સગી કાકી ની છોકરી સાથે યુવતીએ કરી લીધા લગ્ન,વર્ષોથી હતો સમલૈંગિક સબંધ,જાણો સમગ્ર મામલો.

0
28

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.

પ્રેમમાં માણસ અંધ બની જતો હોય છે, તેને સારા નરસાનું ભાન પણ રહેતું નથી. આવો જ મામલો ઝારખંડના કોડરમામાં સામે આવ્યો છે. અહીંયા બે પિતરાઈ બહેનોએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા હતા. જે બાદ તેઓ પરિવારથી અલગ રહેતા હતા. લેસ્બિયન કપલ પૈકી એકની ઉંમર 24 વર્ષ અને બીજાની 20 વર્ષ છે. હાલ બંને બહેનો પરિવાર તથા સમાજના ડરથી ઓળખ છુપાવીને અલગ રહે છે.

તેમનું કહેવું છે કે અમે બંને એક બીજાનો શ્વાસ છીએ અને અંતિમ ક્ષણ સુધી સાથે રહીશું. ગમે તેટલી અડચણો આવે તો પણ અમે હંમેશા સાથે જ રહીશું.બંને બહેનો એકબીજાને પાંચ વર્ષથી પ્રેમ કરતી હતી.ગત મહિને લગ્ન કરનારી લેસ્બિયન કપલે કહ્યું,અમને આ રીતે ઓળખાવામાં બિલકુલ પણ શરમ નથી આવતી.બંને ઝુમરી તલૈયાની રહેવાસી છે અને ઘર પણ એકદમ નજીક આવેલા છે.8 નવેમ્બરના રોજ બંનેએ શિવ મંદિરમાં લગ્ન કર્યા છે.

કોઈ પરેશાની ન થાય તે માટે હવે તેઓ બીજા શહેરમાં જઈને રહેવા માંગે છે. તેમણે કહ્યું કે,અમને ખબર હતી કે સમલૈંગિક સંબંધને કાનૂની રક્ષણ મળ્યું છે. બંને ન્યૂયોર્કની અંજલિ ચક્રવર્તી અને સૂફી સન્ડલ્સથી પ્રભાવિત થયા હતા. જે બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સમલૈંગિક સંબંધ સાથે જોડાયેલો કોડરમા જિલ્લાનો આ પ્રથમ મામલો છે. જ્યારે બંનેના પરિવારજનોને આ અંગે ખબર પડી તો સમજાવવાનો પ્રયાસ કર્યો. પરિવારજનોના દબાણના કારણે હાલ બંને બહેનો પરિવારથી અલગ રહે છે.

આવોજ એક બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનારસ જિલ્લાનાં રોહનિયા વિસ્તારમાં સ્થિત ઘાગડબીર હનુમાન મંદિરમાં મંગળવાર બપોરે બે યુવતીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને પહોચી હતી. આ બંન્ને યુવતીઓ ઘણો સમય મંદિર પરિસરમાં જ બેઠી રહી. ત્યારબાદ તે બંન્નેએ મંદિરનાં પુજારીને વિનંતી કરી કે તે બંન્નેનાં લગ્ન કરાવી દે.

બંને યુવતી ના લગ્ન ની વાત સાંભળી પુજારી પહેલા ચોંકી ગયો અને તેણે આ કરવાની સ્પષ્ટ ના કહી દીધી. જો કે યુવતીઓનાં વારંવાર કહ્યા પર પુજારીએ લગ્ન કરાવવાની હા કહી દીધી.ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામા આવી અને બાદમાં બંન્નેએ એકબીજાને ફૂલહાર પહેરાવ્યો. યુવતીઓએ હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા. એક યુવતીએ મંગળસૂત્ર પહેરાવ્યુ અને બાદમાં સિંદૂર લગાવવાની વિધિ પૂરી કરી. લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંન્ને યુવતીઓ પરત થઇ ગઇ. જો કે આ લગ્ન કેમેરામાં કેદ થઇ જતા હવે ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જે હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે.

આ સમગ્ર મામલે જ્યારે મંદિરનાં પુજારીને પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, એકબીજા સાથે લગ્ન કરનાર યુવતીઓમાં એક કાનપુર અને બીજી વારાણસીની રહેવાસી હતી. કાનપુરમાં રહેતી યુવતી સુંદરપુરમાં રહેતી તેની માસીનાં ઘરે અભ્યાસ કરવા માટે આવી હતી. આ દરમિયાન તેને માસીની દિકરી સાથે પ્રેમ થઇ ગયો અને અંતે તેમણે એકબીજા સાથે લગ્નગ્રથીથી જોડાવવાનો નિર્ણય કર્યો. આ લગ્ન હાલમાં સ્થાનિકો માટે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. લગ્ન બાદ આ બંન્ને યુવતીઓની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

આવોજ એક બીજો કિસ્સો રામનગરી અયોધ્યાથી આજે આ એક કિસ્સો આવ્યો છે બહાર જ્યાં પરિવારથી છૂપીને બે યુવતીએ કરી મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે.મૂળકાનપુમાં રહેતી એક યુવતી જે સાહબગંજમાં રહેતી તેના મસીના ઘરે આવી હતી. અને બસ એ જ સમય દરમિયાન એ સાહબગંજ વિસ્તારમાં રહેતી બીજી એક યુવતીના પ્રેમમાં પડી ગઈ હતી.

આ વાત હાલની નથી પણ છેલ્લા બે વર્ષથી એ બંને યુવતીઓ એકબીજાના પ્રેમમાં હતી. અંતે બંનેએ પોતાના પ્રેમને ન્યાય આપવાનો નિર્ણય કર્યો અને રવિવવારે સાંજે બંનેએ અયોધ્યાના અયોધ્યા કોતવાલી સિટીમાં પોલીસને જણાવ્યું હતું કે તે બંને પુખ્ત છે, તેમણે કાનપુરના તપસ્વી મંદિરમાં લગ્ન કર્યા હતા અને હવે તે પતિ-પત્ની છે.

જ્યારે બંને અયોધ્યાના કોતવાલી સિટી પહોંચ્યા ત્યારે એક યુવતિએ વરરાજાનો શૃંગાર કર્યો હતો ત્યાં બીજી દુલ્હનની જેમ શણગાર કર્યો હતો. બંનેના હાથમાં મહેંદી હતી અને માથામાં સિંદુર. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે જણાવ્યુ કે બંને યુવતીના પરીવારને આ પ્રેમ લગ્નના જરા પણ વિરુદ્ધમાં નથી. પરિવાર બંનેનો પૂરતો સપોર્ટ કરે છે અને યુવતીઓ પુખ્ત હોવાથી અને પરિવારના સભ્યો સંમત થયા પછી બંને સાથે રહેવા માટે સ્વતંત્ર છે.

આવોજ એક બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘરેથી ગુમ થયેલ બે છોકરીઓએ મંદિરમાં કર્યા લગ્ન, પોલીસ સ્ટેશન પહુંચીને જણાવ્યું અમે બંને પતિ-પત્ની. કાનપુરના બર્રામાં ઘરેથી ગુમ થયેલી બે છોકરીઓએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. પોલીસે તેમને ફોન કરીને બોલાવી તો બંને હાર પહેરીને પોલિસ સ્ટેશન પહોંચી. યુવતીઓનું કહેવું છે કે, જો તેમને અલગ કરવામાં આવશે તો તે પોતાનો જીવ આપી દેશે. તેમની જાણકારી મળતા જ બંનેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હંગામો કર્યો.

બર્રાની રહેવાસી અને બીએસસીની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, તેની માં હંમેશા તેને મારતી હતી. તેનાથી તે પરેશાન થઈ ગઈ હતી. અને લગભગ 1 વર્ષ પહેલા તે પોતાની પાડોશમાં રહેતી યુવતીની નજીક આવી. તે બંનેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. યુવતીઓએ જણાવ્યું કે તેમણે ગઈ 25 ઓગસ્ટે બિઠૂરમાં આવેલા મંદિરમાં ભગવાનની સામે એક બીજાને હાર પહેરાવીને લગ્ન કર્યા હતા.

આ વાતની જાણકારી જયારે તેમના ઘરવાળાને આપી તો તેમણે વિરોધ કર્યો અને મહેણાં માર્યા. બંને પરિવારે તેમને ઘરમાંથી નીકળવા ન દીઘી, પણ બંને જીદ્દ પર અડી રહી. ગઈ 22 સપ્ટેમ્બરે એક યુવતીની માં એ પોતાની દીકરી સાથેનો સંબંધ તોડી નાખ્યો. પછી બંને યુવતીઓ ઘરેથી ભાગી ગઈ. ત્યારબાદ તેમણે બિઠૂરમાં આવેલા મંદિરમાં ફરીથી લગ્ન કર્યા અને 25 સપ્ટેમ્બર સુધી તે ઘંટાઘર પાસે આવેલી એક હોટલમાં રહી, પણ ઘરવાળા તરફથી સતત ધમકી ભરેલા ફોન આવવા પર તે કાનપુરના નવીપુર ગામ પહોંચી, જ્યાં એક ભાડાનું મકાન રાખીને રહેવા લાગી.

યુવતીએ જણાવ્યું કે, સોમવારે સવારે બર્રા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. તેમના બોલાવવા પર અમે બંને હાર પહેરીને પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં બંનેના પરિવારે એક બીજા પર આરોપ લગાવીને ખુબ હંગામો કર્યો. બર્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સત્યપાલ સિંહે જણાવ્યું કે, બંને પરિવારને સમજાવવામાં આવ્યા છે. હમણાં બંને યુવતીઓ કોઈ એક યુવતી ના ઘરે રહેશે. જો સમસ્યા થઈ તો તે રૂમ રાખીને અલગ પણ રહી શકે છે.

છોકરાઓને નફરત કરું છું, માં પર પણ લગાવ્યો આરોપ : તેમાંથી એક યુવતીનો આરોપ છે કે, તેની માં તેને ખોટું કામ કરવા માટે દબાણ કરે છે. વિરોધ કરવા પર તેની માં હંમેશા તેને મારે છે, આ કારણે તે હવે દરેક છોકરાને નફરત કરે છે. એટલા માટે તેણે યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેની સાથે જ રહેશે. તેમજ યુવતીની માં એ યુવતીની ઉંમર 17 વર્ષ જણાવી છે. તેમનો આરોપ છે કે, બીજી યુવતીએ તેને પોતાની વાતોમાં ફસાવીને આવું કર્યું છે.