સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ દેખાય તો દિવસ બની જશે શુભ

0
25

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, જો સવારની શરૂઆત સારી હોય તો આખો દિવસ શુભ હોય છે. એટલે જ સવારે એવો કોઈ પણ કામ ના કરવો જોઇએ, જેથી તમારો દિવસ ખરાબ થાય. શાસ્ત્રોમાં આવી વસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે , જેને વહેલી સવારે જોવાથી દિવસ ખૂબ જ સારો રહે છે.

અને આપણે બધા જ કામોમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. વહેલી સારે ઉઠીને સર્વ પ્રથમ પોતાના હાથની હથેળીઓને જોવું જોઇએ, એવું માનવામાં આવે છે કે, હાથમાં સકારાત્મક ઉર્જા અને દૈવીય શક્તિઓ હોય છે. સવારે ઉઠતાની સાથે જ, જો તમને શંખ અને મંદિરની ઘંટીની આવાજ સંભળાય તો તમારો દિવસ શુભ રહે છે.

સવારે બેડમાંથી બહાર આવતી વખતે સૌથી પહેલા તમારા ઇષ્ટ દેવના દર્શન કરવો જોઇએ, આમ કરવાથી દિવસ સારો રહે છે. જો તમારા દિવસને શાનદાર બનાવવો હોય તો સવારે ઉઠીને ભગવાન સૂર્યનો દર્શન કરો. સવારે ઘરથી બહાર નિકળતી સમયે જો તમને ગાય દેખાય તો તમારો દિવસ શુભ હોય છે.

જયારે પણ આપનો દિવસ ખરાબ જાય એટલે આપણે એવું વિચારતા હોય છીએ કે કાલનો દિવસ સારો જાય તો સારું. આ ઉમ્મીદ લઈને આપણે રાતે સુઈ જાય છીએ, ત્યારબાદ સવારે ઉઠીને એવો અહેસાસ થાય કે આજનો દિવસ કાલના દિવસ કરતા સારો જશે. જણાવી દઈએ કે પ્રકૃતિ પણ આપણને ઘણા એવા સંકેત આપે છે કે તેને જોઇને આપણે નક્કી કરી શકીએ છીએ કે આજનો દિવસ કેવો જશે. એવામાં આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જે સારો દિવસ જવાનો સંકેત આપે છે.

કરોળિયો.જો તમે સવારે ઉઠો છો અને તમને તમારા ઘરની દીવાલ પર કરોળિયો ચડતો દેખાય તો તે તમારી પ્રગતિની નિશાની છે. એનો એવો મતલબ છે કે તમને સફળતા મળવાના ચાન્સ ખુબ જ વધુ છે. દરવાજા પર ગાય આવવી.જો સવાર સવાર માં તમારા ઘરના દરવાજે ગાય આવે અને બોલવા લાગે તો સમજવું કે તમારા ઘરે સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે, તમારે ગાયના માથા પર હાથ ફેરવવો જોઈએ. તેમજ ગાયને ખાવા માટે કંઇક આપવું જોઈએ. આ એક એવો સંકેત આપે છે કે તમે ખુબ જ જલ્દી ધનવાન થવાના છો.

આ અવાજ સંભળાઈ.જો સવાર સવાર માં તમને મંદિરના ઘંટાનો કે ઘડીયાર નો અવાજ સંભળાઈ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી અટકેલા કામ પુરા થવાનો સંકેત મળે છે. તેમજ જો તમે ઘરેથી કોઈ જરૂરી કામ માટે બહાર જાવ છો અને રસ્તામાં કોઈના ઘરમાંથી તમને આરતી નો કે ઘટડી નો અવાજ સંભાળવા મળે તો તેને પણ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તે કામ ખુબ જ જલ્દી પૂરું થઇ જશે.

પક્ષીઓ નો કલકલાટ.સવાર સવારમાં જો પક્ષીઓ તમારા ઘરે આવીને કિલકિલાટ કરે છે તો તેને શુભ માનવામાં આવે છે. આ એક સારા દિવસનો સંકેત છે, આવું થાય તો તમારે તમારા ઘરમાં પક્ષીઓ માટે પાણી અને ચણ નાખવાની વ્યવસ્થા કરાવી જોઈએ.લાલ કપડામાં સુહાગન મહિલા.સવારમાં જો તમે કોઈ કામ માટે બહાર નીકળ્યા છો અને તમને લાલ કપડામાં કોઈ સુહાગન જોવા મળે તો તે ઉત્તમ માનવામાં આવે છે. એનો મતલબ છે કે હવે તમારા ભાગ્ય ખુલવાના છે. હવે તમે જે પણ કામ કરશો તેમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે.

સોનું-તાંબુ.સવાર સવારમાં આંખ ખુલતા જ સોનું અને તાંબુ દેખાવું એ ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું થવાથી તમારામાં આખો દિવસ પોઝીટીવ એનર્જી બની રહે છે.ઘાસ-પોદરો.સવારના સમયમાં ઘાસ અને પોદરો જેવી પ્રાકૃતિક વસ્તુઓ દેખાઈ તો પણ શુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ વધે છે.

જે લોકોનું નસીબ તેની સાથે હોય છે તે લોકોને સફળતા જરૂર મળે છે. રોજિંદા જીવનમાં આવા ઘણાં બધા ચિહ્નો હોય છે, જે એવા સંકેત આપે છે કે તમારું ભાગ્ય તમારી સાથે છે અને તમારી ઉપર ભગવાનની કૃપા જળવાયેલી છે. જો તમને પણ નીચે જણાવેલા સંકેતો મળે છે, તો તમે સમજી લો કે તમે ભાગ્યશાળી છો અને તમે જે કાર્ય હાથમાં લેશો, તે સફળ જ થશે.

દૂધનું જોવું.સવારે ઉઠતા જ અચાનકથી જો દૂધ અથવા દહીં જોવા મળી જાય, તો સમજો કે તમે ભાગ્યશાળી છો અને તમારું નસીબ તમારી સાથે છે. જો તમે સવારના સમયે ક્યાંક જઇ રહ્યા છો અને સામેથી કોઈ દૂધ લઈને આવે છે, તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. દીવાનું પ્રજ્વલિત દેખાવું.પૂજા કરતી વખતે જો તમારા દ્વારા પ્રગટાવેલા દીવાની જ્યોત તેજસ્વી થઇ જાય અને દીવો સારી રીતે સળગે, તો તે શુભ સંકેત હોય છે અને આ સંકેતનો અર્થ એ થાય છે કે તમારી ઉપર ભગવાનની કૃપા છે.

અગરબત્તીનો ધુમાડો.જો ભગવાનની સામે પ્રગટાવવામાં આવેલી અગરબત્તીનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જાય છે, તો તેનો અર્થ એ થાય કે તમારું ભાગ્ય તમારી સાથે છે. કાંકરી-પથ્થર મળવા.ઘરની નજીક ખોદકામ કરવાથી જો જમીનની અંદરથી જૂના પત્થરો મળી આવે, તો તે પણ શુભ સંકેત હોય છે. તે જ રીતે, જો પાકી એવી આખી ઈંટ ખોદકામ દરમિયાન મળી આવે તો તેનો અર્થ એ થાય કે તમારું ઘર તમારા માટે ખૂબ નસીબદાર છે.

ગાયનું આગમન.ઘરની બહાર અચાનક જ સફેદ ગાય આવી જાય છે, તો તેનો અર્થ એ છે કે ભગવાનની કૃપા તમારી ઉપર જળવાયેલી છે. ગાય ઘરની બહાર આવે છે, ત્યારે તેની સેવા કરો અને તેને રોટલી જરૂર ખવડાવો.પક્ષીઓ આવે.ઘરની છત ઉપર જો પક્ષી આવે છે, તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે અને ભગવાન તમારી સાથે છે. પક્ષીઓ આવે ત્યારે તમે તેને પાણી અને ખાદ્ય ચીજો જરૂર નાખો.

ઘરમાં રોનક જળવાયેલી રહે.જે લોકોના ઘરમાં લોકો આવતા રહે છે, તે ઘરના લોકોનું ભાગ્ય ચમકતું રહે છે. તેથી જો તમારા ઘરે મહેમાનો આવે છે, તો તે પણ એક સારો સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ એ પણ થાય છે કે તમારા ઘરમાં બરકત જળવાયેલી રહે છે.સપનામાં જોવા મળે ભગવાન.જો તમને સ્વપ્નમાં ભગવાન દેખાય અથવા તમે તમારા સ્વપ્નમાં કોઈ દેવી દેવતા સાથે વાત કરો તો તે પણ શુભ સંકેતો હોય છે. તેનો અર્થ થાય છે કે ભગવાન તમારી સાથે છે અને ભગવાનની કૃપા તમારી ઉપર છે.

મંદિરનું દેખાવું.સ્વપ્નમાં મંદિર દેખાવું અથવા પૂજા કરવી એ પણ ભાગ્યશાળી હોવાનો સંકેત હોય છે. આ સંકેતનો અર્થ થાય છે કે તમારું નસીબ ખૂબ સારું છે અને તમારા જીવનમાં માત્ર પ્રગતિ મળશે. દરેક રીતે ભગવાન તમને સાથ આપશે.તારા દેખાવા.સ્વપ્નમાં તારા દેખાવા પણ એ તરફ ઈશારો કરે છે કે તમારું નસીબ લાખોમાં એક છે અને તમારું નસીબ તમારી સાથે છે.