સફરજન બદલી શકે છે તમારું જીવન આ રીતે કરશો સેવન તો થઈ જશો એકદમ સ્લિમ…….

0
163

સફરજનથી વજન કેવી રીતે ઘટાડી શકાય છે? એપલને નફરત કરનારાઓ માટે એક વિકલ્પ પણ છે,દિવસમાં એક સફરજન ખાવાથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર રહેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે સફરજનના ઉપયોગથી વજન પણ ઘટાડી શકાય છે.સફરજનમાં પોટેશિયમ અને ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે.સફરજન ખાવાની સાચી રીત,સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સફરજન સવારે ખાલી પેટ પર ખાવું જોઈએ. જ્યારે આપણે મોડી રાત સુધી ખોરાક ખાઈએ છીએ અને સૂઈએ છીએ, ત્યારે તે પાચનતંત્રને અસર કરે છે. તમે સવારે ઉઠીને ખૂબ થાકની લાગણી અનુભવો છો. પરંતુ રાત પછી જાગૃત થયા પછી, જો તમે પહેલા સફરજન ખાશો તો તમે આખો દિવસ પોતાને તાજા બનાવી શકશો અને ઉર્જા પણ મેળવશો. સફરજન ખાવાથી એસિડિટી ઓછી થાય છે. પરંતુ શરત એ છે કે સફરજન ખાતા પહેલા ગરમ પાણીમાં ધોવા જોઈએ. બીજું, છાલની સાથે સફરજનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે છાલમાં ખૂબ જ પોષક મૂલ્ય હોય છે. જો તમે શારીરિક રીતે નબળા છો અને માનસિક દબાણથી પીડિત છો, તો પછી સવારે બે સફરજન ખાવાનું તેમના માટે અનુકૂળ રહેશે.

સફરજનનો ઉપયોગ કેવી રીતે કરવો,સફરજનને નાપસંદ કરતા લોકોની અછત નથી. તેમને સફરજન કેક બનાવવાની અને ખાવાની જરૂર છે. ઓટ તૈયાર કરી શકાય છે જ્યારે ડાયાબિટીઝના દર્દીઓ માટે યોગ્ય રહેશે. સફરજનનો ઉપયોગ સલાડ તરીકે પણ થઈ શકે છે. આ સિવાય, જામ, જેલી પણ બનાવી શકાય છે. સફરજનનો સરકો ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. સરકોનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ વધે છે, જેનાથી વજન ઓછું થાય છે.

સફરજનથી થશે આટલા લાભ સ્લિમ ફિટ હોવું ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ રોજબરોજના જીવનમાં સ્ફુર્તિ જાળવવા માટે પણ જરૂરી છે પણ ઘણીવાર હેલ્થ પ્રૉબ્લેમ્સ કે પછી અન્ય વર્કઆઉટને કારણે સમય ફાળવી શકાતો ન હોવાને લીધે ઘણાં પ્રયત્નો છતાં સ્ત્રીઓ વજન ઘટાડવામાં અસફળ રહે છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ સ્ટ્રેસમાં આવી જતી હોય છે અને કૉમ્પ્લેક્સમાં અટવાય છે. જો તમે પણ તમારા વધતાં વજનને લઇને ચિંતામાં છો તો અમે તમને વજન ઘટાડવાના સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી અને ખૂબ જ સરળતાથી તમારું વજન ઘટી શકશે.સફરજન સફરજન માટે અંગ્રેજીમાં કહેવત છે, એટલે કે રોજનું સફરજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી. સફરજનમાં રહેલા પોષક તત્વો વિશે બધા માહિતગાર છે જ. ઘણા બધાં ગુણોની સાથે સાથે સફરજનમાં ફાઇબર પણ ઘણી માત્રામાં જોવા મળે છે. તેથી જ તે વેટ લૉસ માટે ઉપયોગી માનવામાં આવે છે.

હેલ્થ બેનિફિટ્સથી ભરપૂર છે સફરજનસફરજનમાં સોડિયમ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ શરીરમાંથી વધારાના પાણીને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. વિટામિનનું સ્ત્રોત માનવામાં આવતું મધ પણ એનર્જી લેવલ વધારે છે અને કેલરી બર્ન કરવામાં પણ મદદરૂપ થાય છે. એક નાનકડા સફરજનમાં લગભગ 65 કેલરી મળે છે જેમાં ફેટની માત્રા હોતી જ નથી. અને મીડિયમ સાઇઝના સફરજનમાંથી 110 કેલરી મળે છે. સફરજન ખાવાથી વેટલૉસ સિવાય અન્ય પણ કેટલાક ફાયદાઓ થાય છે જેમ કે દાંત સફેદ અને હેલ્ધી રહે છે. મગજ પણ સ્વસ્થ રહે છે. ડાઇજેશન યોગ્ય રાખવામાં સફરજન ઉપયોગી બને છે. જેના ડાયેટરી ફાઇબર્સ પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજન નિયમિત રૂપે ખાવાથી કેન્સર અને ડાયાબિટીઝનું જોખમ પણ ઘટી જાય છે. આ હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સફરજનમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ શરીરના ટૉક્સિન્સથી દૂર કરવામાં મદદ કરે છે.

શું તમે તમારા વધી ગયેલા વજન અને લટકતી ફાંદથી છુટકારો મેળવવા માગો છો? શું તમે સ્વસ્થ અને ફિટ રહેવા માગો છો? આ બધા માટે તમે ડાયટ અને એક્સર્સાઈઝ પણ ટ્રાય કરી ચૂક્યા છો તેમ છતાં ફરક નથી દેખાતો? જો આવું છે તો હવે પેટની ચરબી ઓછી કરવા માટે કેટલીક નવી વસ્તુઓ ટ્રાય કરવાનો સમય આવી ગયો છે. તમે ઘરે જ સરળ સ્મૂધી બનાવી શકો છો જેનાથી વજન ઓછું થવાની સાથે-સાથે લટકતી ફાંદને ઓછી કરવાના ટારગેટને પણ સરળતાથી પૂરી કરી શકશો. પીવામાં જ્યૂસ જેવી જ ટેસ્ટી હોય છે અને તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ફટાફટ અને સરળતાથી બની જાય છે .

ઘર પર બનાવેલી સ્મૂધીમાં પોષક તત્વો પણ ઘણા બધા હોય છે જે તમારા વજનને કંટ્રોલમાં રાખે છે અને ચરબીની માત્રા ધીમે-ધીમે ઓછી કરે છે. ઘરમાં રહેલા ફળ અને શાકભાજીમાંથી પણ સરળતાથી સ્મૂધી બનાવી શકાય છે. તમે સૌ જાણો છો તેમ સફરજન, અંજીર અને લીંબૂમાં ઘણો પોષક તત્વો હોય છે જે શરીરને ઘણી-બધી બીમારીઓથી બચાવવાની સાથે-સાથે ચરબીને ઓછી કરે છે. સફરજન, અંજીર અને લીંબૂમાંથી સ્મૂધી કેવી રીતે બનાવવી જાણી લો તેની રીત.માત્ર થોડી એવી સામગ્રીથી આ સ્મૂધી બની શકે. સ્મૂધી બનાવવા માટે તમારે જોઈશે બે નંગ મોટા સફરજન, 1-2 અંજીર, અડધી ચમચી લીંબૂનો રસ તેમજ ચપટી મીઠું સફરજનને સારી રીતે ધોઈ તેની છાલ કાઢી લો તેના નાના-નાના ટુકડાં કરી લો. હવે અંજીરને પણ થોડી વ્યવસ્થિત રીતે મસળી લો. હવે સફરજન અને અંજીરને એકસાથે બ્લેન્ડરમાં પીસી લો.

તેમાં લીંબૂનો રસ મિક્સ કરીને ફરથી બ્લેન્ડ કરી લો. આ સ્મૂધીને એક ગ્લાસમાં લઈ તેમાં ચપટી મીઠું ઉમેરી હલાવી લો. તો તૈયાર છે સફરજન અને અંજીરની સ્મૂધી. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈટોન્યુટ્રિ્અન્ટ્સ હોય છે જે અસ્થમા, હૃદય રોગ અને ડાયાબીટિસના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે, તે લિપિડ ઓક્સિડેશન ને રોકે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

અંજીરમાં સારી માત્રામાં ડાઈટરી ફાઈબર હોય છે જે વ્યક્તિને મળ ત્યાગને સારું બનાવવામાં મદદ કરે છે. લીંબૂમાં લિવર ડિટોક્સીફિકેશનમાં મદદ કરે છે, તેમાં એન્ટીપેરસિટિક એક્ટિવિટી કરવાની ક્ષમતા હોય છે. જે કેન્સર, ડાયાબીટિસથી પ્રેરિત મોતિયા સામે લડવામાં પણ મદદ કરે છે.વજન ઘટાડવા માટે આહારની જેમ કસરત પણ ઉપયોગી છે. કસરતમાં નિયમિતતા હોવી જોઇએ. દોરડા કૂદવા, તરવું, દોડવું જેવી ભારે કસરતથી ઘણી કેલેરી ખર્ચાય છે. વજન ઘટાડવા માટે અને શરીરનાં ચોક્કસ ભાગ પરથી ચરબી ઘટાડવા માટે યોગાસન પણ ઉપયોગી છે.

કસરત કરવાથી ચુસ્તી વધે છે અને સ્નાયુની તાકાત વધે છે.વ્યક્તિ તાણ-ટેન્શન મુક્ત રહી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય .શારીરિક બંધારણ બદલાય છે-ચરબી ઘટે છે સ્નાયુ વધે છે.વજન કાબૂમાં રહે છે. લાંબા ગાળે કસરત કરવાથી ભૂખમાં ઘટાડો થાય છે.સ્નાયુની રક્તમાંથી ઓક્સિજન લેવાની ક્ષમતા વધે છે, કારણ કે દરેક પેશીમાં રક્ત પરિભ્રમણ વધે છે.બી.એમ.આર ૨૪ કલાક સુધી ઊંચો રહે છે. પરિણામે કસરત બંધ પછી કેલેરીનો વપરાશ ચાલુ રહે છે.

વધારે પડતી કસરત ના કરવી જોઇએ..ભારે કસરતથી હૃદય પર બોજ પડે છે..આથી કસરત શરૂઆતમાં થોડો સમય કરવી.. ત્યારબાદ ધીમે ધીમે એનો સમય વધારવો.વજન ઘટાડવા માટે નેગેટિવ કેલેરી બેલેન્સ ઉત્પન્ન કરવું જરૂરી છે જે ફ્ક્ત આહાર અથવા આહાર-કસરત બંનેના સમન્વયથી કરી શકાય. જો લો કેલેરી ડાયેટ સાથે કસરત કરવામાં આવે તો લાંબા ગાળે અસરકારક સાબિત થાય છે. જેમ કે રોજના આહારમાં ૫૦૦ કેલેરી ઓછી લેવાથી અઠવાડિયામાં લગભગ ૫૦૦ ગ્રામ વજન ઘટશે. જો વ્યક્તિ અડધો કલાક ઝડપથી ચાલે તો રોજની ૧૪૦-૧૫૦ કેલેરી ખર્ચશે.. આથી ૫૦૦ ગ્રામ વજન ઘટાડવા દરરોજ લગભગ ૩૫૦ કેલેરી જ લેવી પડે. જો વ્યક્તિ એક કલાક ઝડપથી ચાલે અને અડધો કલાક દોરડા કૂદે તો આહારમાં કેલેરી ઘટાડયા વગર વજન ઘટાડી શકાય છે.

ફ્ટિ રહેવા માટે ઘણા લોકો વિચાર્યા વિના ડાયેટ અને કસરતનો સહારો લેતા હોય છે. એમાં ઘણી ભૂલ કરતા હોય છે જેમકે વર્ક આઉટ કર્યા પહેલા અને કર્યા પછી શું ખોરાક લેવો? કેટલો લેવો ? અને ક્યારે લેવો એનો ખ્યાલ રાખતા નથી હોતા. આવી બેદરકારીના કારણે શરીરમાં નબળાઇ આવે છે. સાથે સાથે ચહેરાની ચમક ઓછી થાય છે. ડાયેટમાં પ્રોટીનનું સંતુલન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ વગેરેને ધ્યાનમાં રાખવા જરૂરી છે.અહીં અમુક વસ્તુ યાદ રાખવી જરૂરી છે :

વર્ક આઉટ પહેલાં અને પછીનો ખોરાક મહત્ત્વનો છે. જે તમારા વર્કઆઉટ પર અસર કરે છે. વર્ક આઉટ કરવા માટે એનર્જીની જરૂર પડે છે અને માટે જ અમુક ખોરાક લેવો. વર્કઆઉટ પછી ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.વર્ક આઉટ પહેલાનો ડાયેટ શું : રિસર્ચ પ્રમાણે કસરત પહેલા ખોરાક લો કે ના લો શરીરમાંથી કેલેરી બળવાનું પ્રમાણ સરખુ જ રહે છે, પરંતુ જ્યારે ખાલી પેટે કસરત કરવામાં આવે છે..ત્યારે ત્યારે શરીર કિડની અને લિવરનાં બદલે સ્નાયુમાંથી પ્રોટીનનો ઉપયોગ કરે છે..જેનાથી સ્નાયુઓ નબળા પડે તમારું મેટાબોલીઝમ ધીમું પડે છે પરિણામે વજનમાં ઘટાડો ઓછો અથવા બિલકુલ થતો નથી. કસરત પહેલાં.

સફ્રજન , બ્રાઉન રાઇસ, બનાના, દૂધ લેવાં જોઈએ.વર્કઆઉટ પછી : કસરત દરમિયાન તમારું શરીર સ્નાયુમાંથી ગ્લાયકોજન સ્વરૂપે રહેલી શક્તિનો ઉપયોગ કરે છે. સખત કસરતના પરિણામે શરીરમાં રહેલું ગ્લાયકોજનનું પ્રમાણ ઘટી જાય છે. જો કસરત પછીના ૧/૨ કલાક થી ૧ કલાકમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ યુક્ત ખોરાક લેવામાં આવે તો સ્નાયુમાં ગ્લાયકોજનનું પ્રમાણ વધારી શકાય છે અને સ્નાયુને નુકસાન કે ઇજા થતી પણ અટકાવી શકાય છે તેના પરિણામે મેટાબોલીઝ્મ રેટ સારો રહે છે અને વજન ઘટાડવામાં ફયદો થાય છે. રિસર્ચ પ્રમાણે કસરત પછી તરત ખોરાક લેવાની સરખામણીમાં જો ૨ કલાક પછી ખોરાક લેવામાં આવે તો સ્નાયુઓને નોર્મલ એનર્જી પૂરી પાડવાની પ્રક્રિયામાં ૫૦% જેવો ઘટાડો થાય છે. કસરત દરમિયાન પ્રોટીન શેક પીવો પણ ફયદાકારક છે