રોજિંદા જીવનની મહિલાઓની આ નાની નાની ભૂલો પતિને બનાવી દે છે કંગાળ, મહિલાઓ આજે જ જાણી લો….

0
693

લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે.આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.લગ્ન પછી પતિ ની તકદીર ઉજળી કરવી એ તેની અર્ધાંગિની ના હાથ ની વાત છે. જો આ યુવતિ ધારે તો તેને કરોડ પતિ બનાવી શકે છે અને ધારે તો રોડ પતિ પણ કરી શકે છે.

કોઈ અર્ધાંગિની તેના પતિ નુ ખરાબ ઈચ્છતી નથી હોતી. પણ અજાણ્યાપણે આવુ કરી બેસે છે.આમ થવા થી તેના પતિ ને ફટકો લાગે છે. તો આવી કઈ ગલતીઓ હોય છે જેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. બંધુઓ યુવતિ ને ઘર ની લક્ષ્મિ માનવા મા આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ એવા કામો યુવતિ એ ન કરવા જોઈએ જેથી તેના ઘર ની ખુશહાલી છીનવાય જાય. તો શરૂ કરીએ એવા કાર્યો ની માહિતી.

પ્રથમ વસ્તુ છે ઘર ની મહિલા એ કોઈ દિવસ એઠવાડા ના વાસણ ન રાખવા જોઈએ. ભોજન લિધા બાદ ઠામ ઉટકી નાખવા જોઈએ. તુરંત જ સાફ કરી નાખવા. જો આ રીત મુજબ વર્તવામા આવે તો મા લક્ષ્મિનો વાસ થતો નથી અને ગરીબાઈ આવી જાય છે. ખોરાક બનાવવા માટે વપરાયેલા તમામ વાસણો સમયસર સાફ કરી નાખવા જોઈએ.બીજી વાત છે કે ઘર ની મહિલા એ ઝાડુ ને ક્યારેય પગ ન અડાડવો. તેમજ ઝાડુને પગે થી ઠોકર તથા હડસેલવી નહી.

જો આવી રીતે કરવા મા આવે તો ઘર મા દરીદ્રતા આવે છે અને ઘર મા ધન ની અછત વર્તાઈ છે. તો આમ દરેક મહિલાઓ એ ઝાડુ ને પગ ન લાગે તો ખ્યાલ રાખવો.ત્યાર પછી વિવાહીત સ્ત્રીએ પોતાની ડબ્બી નુ કંકુ અન્ય ને ન આપવુ જોઈએ. જો અન્ય ને ભુલેચુકે આપવામા આવે તો તેના પતિદેવ ને તમામ કામ નિષ્ફળ બને છે અને ઘર મા ગરીબાઈ પ્રવેશી જાય છે. આ ઉપરાંત પરણિત મહિલા એ પગ ના ઝાંઝર તેમજ હાથ ની ચૂડી અન્ય ને ન આપવી. આમ કરવા થી ઘર મા અશાંતિ નો માહોલ રહે છે અને સંધર્ષ મા વધારો થાય છે.

આ ઉપરાંત પરણિત યુવતિ એ પરોઢે વહેલા જાગવુ કેમ કે જે યુવતિ પરોઢે વધુ ઊંઘે છે તેના ઘર મા માં લક્ષ્મિ વસતા નથી. આમ પરોઢે વહેલા જાગી ને તમામ કામ પુરા કરી નાખવા જોઈએ. ત્યારા પછી છે કે યુવતિ એ પોતાની બોલી મધુર અને પોતાનો સ્વભાવ પ્રેમાળ રાખવો જોઈએ. કેમ કે આ બે ગુણ ન હોવા થી ઘર મા કલહ ઉદ્દભવે છે અને અશાંતિ રહે છે. તેમજ માં લક્ષ્મિ ની કૃપા રહેતી નથી. તો યુવતિઓ એ મધુર બોલી અને પ્રેમાળ સ્વભાવ રાખવો.

શ્રીરામચરિતમાનસ માં તુલસીદાસજીએ શ્રીરામ કથાની સાથે સાથે સુખી અને સફળ જીવન માટે ઘણી નીતિઓ પણ બતાવી છે. જો તુલસીદાસજી દ્વારા બતાવવામાં આવેલ એ નીતિઓનું પાલન કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. અહી અમે તમને જણાવીશું કે સિતા માતા અને માતા અનસૂયાના સંવાદના આધાર ઉપર આપણે વ્યક્તિને કેવી રીતે પારખી શકીએ છીએ? માતા અનસૂયા સિતા માતાને કહે છે કે, धीरज, धर्म, मित्र अरु नारी। आपद काल परखिए चारी।

અનસૂયા માતા દ્વારા કહેવામા આવેલા આ શબ્દોનો અર્થ અમે તમને અહી જણાવીશું જેનો અમલ કરીને તમે જીવનની દરેક પરિસ્થિતિઓ માંથી સરળતા પસાર થઈ શકો છો, તમને કોઈપણ મુશ્કેલીઓ પરેશાન નહીં કરી શકે જો તમે આ વાતોને જીવનમાં ઉતારી લેશો.

આ ચોપાઈમાં અનસૂયા માતા કહે છે કે ધીરજ એટલે કે ધૈર્યની સાચી સમજણ અને પરખ મુશ્કેલીઓના સમયમાં જ થાય છે. કેમકે વિપરીત પરિસ્થિતિમાં જ વ્યક્તિ ક્રોધિત થાય છે અને ભૂલ કરી બેસે છે.ધર્મની પરીક્ષા પણ ખરા પરિસ્થિતિમાં જ થાય છે. જો કોઈ વ્યક્તિ તકલીફોના સમયમાં પણ ઈમાનદારી રાખે છે, ખોટું નથી બોલતો અને ધર્મના માર્ગ પર ચાલતો રહે છે તો તે વ્યક્તિ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

જ્યારે આપના જીવનમાં ગરીબી આવે છે, બિમારીઓ આવે છે અને ખરાબ સમય શરૂ થાય છે ત્યારે આપના મિત્રોની પરીક્ષા થાય છે. આવા સમયે આપણે મિત્રોની મદદથી આવી પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકીએ છીએ. મિત્રોની મદદથી આપણે ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.માતા અનસૂયા સિતા માતાને કહે છે કે, પત્નીની સાચી પરખ ત્યારે થાય છે જ્યારે તેનો પતિ દુખમાં હોય છે અને મુશ્કેલીમાં હોય છે.

જ્યારે તેના પતિની ધન, સંપતિ નષ્ટ થઈ ગઈ હોય, જ્યારે ઘર-પરિવાર અને સમાજ તેના પતિને સાથે ના આપતો હોય ત્યારે પત્નીની સાચી પરખ થાય છે.જો આવા સમયે પત્ની તેના પતિનો સાથે આપે છે તો તે શ્રેષ્ઠ હોય છે. જો પત્ની સારી અને સંસ્કારી હોય તો પતિને ઊંચાઈઓ પર પહોચાડી દે છે. સારી પત્ની તેના પતિ સિવાય કુટુંબને પણ ખૂબ સુખી બનાવી શકે છે અને આગળ લઈ જાય છે. પરંતુ જો પત્ની સારી ના હોય તો કોઈપણ રાજાને પણ ભિખારી બનાવી શકે છે.