રાવણની આ સાત ઈચ્છાઓ ક્યારેય પૂરી ન થઈ શકી જાણો કઈ હતી ઈચ્છા

0
110

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દશેરાનો દિવસ ભારતભરમાં અસુર રાજ રાવણનો વધ અને રામના વિજયના રૂપમાં મનાવવામાં આવે છે. દૈત્ય રાવણ વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે. મહાજ્ઞાની અને વિદ્વાન હતો એ તો બધાંજ જાણે છે પણ તે કેટલાંક સંશોધનો કરવા માંગતો હતો તે બહું જ ઓછા લોકોને ખબર છે. ત્યારે જાણો રાવણની સાત ઈચ્છાઓ વિશે કે જે ક્યારેય પૂરી ન થઈ શકી.

સીતાજીને વરવાની આશ સફળ ન થતાં, રાવણ રામ પ્રત્યે પહેલેથી થોડો અણગમો ધરાવતો હતો. તેની રાક્ષસિય પ્રવૃત્તિનો પ્રચાર અને પ્રસાર કરવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે રામ સફળ ન નિવડે તેણે કેટલીક એવી ચીજો બનાવવા કોશિશ કરી હતી કે વિશે કદાચ માત્ર સ્વપ્નમાં જ વિચારી શકાય. સ્વર્ગ સુધી સીઢી બનાવડાવવી – ભગવાનની સત્તાને પડકાર આપવા માટે રાવણ સ્વર્ગ સુધી સીઢી બનાવવા માંગતો હતો જેથી જે લોકો મોક્ષ કે સ્વર્ગ મેળવવા માટે ઈશ્વરને પૂજે છે જે તે પૂજા બંધ કરી રાવણને જ ભગવાન માને.

સોનામાં સુગંધ નાખવી – રાવણ ઈચ્છતો હતો કે સોનુ (સ્વર્ણ)માં સુગંધિત હોવું જોઈએ. રાવણ દુનિયાભરના સોના પર પોતે કબજો કરવા માંગતો હતો. સોનું શોધવામાં કોઈ તકલીફ ન પડે એ માટે તે સોનામાં સુગંધ નાખવા માંગતો હતો.સંસારમાંથી ભગવાનની પૂજા સમાપ્ત કરવી – રાવણનો ઈરાદો હતો કે તે સંસારમાંથી ભગવાનની પૂજાની પરંપરાને જ સમાપ્ત કરી દે જેથી દુનિયામાં ફક્ત તેની જ પૂજા થાય.

લોહીને રંગ સફેદ કરવો – રાવણ ઈચ્છતો હતો કે માનવના રક્તનો રંગ લાલમાંથી સફેદ થઈ જાય. જ્યારે રાવણ વિશ્વવિજયી યાત્રા પર નીકળતો હતો ત્યારે તેને સેકડો યુદ્ધ કર્યા. કરોડો લોકોનું લોહી વહેવડાવ્યું. નદીઓ અને સરોવર લોહીથી લાલ થઈ ગયા. પ્રકૃતિનુ સંતુલન બગડવા લાગ્યું હતું અને દેવતા આ માટે રાવણને દોષી માનતા હતા. તો તેને વિચાર કર્યો કે રક્તનો રંગ સફેદ થઈ જાય તો ખબર જ નહી પડે કે તેણે કેટલું લોહી વહાવ્યું છે ને તે પાણીમાં મિક્સ થઈને પાણી જેવુ થઈ જશે.

કાળા રંગને ગોરો કરવો – રાવણ પોતે કાળો હતો તેથી તે ઈચ્છતો હતો કે માનવ પ્રજાતિમાં જેટલા પણ લોકોનો રંગ કાળો છે તે ગોરો થઈ જાય. જેનાથી કોઈપણ મહિલા તેનું અપમાન ન કરી શકે. સમુદ્રના પાણીને ગળ્યુ બનાવવું – રાવણ સાતેય સમુદ્રોના પાણીને ગળ્યું બનાવવા માંગતો હતો. દારૂમાંથી વાસ દૂર કરવી – રાવણ દારૂમાંથી દુર્ગંધ હટાવવા માંગતો હતો. જેથી સંસારમાં દારૂનુ સેવન કરીને લોકો અધર્મ વધારી શકે.

આ ઉપરાંત જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું તેના પછી રાવણે ક્યારેય પણ સીતાની સાથે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરી ન હતી. જો કે અમે અહીં રાવણને સારો સાબિત નથી કરી રહયા પણ અમે તેમને એ વાત જણાવાની કોશિશ કરી રહયા છીએ કે ઇન્સાનની માત્ર એક ભૂલ પોતાના જીવનને બરબાદ કરી શકે છે. જેમ કે રાવણની આ ભૂલને લીધે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો પણ રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા સ્ત્રીઓ વિશે અમુક એવી વાતો કહી હતી જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જાશો. આજે અમે તમને જણાવીશું કે આખરે રાવણે તે કઈ 3 વાતો સ્ત્રીઓ વિશે કહી હતી..

ખોટું બોલવામાં સક્ષમ.રાવણે પોતાના પ્રાણ ગુમાવતા પહેલા સ્ત્રીઓ વિશે પહેલી વાત એ કહી હતી કે સ્ત્રીઓ પોતાની કોઈપણ વાતથી તરતજ પલટી જાતિ હોય છે અને તેઓ ક્યારેય પણ સાચું નથી બોલતી. જેને લીધે સ્ત્રીઓ પર ખુબ જ વિચાર કરીને જ ભરોસો કરવો જોઈએ.જણાવી દઈએ કે રાવણેની બહેન સુર્ણપંખાએ જ રાવણને ખોટું બોલ્યું હતું, તેમણે કહ્યું હતું કે રામ અને તેનો ભાઈ લક્ષ્મણ લંકા પર આક્રમણ કરવા માટે આવી રહ્યા છે પણ વાસ્તવમાં એવું કંઈપણ ન હતું. તે પોતાના અપમાનનો બદલો લેવા માગતી હતી જેને લીધે તેમણે આ બધું કર્યું.

સ્ત્રીઓ અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરતી હોય છે માટે મોટાભાગે સ્ત્રીઓ આવા વિવાદો કરાવી શકે છે, તમે ખુદ જ તમારા દૈનિક જીવનમાં આ અનુમાન લગાવી શકો છો કે રાવણ દ્વારા કહેવામાં આવેલી આ વાત સાચી છે કે ખોટી. રાવણે કહ્યું હતું કે સ્ત્રીઓ ખોટું બોલવામાં ખુબ જ સક્ષમ હોય છે. તે પોતાની વાતથી ગમે ત્યારે પલટાઈ જાય છે. માટે ક્યારેય પણ તેઓની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ન જોઈએ.

ક્યારેય નથી છુપાવતી પોતાના પેટમાં રહસ્ય.રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા બીજી વાત એ કહી હતી કે સ્ત્રીઓ એકબીજાની બુરાઈ કરતી હોય છે, જો સ્ત્રીઓને કોઈપણ ખાનગી વાતની જાણ થાય તો તે તેને પોતાના પેટમાં નથી રાખી શકતી અને દરેક જગ્યા પર તેને ફેલાવી દે છે. માટે સ્ત્રીઓને પોતાની ગુપ્ત વાતો બતાવવી ન જોઈએ.

રાવણે કહ્યું હતું કે સ્ત્રીઓ ક્યારેય પણ કોઈનું રહસ્ય પોતાના પેટમાં છુપાવીને નથી રાખી શકતી. માટે તેઓને ક્યારેય પણ કોઈ રહસ્યની વાત કહેવી જોઈએ નહીં. કેમ કે ન ઇચ્છવા છતાં તે ગમે ત્યારે વાતને બહાર કાઢી જ નાખે છે. રાવણે એ પણ કહ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીની ખામી હંમેશા કાઢશે.

મતલબી હોય છે સ્ત્રીઓ.રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા ત્રીજી વાત એ કહી હતી કે સ્ત્રીઓ ખુબ જ મતલબી અને સ્વાર્થી હોય છે. તેઓ પોતાનો મતલબ કાઢવા માટે કોઇપણ હદ સુધી જાય છે, પછી કોઈને દગો આપવો પડે કે પછી કોઈને અપનાવવવો પડે. માટે તેઓની વાતોમાં સમજી વિચારીને જ આવવું જ જોઈએ. ઘણા એવા લોકો છે જેઓ રાવણની આ વાતોનું સમર્થન કરે છે અને ઘણા લોકો એવા પણ છે જેઓ રાવણની આ વાતને એકદમ ખોટી માને છે.

કાયમ માટે લોકોને સાંભળતા આવ્યા હશો કે રાવણ બ્રાહ્મણ હતો. પરંતુ તે રાક્ષસી પ્રવૃત્તિ નો વ્યક્તિ હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તે પૂર્વજન્મમાં એક આદર્શ રાજા હતો. પરંતુ એવું શું થયું કે તેને રાક્ષસનું રૂપમાં જન્મ લેવો પડ્યો. આવો જાણીએ કે રાવણ બ્રાહ્મણ હોવા છતાં પણ રાક્ષસ બનવાની કહાની.

રામાયણ અનુસાર કૈકઈ દેશમાં સત્યકેતુ નામનો રાજા હતો. તે ધર્મની પર ચાલવા વાળા તેજસ્વી પ્રતાપી અને બળશાળી રાજા હતો. તેના બે પુત્ર ભાનુપ્રતાપ અને બીજો અરીમર્દન હતા. રામાયણ અનુસાર પિતાના મૃત્યુ પછી ભાનુ પ્રતાપ એ રાજકાજ સંભાળ્યું અને પોતાના રાજ્યના વિસ્તાર માટે યુદ્ધ શરૂ કરી દીધો . યુદ્ધના દરમિયાન તેણે ઘણા બધા રાજાઓને હરાવ્યા અને તેના રાજ્ય પર કબજો કરી લીધો. ભાનુપ્રતાપ એ રાજમાં પ્રજા ખૂબ જ ખુશ હતી.

રામાયણ અનુસાર એક દિવસે ભાનુંપ્રતાપ ઘના જંગલમાં શિકાર પર નીકળ્યા. ત્યાં તેને જાનવર જોયું. જાનવર નો પીછો કરતા કરતા તે જંગલમાં ખૂબ જ અંદર સુધી ચાલ્યા ગયા અને ભટકી ગયા. જાનવર નો પીછો કરતા સમયે તે એકલા હતા. તે દરમિયાન તે ભૂખ-તરસથી વ્યાકુળ થવા લાગ્યા. ખૂબ જ ભટક્યા બાદ તેને એક ઝૂંપડી જોઈ. ત્યાં તેને એક મુનિ જોયા.

કહેવામાં આવે છે કે તેમને કોઈ બીજુ નહીં પરંતુ ભાનુંપ્રતાપે હરાવ્યા હોય તે એક રાજા હતા. તે મુનિ ને ભાનુપ્રતાપ ઓળખી ન શક્યા પરંતુ મુનિએ તેને પહેચાની લીધા. ભાનુ પ્રતાપ એમના પાસે એક રાતે માટેની શરણ માંગી. મુની ની વાતોથી ભાનુપ્રતાપ ખુબ જ પ્રભાવિત થયા.રામાયણ અનુસાર એના પછી મુનિને ભાનુપ્રતાપ એ વિશ્વ વિજયી થવાના ઉપાય વિશે પૂછ્યું. ભાનુપ્રતાપ એ તેને સવાલના પછી મુનિ પાસે મોકો હતો કે તે યુદ્ધમાં મળેલી હારનો બદલો લઇ શકે. મુનિએ રાજાને કહ્યું કે તે હજાર બ્રાહ્મણોને ભોજન કરાવશે તો તે વિશ્વ વિજય બની જશે. તેની સાથે જ મુનિએ કહ્યું કે હું ભોજન બનાવી અને તું પીરસજે.

પછી તૈયાર કરેલા કાર્યક્રમ મુજબ મુનિએ ભાનુપ્રતાપ સવારે ચાલ્યા ગયા. મુનિને ભાનુપ્રતાપ ને ત્યાં ભોજન બનાવવા માટે જવાનું હતું .પરંતુ તે ન જઈને રાક્ષસ કાળાકેતું ને પોતાનું રૂપ ધારણ કરાવી ને મોકલી દીધા. રામાયણના અનુસાર આ રાક્ષસ પણ પણ ભાનુપ્રતાપ થી બદલાવ લેવાનો ઇચ્છતા હતા. રામાયણમાં કહેવામાં આવે છે કે ભાનુપ્રતાપ કાળાકેતુ ના 100 પુત્રો અને દસ ભાઈઓને માર્યા હતા.

રામાયણ અનુસાર કાળાકેતું રાક્ષસને ભાનુપ્રતાપ ના ત્યાં જઈને ભોજન બનાવ્યું ભોજનમાં તેને માસ ભેળવી દીધું કે કહ્યું કે જ્યારે ભોજન પીરસવામાં આવી રહ્યું હતું ત્યારે આકાશવાણી થઈ અને કહેવામાં આવ્યું કે ભોજન ખાવા વાળા નો ધર્મ નષ્ટ થઈ જશે. તેના પછી બ્રાહ્મણ ક્રોધિત થઈ ગયા અને ભાનુપ્રતાપ ને શ્રાપ દીધો કે આગલા જન્મમાં તું પરિવાર સમેત રાક્ષસ બનીશ. તેના પર ભાનુ પ્રતાપ એ રસોડામાં જઈને બધું જોયું અને સમજે ત્યારે ખૂબ જ મોડું થઈ ગઈ. ધીરે-ધીરે તેનો રાજપાટ ચાલ્યું ગયું અને તે યુદ્ધમાં માર્યો ગયો. આગલા જન્મમાં ભાનુપ્રતાપ 10 માથાવાળો રાક્ષસ બની ગયો. જ્યારે નાનો ભાઈ અરીમર્દન કુંભકરણ બન્યો. તેમજ તેનો સેનાપતિ ધર્મરુચિ સોતેલો ભાઈ વિભીષણ બન્યા.