સારી એવી એર હોસ્ટેટસની નોકરી છોડીને ગામડે આવી ગયું કપલ અને હવે કરી રહ્યું છે કંઈક આવું કામ જાણો તેની પાછળનું કારણ.

0
37

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અત્યારના સમયમાં દરેક યુવાનોનું સપનું હોય છે કે તેને સારી એવી નોકરી મળે અને એશોઆરામની જિંદગી જીવે. ઘણા યુવાનો પહેલેથી જ વિદેશમાં જવાનું સપનું લઈને બેઠા હોય છે. વિદેશ જવા માટે તે ઘણી મહેનત કરે છે, વિદેશમાં સારી નોકરી અને એશોઆરામની જિંદગી જીવવું તેનું એક સપનું હોય છે. અને જો કોઈ યુવાનને વિદેશ જવાની ખરેખર તક મળે તો જતી કરે ખરા.

જયારે આપણા ગુજરાતના એક યુવા દંપતી વિદેશનું સુખી જીવન છોડીને ગામડે ખેતી કરવા પરત આવ્યા છે. તે વિદેશથી આવીને કોઈ શહેરમાં નહિ પરંતુ ગામડે જઈને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવા લાગ્યા. તેને ગામડે આવીને બાપ દાદાનો વ્યવસાય સાંભળવાનું નક્કી કર્યું અને તે ખેતી કરવા લાગ્યા.આજના જમાનામાં ગામડાના યુવાનો શહેરમાં જાય છે અને ત્યાં જઈને નોકરી ધંધો કરવાનું વિચારતા હોય છે, પરંતુ આ દંપતી ઇંગ્લેન્ડનું સુખી જીવન છોડીને તેના વતનમાં એટલે કે પોરબંદર જીલ્લાના બેરણ ગમે આવીને ખેતી તેમજ પશુપાલન નો વ્યવસાય સંભાળે છે.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ રામદે ખુંટી અને ભારતી ખુંટી જે બન્ને ઘણા સમયથી લંડનમાં સુખ સાહેબી વાળું જીવન જીવતા હતા, પરંતુ તે બંનેએ અચાનક નક્કી કર્યું કે હવે આપણે આ સુખી જીવન છોડીને આપણા વતનમાં જવું છે. તે બન્ને પોતાના બાળકને લઈને તેના વતનમાં આવ્યા અને ત્યાં બાપ-દાદાનો વ્યવસાય સંભાળવા લાગ્યા.વર્ષ 2006માં રામદે ઇંગ્લેન્ડ ગયેલા અને બે વર્ષ પછી ભારત પરત આવીને તેને ભરતી સાથે લગ્ન કર્યા. ભરતી લગ્ન સમયે રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી. તેમજ આ કોર્ષ પતાવીને ભારતી 2010 માં લંડન ગઈ ત્યાં પણ તેમને અભ્યાસ લીધો અને ત્યાં જ નીકરી મેળવી લીધી.

લંડનમાં બંનેનું જીવ જોરદાર ચાલતું હતું, બંનેને ત્યાં કોઈ જ પ્રોબ્લેમ હતો નહિ. તેમને ત્યાં એક દીકરાનો પણ જન્મ થયેલો. પરંતુ માં-બાપની યાદ કોને નો આવે?? આમ રામદે ને પણ વિદેશની ધરતી પર બેઠા બેઠા તેના માં-બાપનો વિચાર આવ્યો કે વતનમાં માં-બાપ એકલા છે અને હું તેનો એકને એક દીકરો છું. ગામડે જમીન તો હતી પણ ખેતીનું કામ બીજા લોકો કરી રહ્યા હતા.રામદેને માતા-પિતાના વિચારો આવવા લાગ્યા અને તેને લંડનથી પોતાના વતન આવવાનો નિર્ણય આખરે લઇ જ લીધો અને તેમાં તેની પત્નીએ પણ સંપૂર્ણ સાથ આપ્યો.

આકરે તેને લંડન છોડી જ દીધું અને પોતાના વતન એટલે કે પોરબંદર જીલ્લાના બેરણ ગામે આવીને વસ્યા. અહીં આવીને બાપ-દાદાનો વ્યવસાય એટલે કે ખેતી અને પશુપાલનનો વ્યવસાય સંભાળ્યો. ભારતીએ ક્યારેય ખેતી કરેલ ન હોવાથી શરૂઆતના દિવસોમાં તકલીફ પડી પરતું હવે તે પણ ખેતી સંભાળવા લાગી. ભરતી ભેંસો પણ દોહી લે છે. જોઇને લાગશે નહિ કે ભારતી લંડમાં રહેલ છે.રામદે ખૂંટે જણાવ્યું કે તેને લંડન છોડવાનું જરા પણ દુખ નથી તેને સુખ એ વાતનું છે કે તે હવે તેના પરિવાર સાથે છે. ધંધા વિશે જણાવતા કહ્યું કે તે આધુનિક ખેતી કરી રહ્યા છે અને સાથે પશુપાલન પર કરી રહ્યા છે. ગાય, ભેંસના પાલનની સંપૂર્ણ જવાબદારી ભારતી ઉઠાવી રહી છે.

ગામડેથી શહેર તરફ સુખ સહેબીની શોધમાં જતા યુવાનોને સીખવા જેવું છે કે ગામડે પણ સુખી જીવન જીવી શકાય છે. રામદે એ પણ જણાવ્યું કે ગામડે રહીને પણ શાનદાર જીવન જીવી શકાય છે. ઘણા યુવાનો વિદેશ જઈને માં-બાપને ભૂલી જતા હોય છે પરંતુ ભરતી એ જણાવ્યું કે તે માતા-પિતા માટે લંડનથી ગામડે આવીને ખુબ જ ખુસ છે.રામદે અને ભારતીએ વર્ષ પહેલા તેની યુટ્યુબ પર એક ચેનલ પણ શરુ કરેલી જેનું નામ ‘લિવ વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી’ છે આ ચેનલ પર તેઓ આધુનિક ખેતી અને વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરતા શીખવે છે. તે ખેતી અને પશુપાલનની ખુબ જ ઉપયોગી માહિતી આપે છે.

મિત્રો આજે ચારે બાજુ લોકો ખેતી કામ મુકીને પ્રાઈવેટ અથવા તો સરકારી નોકરી પાછળ દોડી રહ્યા છે. પરંતુ આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવશું જેણે સરકારી નોકરીને છોડી દીધી. પરંતુ એટલું જ નહિ તે વ્યક્તિએ પોતાના પશુપાલનના બિઝનેસ માટે નોકરીને ઠુકરાવી દીધી હતી. અમે વાત કરી રહ્યા છીએ અમરેલી પાસે આવેલા માળીલા ગામની. જ્યાં એક વ્યક્તિએ પશુપાલન માટે સરકારી નોકરીને જતી કરી દીધી હતી. તો ચાલો જાણીએ કોણ છે વ્યક્તિ.

મિત્રો અમરેલીની બાજુમાં આવેલું માળીલા ગામ એક સમૃદ્ધ ગામ છે. જે અમરેલીથી ચલાલા જતા રસ્તામાં વચ્ચે આવે છે. જેમણે પશુપાલન માટે સરકારી નોકરીને ઠુકરાવી તે વ્યક્તિનું નામ છે ગીરીશ ભાઈ વાળા. ગીરીશ ભાઈ વાળા ધોરણ 12 પછી પીટીસીનો પણ અભ્યાસ કર્યો હતો અને તે શિક્ષક તરીકે પસંદ પણ થયા હતા. પરંતુ તેમણે સરકારી નોકરી કરવાનું પસંદ ન કર્યું. શિક્ષક બનવાના બદલે તેમણે ખેતીવાડી અને પશુપાલનને વ્હાલું કર્યું હતું.

થોડા સમય પહેલા ગીરીશ ભાઈ વાળા ગામના “આત્મા” નામના પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. ત્યાર બાદ ખેતી અને પશુપાલનમાં અંદાજે તેવો 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરે છે. આજે તેમના ઘર આંગણે કુલ 13 જેટલા પશુધન છે જેમાં આઠ જાફરાબાદી ભેંસો પણ છે. આજે ખેતી અને પશુપાલન સાથે ગીરીશભાઈ વાળા પોતાના ગામમાં એક આદર્શ જીવન પસાર કરી રહ્યા છે.

ઘણા વર્ષો પહેલા પીટીસી કર્યું હતું અને તેના પછી નોકરી પણ પ્રાપ્ત કરી હતી. પરંતુ એક ગામડામાં પોતાનું સાદું જીવન મેળવવા માટે તેમણે નોકરીને છોડી દીધી હતી. તેમની સાથે વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે “શહેરીકરણ પ્રત્યે મને ખુબ જ અણગમો છે, આપણા ગામડાઓની સંસ્કૃતિ જણાવવા માટે હું આજે પણ વર્ષોથી આ દિશામાં આગળ વધવા માટે બધાને પ્રેરણા આપી રહ્યો છું.

ગીરીશભાઈએ પોતાના પશુપાલન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, નવી નવી કૃષિને લઈને આવતી ટેકનોલોજીથી ખેતી દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો હતો. જેમાં અલગ અલગ વિસ્તારના ખેડૂતો અને અલગ અલગ જગ્યાઓના પ્રવાસ બાદ ખેતી સાથે અને પશુપાલન સાથે જોડાયેલા લોકોને મળ્યા બાદ, તેના અનુભવોને પણ જાણ્યા કે આત્મા પ્રોજેક્ટ શું છે. ત્યાર બાદ મેં પણ યોગ્ય માર્ગદર્શન મેળવીને તાલીમ લીધી અને ભેંસોની ખરીદી કરી અને દૂધનું ઉત્પાદન વધાર્યું. તેની સાથે ખેતીમાં પણ પ્રભુત્વ અજમાવ્યું. જેમાં આવકનો વધારો થયો.

ગીરીશભાઈ હાલમાં વાર્ષિક 33,000 હજાર લીટર દૂધનું ઉત્પાદન કરે છે. જેમાં તેની પાસે કુલ આઠ જાફરાબાદી ભેંસ છે. તેમણે જણાવ્યું હતું કે, 2016 – 17 દરમિયાન રૂ. 5, 70, 000 રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં તેમણે 7,75,000 હજાર રૂપિયાની આવક મેળવી હતી. તેવો ખેતી સાથે પશુપાલન પણ સંભાળી રહ્યા છે અને દર વર્ષે બે લાખ કે તેથી વધુ રૂપિયાનો નફો પણ મળેવી રહ્યા છે.

મિત્રો ગીરીશભાઈ દ્વારા પશુપાલનમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમણે તેના તબેલામાં ઘણા બધા આધુનિક પ્લાન અપનાવ્યા છે. જેના દ્વારા પશુઓની કાળજી લેવામાં આવે છે. તેમાં ભેંસોની સુવિધા માટે ગીરીશભાઈ દ્વારા એક કેટલ શેડ ઉભો કરવામાં આવ્યો છે. મીનરલ મીક્ષ્યર, ખાણદાણ સહીત ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિને તેમણે અપનાવી છે. આ બધી તૈયારીઓના કારણે ખુબ જ ઓછા સમયમાં દૂધનું સારું ઉત્પાદન મેળવ્યું. પશુપાલન દ્વારા કરવામાં આવતી આડ પેદાશને પણ પોતાના ખેતરમાં ગીરીશભાઈ ઔપ્યોગમાં લઇ લે છે. જેના કારણે ખાતરના ખર્ચનો પણ બચાવ થાય છે.

કૃષિ અને પશુપાલનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા માટે ગીરીશભાઈ વાળાને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા એ સમયે તમને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગીરીશભાઈને આ ક્રાંતિ માટે નવાજવામાં આવ્યા હતા.

ખેતીમાં વધતો ખર્ચો અને ઘટતા ફાયદાના કારણે ગામડાના યુવાનો હવે જાણે ખેતીથી દૂર થઇ રહ્યાં છે. મોટા ભાગના યુવાનો હવે ખેતી કરવા નથી ઈચ્છતા. પણ શું તમને ખબર છે કે ખેતીથી મોહભંગના આ સમયમાં કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ તગડા પગારની નોકરી છોડી પોતાના ગામ પરત ફરી રહ્યાં છે!

મેધપુર, જિલ્લા બિલાસપુર છત્તીસગઢના સચિન કાલે ગુડગાવની એક મોટી કંપનીની સારી એવી નોકરી છોડી પોતાના ગામ પાછા ફર્યા અને હાલ ખેતીથી કરોડો કમાઈ રહ્યાં છે. સચિને કોન્ટ્રાક્ટ પર ખેતી કરવા પર ઘણું રીસર્ચ કર્યું અને 2014માં પોતાની કંપની ‘ઇનોવેટીવ એગ્રીલાઈફ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ’ શરૂ કરી. આ કંપની ખેડૂતોને કોન્ટ્રાક્ટ પર ખેતી કરવામાં મદદ કરે છે. સચિને પ્રોફેશનલ રીતે ખેતીના સલાહકારોને નોકરી પર રાખ્યા અને તેમને ટ્રેઈનિંગ આપી પોતાનો બિઝનેસ વધારવાની શરૂઆત કરી.

સામાન્ય રીતે બેરોજગારીના આ સમયમાં દરેક યુવાનનું સપનું હોય કે કોઈ પણ પ્રોફેશનલ ડીગ્રી લઇ સારી નોકરી કરે, જેમાં પ્રથમ નંબરે આવે છે એન્જીનિયરીંગ. ત્યાં બીજી બાજુ ગામડાંના યુવાનો ગામડાંથી મોઢું ફેરવીને શહેર તરફ પલાયન કરી રહ્યાં છે. પરંતુ આવા સમયે મેધપુર, જિલ્લા બિલાસપુર છત્તીસગઢના સચિન કાલે ગુડગાવની એક મોટી કંપનીમાં સારી એવી નોકરી છોડી પોતાના ગામ પાછા ફર્યા અને હાલ ખેતીથી કરોડો કમાઈ રહ્યાં છે.

સાંભળવામાં આ થોડું આશ્ચર્યજનક લાગે પણ આ હકીકત છે. લગભગ દરેક મધ્યમવર્ગીય પરિવારની જેમ સચિનના પરિવારજનોની પણ ઈચ્છા હતી કે તેમનો દીકરો એન્જિનિયર બને. પોતાના પરિવારનું સપનું પૂરું કરવા સચિને વર્ષ 2000માં નાગપુરની એન્જીનિયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જીનિયરીંગમાં બીટેક કર્યું. ત્યારબાદ તેમણે ફાઈનાન્સમાં MBA પણ કર્યું.

આટલું ભણ્યા બાદ સચિનને ખૂબ સરળતાથી એક પાવર પ્લાન્ટમાં નોકરી પણ મળી ગઈ અને ધીરે ધીરે તે સફળતાની સીડી ચઢવા લાગ્યા. ત્યારે પણ સચિનને વધુ ભણવાની ઈચ્છા થતી અને તેમણે નોકરી કરતા કરતા લૉનો અભ્યાસ કર્યો. 2007માં તેમણે ડેવલોપમેન્ટલ ઇકોનોમિકસમાં PhD માટે પ્રવેશ મેળવ્યો. PhD કરતી વખતે તેમને લાગ્યું કે નોકરી કરતા બિઝનેસ શરૂ કરવો જોઈએ.

કયો ધંધો શરૂ કરવો એ અંગે જ સચિન વિચારી રહ્યાં હતાં ત્યાં તેમને તેમના દાદા યાદ આવ્યા. તેમના દાદા સરકારી નોકરી કરતા અને રીટાયર થયા બાદ તેમણે ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના દાદાજીએ તેમને બાળપણમાં સલાહ આપી હતી કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ વગર રહી શકે છે પરંતુ ખાધા વગર નથી રહી શકતી.

સચિનની પાસે 25 વીઘા ખેતીલાયક જમીન હતી પણ તેમને નહતી ખબર પડતી કે તેમાં શેની ખેતી કરવામાં આવે જેથી સારી એવી આવક થાય. થોડા દિવસો સુધી ખેતી પર ધ્યાન આપ્યા બાદ તેમને લાગ્યું કે અહીં સૌથી મોટી સમસ્યા મજૂરોની છે. બિલાસપુરના મોટા ભાગના મજૂર લોકો રોજગારની શોધમાં દેશના અન્ય ભાગોમાં નીકળી જાય છે. સચિનને લાગ્યું કે જો તેઓ મજૂરોને એટલા પૈસા આપશે તો તેઓ રોજગાર અર્થે બહાર નહીં જાય અને તેમની ખેતીનું કામ પણ થશે.

સચિનનું સપનું તો આનાથી પણ મોટું હતું. સચિને મજૂરોની સાથે સાથે ખેડૂતોનું પણ ભલું વિચારવાનું શરૂ કરી દીધું. તેમણે ખેડૂતોનું જમીન ભાડે લીધી અને ખેડૂતો તેમના કહેવા પ્રમાણે ખેતી કરવા લાગ્યા. આ કામમાં સચિનને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. આ સમયે સચિને તેમનું 15 વર્ષ જૂનું PF પણ તોડવું પડ્યું. પણ તેમણે હાર ના માની. સચિને વિચાર્યું કે જો તેઓ આ કામમાં સફળ નહીં થાય તો તેમના જૂના કરિયરનો વિકલ્પ તો છે જ. જનૂની અને સમર્પણની ભાવના રાખતા સચિનની મહેનત બેકાર ન ગઈ.સચિનના સેટઅપથી ખેડૂતોને પણ સારો એવો ફાયદો થાય છે. અગાઉ જ્યાં ખેડૂતો સમગ્ર વર્ષમાં માત્ર એક પાક ઉતારતા હતાં ત્યાં આજે આખું વર્ષ ખેતી કરે છે. સચિનની મદદથી તેમના વિસ્તારોમાં ખેડૂતોના પાકનો લઘુત્તમ દર પણ નક્કી થઇ ગયો.

શું છે કોન્ટ્રાક્ટ ખેતી,કોન્ટ્રાક્ટ ખેતીમાં ખેડૂતોને એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરવો પડતો. ખાતર, બીજથી લઈને સિંચાઈ અને મજૂરી સુધીનો ખર્ચ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે. કોન્ટ્રાક્ટર જ એ ખેતીનો ગુરુમંત્ર બતાવે છે. પાકની કિંમત પણ પહેલેથી નક્કી હોય છે, એ જ કિંમત પર ખેડૂતો તેમની ખેતીની ઉપજ કોન્ટ્રાક્ટરને વેચી દે છે અને જો માર્કેટમાં ઉપજની કિંમત વધારે જોય તો ખેડૂતોને પણ નફામાં ભાગીદારી મળે છે. કોઈ પણ હાલતમાં ખેડૂતોને નુકસાન નથી થતું. આ સાથે જ સચિને પોતાના 25 વીઘા ખેતરમાં અનાજ અને શાકની ખેતી શરૂ કરી દીધી. તેનાથી પણ તેમને ફાયદો થવા લાગ્યો. સચિનને જોઇને અન્ય ખેડૂતો પણ આકર્ષિત થયા અને સચિનને પોતાની ખેતીમાં ભાગીદાર બનાવવા લાગ્યા.

આજે સચિનની કંપની લગભગ 137 ખેડૂતોની 200 એકરથી વધુ જમીન પર ખેતી કરે છે અને વર્ષે લગભગ 2 કરોડનું ટર્નઓવર કરે છે. સચિન જો ઈચ્છત તો ખેડૂતોના ખેતર જાતે પણ ખરીદી શકતા હતાં પરંતુ તેમનું માનવુ
હતું કે તેનાથી ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવું પડશે. સચિને તેમની પત્ની કલ્યાણીને પણ સાથે જોડી લીધા. માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરેલી કલ્યાણી હવે કંપનીના ફાઈનાન્શિયલ વિભાગને સંભાળે છે. સચિનનું સપનું આનાથી પણ મોટું છે. તેઓ ઈચ્છે છે કે એક દિવસ તેમની કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય.