સ્કૂલમા પ્રાથના થી કરી હતી શરુઆત,આજે જીવે છે આવી આલિશાન લાઇફ રશ્મિતાબેન રબારી જાણો વિગતે..

0
156

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ રબારી સમાજનુ રતન રશ્મિતા રાબારી વિશે જો જોવા જઇએ તો ગુજરાત મા ઘણા બધા એવા ગાયિકા કલાકારો છે જમણે ખુબજ નાની ઉમર મા પોતાનુ નામ કમાવ્યુ છે જેવા કે,કિંજલ દવે, ગીતાબેન રબારી, અલ્પા પટેલ ,શીતલ ઠાકોર,રાજલ બારોટ વગેરે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાત મા સૌથી નાની ઉમર મા પોતાની ગાયકી થી પોતાનુ નામ કરનાર અને રબારી સમાજ નુ રતન રશ્મિતાબેન રબારી વિશે.મિત્રો કહેવામા આવે છે કે રશ્મિતા બેને સૌથી નાની ઉમર મા ગીતો ગાવાનું ચાલ્યુ કર્યુ હતુ મિત્રો તો આવો જાણીએ રશ્મિતા બેન રબારી વિશે.

મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા વ્યક્તિ ની જેમણે નાનપણથી જ સંઘર્ષમય જીવનથી માંડી હાલ એક લોકપ્રિય ગાયક કલાકાર સુધીનું જીવન પરીવર્તન જોવું છે અને તેમના સંઘર્ષ અને સતત મહેનત તેમના સુરીલા અવાજમાં સાંભળવા મળે છે અને આજે આપણે વાત કરીશું રશમિતાબેન રબારી ની, જેમના સુરીલા કંઠે લોકો નાચી ઉઠે છે.

મિત્રો રશમિતાબેન નો જન્મ 26 એપ્રિલ 1994 ના રોજ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો અને રશ્મીતાબેન ના પિતા નું નામ કરણાભાઈ અને માતા નું નામ મંજુબેન છે. રશ્મીતાબેન ને બે મોટા ભાઈ જયરાજભાઈ અને દિપકભાઇ છે તમને જણાવી દઇએ કે રશમિતાબેન ફક્ત એક વર્ષ ના હતાં ત્યારે એક અકસ્માતમાં એમના પિતા ની આંખ જતી રહી હતી.

અને ત્યારબાદ બધી જ જવાબદારી તેમના માતા પર આવી ગઇ હતી અને ત્યારે રશમિતાબેન શાળામાં અભ્યાસ કરતી વખતે પ્રાર્થના અને ભજન ગાતા હતા અને આ સાથે જ તેમને ગાવામાં રૂચિ વધવા લાગી હતી અને રશમિતાબેન ની આ કલા સૌ પ્રથમ તેમના માતાના નજરમાં આવી અને માતાએ રશમિતાબેન ને લોકગીતો અને લગ્નગીતો શીખવ્યાં હતાં.

અને ત્યારબાદ રશમિતાબેન ના ગુરુ જમનભાઈ એ તેમને સુર તાલમાં ગાતા શીખવ્યું હતું અને ધીમે ધીમે રશમિતાબેન એ ગામમાં યોજાતા ભજન કાયઁક્રમોમાં ગાવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ બાજુમાં આવેલા ગામ ક્રષ્ણપુર માં દર શનિવારે ભજન કિર્તન કાયઁક્રમ થતો હતો ત્યાં દર શનિવારે રશમિતાબેન ગાવા જતાં હતાં અને ત્યાથી જ તેમનો ગીતો ગાવાનો પંથ શરૂ થયો હતો.

મિત્રો રશમિતાબેનનો પ્રથમ પ્રોગ્રામ રાજકોટના કાલાવડ તાલુકાના ભગેડી ગામમાં થયો હતો. ત્યારબાદ તેમને અનેક પ્રોગ્રામ મળ્યા છે અને ત્યારબાદ તેમણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન રાજ્યો માં અને મુંબઈ, ઉજ્જૈન વગેરે જેવા મોટા શહેરો માં પણ પ્રોગ્રામ કરેલા છે અને આ સિવાય રશમિતાબેન એ ઘણાં આલ્બમ પણ બનાવ્યા છે.

જેમાં તીરથ સ્ટુડિયો સાથે રાસ રસીયા નાગલધામ સ્ટુડિયો સાથે સૌનો સમય બદલાય છે મેઘા સ્ટુડિયો સાથે ‘કાના એક આટોતો આવ’, નરેશભાઈ નાવડીયા ચૅનલ માંથી ‘મને લઈ હાલો ગુજરાત’ વગેરે પ્રસિદ્ધ ગીતો ગાયા છે ખોડાદા ગામમાં કીર્તિદાન ગઢવી અને ભિખુદાનભાઈ સાથે કરેલા એક પ્રોગ્રામ જનમેદની જોઈ રશમિતાબેન ગભરાઈ ગયેલા હતાં.

અને ત્યારે તેમના માતાપિતા અને ગુરુ એ આપેલા આત્મવિશ્વાસ ને યાદ કરી રશમિતાબેન એ આ પ્રોગ્રામ માં લોકોના દિલ જીતી લીધા હતા અને કોલિખડા ગામે એક પ્રોગ્રામ માં તેમણે મારી તે નથનું કાચું સોનું લગ્નગીત ગાયું હતું અને ત્યારથી તેમની લોકચાહના વધી હતી અને ઘણાં પ્રોગ્રામ મળવાની શરૂઆત થઈ હતી.

રશમિતાબેન રબારી તેમના દરેક પ્રોગ્રામમાં રબારી સમાજની આભા અને ગરીમા કહેવાતો પહેરવેશ, ઝીમી-કાપડું-ઓઢણું જ પહેરેલા જોવા મળે છે અને આ પહેરવેશ પહેરવો તેમને નાનપણથી જ ખૂબજ પસંદ છે આ ઉપરાંત રશમિતાબેન ને ઘણાં સન્માન મળ્યા છે. રશમિતાબેન એ કોરોના મહામારી ના સમયે ઘણાં લોકોના ઘરમાં અનાજ અને તેમની જરૂરીયાત ને પૂણઁ કરી છે.

આ તમામ સફળતા પાછળ રશમિતાબેન તેમના માતાપિતા અને ભગવાન ના આશિર્વાદ હોવાનું જણાવે છે અને હાલ આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ તેઓ સામાન્ય જીવનશૈલીને પસંદ કરે છે જો જોવા જઈએ તો ઘણા બધા ગુજરાતી કલાકાર રશ્મિતા બેન ના લાખો ચાહકો છે પરંતુ રશ્મિતા બેન પોતે એક રાજસ્થાની પ્રકાશ ભાઇ ના ખુબજ મોટા ચાહક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here