રાહતના સમાચાર, 2 દિવસ ગરમીથી મળશે રાહત, આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ….

0
48

આગામી કેટલાક દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી રાહતની આશા છે. ભારતીય મોસમ વિભાગેઆ જાણકારી આપી છે. દેશના વિવિધ ભાગોમાં સતત ગરમીના મોજાની સ્થિતિમાં આગામી કેટલાક દિવસોમાં રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન, પ્રદેશમાં વાવાઝોડા અને ભારે પવનની અપેક્ષા છે. આ વિસ્તારમાં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.આગામી 3-4 દિવસમાં આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.

2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વ્યાપક વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. કાલે આ વિસ્તારમાં કરા પડવાની પણ શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવા વરસાદની શક્યતા છે. કેરળમાં કાલે ભારે વરસાદની સંભાવના છે. તામિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશમાં 2 દિવસ વરસાદની સંભાવના છે.

આવનાર 2 દિવસ નિકોબાર ટાપુઓ પર અને ત્યારબાદ આંદામાન ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ચેતવણી આપી છે.ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે દેશના તમામ ભાગોમાં ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હરિયાણામાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના કોઈપણ ભાગમાં આકરી ગરમી પડવાની કોઈ શક્યતા નથી.

પૂર્વી ઉત્તર પ્રદેશના બાંદ્રામાં શુક્રવારે મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એપ્રિલમાં સૌથી વધુ હતું. એપ્રિલમાં, ઉત્તર પ્રદેશ, અલ્હાબાદ, ઝાંસી અને લખનૌ, હરિયાણાના ગુરુગ્રામ અને મધ્ય પ્રદેશના સતનામાં અનુક્રમે 46.8 °C, 46.2 °C, 45.1 °C, 45.9 °C અને 45.3 °C નોંધાયું હતું. દિલ્હીમાં એપ્રિલમાં ગુરુવાર અને શુક્રવારે 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 12 વર્ષમાં સૌથી વધુ નોંધાયું હતું. દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વેધર સ્ટેશન પર શનિવારે મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.