સાબુદાણા ફરાળી છે કે નહીં? જાણો સાબુદાણા વિશેની આ અજાણી વાતો..

0
428

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સાબુદાણા એક ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે. રાંધ્યા પછી નરમ, હલ્કા પારદર્શી અને ગાદી જેવા પોચા થઇ જાય છે.ભારત દેશમાં એનો ઉપયોગ પાપડ-પાપડી, ખીર અને ખિચડી જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે. ગુજરાત રાજ્યમાં સાબુદાણાની વાનગીઓનો ઉપયોગ ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે કરવામાં આવે છે.

સૂપ તેમજ અન્ય વાનગીઓને રબડીની જેમ ઘાટી કરવા માટે પણ સાબુદાણાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખાદી કે સુતરાઉ કપડાંને કડક રાખવા માટે સાબુદાણાની કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે.મિત્રો, સાબુદાણા એ એક હળવો આહાર છે. વ્રત અથવા તો ઉપવાસમા લોકો સૌથી વધુ તેનુ સેવન કરે છે. તેનો ઉપયોગ કરીને તમે ખીચડી, ખીર, વડા, નમકીન પાપડ વગેરે જેવી વસ્તુઓ બનાવી શકાય છે. ભારતીય લોકો વ્રત તથા ઉપવાસમા આ વસ્તુનો ઉપયોગ પહેલાના સમયથી કરતા આવ્યા છે

પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, વ્રતમા સૌથી શુદ્ધ માનવામા આવતા સાબુદાણા કઈ વસ્તુમાથી બને છે?ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તમિલનાડુ રાજ્યમાં સેલમ ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ ૧૯૪૩-૪૪માં ભારત દેશમાં સાબુદાણાનાં ઉત્પાદનની શરૂઆત કુટિર ઉદ્યોગ (લઘુ ઉદ્યોગ)ના રુપે થઇ હતી. એમાં પહેલાં ટેપિયોકાનાં મૂળિયાંને મસળીને એના ગરને અલગ કરી, જામી જાય (સુકાઈ જાય) ત્યાં સુધી રાખવામાં આવતું હતું.

પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી. ટેપિયોકાના ઉત્પાદનમાં ભારત દેશ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. સાબુદાણાનું ઉત્પાદન કરતા લગભગ ૭૦૦ એકમો સેલમ, તમિલનાડુ ખાતે કાર્યરત છે. સાબુદાણામાં મુખ્યત્વે કાર્બોદિત પદાર્થ હોય છે, અને એમાં થોડી માત્રામાં કેલ્શીયમ તેમ જ વિટામીનો પણ હોય છે.તે કોઈ ધાન્યથી નથી બનતા પરંતુ, તે સાગો પામ નામના એક વૃક્ષના ગુંદરથી બને છે. આ વૃક્ષ મુખ્યત્વે આફ્રિકામાં ઉગે છે. જો તમે આ વૃક્ષનો વચ્ચેનો હિસ્સો મિક્સરમા ક્રશ કરી તેનો પાવડર બનાવી,

ત્યારબાદ આ પાવડરને ચાળીને ગરમ કરવામા આવે છે, જેનાથી તે દાણાનુ સ્વરૂપ લઇ શકે. આ એક જ કાચો માલ છે.ઘણાં કિસ્સામાં એવું બને છે કે, ભલે નોનવેજ ખાતા હોય પણ લોકોથી છૂપાવતા હોય તે લોકો પણ અગિયારસ, વ્રત અને નવરાત્રિના 9 દિવસ માટે એકદમ શુદ્ધ શાકાહારી બની જતા હોય છે. નોનવેજ વેચતી લારીઓ પણ દેખાવાની ઓછી થઈ જતી હોય છે. આવા સમયે લોકો અવનવા પ્રકારના ફરાળની રેસિપી ટ્રાય કરતા હોય છે.આપણા દેશમા તે તેપીઓકા સ્ટાર્ચથી તૈયાર કરવામા આવે છે.

તેને બનાવવા માટે કસવા નામની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, જે શકરીયા જેવુ હોય છે. તેને એક પાત્રમા કાઢીને આઠ-દસ દિવસ સુધી રાખવામાં આવે છે, ત્યારબાદ તેમા નિયમિત પાણી ઉમેરવામા આવે છે. આ પ્રક્રિયાને ચાર-છ માસ સુધી વારંવાર કરવામાં આવે છે ત્યારબાદ બની રહેલા ગુદા ને કાઢીને મશીન માં નાખવામાં આવે છે અને આ પ્રકારે સાબુદાણા પ્રાપ્ત થાય છે.ફરાળની અવનવી રેસિપીમાં સાબુદાણા ખાસ બની જતા હોય છે.

લગભગ સાબુદાણા બધાના ફેવરિટ હોય છે, તેમાં સાબુદાણાની ખિચડીથી લઈને સાબુદાણાના પાપડ અને સાબુદાણાની ખીરની લોકો ફરાળમાં લિજ્જત ફરાળમાં માણે છે. પણ આ સાબુદાણા કઈ રીતે બને છે તેના વિશેનું તમને નોલેજ નહીં હોય.આ ગુડાને સુકાવીને ગ્લુકોઝ અને સ્ટાર્ચ બંનેથી પોલીશ કરવામાં આવે છે અને આ રીતે સફેદ મોતી જેવા જોવા મળતા સાબુદાણા બજારમાં આવવા માટે તૈયાર થઈ જાય છે. કસવા મૂળ રૂપથી બ્રાઝીલ અને આસપાસના દેશોનો છોડ છે પરંતુ, અમુક લોકોની એવી માન્યતા છે કે.

આપણા દેશમા સાબુદાણા બનાવવાની એક પ્રક્રિયા ખૂબ જ ખરાબ છે, તેને પગથી ક્રશ કરવામાં આવે છે પરંતુ, આવું નથી. હવે તે સંપૂર્ણ રીતે મશીનથી બનાવવામાં આવે છે.કોઈને પૂછશો કે સાબુદાણા કઈ રીતે બને તો વિવિધ જવાબો મળશે, કોઈ કહેશે કે આ કોઈ કેમિકલ હોય છે તો કોઈ કહેશે કે આ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. પણ સાબુદાણા બનવાની સાચી રીત જાણશો તો કદાચ તમને સાબુદાણા ભાવતા બંધ પણ થઈ શકે છે.

આપણા દેશમા તમિલનાડુના સેલમ જિલ્લામા કસવાની સૌથી વધુ ખેતી થાય છે. આ વિસ્તારમા સૌથી વધુ તેપીઓકા સ્ટાર્ચના પ્રોસેસીંગ પ્લાન્ટ પણ છે. કસવા છોડના મૂળનો આરંભ દક્ષિણ અમેરિકામા થયો અને આપણા દેશમા વર્ષ ૧૯૪૩-૪૪ મા સૌથી પહેલા સાબુદાણા ઉત્પાદન ખુબ જ નાના સ્તર પર થયુ. ટેપિઓકાની જડોથી દૂધ કાઢીને ગાળીને અને તેના દાણા બનાવીને એક કુટીર ઉદ્યોગ શરુ થયો.

સાબુદાણા એ જલ્દી પચવાની સાથે-સાથે હળવો અને પૌષ્ટિક આહાર પણ છે. તેમા પુષ્કળ માત્રામા કાર્બોહાઇડ્રેડ મળી રહે છે. આ કારણોસર વ્રતમા તેમાંથી બનેલી ચીજવસ્તુઓ ખાવાનું ચલણ વધી રહ્યુ છે.એક ઝાડ હોય છે, સાગો. આ ઝાડના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને કપ્પા કહે છે. મજાની વાત એ છે કે, ભલે તેનું કનેક્શન દક્ષિણ ભારત સાથે હોય પણ સાબુદાણા સૌથી વધુ ઉત્તર ભાગમાં ખવાય છે.

ફરાળમાં બહુ ઓછી ખવાતી વસ્તુઓમાંથી સાબુદાણા એક છે પણ કોઈ સાબુદાણા બનવા પાછળનું કારણ જાણવાની કોશિશ નથી કરતું.સાબુદાણા છે તો શાકાહારી પણ તેને બનાવવામાં લોચો થઈ જાય છે. આંબા પર કેરી ઉગે અને તેને તોડી ખાઈ લો એટલું સરળ સાબુદાણાની રીત નથી. સાબુદાણા બનાવવા માટે થડને કાપીને ફેક્ટરી સુધી લઈ જવાય છે, મોટા ભાગે તેને તામિલનાડુ, કેરળ, કર્ણાટકની ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે.

અહીં થડને છોડીને તેમાં મુખ્ય વસ્તુને બહાર કાઢવામાં આવે છે. ઘસવા કાપવાની લાંબી પ્રક્રિયા પછી નીકળેલા પદાર્થને મોટી પાણી ભરેલી ટેંકોમાં રાખવામાં આવે છે. અહીં થડમાંથી નીકળેલો માવો પડી રહે છે, સડે છે અને તેમાં કીડા પડે છે.સડવાના કારણે તેમાં પડનારા કિડા જ સાબુદાણાને સ્વાદિષ્ટ બનાવે છે, લાંબો સમય સુધી થડમાંથી નીકળેલા પદાર્થને ખૂલી ટેંકોમાં રખાય છે અને ત્યાં પડ્યા-પડ્યા ઘન પદાર્થ જેવું સ્વરુપ ધારણ કરી લે છે.

આ પછી તેને ખાસ મશીનોમાં નાખીને દાણાદાર બનાવાય છે અને પછી તેને બોરીમાં પેકિંગ કરવા માટે મોકલવામાં આવે છે. આ પછી તે તમારા નજીકના કરિયાણા સ્ટોરમાં આવે છે અને ત્યાંથી તમારા રસોડામાં પહોંચીને તમારી પ્લેટમાં આવે છે.કીડાની વાત કીધી એટલે તમે ગભરાઈ ન જતા સાબુદાણા શાકાહારી જ હોય છે અને રહે છે. કારણ કે આ કીડાઓમાં ન હાડકાં, હોય છે ન લોહી કે ન માસ. ઉદાહરણ તરીકે જેમ દુધમાં બેક્ટેરિયા ભળવાથી તે દહીં બને છે કંઈક તેવી જ પ્રક્રિયા સાબુદાણા બનાવવામાં થાય છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.