Breaking News

અજિતથી લઈને રીના રોય સુધી: આ 8 મૂવી સ્ટાર્સ હિન્દુ નથી, જાણો તેમનું અસલી નામ શું છે

બોલિવૂડની ઘણી હસ્તીઓ કાં તો તેમના પાત્રના નામથી અથવા ફિલ્મોને અપાયેલા તેમના નવા નામથી પ્રખ્યાત છે. બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે ફિલ્મના નામ બદલી નાખ્યા છે. કેટલાક કલાકારો એવા છે, જેમના નામ પર, તે કઇ ધર્મના છે તે કોઈ કહી શકશે નહીં. ચાલો જાણીએ એવા કલાકારો વિશે, જેમના નામ લાગતા નથી, પરંતુ તે મુસ્લિમ છે.

અજિત.

અજિતનું અસલી નામ હમીદ ખાન અલી છે. તે સમયે, ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર બનેલા હમીદ ખાન અલી પોતાના સ્ટેજ નામ અજિતથી પ્રખ્યાત બન્યો.

મધુબાલા.

મધુબાલાનું અસલી નામ મમતાઝ જહાં દેહલવી છે, જે પોતાની શૈલી અને કૃપાથી શ્રોતાઓના દિલ પર રાજ કરે છે. તમને જણાવી દઈએ કે તેમની પ્રથમ ફિલ્મ બસંત હતી. દેવિકા રાણી બસંતમાં તેના અભિનયથી ખૂબ પ્રભાવિત થઈ હતી અને તેણે તેનું નામ મુમતાઝથી બદલીને ‘મધુબાલા’ રાખ્યું હતું.મધુબાલાની 36 વર્ષની નાનકડી જિંદગી પ્રેમની શોધમાં ભટકતી નિરાશા-હતાશાની વેરાન ભૂમિ બની ગઇ. હિન્દી ફિલ્મોમાં મધુબાલાને તેના સમયની અને સર્વકાલીન આકર્ષક અભિનેત્રીની ઉપમા આપી શકાય. મધુબાલાના મૃત્યુને વર્ષો વિતી ગયા છે તેમજ બોલીવુડમાં અનેક નવી અભિનેત્રીઓનું આગમન થયું પરંતુ આજેય તેને તેના અભિનય અને દેખાવ માટે યાદ કરવામાં આવે છે.મધુબાલાનો જન્મ દિલ્હીમાં 1933ની 14મી ફેબ્રુઆરીએ થયેલો. આ સુંદર પરી કોઈ રાજમહેલમાં નહોતી જન્મી. અતાઉલ્લા ખાં નામના એક ગરીબ મુસ્લિમના ઘરમાં એનો જન્મ થયેલો. આ ઘરમાં રોજી-રોટીની જ સૌથી વધુ મોટી તકલીફ હતી. મધુબાલાનું સાચું નામ હતું મુમતાઝ જહાં બેગમ દહલવી. એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલી મધુબાલા 11 ભાઈ-બહેનોમાં તેના માતાપિતાનું પાંચમું સંતાન હતી.મધુબાલા વિષે એક મૌલવીએ ભવિષ્યવાણી કરી હતી કે મધુબાલાના જીવનમાં ક્યારેય યશ અને ધનની ખોટ નહી પડે પરંતુ તેને ક્યારેય સુખ નહીં મળે અને તે નાની ઉંમરે જ મૃત્યુ પામશે. મધુબાલાના પિતા અતાઉલ્લા ખાન દિલ્હીમાં ઘોડાગાડી ચલાવતા. ફકીરની વાત અતાઉલ્લાને અંધારાંમાં ઝળહળતા પ્રકાશની આશા જેવી લાગી. એમણે પહેલી વાર દીકરીને ઘ્યાનથી જોઈ. ત્યારે એમને લાગ્યું કે દીકરી તો સાચેસાચ કોહિનૂર છે. દિલ્હીથી દિલ ઊઠી ગયેલું એટલે એમણે નક્કી કર્યું કે મુંબઈ જઈશું અને મુમતાઝને ફિલ્મ ઉદ્યોગમાં કામ અપાવીશું. મુમતાઝમાં ખૂબસૂરતી છે, હુન્નર છે, એટલે મુંબઈમાં એને કંઈને કંઈ કામ મળી જ રહેશે. વધુ પૈસા કમાવવાની આશા સાથે તેઓ મુંબઈ આવ્યા.

રીના રોય

રીના રોયનું અસલી નામ સાયરા અલી છે.ગ્ન બાદ લંડનમાં રહી અને પરિવારના કારણોથી પાકિસ્તાનમાં થોડો સમય રહ્યા પછી, રીના હવે ભારતમાં બેનામી જિંદગી જીવી રહી છે.ક્યારેક તેની સુંદર કલાકારી અને મધુર સ્મિત સાથે લાખો ના દિલો પર રાજ કરવા વાળી વિતેલા જમાનાની અભિનેત્રી રીના રોય નો એક જમાનો હતો. નાગિન ફિલ્મ ના તેને કરેલા અભિનયને આજે પણ લોકો યાદ કરે છે. તેની તાજેતર ની તસવીરો પરથી કદાચ આપ ઓળખી પણ નહિ શકો.તાજેતરના એક કાર્યક્રમમાં તે નજર આવી ત્યારે માનવામાં ન આવે કે તેણી રીના રોય છે.જેની જલક માત્રથી લાખો લોકો ના દિલ ની ધડ્કન રોકાઇ જતી હતી અને જેની અદા તુટેલા દિલો માટે ઉદાહરણ બનતી હતી. પરંતુ તેના ચાહકો કે જે 80 ના દશક ની રીના રોય ની ખુબસુરતીના દિવાના રહ્યા હશે તેમને રીના રોય ને આ સ્થિતિમાં દેખી ને મોટો જાટકો લાગી શકે તેમ છે.રાજકુમાર કોહલી દ્વારા 1976 માં દિગ્દર્શિત ફિલ્મ ‘નાગીન’ માં રીના રોયે ઇચ્છાધારી નાગિન ની સરસ ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને રોમાંચિત કર્યા હતા. જો તમે ‘ નાગિન ‘ ફિલ્મ જોઇ હોય તો તેને ક્યારે ય ભુલી નહી શકો. 1977મા બનેલી ફિલ્મ ‘Apnapan’ માં રીના રોયની કારકિર્દી માટે નોંધપાત્ર ફિલ્મો રહી હતી. આ ફિલ્મમા તેને સહાયક કલાકાર નો ફિલ્મ ફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રીના રોય સાથે શત્રુગ્ન સિંહા અને સુનિલ દત્ત ની જોડી ફિલ્મોમાં જોવા મળતી.

જોની વોકર.

જોની વોકરનું અસલી નામ બહરુદ્દીન જમાલુદ્દીન કાઝી હતું.

માનતા દત્ત

મનાતા દત્તનું અસલી નામ દિલનાઝ શેખ છે. માનતાને તેનું નામ પ્રકાશ ઝા દ્વારા બદલવાનું કહેવામાં આવ્યું હતું.

નેહા.

અભિનેત્રી નેહા મનોજ બાજપેયીની પત્ની છે. તેનું અસલી નામ શબાના રઝા છે. નેહાની પહેલી ફિલ્મ ‘બદર’ માં, ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ તેનું નામ ‘નેહા’ રાખ્યું હતું, જે તે ફિલ્મમાં તેના પાત્રનું નામ હતું.

મીના કુમારી.

ભારતીય સિનેમાની ટ્રેજેડી ક્વીન મીના કુમારીનું અસલી નામ મહેજાબીન બાનો હતું. ઓલ્ડ ઈઝ ગોલ્ડ કહેવત તમે સાંભળી હશે. એવી જ કંઈક વાત છે મીના કુમારીની. ભારતની સૌથી બેમિસાલ અદાકારા મીના કુમારનો જન્મ 1 ઓગસ્ટ 1933ના દિવસે થયો હતો. તેની ઉંમર 19 વર્ષની હતી ત્યારે તેના લગ્ન લેખક-ડાયરેક્ટ કમાલ અમરોહી સાથે થઈ ગયા હતા. પરંતુ તેના પતિએ તેની પર એટલી બળજબરી કરી અને કોઈપણ કારણ વગર તે મારપીટ કરતો અને અભદ્ર શબ્દો પણ બોલતો.મીના કુમારીનું ઓરિજિનલ નામ મહજબીં બાનો હતું. પાકીઝા, સાહબ બીબી અને ગુલામ જેવી ફિલ્મો અને તેના ગીતોથી આજે પણ લોકો તેને યાદ કરે છે. તેનું નામ ધર્મેન્દ્ર, અશોક કુમાર, ગુલઝાર જેવી હસ્તિઓ સાથે જોડાતું રહ્યું. તેણે 39 વર્ષની નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતી.મીના કુમારીની લખેલી અને વાંચેલી વાતોમાં એક વાતનો ઉલ્લેખ ઓછો થાય છે જેમાં તેણે જિંદગીભર પોતાનો ડાબો હાથ કેમ છુપાવીને રાખ્યો હતો. મીના કુમારીના ડાબા હાથની સૌથી નાની આંગળી વળેલી હતી. તેના પાછળની વાત કમાલ અમરોહીના દીકરા તાજાદાર અમરોહીએ જણાવી હતી. તે જણાવે છે કે 21 મે 1951ના રોજ મીના કુમારી મહાબલેશ્વરથી મુંબઈ પાછી વળી રહી હતી. ત્યારે તેનો કાર એક્સિડેન્ટ થયો હતો. અને ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં રહી હતી. ત્યારે તેના ડાબા હાથ પર ઘણી ઈજા થઈ હતી. અને નાની આંગળી તૂટીને ત્રાંસી થઈ ગઈ હતી. તેનો આકાર બદલાઈને ગોળ થઈ ગયો હતો.

દિલીપકુમાર.

બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમારને હિન્દુ નામ લાગે છે, પરંતુ ખરેખર દિલીપ કુમારનું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે માત્ર ફિલ્મ્સ માટે પોતાનું નામ બદલીને દિલીપકુમાર રાખ્યું.

About admin

Check Also

બોલીવુડના સ્ટાર્સની આ ખરાબ ટેવો વિષે જાણીને તમે પણ ચોંકી જશો,જાણો એક ક્લિક માં…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …