રોજ સવારે ભીંડા નું પાણી પીવાથી થાય છે આ ફાયદા, જાણીને ચોકી જશો,જાણી લો ફટાફટ

0
1012

કુરકુરી ભીંડી કે પછી ભરમા ભિંડી. આ શાક તો દરેકને ખૂબ ભાવતુ હોય છે. ભીંડાના ફાયદા એક શાકના રૂપમાં ખૂબ ગણાવાય છે. પણ હવે જાણો કે ભીંડાનુ પાણી તમારા આરોગ્ય માટે શુ કમાલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભીંડાની અંદર ભરપૂર ફાઈબર જોવા મળે છે. જેનાથી આપણુ પાચન તંત્ર ઠીક રહે છે. ભીંડાના પાણીનો એક અસરદાર ઉપાય બતાવી રહ્યા છે.તમારી આસપાસ તમને એવા ઘણાં લોકો મળશે જેમને ભીંડાનું શાક ખુબ જ ભાવતુ હશે. ભીંડા માત્ર સ્વાદ માટે જ નહીં, સ્વાસ્થ્યની રીતે પણ અત્યંત ગુણકારી છે. ભીંડામાં અનેક પ્રકારના પોષકતત્વો મળી આવે છે, જે અસ્થમાથી લઈને કિડની અને ડાયાબિટીસ સુધીની બીમારીથી બચાવે છે.

ભીંડાનું પાણી
જો તમે શરીરને દુનિયાભરની બીમારીઓથી દૂર રાખવા માંગતા હોવ તો રોજ સવારે એક ગ્લાસ ભીંડાનું પાણી પીવાની શરુઆત કરી દો. આ એક આયુર્વેદિક નુસ્ખો છે, જેને ભારત સહિત અન્ય દેશોમાં પણ અજમાવવામાં આવે છે. ભીંડાના પાણીને નિયમિત પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.ભીંડાનું પાણી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. દુનિયાના ઘણા દેશોમાં ભીંડાને પ્રોટીન, વસા, ફાયબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને તાંબું મળી આવે છે. ડાયાબીબીટીસના દર્દીઓ માટે ચિકિત્સક ભીંડાને ખૂબ જ ફાયદાકારક માને છે.

આ રીતે તૈયાર કરો…

2 તાજા ભીંડા લઈને તેના કોર્નર કાપી લો. હવે બાકીના ભાગને વચ્ચેથી કાપીને બે ટુકડા કરો. હવે આ ટુકડાને 1 કપ પાણીમાં પલાળી દો. આખી રાત પલાળ્યા પછી સવારે કપમાંથી ભીંડા નીકાળી લો. તેમાં નોર્મલ પાણી મિક્સ કરો અને ભૂખ્યા પેટ તે પાણી પી લો.

સુગર કંટ્રોલ
ઘણાં ઓછા લોકો જાણતા હશે કે ભીંડાનું સેવન ડાયાબિટીસ માટે ફાયદાકારક હોય છે. ભૂખ્યા પેટ ભીંડાના પાણીનું સેવન કરવાથી એક મહિનામાં ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળી શકે છે.

લોહીની ઉણપ
શરીરમાં જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો રોજ એક ગ્લાસ ભીંડાનું પાણી પીવાથી રેડ બ્લડ સેલ વધે છે. આનાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે.

આંખોનું તેજ
ભીંડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક છે, કારણકે તેમાં વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વ પાણીના માધ્યમથી શરીરમાં જાય છે અને આંખોની રોશની વધે છે.

કબજિયાત
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે જો રોજ સવારે ભૂખ્યા પેટ ભીંડાનું પાણી પીશે અથવા ભીંડાનું શાક ખાવાનું રાખશે તો તેમને ફાયદો થશે.આ ઉપરાંત જો ઘર પરિવારમાં ગર્ભવતી મહિલા છે તો તેને માટે પણ ભીંડાનુ સેવન કરવુ ખૂબ જ લાભદાયક રહેશે. એવુ કહેવાય છે કે ડોક્ટર પણ દરેક ગર્ભવતી મહિલાને પોતાના રોજના આહારમાં ભીંડા ખાવાની સલાહ આપે છે. તમારી માહિતી માટે બતાવી દઈએ કે ભીંડાના શાકથે વધુ તેના પાણીમાં પોષણ તત્વ જોવા મળે છે.

ભીંડામાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ડાયાબીબીટીસ સિવાય હૃદયની બીમારીઓથી પણ આપણી રક્ષા કરે છે. ભીંડામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી આપણને બચાવે છે અને શરીરની અંદરના ભાગોને સ્વસ્થ રાખે છે. આ એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે કેન્સરના સેલની ગતિ પણ ધીમી પડી જાય છે એટલે કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

જે લોકો અસ્થમા જેવી બીમારીના રોગી છે એ લોકોએ ભીંડાના પાણીનું સતત સવારના સમયે સેવન કરવુ જોઈએ. આ રેશેદાર શાક દ્વારા તમને અસ્થમાથી મુક્તિ મળી શકે છે. જો કોઈને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો એ વ્યક્તિએ ભીંડાનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી છે. ભીંડા આપણા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે..(કોઈ પણ કુદરતી ઉપચાર કરતા પહેલા એક વાર તમારા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લઈ લેવી)