મેડિકલ રિપોર્ટમાં યુવક ગે નીકળ્યો,અને ઘરે પત્ની થઈ ગઈ પ્રેગ્નેન્ટ,કારણ જાણી ચોંકી જશો…..

0
363

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત થઈ છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજે લોકો પોતાના ગે હોવાનું ખુલ્લે આમ સ્વીકારી રહ્યા છે કારણ કે આજના આ યુગમાં બધું જ કામ થઈ શકે છે પરંતુ અમુક લોકો આ વાતને કોઈને કહેતા નથી.અમુક લોકોના લગ્ન પણ થઇ જાય છે તેમ છતાં તેઓ કોઈને કહેતા નથી.મિત્રો આજના અમારા આ લેખમાં એક એવાં યુવક વિશે જણાવવા જઈ રહ્યો છુ જેમાં તેના ટેસ્ટ દરમિયાન ગે હોવાનું સામે આવ્યું અને બીજી તરફ પત્ની ગર્ભવતી થઈ ગઈ.

મિત્રો તમને જણાવી દઈએ કે એક યુવક જે બાપ નહીં બની શકે તેની પત્ની પ્રેગ્નેન્ટ કઈ રીતે થાય.શુભમ જાણતો હતો કે ખૂબ પૈસા કમાવાના ચક્કરમાં તે એટલો બધો અટવાઈ ગયો હતો કે તેને ક્યારેય પત્નીને પ્રેમ કરવાનો સમય નહોતો મળતો. શુભમને જ્યારે પત્નીની સગર્ભા હોવાની ખબર પડી ત્યારે તે ધૂંધવાઈ ગયો. ડોક્ટરે તેને પહેલેથી જ જણાવ્યું હતું કે તે બાપ નહીં બની શકે. તે ગે છે તો પછી તેની પત્ની  કોેના બાળકને તેના પેટમાં ઉછેરી રહી છે આવો જાણીએ આ સમગ્ર બાબત વિશે.આ કિસ્સો તમને ઘણું બધું વિચારવા મજબુર કરી દેશે.આવો જાણીએ આ કિસ્સામાં સચ્ચાઈ શુ છે.ઘર વિકાસ વિભાગના એન્જિનિયર શુભમને જ્યારે એ ખબર  પડી કે  જીવણે તેની પાસે  જે મકાનનો નકશો મંજૂર કરાવ્યો હતો ત્યાં હકીકતમાં તે રેસ્ટોરન્ટ બનાવવાનો છે.ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.

મકાનનો નકશો મંજૂર કરાવવાની લાંચ પાંચ હજાર રૃપિયાની આસપાસ થાય છે, જ્યારે દુકાન અથવા ધંધાદારી ઈમારતનો નકશો મંજૂર કરાવવાના ૧૦ હજારથી ૫૦ હજાર જેટલા રૃપિયા થાય છે. આ  બાબતે જીવણે ચાલાકીથી શુભમને પાંચ-દસ હજારનો ચૂનો ચોપડી  દીધો.શુભમ  જ્યાં મકાન બનતું હતું ત્યાં પહોેંચી ગયો અને જીવણના હાથમાં મકાન રોકવાની નોટિસ પકડાવતાં  બોલ્યો જે ઈંટ જ્યાં પડી છે.ત્યાં જ રહેવા દે અને કામ તરત બંધ કરી દે નહીતર બુલડોઝર ફેરવી દઈશ.અરે શા માટે કારણ વગર કામ બંધ કરાવો છો, સાહેબ મહેરબાની કરીને તમારો હિસાબ બતાવો જીવણે શુભમને પારખવાની કોશિશ કરી.શુભમ પણ ચાલાક ખેલાડી હતો.

વિકાસ અધિકારીની કચેરીમાં નોકરી કરતાં કરતાં તે ઝૂંપડપટ્ટીવાળાના ખિસ્સાં ખંખેરવાનું પણ શીખી ગયો હતો.જ્યારે અહીં તો જીવણની કંઈક હેસિયત પણ હતી. તેને સરખી રીતે બાટલીમાં ઉતારવાનું વિચારી તેના હિસાબના સવાલ પર તે ચૂપ રહ્યો અને ગુસ્સો દેખાડીને ત્યાંથી જતો રહ્યો.જીવણ પરેશાન થઈ ગયો. જો તે અધવચ્ચે કામ છોડી દે તો સામાન ખરાબ થઈ જાય એમ હતું. વળી તે આ જ સિઝનમાં રેસ્ટોરન્ટ શરૃ કરવા ઈચ્છતો હતો. કેમ કે આ એવી સિઝન હતી જેમાં તે ખૂબ કમાણી કરી શકે તેમ હતો.

ખૂબ વિચાર્યા પછી તેણે નક્કી કર્યું કે તે શુભમની સાથે વાત કરીને સોદો નક્કી કરી નાખશે.લાખો રૃપિયાનું નુકસાન ઉઠાવવા કરતાં થોડા રૃપિયા ફૂંકી નાખવા સારા.આમ વિચારી જીવણ એક દિવસ સવારે શુભમના ઘરે ગયો. જેવો તેણે  બેલ માર્યો કે એક સુંદર સ્ત્રીએ બારણું ખોલ્યું. જીવણે હસીને હાથ જોડીને કહ્યું નમસ્તે ભાભી, શું શુભમભાઈ ઘરે છે ના, એ તો થોેડીવાર પહેલાં જ ઓફિસે જવા નીકળી ગયા.શુભમની પત્ની સ્મૃતિએ જવાબ આપ્યો.સારુ, હું ઓફિસમાં જ મળી લઈશ.કહીને જેવો જીવણ જવા લાગ્યો કે સ્મૃતિએ પૂછ્યું શું કામ હતું તેમનું?આ સવાલ સાંભળી જીવણ પોતાની જાત પર ઊતરી આવ્યો. સ્ત્રીઓના સ્વભાવથી તે સારી રીતે પરિચિત હતો અને તે એ પણ જાણતો હતો કે સાહેબ સુધી અરજી પહોંચાડવા  માટે મેડમથી સારું માધ્યમ બીજું કોઈ ન હોઈ શકે.

એક  શ્વાસે તેણે પોતાની સમસ્યા મેડમને જણાવી દીધી. તેણે પોેતાને બેરોજગાર બતાવીને મદદ પણ માગી.પહેલી મુલાકાતમાં જ  જીવણે શુભમની પત્ની પર ગજબની છાપ પાડી દીધી હતી. બીજા દિવસે સવારે શુભમ જેવો ઓફિસે જવા નીકળ્યો કે તે ફરી તેના ઘરે આવી પહોંચ્યો. તે સ્મૃતિને મળ્યો અને પોતાનાં રોદણાં રડવા લાગ્યો.હવે તો આ રોજનો સિલસિલો થઈ ગયો.રોજ સવારે જેવો શુભમ ઓફિસે જવા નીકળતો કે  જીવણ શુભમના ઘરે પહોંચીને તેની પત્ની સામે રોદણાં રડવા બેસી જતો.

છેવટે સ્મૃતિએ તેને ભરોસો આપ્યો કે પોતાના પતિને  મનાવી લેશે.એક રાત્રે શુભમ જેવો ઘરે આવ્યો કે સ્મૃતિએ કડક સ્વરમાં કહ્યું તમે જીવણને કેમ ફસાવ્યો છે.તને કેવી રીતે ખબર પડી. શુભમે આશ્ચર્યથી પૂછ્યું.તે આજે આવ્યો હતો.જમવાનું પીરસતાં પીરસતાં તેણે કહ્યું.એનો અર્થ એ કે જે મારી નોકરી પર પાટું મારવા બેઠો છે તેની સાથે તારે દોસ્તી થઈ ગઈ છે.

શુભમે ધૂંધવાઈને કહ્યું.આમાં દોસ્તીની ક્યાં વાત આવી સ્મૃતિએ પૂછ્યું. હું તારી સાથે મગજમારી કરીને મારું ભેજું ખરાબ કરવા નથી માગતો. પરંતુ એટલું યાદ રાખજે કે આવા બદમાશ લોકો સાથે તારું હળવુંમળવું ઠીક નથી. સ્ત્રીઓની પોતાની આબરૃ અને મર્યાદા હોય છે.શુભમે ગુસ્સે થઈને કહ્યું.વાહ કેવા ઊંચા વિચારો છે તમારા ખૂબ સરસ.પરંતુ જે દિવસે તમે મને  તમારા પ્રમોશન માટે મધુકર સાહેબના બેડરૃમ સુધી પહોંચાડી હતી તે દિવસે સ્ત્રીની આબરૃનો વિચાર કેમ નહોતો આવ્યો.

તે દિવસે તમારા આ વિચાર  ક્યાં ગાયબ થઈ ગયા હતા. પત્નીની વાત સાંભળી શુભમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને તેણે ટેબલ પર પડેલો ગ્લાસ તેના પર છૂટો ફેંક્યો.તે રડતી રડતી પોતાના બેડરૃમમાં જતી રહી.શુભમ બબડવા લાગ્યો નાલાયક સ્ત્રી, મારી કેરિયર માટે એક રાતનો હિસાબ માગે છે અને પોેતાની મરજીથી કોઈની પણ સાથે સૂવા તૈયાર છે.સ્મૃતિએ તે આખી રાત રડતાં રડતાં પસાર કરી અને શુભમ પણ સિગારેટના ધૂમાડા ઉડાડતો રહ્યો. સવાર પડતાં જ તે ઓફિસે ચાલ્યો ગયો.

તે દિવસે તે થોડો વહેલો  નીકળ્યો હતો, પરંતુ જીવણ તો પોતાના નિયત સમયે જ આવ્યો. ઘરની અંદર દાખલ થતાં જ તેણે સ્મૃતિને ઉદાસ  જોઈ. તેના ગાલ પર એક લાલ નિશાન ઉપસી આવ્યું હતું અને તેના વાળ પણ વિખરાયેલા હતા. આંખો રડીરડીને લાલ થઈ ગઈ હતી અને સૂજી ગઈ હતી. જીવણ  જેવા માણસને સહાનુભૂતિ મેળવવા માટે આ મોકો એકદમ યોગ્ય લાગ્યોશું વાત છે, ભાભી? બધું બરાબર  તો છે ને જીવણે પૂછ્યું તો તે જવાબ આપવાને બદલે  ધૂ્રસકે ને ધૂ્રસકે રડવા લાગી. જીવણે તેને છાતીસરખી ચાંપી દીધી.

તે વખતે સ્મૃતિ એટલી બધી હતાશ હતી કે જીવણનો સહારો મળતાં જ તે પોેતાની સુધબૂધ ખોઈ બેઠી અને તેને વળગીને મોટે મોટેથી રડવા લાગી.તે ક્યાંય સુધી રડતી રહી અને પછી જીવણના બાહુપાશમાં સમાઈ ગઈ. જીવણનો જાદુ કામ કરી ગયો હતો. શુભમના અત્યાર સુધીનાં વર્તનથી સ્મૃતિ એટલી બધી દુઃખી થઈ ગઈ હતી કે જીવણના ચુંબનમાં તેને પ્રેમની અનુભૂતિ થઈ રહી હતી.શુભમે તેને ક્યારેય આટલો પ્રેમ નહોતો કર્યો. તેને રૃપિયા કમાવામાંથી ફુરસદ જ ક્યાં મળતી હતી.

હા પોતાની સુંદર પત્નીનો ઉપયોગ તેણે  પોેતાની કેરિયર માટે જરૃર કર્યો હતો. પોતાના પ્રમોશન વખતે તેણે તેને એવી આશાઓ દેખાડી હતી કે તે બિચારીને પતિના ભવિષ્ય માટે બુઢ્ઢા ઓફિસરની સાથે સૂઈ જવું પડયું હતું. પત્નીને દાવ પર લગાડીને શુભમ જુનિયર એન્જિનિયરમાંથી આસિસ્ટન્ટ એન્જિનિયર બની ગયો, પરંતુ તે સાથે જ પત્નીની નજરમાંથી ઊતરી ગયો હતો. તે જાણતી હતી કે તેનો પતિ જે કંઈ છે તે તેની મહેનતના કારણે નહીં.

પરંતુ પોતાની  સુંદરતાને  કારણે છે.આના લીધે તે કાયમ શુભમને મહેણાં મારતી. ત્યારે તે કહેતો તારા જેવી ઘરમાં રહેતી સ્ત્રીને બોસ પાસે ન મોકલું તો શું અથાણામાં નાખું.નોકરિયાત સ્ત્રી હોય તો  કોને પડી છે પ્રમોશનની. મેં જે કંઈ કર્યું છે તે તારા ભલા માટે જ કર્યું છે. પૈસા માટે અને કેરિયર માટે સ્ત્રીનોે ઉપયોગ ઘણા લોકો કરે છે.શુભમનું  સ્મૃતિ તરફનું વર્તન ક્યારેય બરાબર નહોતું.બિચારી પોતાના મતલબી પતિને ગમેતેમ કરીને સહન કરી રહી હતી.

પહેલીવાર જીવણ જેવા કુંવારા અને સુંદર યુવાને તેને એટલો પ્રેમ કર્યો કે તે લૂંટાતી જ ગઈ.  કોઈપણ પ્રકારનો વિરોધ કર્યા વગર તે તેને સમર્પિત થતી ગઈ અને જીવણનું બાળક તેના પેટમાં ઉછરવા લાગ્યું.શુભમને જ્યારે પત્નીની સગર્ભા હોવાની ખબર પડી ત્યારે તે ધૂંધવાઈ ગયો. ડોક્ટરે તેને પહેલેથી જ જણાવ્યું હતું કે તે બાપ નહીં બની શકે. તો પછી તેની પત્ની  કોેના બાળકને તેના પેટમાં ઉછેરી રહી છે? પહેલીવાર તેને પોતાની નપુંસકતાની અનુભૂતિ થઈ. તે સમજી ગયો કે કોઈપણ પત્ની ફક્ત ઘરેણાં, કપડાં, કાર અને બંગલો જ નથી ઈચ્છતી, પરંતુ પતિનો પ્રેમ પણ ઈચ્છે છે.

પ્રેમ વગર દામ્પત્યજીવન નીરસ બની જાય છે.શુભમ જાણતો હતો કે ખૂબ પૈસા કમાવાના ચક્કરમાં તે એટલો બધો અટવાઈ ગયો હતો કે તેને ક્યારેય પત્નીને પ્રેમ કરવાનો સમય નહોતો મળતો. તે ખૂબ તાણ અનુભવી રહ્યો  હતો. પોતાની નજરમાંથી તે ઊતરી ગયો હતો  કે તેને પત્નીને પૂછવાની હિંમત જ ન થઈ.  તે ચૂપચાપ પોતાનું કામ કરતો રહ્યો.હવે તેણે ગરીબોની વસ્તી ખેદાનમેદાન કરીને બિલ્ડરો પાસેથી રૃપિયા કમાવાનોે ધંધો છોડી દીધો હતો. જે કમાયો હતો તે પણ પચાવવું મુશ્કેલ થઈ ગયું.

એક દિવસ શુભમ ઓફિસે પોતાની કેબિનમાં ટેબલ પર માથું નાખીને બેઠો હતોે. ત્યાં જીવણ તેની પાસે આવ્યો અને બોલ્યો અભિનંદન સાહેબ. તમે બાપ બનવાનો છો.આભાર. પરંતુ તને કેવી રીતે ખબર પડી.શુભમે નવાઈ પામતાં પૂછ્યું.હજી તો પેટ પણ એટલું બધું નહોતું દેખાતું કે કોઈ અજાણી વ્યક્તિ અનુમાન લગાવી શકે.મને શું નથી ખબર સાહેબ હું તો એ પણ જાણું છું કે તમે બાપ બની શકો તેમ નથી.

આ સિવાય મને એ પણ ખબર છે કે મધુકરે તમારી સુંદર પત્નીની કૂખમાં જે બી રોપ્યું હતું તેને તમે  મેટર્નિટી હોમમાં જઈને  પડાવી નાખ્યું હતું. અને હું એ બધું જાણું છું જે તમે આજ સુધી નથી જાણી શક્યા.આટલું કહીને જીવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.પછી શુભમને ધમકાવતાં તેણે કહ્યું તે બહુ દાવ રમી લીધો. તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે.હવે મારો વારો છે.તે  મને ખૂબ પરેશાન કર્યો છે, પરંતુ  મેં બદલો લેવાને બદલે તારા પર ઉપકાર જ કર્યો છે.

તારી જાણકારી માટે જણાવી દઉં કે તારી  પત્નીની કૂખમાં મારું જ બાળક ઉછરી રહ્યું છે. તું તારું કામ કરવાના બદલામાં મારા બાળકને તારું નામ આપી શકે છે.હું તને વિશ્વાસ આપું છું કે આ વિશે હું ક્યારેય મારું મોેં નહીં ખોલું.જીવણની વાત પૂરી થયા પછી પણ શુભમ ક્યાંય સુધી ફાટી આંખે તેની સામે જોઈ રહ્યો.પહેલી વખત તે એવી જાળમાં ફસાયો હતો કે તે નીકળી શકે તેમ નહોતો.

પછી સહેજ સ્વસ્થ થઈને તેણે બેલનોે અવાજ સાંભળી પટાવાળો અંદર આવ્યો. શુભમે તેને હુકમ કરતાં કહ્યું, રેકોર્ડ રૃમમાંથી જીવણવાળી ફાઈલ લઈ આવ.રેકોર્ડ રૃમ તો બંધ થઈ ગયો છે સાહેબ. પટાવાળાએ કહ્યું.કેમ શુભમે આશ્ચર્ય સાથે પૂછ્યું.આખી ઓફિસ બંધ થઈ રહી છે સાહેબ.પણ કેમ.સાહેબ, મધુકર સાહેબ ગુજરી ગયા શું કહ્યું.હા તે હવે આ દુનિયામાં નથી રહ્યા.પણ તેમને અચાનક શું થઈ ગયું.

એઈડ્સ આ સાંભળીને શુભમ ખુરશીમાંથી ઊછળી પડયો.સામે બેઠેલો જીવણ પણ નવાઈ પામ્યો.બંને જાણતા હતા કે સ્મૃતિ મધુકર સાથે ઘણીવાર શારીરીક સંબંધ બાંધી ચૂકી છે અને તેની સાથે બંનેના શારીરીક સંબંધ પણ છે.પટાવાળાનો  જવાબ સાંભળતા જ શુભમ પોતાની પત્નીના વધતા જતા પેટને ભૂલી ગયો અને જીવણનું શાનદાર રેસ્ટોરન્ટનું સપનું ચકનાચૂર થઈ ગયું. બંનેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.જ્યારે મોત સામે ઝઝૂમતું હોય ત્યારે બધી ફરિયાદો ભૂલાઈ જાય છે.

શુભમ અને જીવણ એકબીજાનું મોેં તાકવા લાગ્યા. છેવટે મૌન તોડતાં જીવણે પૂછ્યું હવે શું થશે સાહેબ.મને તો કંઈ જ નથી સમજાતું.શુભમે નિસાસો નાખીને કહ્યું.માન્યુ કે મને મારાં કર્મોેની સજા મળી  અને તમને તમારાં કર્મોની, પરંતુ આમાં બિચારી સ્મૃતિ તો કારણ વગર દંડાઈ ગઈ ને? તેનો શો વાંક હતો? તેને તો તમે તમારા પ્રમોશન  માટે મધુકર પાસે મોકલી હતી.જીવણે કહ્યું.શુભમે પણ એ જ અંદાજમાં કહ્યું,મિત્ર, દરેક વ્યક્તિ પોતાના જ કર્મોનું ફળ ભોગવે છે.

એ સાચું છે કે મેં મારી પત્નીને મધુકર પાસે મોકલી પરંતુ જો તેણે મને ધુત્કાર્યો હોત તો મારી શું હિંમત હતી કે હું તેન ઠસડીને ત્યાં મુકી આવત. હકીકતમાં પતિના સ્ટેટ્સ, કાર, બંગલો અને પોેતાની શાન માટે તેણે પણ પોતાનાં ચારિત્ર્ય સાથે સમાધાન કર્યું હતું.પરંતુ હવે શું કરીશું જીવણે ફરી પૂછ્યું. એચ.આઈ.વી. ટેસ્ટ કરાવી લઈએ.” શુભમે કહ્યું. આમ થોડીવાર પહેલાંના બે કટ્ટર દુશ્મન મિત્ર બનીને બહાર નીકળ્યા. શુભમની સાથે સાથે સ્મૃતિ અને જીવણનો પણ એચ.આઈ.વી. ટેસ્ટ પોઝિટિવ આવ્યો. રિબાઈ-રિબાઈને મરવા કરતાં ત્રણેયે જીવે ત્યાં સુધી કંઈક સારું કામ કરવાનું નક્કી કર્યું.

જીવણે રેસ્ટોરન્ટને નવું સ્વરૃપ આપીને એઈડ્સના દર્દીઓ માટેનું નિવાસસ્થાન બનાવ્યું. શુભમે પોતાની અત્યાર સુધીની બચત તેને બનાવવામાં ખર્ચી નાખી. શહેરના નિઃસહાય લોકો માટે તે એક આશરો બની ગયું.શુભમ, સ્મૃતિ અને જીવણ પોતાના જેવા જ એઈડ્સથી પીડિત લોકોની સેવામાં લાગી  ગયાં.  તેમને પહેલી વખત એવી અનુભૂતિ થઈ કે તેઓ એક સાર્થક જીવન જીવી રહ્યાં છે કે પછી ભલને તે થોડી ક્ષણ માટે કેમ ન હોય.જીવનમાં ઘણી ભૂલો એવી થાય જાય છે જેનો પસ્તાવો આખી જિંદગી રહે છે.