Breaking News

રોજ કરો આ ખાસ વસ્તુનું સેવન અનેક રોગ સામે આપશે રક્ષણ, જાણો કઈ રીતે કરવાનો ઉપયોગ…….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે જોઈએ છીએ કે લોકોને ઘણા પ્રકાર ની બીમારી થાય છે, જેવાકે શરદી, ખાંસી, ડાયાબિટીસ, તાવ વગેરે જેવા અનેક રોગો થાય છે, આજે અમે તમને એવો ઉપાય બતાવીશું જેનો ઉપયોગ કરવાથી કોઈ પણ રોગ હોય રાહત મળશે, સામાન્ય રીતે રસોઈમાં ભોજનનો સ્વાદ વધારવા અને મસાલાના રૂપમાં પ્રયોગમાં લેવાતા મરી ખાવાના અનેક ફાયદા છે. સામાન્ય રીતે એ અવધારણા છે કે મરીનું વધુ સેવન આરોગ્યને તકલીફદાયક હોય છે.

મરીનું સેવન કરવામાં સંયમિત રહો. દરરોજ બેથી ત્રણ દાણા મરી શરીરમાં અનેક રીતે ફાયદારૂપ સાબિત થશે. એટલું જ નહીં, મરી ખાવાથી અનેક રોગોની સારવાર કરી શકીએ છીએ. મરીનું સેવન કરવાથી ગળું પણ સાફ રહે છે. એટલું જ નહીં, કેટલાક લોકોને શરદીના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે. તેનાથી આરામ મળે છે. મરીના સેવનથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળી શકે છે. સફેદ મરી એ નાનકડા બી જેવું હોય છે. જેને તોડી અને પાણીમાં પલાળવામાં આવે છે. પલાળવાથી તેની ઉપરનું પડ નરમ થઈ જાય છે, અને નીકળી જાય છે. સફેદ મરી થોડી તીખી હોય છે. અને તેનો ઉપયોગ સોસ, બાફેલા બટેટા, સેન્ડવિચ જેવી વસ્તુઓમાં સોસ સાથે થાય છે.

સફેદ મરીમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ, વિટામિન હોય છે. તેના પ્રયોગથી સ્વાસ્થ્યલક્ષી અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ મરીનું સેવન લાભકારી હોય છે. જો રોજ મેથીના દાણા, સફેદ મરીનો પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી પીવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. કાળી મરી કરતા સફેદ મરીમા શરીર ને સ્વસ્થ રાખવાના તત્વો ભરપુર પ્રમાણમા જોવા મળે છે. જો શરીર પર ફોડલી કે ગુમડા થવાનું સામાન્ય હોય તો મરીને ઘસીને ફોડલીવાળી જગ્યા પર લગાડી લો.

ઘણાને હેડકી બહુ આવતી હોય છે. જો લીલા ફૂદીનાની ૩૦ પત્તી, બે ચમચી વરિયાળી અને મરીને વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તે મિશ્રણ પી લો તો હેડકી બંધ થવાની શક્યતા છે. પાંચ દાણા મરીને બાળીને વાટીને વારંવાર સૂંઘવાથી પણ હેડકીની સમસ્યા ઓછી થાય છે. આધુનિક જીવનશૈલીના લીધે વાયુ અને પિત્ત (અનુક્રમે ગેસ અને એસિડિટી)ની સમસ્યા થાય છે. જો આ તકલીફ હોય તો લીંબુના રસમાં મરી અને સંચળનો ભૂકો મેળવીને તે ચપટી જેટલું લો. વાયુથી થતા દર્દમાં ઝડપથી આરામ મળશે.

જો સ્નાયૂમાં સોજો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ તેમજ કૈપ્સૈસિઈન તત્વ હોય છે જે સાંધા અને સ્નાયૂના સોજાને દૂર કરે છે. શરદી, ઉધરસ હોય તો સફેદ મરીના પાવડરને મધ સાથે લેવો. આ મરી તાવ, ખાંસીમાંથી તુરંત રાહત આપે છે. તેમાં ભરપૂર માત્રામાં એંટીબાયોટિક ગુણ હોય છે. જે શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડકના વાતાવરણમાં થતી તકલીફોમાંથી રાહત આપે છે. જો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો બોડી કેન્સરના જોખમથી બચી શકાય છે. તેમાં એવા તત્વો હોય છે જે શરીરની અંદર જઈ અને કેન્સર સેલ્સનો નાશ કરે છે. અને શરીર કેન્સર થી મુક્ત રહે છે.

ભોજનમાં સફેદ મરીનો ઉપયોગ કરો તો પેટની સમસ્યાઓ થતી નથી. સફેદ મરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે જે અપચો, ગેસ, એસિડિટી તેમજ પેટના ઈંફેકશનને દૂર કરે છે. નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવાથી શરીરના વિષાક્ત પદાર્થ યૂરિન વડે શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. તેનાથી ઓછા સમયમાં આરામ મળશે. તે ઉપરાંત મોઢા પર થતાં ખીલથી પણ મરી રાહત આપે છે. જોકે તેને લગાવવાથી થોડો સમય તકલીફ પડી શકે છે પરંતુ ઝડપથી આરામ મળશે. મરીમાં પિપરાઇન હોય છે. તેમાં એન્ટી ડિપ્રેસન્ટ ગુણો હોય છે. તેના લીધે લોકોને ટેન્શન અને ડિપ્રેશનમાં રાહત મળે છે. આથી જ ઘરડા લોકો મરીના સેવનને મહત્ત્વ આપતા હતા.

મરી લેવાથી દાંતો સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. પેઢામાં થતા દર્દમાં મરીથી જલદી આરામ મળે છે. મરી, માજુફૂલ અને સિંધાલૂણને ભેળવીને ચૂર્ણ બનાવીને કેટલાંક ટીપાં સરસવના તેલમાં મેળવીને દાંતો અને પેઢામાં લગાવીને અડધો કલાક મોઢું સાફ કરો. તેનાથી ત દાંત અને પેઢામાં થતા દર્દમાં રાહત મળશે. મરીનો ભૂકો ભોજનમાં ઉપયોગમાં લેવાથી પેટમાં જીવડાની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત મરીની સાથે કિશમિશ ખાવાથી પેટમાં જીવડાની સમસ્યાથી છૂટકારો મળે છે. મહિલાઓ માટે મરી ખાવું ફાયદારૂપ હોય છે. મરીમાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવૉનૉઇડ્સ કેરોટિન અને અન્ય એન્ટી ઑક્સિડેન્ટ હોય છે. તેનાથી મહિલાઓમાં સ્તન કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે.

બીજો એક ઘરેલુ ઉપચાર છે સુંઠનો ઉપયોગ કરવાથી ઘણા પ્રકાર રોગો દૂર થાય છે, ચપટી જેટલું સુંઠનું ચુર્ણ 2 ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ 2-3 અઠવાડીયાં લેવામાં આવે તો વાયુ, કફ અને મળબંધ મટાળી શકે છે,અલબત ઉલટી, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, શ્વાસ અને પેટનો વાયુ માટે પણ આશીર્વાદ રૂપ છે. જો કોઈને હાડકાના સાંધાઓની તકલીફ હોય તો સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.

મીઠું અને સુંઠ ને ઉકાળી ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. જેમ કે ઉંઘ નીયમીત આવી જશે. શરદી, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં મીઠું અને સુંઠનું મિક્સ કરેલું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ આસાનીથી થાય છે. એક નાની ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી જેટલો ગોળ અને એકાદ ચમચી ઘી મીશ્ર કરી નાની નાની ગોળીઓ બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે લેવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ જાગે છે અને કફ છુટો પડે છે.

સુંઠને ગોળ સાથે ભેળવીને ખાવાથી કે પાણી સાથે ફાકવાથી શરીર એકદમ ઠંડુ થઈ જાય છે, આ ઉપરાંત અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો લાભ થાય છે. રોજ સવારે એકાદ ચમચી સુંઠનું ચુર્ણ બનાવી એક નાની ચમચી ગોળ અને એક બે ચમચી ગાયનું ઘી મેળવીને ગોળીઓ બનાવી લેવાથી થોડા દીવસોમાં અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની તકલીફો મટી જાય છે. શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો માટે આદુના રસમાં પાણી અને જરુર પુરતી સાકર નાખી પાક કરવો ત્યાર બાદ તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની નાની બોટલમાં ભરી રાખો અને આ પાક અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ લો. નાની અડધી ચમચી સુંઠ માં બે ચમચી મધ નાખી સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.

About Hu Gujarati TEAM

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *