પૂજા કર્યા બાદ વધેલી સામગ્રી પાણીમાંતો નથી પધરાવતાંને ? એકવાર જરૂર વાંચજો નહીં થઈ જશો રંક..

0
31

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શ્રદ્ધા, આસ્થા અને તન્મયતાથી કરેલ પૂજા ખૂબ સાર્થક ગણાય છે પણ આ વાતને કદાચ લોકો જાણે છે કે વધતી કે શેષ રહી પૂજન-સામગ્રીથી પણ અમે સુખ સમૃદ્ધિ અને વૈભવ મેળવી શકે છે. દિવાળી, ગણેશોત્સવ કે નવરાત્ર કોઈ પણ દેવી-દેવતાની પૂજા સમયે જે સામગ્રી અમે થાળીમાં સજાવીએ છીએ, પૂજા પછી તેમાંથી થોડી બાકી વધી જાય છે. વધારેપણું લોકો એને વિર્સિજત કરી નાખે છે પણ જ્યોતિષાચાર્ય અને વિદ્વાનોના મુજબ એ સામગ્રીને ફેંકવી જોઈએ નહી. એને ઘરની અલમારી કે પૂજા સ્થળ કે પોકેટમાં સંભાળીને વર્ષભર રાખવાથી ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિમાં લાભ મળે છે.

અક્ષત.પૂજન પૂર્ણ થતા જે અક્ષત થાળીમાં રહી જાય છે તે થોડાંઘણાં કંકુવાળા હશે. તેને એક લાલ કપડાંમાં વીંટાળીને ઘરની તિજોરીમાં રાખી દો. તેનાથી ઘર હમેંશા ધન -ધાન્યથી પરિપૂર્ણ રહેશે અને ઘરમાં બરકત આવશે. તેને પાકિટમાં પણ રાખી શકાય. તે શુકનવંતા નિવડે છે.

ચૂંદડી.એને ઘરની અલમારીમાં કપડાના સાથે રાખો જેથી માતાના આશીર્વાદથી આપણે હમેંશા નવા પરિધાન પહેરી શકીએ અને માતાની કૃપા આપણા પર પરિપૂર્ણ રહે.ચાંદલા, મેહંદી.પૂજન પછી જે ચાંદલા કે મેંહદી રહી જાય છે એને કુમારી છોકરીઓ અને પરિણીત મહિલાઓને લગાવવા જોઈએ. એવું માનવું છે કે આથી કુમારીઓને યોગ્ય વર અને પરિણીતને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ગોળ-સોપારી,જનોઈ.પૂજન શરૂ કરતા પહેલાં પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરાય છે. પ્રતીકાત્મક રૂપથી પણ આપણે ગણેશજીની સ્થાપના કરી શકીએ છીએ. એક નાગરવેલના પાન પર કંકુથી સ્વાસ્તિક બનાવીને એના પર ગોળ સોપારી રાખવી અને જનોઈ પહેરાવવી. પૂજન કરી લીધાં પછી એને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં સાચવીને રાખો. જેથી ધનની બરકત થાય છે.

નારિયેળ.એને ફેડીને પ્રસાદ વહેંચો. જો આવું ન કરવું છે તો નારિયેળને હોમ -હવનમાં હોમી દો. નહીંતર લાલ કપડામાં બાંધીને તેને પૂજા સ્થાને રાખી શકાય છે. રક્ષાસૂત્ર.પૂજન પછી રક્ષાસૂત્ર ઘરમંદિરમાં એક કોથળીમાં પેક કરીને રાખી દો.જરૂરિયાતના સમયે કામ આવશે. ત ખરાબ થશએ નહિં. નહિંતર તેને કાપીને ઘરના પરિવારના સભ્યોના હાથે બાંધી દો. અને જ્યારે તે ખરાબ થઈ જાય ત્યારે તે બદલી નાંખો. આ રીતે તેનો ઉપયોગ લાભદાયી નિવડે છે.

પુષ્પહાર.એને ફેંકો નહીં પણ ઘરના બારણા પર બાંધી દો. પુષ્પ હાર જ્યારે મુરઝાઈ જાય તો એને કુંડા કે બગીચામાં નાખી દો. આ નવા છોડના રૂપમા આવી જશે.કંકુ.કોઈ પણ દેવી દેવતાનું પૂજન કંકુ વગર અધૂરું છે. પૂજન પછી કંકુને મહિલાઓએ એમની માંગમાં લગાવવું જોઈએ, એનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખરીદી હોય, ત્યારે એના પૂજન આ કંકુથી કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિની માન્યતા છે.

આ ઉપરાંત જાણો કયાં ભગવાનને શેનો ભોગ ચડાવવો જોઈએ સનાતન ધર્મ માં દેવી દેવતા ની પૂજા કર્યા પછી ભોગ ચઢાવવાનો રિવાજ છે,જે અનુસાર ભગવાન ને પવિત્ર ખાદ્ય સામગ્રી ઓ ધરાવીને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.આમ કરવાથી ભગવાન આપણાં પર પ્રસન્ન થાય છે અને આપણા પર કૃપા વરસાવે છે.આમ જોઈએ તો પૂર્ણ શ્રધ્ધા થી જે કઈ પણ તમે ભગવાન ને ચઢાવો એ ભગવાન ને સ્વીકાર્ય હોય છે. પણ શાસ્ત્રો માં બધા દેવતાઓ માટે અલગ અલગ ભોગ જણાવેલ છે.પરંતુ બધા લોકો આ વાત વિશે જાણતા નથી.જો તમે પણ આ વાત થી અત્યાર સુધી અજાણ છો તો તમારા માટે આ આર્ટિકલ ખુબ જ અગત્ય નો છે.જાણો ક્યાં દેવતા ને કયો ભોગ પસંદ છે..

ગણપતિ ને પ્રિય છે મોદક.ગણપતિ બાપા ને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે.કારણ કે તેની પૂજા થી બધાના કષ્ટ દૂર થાય છે.તેવીજ રીતે ભગવાન ગણેશ ને પ્રસન્ન કરવાનો સૌથી સારો ઉપાય છે તેનો મનપસંદ ભોગ કે જે મોદક છે.પદ્મપુરાણ અનુસાર મોદક અમૃત થી બનેલ હોય છે અને માતા પાર્વતી ને આ દિવ્ય મોદક દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયું હતું.

પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતી ના મુખેથી મોદકના વખાણ સાંભળ્યા પછી ગણપતિજી ને મોદક ખાવાની ઈચ્છા થઈ હતી.ત્યારે માતા પાર્વતીએ ગણેશજી ની સાથે સાથે કાર્તિકેય માટે પણ મોદક બનાવ્યા અને બન્ને વચ્ચે સરખે ભાગે વહેંચવાનું નક્કી કર્યું.પણ ગણેશ અને કાર્તિકેય મોદક વહેંચવા નહોતા માંગતા ત્યારે માતા પાર્વતી એ એક યુક્તિ અજમાવી તેઓ એ બન્ને વચ્ચે એક સ્પર્ધાનું આયોજન કર્યું અને કહ્યું કે જે જીતે એને બધા મોદક આપી દેવામાં આવશે.

હકીકત માં તેઓ એ બન્ને ને બ્રહ્માંડ ની પ્રદક્ષિણા કરવાનું કહ્યું હતું અને જે પહેલા આવે તે સ્પર્ધાનો વિજેતા ગણાશે.આ સાંભળી ને કાર્તિકેયે તેનું વાહન મયુર ઉપાડ્યું અને નીકળી ગયા પ્રદક્ષિણા કરવા.ગણેશજી ત્યાંજ ઉભા રહ્યા અને ચતુરાઈ થી તેના માતા પિતા શિવ અને પાર્વતી ની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે મારા માટે બ્રહ્માંડ મારા માતા-પિતા જ છે.

આ થી માતા પાર્વતી તેના પર પ્રસન્ન થયા અને બધા મોદક તેને આપું દીધા.ત્યારથી ગણેશજી ને મોદક ચઢાવવાની પ્રથા શરૂ થઈ.તેજ શાસ્ત્રો નું માનીએ તો માતા દુર્ગા ને ચોખાથી બનેલી કોઈપણ ચીજ તમે ભોગમાં ચઢાવી શકો છો.જેમ કે ખીર માતા ને ખુબજ પસંદ છે.આ સિવાય માતા ને ગોળ,ઘી,મીશ્રી અને દૂધ પણ ચઢાવી શકીએ છીએ.નવરાત્રી માં કુંવારી કન્યા ઓ ને હલવો અને પુરી જમાડવાથી માતા ખુબ જ રાજી થાય છે.

દેવી લક્ષ્મીજી ને ખીર અને શ્રીફળ નો ભોગ ધરાવવાનું વિધાન છે,હકીકત માં આ બન્ને ધન અને સમૃદ્ધિ ના પ્રતીક માનવામાં આવે છે.હકીકત માં શ્રી નો અર્થ થાય છે માતા લક્ષ્મી અને ફળ નો અર્થ થાય છે માતા દ્વારા પ્રાપ્ત થયેલું.એટલા માટે જો તમે માતા ની કૃપા ચાહતા હોય તો માતા ને શ્રીફળ અને ખીર ચઢાવવાથી તમારા પર કૃપા વરસતી રહે છે.

જોકે માં કાલી અને માં દુર્ગા એક જ સ્વરૂપ છે એટલે બન્ને ને સરખો ભોગ જ ધરાવાતો હોય છે જ્યારે અમુક ખાસ દિવસો હોય ત્યારે માં કાલી ને પણ ખીર ધરાવવી જોઈએ.વિદ્યા અને કળાની દેવી માતા સરસ્વતી ને કોઈપણ મોસમી ફળ અથવા મીઠાઈ નો ભોગ ચઢાવવાની પ્રથા છે.આ સિવાય તમે તેને ખીચડીનો ભોગ પણ ચઢાવી શકો છો.

ભોલેનાથ ને ભાંગ અને દૂધ વધારે પ્રિય હોય છે અને બધા પ્રકાર ના મોસમી ફળો શિવ ને ભોગ રૂપે ચઢાવવામાં આવે છે.શિવજી ને પંચામૃત પણ પ્રિય છે એટલા માટે તેની પૂજા માં પંચામૃત પણ ચઢાવવામાં આવે છે.ભગવાન વિષ્ણુ ને પીળા રંગ થી બનેલી કોઈપણ વાનગી પસંદ છે પછી તે મીઠાઈ હોય કે પછી ફળ.ભગવાન કૃષ્ણ ને પણ વિષ્ણુ નો જ અવતાર માનવામાં આવે છે.જેને શ્રીખંડ અથવા પેંડા ચઢાવાય છે.

આમ જ હનુમાનજી ને લાડુ ખુબ જ પ્રિય છે અને આ સિવાય પ્રભુ ને ગોળ અને ચણાં નો પ્રસાદ ચઢાવાય છે.શનિદેવ ,રાહુકેતુ અને માતા ભૈરવી ને કાળા રંગ ની વસ્તુઓ ખુબજ પ્રિય હોય છે.આવા માં તેને કાળા તલ અને અડદ ની દાળ પ્રસાદ ના રૂપ માં ચઢાવાય છે.આમ જ સરસવ નું તેલ પણ શનિ દેવ ને ખુબ જ પ્રિય છે અને આજ તેલ માં પ્રસાદ બનાવવો શુભ માનવામાં આવે છે.