શા માટે દરેક શુભ કામમાં ફક્ત શ્રી ફળનોજ ઉપયોગ થાય છે,જાણો તેનાથી જોડાયેલી કહાની.

0
48

નાળીયેર પૃથ્વી પર સૌથી પવિત્ર ફળમાંનું એક ફળ છે. તેથી જ તો લોકો ભગવાનને નાળીયેર ચડાવે છે અને ધર્યા બાદ તેને પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે. પરંતુ મિત્રો ક્યારેય તમને એવો પ્રશ્ન થયો કે આખરે આ બધા શુભ કાર્યો અને ભગવાનની સામે આખરે નાળીયેર શા માટે વધેરવામાં આવે છે ? શ્રીફળ જ શા માટે સૌથી પહેલા વધેરવામાં આવે છે ? તો મિત્રો આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે શા માટે દરેક શુભ કાર્ય પહેલા શ્રીફળ વધેરવામાં આવે છે. જો તમે પણ તેની પાછળનું રોચક કારણ.હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ જયારે પણ કોઈ નવું કામ ચાલુ કરે છે તો ભગવાનની સામે નારિયેળ વધેરે છે. લગ્ન હોય કે કોઈ તહેવાર હોય અથવા કોઈ મહત્વપૂર્ણ પૂજા હોય ત્યારે પૂજાની સામગ્રીમાં નારિયેળ અવશ્ય હોય જ છે. નારિયેળ ને સંસ્કૃતમાં શ્રીફળના નામથી ઓળખવામાં આવે છે. આ ફળ બલી કર્મનું પ્રતિક છે. બલી કર્મનો અર્થ છે ઉપહાર અથવા નીવેદની વસ્તુ, દેવતાઓને બલી દેવાનો અર્થ થાય છે તેમના દ્વારા કરવામાં આવેલી કૃપા દ્વારા આભાર વ્યક્ત કરવો અથવા તેની કૃપાના અંશના રૂપમાં દેવતાઓને અર્પિત કરવા.

કહેવાય છે એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોની બલી એક સામાન્ય વાત હતી. ત્યારે આદિ શંકરાચાર્ય એ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાન પર નારિયેળ ચડવાની શરૂઆત કરી. નારિયેળ ઘણી રીતે માનવીય મસ્તિષ્ક સાથે મેળ ખાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે કરવામાં આવે છે. કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે કરવામાં આવે છે. અને નારિયેળ પાણીની તુલના લોહી સાથે કરવામાં આવી શકે છે. સાથેજ નારિયેળની શેષની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવી છે.

નારિયેળ ફોડવાનો મતલબ એ થાય છે કે મનુષ્ય પોતાનો અહંકાર અને સ્વયં ને ભગવાનની સામે સમર્પિત કરે છે. તેમજ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી અજ્ઞાનતા અને અહંકાર નું કઠોર કવચ તૂટી જાય છે. અને એ આત્માની શુધ્ધતા અને જ્ઞાનનો દરવાજો ખોલે છે. જેનાથી નારિયેળ સફેદ હિસ્સાના રૂપમાં જોવામાં આવે છે..કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેર કેમ વધેરો છે. ઋષિ વિશ્વામિત્રને નાળિયેરનો સર્જક માનવામાં આવે છે. તેની સખત ટોચ બતાવે છે કે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે.નાળિયેર એક સખત સપાટી અને પછી નરમ સપાટી છે અને ત્યારબાદ તેની અંદર પાણી છે જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ પાણીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ થતી નથી. નાળિયેર ભગવાન ગણેશનું પ્રિય ફળ છે. તેથી જ્યારે નવું ઘર અથવા નવી કાર લેવામાં આવે છે ત્યારે ફોડીએ છે. જ્યારે તેનું પવિત્ર જળ ચારે બાજુ ફેલાય છે, ત્યારે નકારાત્મક શક્તિઓ અદૃશ્ય થઈ જાય છે.નાળિયેર તોડવું એટલે તમારા અહંકારને તોડવું.

નાળિયેર માનવ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તમે તેને તોડશો, તો તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને બ્રહ્માંડમાં સમાવિષ્ટ કર્યા છે. નાળિયેરમાં હાજર ત્રણ ચિહ્નો ભગવાન શિવની આંખો હોવાનું માનવામાં આવે છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે તે તમારી બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે.નાળિયેરને સંસ્કૃતમાં ‘શ્રીફળ’ કહેવામાં આવે છે અને શ્રી એટલે લક્ષ્મી. પૌરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઈ શુભ કાર્ય પૂર્ણ થતું નથી. તેથી જ શુભ કાર્યોમાં નાળિયેરનો ઉપયોગ ચોક્કસપણે થાય છે.

નાળિયેરનાં ઝાડને સંસ્કૃતમાં ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે. ‘કલ્પવૃક્ષ’ બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પૂજા બાદ નાળિયેર પ્રસાદના રૂપમાં બધામાં વહેંચવામાં આવે છે.કહેવાય છે કે વિશ્વામિત્રને નાળીયેરના નિર્માતા માનવામાં આવે છે. મિત્રો નાળીયેર પણ આપણને ઘણું બધું શીખવે છે. તેથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં નાળીયેર વધેરવામાં આવે છે. તમે જોયું હશે કે નાળીયેરની સૌથી ઉપરની પરત ખુબ જ જટિલ હોય છે. તેને ઉતારવા માટે આપણે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જે જણાવે છે કે કોઈ પણ કાર્યને શરૂ કરીએ ત્યારે તેમાં ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. નાળીયેરની ઉપરની પરત એટલે કે તેની ઉપરની છાલ કે છોતરા એવું દર્શાવે છે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ખુબ જ મહેનત કરવી પડે છે.

ત્યાર બાદ નાળીયેરની એક કડક પરત હોય છે અને ત્યાર બાદ એક નરમ પરત હોય છે અને ત્યાર બાદ તેની અંદર પાણી હોય છે. જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે પાણીમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી હોતી. તમને જણાવી દઈએ કે નાળીયેર ભગવાન ગણેશનું પ્રિય ફળ છે. તેથી જ તો નવું ઘર અને ગાડી લેતા સમયે સૌથી પહેલા નાળીયેર વધેરવામાં આવે છે. નાળીયેરનું પાણી જ્યારે ચારેય દિશામાં ફેલાય છે ત્યારે આસપાસ રહેલી દરેક નકારાત્મક ઉર્જા સંપૂર્ણ પણે નષ્ટ પામે છે.

એવું કહેવાય છે કે એક સમયે મનુષ્યો અને જાનવરોની બલી ખુબ જ સામાન્ય વાત હતી. ત્યારે આદી ગુરુ શંકરાચાર્યએ આ અમાનનીય પરંપરા તોડી અને મનુષ્ય અને જાનવરોની જગ્યાએ નાળીયેરની ફોડવાની પરંપરા શરૂ કરી. નાળીયેર અમુક હદે મનુષ્યના મગજ સાથે મેળ ખાય છે. નાળીયેરની જટાની તુલના મનુષ્યના વાળ સાથે અને તેની કઠોર પરતની તુલના મનુષ્યની ખોપરી સાથે અને નાળીયેર પાણીની તુલના રક્ત સાથે કરવામાં આવે છે. આ સાથે નારીયેળના સફેદ ભાગની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

નાળીયેરને ફોડવું એટલે આપણા અહમને તોડવું. જ્યારે તમે નાળીયેર વધેરો છો તો તેનો મતલબ છે કે તમે પોતાને બ્રહ્માંડમાં સમ્મેલિત કર્યા છે. નાળીયેરમાં રહેલ ત્રણ ચિન્હો ભગવાનની આંખ માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે નાળીયેરને ફોડવાથી ભોળાનાથ આપણી ઈચ્છા પૂર્ણ કરે છે.નાળીયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે. પૌરાણીક માન્યતાઓ અનુસાર લક્ષ્મી વગર પણ કોઈ પણ શુભ કાર્ય પૂરું નથી થતું. તેથી શુભ કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. નારીયેળના વૃક્ષને સંસ્કૃતમાં કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે અને કહેવાય છે કે કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે. પૂજા બાદ નારીયેરને ફોડવામાં આવે છે અને પ્રસાદ રૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે.

શ્રી ફળને પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે. સ્ત્રીઓ બીજ રુપીજ બાળકને જન્મ આપે છે તેથી સ્ત્રીઓ માટે બીજ રૂપી નારિયેળ ફોડવાનું અશુભ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને શ્રી ફળ ચડાવ્યા પછી પુરુષ જ નારિયેળ વધેરે છે. શનિથી શાંતિ મેળવવા નારિયેળનું પાણી શિવલિંગ પર રુદ્રભીષેક કરવાનું શાસ્ત્રી વિધાન છે. ભારતીય વૈદ્ય પરંપરા અનુશાર શ્રીફળ શુભ, સમૃધી, સન્માન, ઉન્નતી અને સૌભાગ્ય નું સૂચક માનવામાં આવે છે. કોઈનું સન્માન કરવામાં આવે ત્યારે તેમને શ્રીફળ પણ ભેટમાં આપવામાં આવે છે. ભારતીય સામાજિક રીતી-રીવાજો માં પણ સુભ કાર્યમાં નારીયેર આપવાની પરંપરા યુગો થી ચાલી આવે છે.

લગ્ન નક્કી કરતી વખતે મતલબ ચાંદલો કે સગાઇ વખતે પણ નારિયેળ આપવામાં આવે છે. વિદાય સમયે પણ નારિયેળ આપવામાં આવે છે. અને અંતિમ સંસ્કાર વખતે પણ ચિતા સાથે નારિયેળ સળગાવવામાં આવે છે, જયારે વૈધ્યના કર્મકાંડ માં સુકા નારિયેળ નો હવન કરવામાં આવે છે.શ્રીફળ ઉર્જાથી ભરપુર હોઈ છે. તે ઠંડક પણ આપે છે. તેમાં અનેક પોષક તત્વો હોઈ છે. સુતી વખતે નારિયલ પાણી પીવાથી નાડી સંસ્થાન મજબુત બને છે અને નીંદર સારી આવે છે.નારિયેળના પાણીમાં પોટેશિયમ અને ક્લોરીન હોઈ છે જે માં ના દૂધ સમાન હોઈ છે. જે બાળકોને દૂધ ના પચતું હોઈ તેને દૂધ સાથે નારિયેળ પાણી ભેળવીને પાવું જોઈએ.ડી-હાઇડ્રેશન હોઈ તો નારિયેળના પાણીમાં લીંબુ મેળવીને પીવામાં છે. તેની મલાઈ ખાવાથી કામ શક્તિ વધે છે.સાકર સાથે ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક નબળાઈ દુર થઇ જાય છે તથા બાળક સુંદર થાય છે.