સારા અલી ખાન કરી ચૂકી છે અભિનેતા થી લઈને પૂર્વ cm ના પૌત્ર ને ડેટ પરંતુ એક દિવસ બન્યુ એવુ કે

0
97

નમસ્કાર મિત્રો આજે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજના સમયમા દરેક સ્ટાર કિડ્સ પોતાના એક અલગ લાઇફ જીવે છે અબે છેલ્લા ઘણા સમયથી બોલિવુડના સ્ટાર કિડ્સ ફિલ્મોમા પ્રવેશી ચુક્યા છે જેમાથી અમુકે સારુ એવુ નામ પણ કમાવ્યુ છે તો અમુક સ્ટાર કિડ્સ ફિલ્મોમા આવવા માટે તૈયારી કરી રહ્યા છે અને આજે આપણે એવા જ એક સ્ટાર કિડ્સ વિશે વાત કરવા જઇ રહ્યા જેનુ નામ સારા અલી ખાન છે અને તે સૈફ અલી ખાન અને નમ્રતા ની પુત્રી છે અને તેને બોલિવુડની સૌથી યંગ અને પ્રોમેસિંગ અભિનેત્રી માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 25 વર્ષીય સારા અલી ખાને 2018મા આવેલી કેદારનાથ ફિલ્મથી બોલિવુડ મા એન્ટ્રી કરી હતી અને તેની સાથે આ ફિલ્મમા સુશાંત સિંહ રાજપુત હતા સુશાંત સિંહ રાજપુત સાથે તેમનો સ્મોકિંગ કરતો જૂનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે, બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. એવામાં સારા અલી ખાનની લવ લાઇફ પર એક નજર કરીએ.

સારા અને વીર પહરિયા.

મિત્રો સારા અલી ખાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહરિયાને ડેટ કરી ચૂકી છે અને વર્ષ 2018માં એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને તેમના આ સંબંધ અંગે સ્પષ્ટ વાત કરી હતી અને સારાએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વીર એકમાત્ર એવો છોકરો છો જેને મેં ડેટ કર્યો છે અને આ ઉપરાંત મારી જિંદગીમાં કોઈ બૉયફ્રેન્ડ રહ્યો નથી અને સારા અને વીર હવે સાથે નથી, પણ સારાનું કહેવું છે કે તેમનું દિલ વીરે તોડ્યું નથી સારએ એમ પણ કહ્યું કે તેમને મારું દિલ તોડ્યું નથી અને મારું દિલ તૂટ્યું નથી. બધુ બરાબર છે.

મિત્રો જૂન 2016માં સારા અલી ખાન અને વીર પહરિયાનો સંબંધ ખૂબ જ ચર્ચામાં હતા જોકે મરાઠી ફિલ્મ સૈરાટ ના સ્ક્રિનિંગ દરમિયાન સારાની આંગળીમાં વીંટી દેખાઈ હતી અને ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે વીર સાથે સગાઈ કરી લીધી છે જોકે પછી આ વાત અફવા સાબિત થઈ હતી અને આ પહેલાં મે 2016માં તેમના બ્રેકઅપના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં હતા જો કે આ બંનેનો એક ફોટો પણ ખૂબ જ વાઇરલ થયો હતો જેમાં તે એકબીજાને કિસ કરતાં હતાં.

સારા અને સુશાંત સિંહ રાજપુત.

મિત્રો ફિલ્મમાં એન્ટ્રી પહેલાં સારાને તેમની સાવકી મા કરીના કપૂર ખાને સલાહ આપી હતી કે, તારા પહેલાં હીરોને ક્યારે ડેટ કરતી નહી પણ સારાએ કદાચ આ વાતનો અમલ કર્યો નહીં અને તે તેમની 2018મા આવેલી ફિલ્મ કેદારનાથ ના કો-સ્ટાર સુશાંત સિંહ રાજપુતને ડેટ કરી રહી હતી અને સારાએ સુશાંત સાથે ક્યારેય તેના સંબંધ એક્સેપ્ટ કર્યાં નથી પણ ફિલ્મનાં મેકિંગ દરમિયાન બંનેના ડેટિંગના સમાચાર સામે આવતાં હતાં.

મિત્રો સુશાંતના મોત પછી તેમના ફાર્મહાઉસના કેર ટેકર રઈસે ખુલાસો કર્યો હતો કે વર્ષ 2018માં સારા સુશાંતના ફાર્મહાઉસ પર દરરોજ જતી હતી તેમજ બકૌલ રઈસે વધુમાં જણાવ્યુ હતુ કે સારાએ વર્ષ 2018માં સુશાંત સર સાથે ફાર્મહાઉસ પર આવવાનું શરૂ કર્યું હતુ અને તે જ્યારે પણ આવતી ત્રણ ચાર દિવસ રોકાતી હતી અને આ બંને થાઇલેન્ડ ટ્રિપ પર પણ ગયાં હતાં જ્યા સુશાંત 21 જાન્યુઆરી 2019માં તેમના જન્મદિવસે સારાને પ્રપોઝ કરવાના હતાં પણ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સારા અને કાર્તિક આર્યન.

મિત્રો સારાને કાર્તિક આર્યન પર ક્રશ છે અને તે વાત તેમણે કફી વિથ કરણ માં તેમના પિતા સૈફ અલી ખાન સામે કહી હતી તેમજ સારા અલી ખાને કાર્તિકને ડેટ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી એવામાં જ્યારે બંનેને ફિલ્મ લવ આજકલ 2 માં સાથે કામ કરવાની તક મળી ત્યારે તેમના અફેરની ચર્ચા વધુ થઈ હતી જોકે ફિલ્મ રિલીઝ પછી બંનેના અફેરના સમાચારો પણ અફવા હતી અને અમુક સમાચાર એવા પણ આવ્યા હતા કે કાર્તિકે સારાને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો પણ કરી દીધી હતી.

સારા અને હર્ષવર્ધન કપૂર.

મિત્રો અનિલ કપૂરના પુત્ર અને સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે સારાના અફેરના સમાચારો આવ્યા હતા જ્યા આ બંને એકબીજા ના હાથ પકડી ને સાથે જોવામાં આવ્યા હતા અને તે સમયે તેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી અને તે સમયે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સૈફ અને કરીના બંને ગુપ્ત રીતે ઘરે પાર્ટી કરી રહ્યાં હતાં અને આને કારણે સારાની માતા અમૃતા સિંહ ખૂબ નારાજ થઈ ગઈ હતી.

સારા અને ઇશાન ખટ્ટર.

મિત્રો તમને જણાવી દઇએ કે ધડક એક્ટર ઇશાન ખટ્ટર સાથે સારાના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા તેમજ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં, સારાએ આગળ નિર્દેશ કર્યો હતો કે તેણે બે ફિલ્મી ભાઈઓમાંથી એકને ડેટ કરી હતી જોકે ઇશાન અને જ્હન્વી કપૂર સાથે ડેટિંગ કરવાની વાત ચાલી રહી હતી પરંતુ બંને કહે છે કે તે ફક્ત સારા મિત્રો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here