રિયાએ ફિરી એક વખત આટલાં લોકોનાં નામ આપ્યાં,કહ્યું માત્ર સારા અલી ખાનજ નહીં આ લોકો પણ હતાં ડ્રગ્સ લેવામાં….

0
347

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે શુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખરાબ રીતે ફસાયેલી છે આ દિવસોમાં રિયા ચક્રવર્તી ડ્રગ્સના કેસમાં મુંબઈની બાયકુલા જેલની હવા ખાઈ રહી છે રિયા ચક્રવર્તીએ એનસીબીને જેલના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દબાણ હેઠળ બોલીવુડમાં ફેલાતા ડ્રગ રેકેટ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે આ સાથે રિયા ચક્રવર્તીએ 25 બોલિવૂડ સ્ટાર્સના નામ પણ આપ્યા છે જે ડ્રગ્સ પીવાના શોખીન છે.આ દરમિયાન 25 સ્ટાર્સમાંથી 5 સ્ટાર્સનું નામ દૂર કરવામાં આવ્યું છે સમાચારો અનુસાર એનસીબીએ પૂછપરછ માટે આ 5 સ્ટાર્સના નામની પસંદગી કરી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસારએનસીબી ટૂંક સમયમાં આ પાંચ સ્ટારને સમન્સ જારી કરીને કાર્યવાહી કરી શકે છે.

સારા અલીખાન. : આ પાંચ સ્ટાર્સનું પહેલું નામ સારા અલી ખાન છે ઝી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ લેનારા સ્ટાર્સમાં સારા અલી ખાનનું નામ લીધું છે રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રગ લેતો હતો આ NCBની પૂછપરછમાં સારાનું નામ આવતાની સાથે જ બોલીવુડના બે મોટા પરિવારોના નામ પણ કેસથી જોડાયા છે કેમ કે સારા પટોડી પરિવારની દિકરી અને તેના પિતાના બીજા લગ્ન શાહી કપૂર પરિવારમાં થયા છે.

રકુલ પ્રીતસિંહ. : રિયા ચક્રવર્તીએ ડ્રગ લેનારા સ્ટાર્સમાં રકુલ પ્રીતસિંહનું નામ પણ લીધું છે રિયા ચક્રવર્તીએ પોતાના 20 પાના લાંબા નિવેદનમાં દાવો કર્યો છે કે રકુલ પ્રીત સિંહ ડ્રગ્સનો સેવન કરે છે.

મુકેશ છાબરા. : રિયા ચક્રવર્તીની સૂચિમાં આગળનું નામ સુશાંત સિંહ રાજપૂતનો નિકટનો મિત્ર મુકેશ છાબરા આવે છે મુકેશ છાબરા બોલિવૂડના જાણીતા નિર્દેશક છે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચરા મુકેશ છાબરાએ બનાવી હતી.

ડાયરેક્ટર રોહિણી અય્યર. : રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને રેઇનડ્રોપ મીડિયાના સ્થાપક અને ડિરેક્ટર રોહિણી અયરનું નામ પણ લીધું છે રિયા ચક્રવર્તીએ સ્વીકાર્યું છે કે સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રગ લેતા લોકોમાં રોહિણી અયર પણ છે.

ડિઝાઇનર સિમોન ખમ્ભટા. : રિયા ચક્રવર્તીએ ડિઝાઇનર સીમોન ખંભાતાનું આગળનું નામ લીધું છે સમાચાર અનુસાર એનસીબીએ રિયા ચક્રવર્તીના 25 નામોને 3 ભાગમાં વહેંચી દીધા છે એટલે કે આગામી સમયમાં એનસીબી વધુ નામો પર ખુલાસો કરી શકે છે.રિયાએ એનસીબીને જણાવ્યું કે 80 ટકા બોલિવૂડ સ્ટાર્સ ડ્રગ્સ લે જ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબી 25 મોટા બોલિવૂડ સ્ટાર્સની ડ્રગ્સ મામલે પૂછપરછ કરવા માટે સમન્સ મોકલવાની છે પૂછપરછ દરમિયાન રિયાએ સ્વીકાર્યું છે કે તે સુશાંત માટે ડ્રગ્સ મંગાવતી હતી.

રિયા ચક્રવર્તીએ સ્વીકાર્યું છે કે તે સૈમુઅલ મિરાંડા, દીપેશ સાવંત અને શૌવિક ચક્રવર્તી પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી તેણે ડ્રગ્સ અને ખરીદીના નાણાકીય લેણદેણમાં પોતાની ભાગીદારી વિશે પણ ખુલાસો કર્યો છે નોંધનીય છે કે રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે હવે રિયાના વકીલ હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરશે આ છ લોકોમાં રિયા ચક્રવર્તી શૌવિક ચક્રવર્તી સૈમુઅલ મિરાંડા, દીપેશ સાવંત જૈદ વિલાત્રા અને અબ્દુલ બસિતનો સમાવેશ થાય છે.

રિયા અને સારા બંને સારા મિત્રો હતા એવું કહેવાય છે. સારાની બર્થડે પાર્ટીમાં કે જે ઓગસ્ટ 2018માં હતી તેમાં રિયા પણ આમંત્રિત હતી એ જ વર્ષે સારાએ કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું રિયા સારા અને રકુલ પ્રીત સિંહ સારા મિત્રો હોવાની સાથે જીમમાં પણ સાથે જતા હતાં 2018માં કેદારનાથના શૂટિંગ દરમિયાન સારા અને સુશાંત વચ્ચે નીકટતા કેળવાઈ અને રિયાએ આરોપ મૂક્યો કે ‘કેદારનાથ’માં કામ કર્યા બાદ સુશાંતે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું રિયાએ એવો પણ દાવો કર્યો કે સારા કથિત ડ્રગ પાર્ટીઓ માટે પવાના ફાર્મ હાઉસ ઉપર પણ જતી હતી.સુશાંત સિંહ રાજપૂતના એક મિત્રની હાલની સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે સારા અલી ખાને સુશાંતને ફેબ્રુઆરી 2019માં તેની ફિલ્મ સોનચિડિયા ફ્લોપ જતા ડમ્પ કર્યો હતો.માર્ચ 2019માં રિયા સુશાંતને એક પાર્ટીમાં મળી હતી અને ત્યારબાદ બંને વચ્ચે નીકટતા થવા માડી એટલે સુધી કે રિયાએ સુશાંત સાથે રહેવાનું શરૂ કરી દીધુ રિપોર્ટ્સ એવા પણ હતાં કે સુશાંત તેની સાથે લગ્ન કરવાનો હતો રિયાએ જો કે સુશાંત સાથે 12 જૂન 2020ના રોજ બ્રેકઅપ કરી લીધુ ત્યારબાદ સુશાંત રહસ્યમય સંજોગોમાં 14 જૂન 2020ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.