છે, જ્યારે ચંદ્ર પિતૃનો કારક છે. રાત્રિના સમયે આસુરી શક્તિ પ્રબળ હોય છે જે મુક્તિના માર્ગમાં બાધા ઉત્પન્ન કરે છે. આ કારણથી પણ અંતિમ સંસ્કાર દિવસ દરમિયાન જ કરવા જોઈએ.

ધરતી પર જે આવે છે તેનું જવાનું પણ નક્કી છે. આ સત્યને માનવીઓ સહન કરી શકે તે માટે ભગવાને પણ અવતાર લઈને મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો છે. જીવન મૃત્યુના ચક્રમાં મનુષ્ય સમજી શકે અને આત્માને સદગતિ પ્રાપ્ત થાય એટલા માટે હિંદુ ધર્મમાં જીવનથી મૃત્યુ સુધી 16 સંસ્કાર બનાવવામાં આવ્યા છે. જેમાં 16મો સંસ્કાર અંતિમ સંસ્કાર છે

અંતિમ સંસ્કારમાં કપાલ ક્રિયા કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર દરમિયાન જ્યારે શરીરને અગ્નિ આપવામાં આવે છે. તે દરમિયાન જે ઠાઠડી પર મૃતદેહને લાવવામાં આવ્યો હોય છે તેની વચ્ચેનો વાંસ કાઢીને તેને મૃતદેહના માથા પર ધીમે રહીને પછાડવામાં આવે છે જેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. જેનાથી સાંસારિક મોહમાં ફસાયેલો જીવ શરીરના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.અંતિમ સંસ્કાર પછી આ ક્રિયા કરવી જરૂરી.અંતિમ સંસ્કારના અંતમાં જયારે પરિવારના લોકો સ્મશાનથી ઘરે પરત ફરે છે ત્યારે પાછળ ફરીને જોવાનું નથી.

પાંચ લાકડીઓને ફેંકીને મૃત્યુ પામેલા વ્યક્તિના આત્માને કહેવામાં આવે છે કે હવે તમે પાંચતત્વમાં વિલીન થઈને આ સંસારનો મોહ ત્યાગો અને પોતાના આગામી સફર પર આગળ વધો.શું માન્યતા છે આ માટે.એવી માન્યતા છે કે શરીર છૂટી જવાથી જીવાત્મા પોતાના પરિવારજનો સાથેનો મોહ સમાપ્ત થતો નથી અને તે સ્મશાનમાં આવેલા પોતાના પરિવારજનોને જોઈને દુખી રહે છે. સાંસારિક મોહથી આત્માની મુક્તિ માટે તેને અનુભવ અપાવવામાં આવે છે કે અમે તમને ભૂલી ગયા છીએ અને તમારા પ્રતિ અમારો મોહ સમાપ્ત થઈ ગયો છે.

એટલા માટે જ સ્મશાનથી પરત ફરતી વખતે પરિવારજનોનેએ પાછળ ન જોવાની માન્યતા છે. સ્મશાનથી પરત આવ્યા બાદ સ્નાન કરવું, જે લોકો સ્મશાન ગયા છે તેમણે તે જ વસ્ત્રો સહિત સ્નાન કરવું પડે છે.ઘરમાં પ્રવેશ લેતા પહેલા અગ્નિ, જળ, લોખંડ કે પથ્થરનો સ્પર્શ કરવો પડે છે. ત્યાર પછી મરચાનો ટુકડો બે દાંત વચ્ચે દબાવવાનો હોય છે. કોઈ-કોઈ જગ્યાએ પવિત્ર થવા માટે ઘી પણ પીવે છે માન્યતા છે કે તેનાથી નકારાત્મક શક્તિોનો પ્રભાવ દૂર થાય છે.

શરીરને શા માટે બાળવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે શરીરને બાળવાનું કારણ મૃત વ્યક્તિને મુક્ત કરાવવાનું હોય છે. એવું કહેવાય છે કે અગ્નિ સંસ્કારથી મૃત શરીર પાંચ તત્વોનું ઋણ ચુકવે છે. ત્યારબાદ તેને ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ પછી જ મૃત આત્માનો સંબંધ પૂર્વ શરીરથી અલગ પડે છે. ત્યારબાદ પણ શ્રાદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રદત્ત સામગ્રીઓથી તૃપ્ત થઈને તે પ્રેત શરીરને છોડી દે છે.

આ વિધિમાં અંતિમ સંસ્કાર કરતાં પહેલાં શબને નવડાવવું, પુષ્પ વિખેરવા, માળા પહેરાવવી, શાલ ઓઢાડવી, શબ યાત્રમાં સમ્મિલિત થવું વગેરે શ્રાદ્ધની નિશાની છે. ચિતામાં વપરાતા નારિયેળ, ચંદન, દેવી ઘી, શુદ્ધ કેસર, સોનું વગેરેના પ્રયોગથી પ્રદૂષણ કંટ્રોલ થાય છે. તો મંત્રોના ઉચ્ચારણથી આત્માની શાંતિ થાય છે. દાહ કરતી વખતે શબનું માથુ ઉત્તર તથા પગ દક્ષિણ દિશામાં હોવા જોઈએ. તો અગ્નિ આપતાં પહેલાં શબનો પુત્ર જળથી ભરેલા કળશને પોતાના ડાબા ખભા ઉપર લઈને શબની એક પરિક્રમાં માથા પાસેથી શરૂ કરે છે અને પરિક્રમા પૂરી થયા પછી માટલીને નીચે પાડીને ફોડી દે છે. આ રીતે તે અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરે છે.