Breaking News

રવિનાની જેમ તેનો આલીશાન બંગલો પણ છે ખુબજ સુંદર,અંદરની તસવીરો તો એવી છે કે જોઈ મોમાં આંગળાં નાખી દેશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન આજે તેનો 46 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 26 ઓક્ટોબર 1974 માં મુંબઇમાં થયો હતો. તેણે મોડલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ ફિલ્મોમાં પોતાનું કામ શરૂ કર્યું.

તેણે સલમાન ખાન સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે બોલિવૂડમાં મોહરા, દિલવાલે, અંદાઝ અપના અપના જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. જોકે આજે અમે આ લેખમાં કેટલીક રસપ્રદ વાતો તેની કારકીર્દિ વિશે નહીં પરંતુ તેના બંગલા વિશે જણાવીશું. સૌ પ્રથમ રવિના ટંડનના અંગત જીવન વિશે વાત કરીએ તો તેની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી કરતા ઓછી નથી.

તેનું નામ અજય દેવગનથી માંડીને અક્ષય કુમાર સુધીના ઘણા કલાકારો સાથે સંકળાયેલું છે. જોકે રવિનાએ વર્ષ 2004 માં મુંબઈ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થદાની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે રવિનાએ બે દીકરીઓ દત્તક લીધી છે, જેમના નામ છાયા અને પૂજા છે.રવિના તેના બંને બાળકો અને પતિ સાથે મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ત્રણ માળની બિલ્ડિંગમાં રહે છે.

આ બિલ્ડિંગનું નામ નીલ્યા છે, જે દરિયાની ખૂબ નજીક છે અને એકદમ સુંદર છે. જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સના સુંદર ઘરોની વાત આવે છે ત્યારે આ ઘરનું સ્થાન આગવું હોય છે. રવિનાએ આ ઘર ખૂબ જ સરસ રીતે શણગારેલું છે. તે અન્ય ઘરોથી સંપૂર્ણપણે જુદું લાગે છે કારણ કે તે કાળા પત્થરો અને ઝાડથી ભરેલું છે. રવીનાના જ્યાં રહે છે તે ખંડ વિશે વાત કરીએ તો અહીં કુદરતી હવા અને કુદરતી પ્રકાશનો સ્રોત છે, જે આ ઘરને સંપૂર્ણ બનાવે છે.

રવિનાએ તેના સ્વપ્નના ઘર માટે સખત મહેનત કરી છે અને મોટાભાગની વસ્તુઓ પોતાના માટે ખરીદી છે. આખા ઘરની અંદર લાકડાના ફ્લોરિંગ છે, જે રવીનાના ઘરને સરસ લુક આપે છે. અભિનેત્રીએ તેના ઘરની એક દિવાલને ખાસ રીતે શણગારેલી છે અને ઘરની દરેક સજાવટ જાતે ખરીદી છે.

એવું કહેવામાં આવે છે કે રવિના જ્યારે પણ ક્યાંક બહાર જાય છે, ત્યારે તે પોતાના માટે કોઈ ચીજવસ્તુઓ લાવે કે ના લાગે પરંતુ તે ચોક્કસપણે તેના ઘરની સજાવટ માટે વસ્તુઓ લઈને આવે છે. રવીના ટંડનની ઘરની રાચરચીલું અને પડદાના રંગનું મિશ્રણ પણ ખૂબ જ સુંદર અને જબરદસ્ત છે. રવિના ટંડન અને અનિલ થદાનીએ નેચર પર જઈને તેમના આખા ઘરની ડિઝાઇન કરી છે.

એવું કહેવામાં આવે છે કે આ કપલને પ્રકૃતિ ખૂબ ગમતી હોય છે, તેથી તેમના ઘરે ઘણા બધાં ઝાડ છે. રવીનાના ઘરે તેના કલાકારની વિચારસરણી અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે. જણાવી દઈએ કે આ બંગલામાં એક મંદિર પણ છે, જેમાં રવિના તેના પરિવાર સાથે બેસીને પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે બંગલામાં મંદિર રવિનાનું સૌથી વિશેષ સ્થળ છે અને આ મંદિર વાસ્તુ પ્રમાણે તૈયાર કરાયું છે.

આ ઉપરાંત, સૂર્યપ્રકાશ સીધો મંદિરની અંદર પણ પ્રવેશે છે.રવીનાના ઘરના પ્રવેશદ્વાર પણ ખૂબ સુંદર છે. મુખ્ય દરવાજા પાસે રાખેલી ગણેશની મૂર્તિ તમામનું ધ્યાન આકર્ષિત કરે છે. તેના ઘર વિશે, રવિના ટંડને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે મારા બંગલામાં ફ્યુઝન જોઈએ છે, કારણ કે મને કેરળમાં બનાવેલા ઘરો ગમે છે અને હું તેને જોઈને મારા ઘરની ડિઝાઈન તૈયાર કરવા માંગુ છું.

તેમજ આ રવીના મુજબ અહીંયા આ અહેસાસ હું હંમેશા ઈચ્છતી હતી કે જ્યારે પણ સવારે આંખ ખુલે તો ઘરની બારી ખોલતા જ સામે હરિયાળી દેખાય અને સવારમાં જ મન એકદમ શાંત વાતાવરણમાં ખોવાઇ જાય.તેમજ આ રવિના ટંડન પોતાના ડ્રોઈંગ રૂમમાં કંઈક આ અંદાજમાં જોવા મળી હતી અને એકલી હતી.જ્યારે આ રવિના ટંડને પોતાના ઘરમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને જેમાં પિંક તથા વ્હાઈટ આઉટફિટમાં રવિના ગોર્જિયસ લાગે છે.

રવિના ટંડનને વાંચવાનો ઘણો જ શોખ છે એટલા માટે જ તેણે પોતાના બંગલામાં એક રૂમમાં ખાસ લાઈબ્રેરી બનાવી છે અને પુસ્તકો વાંચે છે.ત્યારબાદ આ રવિનાના ઘરમાં વિક્ટોરિયન સ્ટાઈલનું ફર્નિચર પણ જોવા મળી રહ્યું છે.તેમજ રવિના ટંડન ઘરના એન્ટ્રેસ પર આવેલા ગણેશજીની મૂર્તિ આગળ દર વર્ષે દિવાળી પર રંગોળી બનાવે છે અને સુંદર રંગોળી પણ પુરી છે.

વર્ષ ૧૯૯૫ માં છોકરીને લીધી હતી દત્તક.ખાસ કરીને જયારે રવિના ૨૧ વર્ષની હતી તો તેણે બે છોકરીઓને દત્તક લીધી હતી, અને તે બંનેનો ઉછેર કરવાનો ખર્ચ ઉપાડ્યો હતો. એટલું જ નહિ રવિનાએ તેના લગ્ન પણ ઘણા ધામધૂમ પૂર્વક કર્યા હતા. જે બે છોકરીઓને રવિનાએ દત્તક લીધી હતી તેના નામ છાયા અને પૂજા છે. છાયાએ વર્ષ ૨૦૧૯ માં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો. અને નાની બનવાની ખુશીમાં રવિનાએ તે વખતે એક ગ્રેંડ પાર્ટી રાખી હતી. રવિનાએ પોતાના પૌત્રનું નામ રુદ્ર રાખ્યું હતું.

અને હવે રુદ્ર જયારે પાંચ વર્ષનો થઈ ગયો છે તો રવિનાએ રુદ્ર સાથે પોતાના ઘણા બધા ફોટા શેયર કર્યા છે. ફોટામાં રવિનાએ રુદ્રને ખોળામાં લીધો છે અને તેની સાથે રમત રમી રહી છે. રુદ્ર ઉપરાંત રવિનાએ પોતાની દીકરી છાયા સાથે પણ ફોટા ક્લિક કર્યા છે, અને આ ફોટા પણ પોતાના ફેંસ સાથે શેયર કર્યા છે.

વર્ષ ૨૦૦૪ માં કર્યા હતા લગ્ન.રવિના ટંડન લાંબા સમયથી બોલીવુડ સાથે જોડાયેલી છે અને તેમણે ઘણી બધી હીટ ફિલ્મો કરી છે. વર્ષ ૨૦૦૪ માં રવિનાએ ફિલ્મ ડીસ્ટીબ્યુટર અને બિઝનેસમેન અનીલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિનાના લગ્ન ખુબ જ ભવ્ય રીતે થયા હતા અને ઉદયપુરના જગમંદિર પેલેસમાં પંજાબી રીત રીવાજ મુજબ રવિના લગ્નના બંધનમાં બંધાઈ હતી.

આ લગ્નથી રવિનાને બે બાળકો છે. જેમાં દીકરીનું નામ રશા અને દીકરાનું નામ રણબીરવર્ધન છે. રવીનાની દીકરીની ઉંમર ૧૪ વર્ષ છે, જયારે તેનો દીકરો હજુ ૧૧ વર્ષનો છે. રવિના હંમેશા પોતાની દીકરી સાથે જોવા મળે છે. હાલમાં જ પોતાની દીકરીના જન્મ દિવસ ઉપર રવિનાએ એક પાર્ટી પણ આપી હતી.

ઘણા શો ને કર્યા છે જજ.રવિના ટંડને ઘણા શો માં જજ કરીકે કામ કર્યું છે, અને તે ફિલ્મ ઉપરાંત ટીવી જગતમાં પણ પ્રસિદ્ધ ચહેરો છે. રવિનાએ સ્ટાર પ્લસ ઉપર આવતા શો નચ બલીએને પણ જજ કર્યો હતો. તે ઉપરાંત તે સોની અને ઝીટીવી ઉપર આવતા ઘણા બધા રીયાલીટી શો પણ જજ કરી ચુકી છે. સોશિયલ મીડિયા ઉપર છે ઘણી જ એક્ટીવ.રવિના ટંડન સોશિયલ મીડિયા ઉપર ઘણી જ એક્ટીવ રહે છે અને સમયે સમયે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના ફોટા શેયર કરતી રહે છે. ઈંસ્ટાગ્રામ ઉપર રવિનાના લગભગ 1600 થી વધારે પોસ્ટ અને 3.7 મિલિયન ફોલોઅર્સ છે.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *