રાત્રે સૂતા પહેલા ખાવ આ પાંચ પાન મોટામાં મોટી બીમારીને જડમૂળથી કરી નાખશે ખતમ…

0
21

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ દૂષિત અને અનિયમિત આહારને કારણે લોકોને ત્વચાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દાડમના પાન પેસ્ટ કરવું એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને વય પહેલાં વૃદ્ધત્વ વિરોધી સમસ્યા હોય અથવા તો જેઓ કરચલીઓને લીધે વૃદ્ધ દેખાય છે. તેને નિયમિત રીતે લગાવવાથી કરચલીઓ સમાપ્ત થાય છે.ખીલથી છૂટકારો મેળવો, જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો દાડમના પાનની પેસ્ટ તમારા માટે શ્રેષ્ઠ છે.

મિત્રો આ સિવાય દાડમના દાણા પીસીને ખીલ પર પણ લગાવવામાં આવે છે અને દાડમનો રસ પીવાથી વ્યક્તિ ખીલથી છુટકારો મેળવી શકે છે.હર્પીઝ, ખંજવાળ અને રક્તપિત્તની સારવાર, સુતા પહેલા નિયમિત રીતે દાડમના પાન ચાવવાથી દાદર, ખંજવાળ અને રક્તપિત્તની સમસ્યા સમાપ્ત થાય છે. 5 દાડમના પાન સાંજ સૂતા પહેલા સારી રીતે ચાવ અને સૂઈ જાઓ.જનરલી દાડમ બધા જ ખરીદી શકે તેવું ફળ છે. આમાં લાલ રંગના રસીલા દાણા ભરેલ હોય છે. દાડમએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દુનિયાના ગરમ દેશોમાંથી મળી આવે છે.

દાડમ માં ભરપુર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ અને ખનીજ મળી આવે છે.100 ગ્રામ દાડમ ખાવાથી આપણા શરીરને લગભગ 65 કિલો કેલરી ઉર્જા મળે છે. ઘણી બધી આયુર્વેદીક દવા બનાવવા માટે પણ દાડમનો ઉપયોગ કરવામાં આવે છે.દાડમ ખાવાથી ત્વચાનું કેન્સર, સ્તન કેન્સર, પ્રોટેસ્ટ ગ્રંથીનું કેન્સર અને પેટમાં અલ્સરની સંભાવના વગેરે જેવા રોગો ઘટાડવાની ક્ષમતા ઘરાવે છે. આ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ થી ભરપુર હોય છે, જે આપણા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે.

દાડમ ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. આનાથી ખીલ, વધતી ઉમરનો પ્રભાવ, ત્વચામાં પીએચ બેલેન્સ, મજબુત કોશિકાઓ, માથાનો ખોડો, અધિક માસિક સ્ત્રાવ, વારંવાર પેશાબ આવવાની સમસ્યા અને સૂર્યના કિરણોનો પ્રભાવ વગેરે જેવી સમસ્યાને થતી અટકે છે.દાડમના દાણા ખાવા સિવાય તેની છાલ ખાવાથી પણ સ્વાસ્થ્યને ખુબ જ ફાયદાઓ થાય છે. દાડમની છાલ ટોન્સિલ, હૃદય રોગ, મોઢાની કરચલીઓ, ખાસી અને નસકોરી ફૂટવી વગેરે દુર કરે છે.

જયારે તમારા મોઢામાં બેડ સ્મેલ આવતી હોય ત્યારે દાડમની છાલ ચાવવાથી કે મોઢામાં રાખી મુકવાથી દુર થાય છે. આના કારણે આને પ્રાકૃતિક માઉથ ફ્રેશનર માનવામાં આવે છે. આ સિવાય તમે આની છાલને પાણીમાં ઉકાળીને કોગળા પણ કરી શકો છો.સૂકાયેલ દાડમની છાલનું ચૂરણ બનાવીને દિવસમાં બે થી ત્રણ વાર એકાદ ચમચી જેટલું ખાવાથી વારંવાર થતી પેશાબ જવાની સમસ્યા દુર થાય છે.દાડમનું જ્યુસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

દાડમનું જ્યુસ પેટને મુલાયમ રાખે છે. આના સેવનથી પેટ રોગમુક્ત થઇ ઠીક રહે છે.દાડમ ખાવાથી દાંત સબંધિત સમસ્યા દુર થાય છે. દાડમ થી હાર્ટ અટેક અને સ્ટોકના ખતરાને ઘટાડી શકાય છે.દાડમ લોહીમાં આયરન ની કમી ને દુર કરે છે અને એનિમિયા (અરક્તતા) જેવી બીમારીઓથી છુટકારો આપે છે.માનવામાં આવે છે કે જો ગર્ભવતી મહિલા દાડમનું જ્યુસ કરીને પીવે તો તે અને તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી-૬ અને થોડી માત્રામાં લોહતત્વને કારણે વિશિષ્ટ છે. દાડમમાં એક વિશિષ્ટ કમ્પાઉન્ડ પ્યુનીકેલેજીન રહેલું છે જે વિશે થયેલ તાજા સંશોધનથી એવું સાબિત થયું છે કે, એન્ટીઓક્સિડન્ટ અસર કરે છે, તે ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે પણ અસરકારક છે.

કેરોડીટ આર્ટરીમાં બ્લોકેજ ધરાવતા હ્રદયરોગના દર્દીઓને એક ઔંસ (લગભગ ૩૦ ગ્રામ) જેટલો દાડમનો રસ નિયમિત રીતે એક વર્ષ સુધી આપવામાં આવ્યો. આ પ્રયોગનું તારણ જણાવે છે કે દર્દીઓનું હાઈબ્લડપ્રેશર ૧૨% જેટલું ઘટ્યું, પરંતુ સૌથી વધુ સારી અસર દર્દીઓના હ્રદયની નળીઓમાં થતી જોવા મળેલી. એથેરોસ્કલેરોટીક પ્લેકને કારણે થતો અવરોધમાં ૩૦% જેટલો ઘટાડો થતો જોવા મળ્યો. આવા અન્ય એક સંશોધનમાં દાડમનાં રસની સારી અસર પ્લેટલેટ્સની બીમારી પર પણ થતી નોંધવામાં આવી છે.

આયુર્વેદ દાડમ વિશે શું જણાવે છે,કોઇપણ દ્રવ્યનો દવા તરીકે ઉપયોગ કરવા માટે આયુર્વેદ પાંચ ભૌતિક્ત્વનાં સિદ્ધાંતને અનુસરે છે. આ માટે જે તે દ્રવ્યની વિશિષ્ટતા તેમાં રહેલા રસ-ટેસ્ટ ખાટો, મીઠો વગેરે, ગુણ-દીપન, પાચન, સ્નીગ્ધ, ગ્રાહી વગેરે, વીર્ય-શીતવીર્ય, ઊષ્ણવીર્ય-એક્ટીવ પ્રિન્સીપલ અને વિપાક-શરીરમાં પાચન થયા બાદ તે દ્રવ્યનો રસ, પાચકરસો સાથે સંયોજાયા બાદ કેવો પરિણમે છે. આવી વિશિષ્ટ બાબતોને ધ્યાનમાં રાખી રોગ મટાડવા માટે વાપરવામાં આવે છે.

આયુર્વેદ કહે છે, દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે આંતરડામાં થતાં વધુ પડતા મ્યૂક્સને અટકાવે તેવું તથા ત્રણેય દોષને મટાડે તેવા ગુણો ધરાવે છે.ઝાડામાં લોહી-મ્યૂકસ પડતું હોય-દાડમની છાલ અને ઇન્દ્ર્જવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી ૧૦ ગ્રામ માત્રામાં, ૩ ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડું કરી મધ સાથે દિવસમાં એકવાર આપવું. એસિડીટીથી છાતીમાં બળતરા થતી હોય તેવા રોગીને દાડમનાં રસમાં સાકર નાખીને પીવડાવવાથી રાહત થશે.

જો મોઢું ખરાબ થઈ ગયું હોય તો, લાંબી બીમારીને કારણે, વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ-ઇફેક્ટને કારણે જીભમાં સ્વાદ બગડી ગયો હોય, તેવા રોગી દાડમનાં દાણા સાથે કાળીદ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે. ખોરાક તરફ રુચિ જન્મે છે.બાળકોને વારંવાર કૃમિની તકલીફ થતી હોય ત્યારે દાડમનાં ફળની છાલનો જ્યૂસ ૪ ચમચી તેમાં ૧ નાની ચમચી તલનું તેલ ઉમેરી દિવસમાં એક વખત, એ મુજબ સતત ત્રણ દિવસ પીવડાવવું. આ ખૂબ જ પ્રાકૃતિક પ્રયોગ છે.

મરડાના રોગ માટે, જેઓને પેટમાં ખૂબ ચૂંક આવીને, દુખાવા સાથે ઝાડા થતાં હોય, જૂનો મરડો હોય-વારંવાર ઊપચાર કરવા છતાં, એન્ટીડિસેન્ટ્રીક દવાઓનો કોર્સ પુરો કરવા છતાં મરડાનો રોગ ઊથલો મારતો હોય, તેવા રોગીઓએ દાડમનાં ફળની છાલ અને લવિંગને પાણીમાં પલાળી, પાણી ઉકળીને અડધું થાય તેવો ઉકાળો બનાવી તેમાં મધ કે સાકર નાખી દિવસમાં એકવાર પીવું. થોડો લાંબો સમય આ ઊપચાર કરવાથી જૂનો મરડો મટે છે.

દાડમમાંથી બનાવવામાં આવતું પ્રચલિત દાડિમાષ્ટક ચૂર્ણ, દાડમનાં સૂકા દાણા ૩૨ તોલા, તજ-તમાલપત્ર-એલચી સમપ્રમાણ ભેળવેલું ચૂર્ણ – ૪ તોલા, સૂંઠ-મરી-પીપરનું સમપ્રમાણ ભેળવેલું ચૂર્ણ – ૪ તોલા, વંશલોચનનું ચૂર્ણ – ૧ તોલો, સુગંધી વાળાનું ચૂર્ણ – ૧ તોલો, સાકરનું ચૂર્ણ – ૩૨ તોલા – આ મુજબનાં પ્રમાણમાં દરક ચૂર્ણને ભેળવવાથી દાડિમાષ્ટક ચૂર્ણ બને છે.

મિત્રો દાડિમાષ્ટક ચૂર્ણ ૫ ગ્રામ જેટલા પ્રમાણમાં પાણી કે મધની સાથે દિવસમાં એક વખત લઇ શકાય. આયુર્વેદાનુસાર આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી ઝાડા, મરડો, છાતીમાં દુઃખાવો, હ્રદયરોગ, ઊધરસ, અપચો-અરુચિ જેવા રોગ મટે છે.હાયપરલિપિડેમિયામાં કોલેસ્ટેરોલનુ પ્રમાણ ઘટાડવા માટે જે દવાઓ વાપરવામાં આવે છે, તેને પરિણામે કેટલાક દર્દીઓને સતત ઝાડા, ડિસેન્ટ્રી જેવી તકલીફ રહેતી હોય છે. આવી તકલીફ મટાડવા માટે દાડિમાષ્ટક ચૂર્ણનો ઉપયોગ ખૂબ જ સારું પરિણામ આપે છે.