પ્રેમમાં અંધ યુવક યુવતીએ કર્યા લગ્ન અને રહેવા લાગ્યા ભાડાના મકાનમાં, પરંતુ એક દિવસ એવું થયું કે યુવક…..

0
412

મિત્રો આજકાલ લોકો પ્રેમમાં આવીને ખોટા પગલાં લેતા હોય છે જેના કારણે તેમને અને તેમના પરિવારજનોને આ દુઃખના ભાગીદાર બનતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક યુવતી પહેલા શારીરિક સબંધ બાંધતા હતા અને થોડા સમયમાં તેઓએ પ્રેમ લગ્ન કરીને કરીને અલગ રૂમ રાખીને રહેતા હતા.પરંતુ એક દિવસ યુવકે યુવતી સાથે એવું કર્યું કે જાણી ને તમને પણ નવાઈ લાગશે.

મિત્રો તમને જણાવી દઈએ કે પ્રેમ લગ્ન કરી લેનારા યુવકના ભાઈને યુવતીના પરિવારજનોએ જાનથી મારી નાંખવાની તેમજ મકાન જપ્ત કરી લેવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા યુવકને કોલેજમાં જ અભ્યાસ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. ગત રવિવારે યુવતીએ યુવકને ફોન કરી પિતા, મોટા બાપા અને પિતરાઈ મારા લગ્ન બીજે કરાવી દેવા છે તો તું મને અહીંથી લઈ જા તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જેના મુજબ બીજા દિવસે સોમવારે જુના વાડજ સર્કલ ખાતેથી બસમાં બેસીને યુવક અને યુવતી ચાંદખેડા ખાતે ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા.ગત મંગળવારે યુવતીના પિતા, મોટા બાપા અને પિતરાઈના ઘરે આવ્યા હતા અને યુવક ક્યાં છે તેને હાજર કરો નહીં તો જાનથી મારી નાંખીશું. મકાન પણ જપ્ત કરાવી દઈશું તેવી ધમકી આપી ઝઘડો કર્યો હતો. આ અંગેની જાણ જીગ્નેશને તેના ભાઈ જયેશે કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ ક્યારેક ક્યારેક લોકોની એવી પ્રેમ કહાની સામે આવતી હોય છે જે કહાની ફિલ્મોની પ્રેમ કહાનીને પણ આંટી મારે એવી હોય છે.અમદાવાદના વેજલપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. એક યુવતી કોરોના પોઝિટિવ આવતા જ તેનો પરિવાર હોમ ક્વોરોન્ટાઇન થયો હતો. આ દરમિયાનમાં એક યુવક કે જે યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો તે ઘરે પહોંચી ગયો. યુવતીના પરિવારે ત્યારે ત્યાં ન આવવાનું કહેતા જ યુવક આવેશમાં આવી ગયો અને ધમકી આપી હતી કે લગ્ન નહિ કરાવો તો તે હાથની નસ કાપીને આપઘાત કરી લેશે.

વેજલપુરમાં આવેલા શ્રીનંદ નગર વિભાગ 3માં રહેતી 21 વર્ષીય યુવતીને બે અઠવાડિયા પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પરિવારના તમામ સભ્યો હોમ ક્વોરોન્ટાઇન થયા હતા. મંગળવારના રોજ બપોરે નયન નામનો એક યુવક આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો. યુવતીને મળવા માટે જોરજોરથી બુમો પાડતો હતો. ત્યારે યુવતીના સભ્યોએ કહ્યું કે હાલ તેઓ ક્વોરોન્ટાઇન છે એટલે અહીંથી જતો રહે. પણ નયને જીદ પકડી અને કહ્યું કે “તેને યુવતી સાથે લગ્ન કરવા છે જેથી તેને વાત કરવા મળવા દે.જોકે તમામ સભ્યો ક્વોરોન્ટાઇન હોવાથી મનાઈ કરી હતી.

આવેશમાં આવેલા નયને કહ્યું કે જો તેઓ મળવા નહિ દે તો તેના હાથની નસ કાપીને તે અહીં આપઘાત કરી લેશે. આ વાતથી યુવતીનો પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસને જાણ કરી હતી. વેજલપુર પોલીસે નયન સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો આરોપી ફરાર છે. પણ તેણે આપઘાત કરવાની ધમકી આપતા હવે પોલીસ પણ તેને પકડવામાં માટે વિચારી રહી છે. જો આરોપીને પકડે અને પોલીસસ્ટેશનમાં આવું કોઈ પગલું ભરે તો પણ ટુક સમય બાદ આરોપી ને તો પોલિસે પકડવો જ પડશે તે વાત નક્કી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શ્રમિક પરિવારની એક યુવતીની આંખ તેમના જ સમાજના એક યુવાન સાથે મળી ગઈ. તેની સાથે લગ્ન કરવાનું બન્નેના પરિવારજનોએ નક્કી કર્યું. દરમિયાન યુવકના પિતાનું મોત થયું. માતાએ લગ્નની ના પાડી દીધી. પછી એવું બન્યું કે એ યુવકે યુવતીને કહ્યું મારે તો તારી સાથે જ લગ્ન કરવા છે.

આમ કહી તેને રોકડ રકમ અને ઘરેણાં સાથે બોલાવી સાથે લઈ જઈ રૂ. 98 હજારની મતા ચોરી લઈ યુવતીને રસ્તા વચ્ચે રઝળથી મૂકી યુવાન પલાયન થઈ ગયાની ફરિયાદ સચિન પોલીસ મથકમાં નોંધાઈ છે.સચિન વિસ્તારમાં રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વિજય બચુસિંગ ચિતોડિયા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બન્ને લગ્ન કરવાના હતા. પણ, પારિવારિકક પ્રશ્નના કારણે લગ્ન થઈ શક્યા નહીં.

બપોરે ત્રણેક વાગ્યે વિજયે ફોન કરી આ યુવતીને લગ્ન કરવાની લાલચે સુરત રેલવે સ્ટેશન પાસે બોલાવી હતી. ત્યાંથી કડોદરા પહોંચ્યા, કડોદરાથી વડોદરા ગોલ્ડન ચોકડી પાસે પહોંચ્યા. જ્યાં ચેનસિંહ, હાકમ અને બે અજાણ્યા યુવાનો એક ફોર વ્હીલર લઈને પહેલેથી જ ઊભા હતા. જેમાં વિજયે કહેતા આ યુવતી બેસી ગઈ હતી. રસ્તામાં કોર્ટ મેરેજ કરવા માટે ફોટો પાડવાની જરૂર હોવાની વાત કરી યુવતીએ પહેલરેલાં ઘરેણાં અને રોકડ રકમ થેલીમાં મૂકાવી દીધા.

થોડે દૂર જઈ બે યુવાનો કારમાંથી ઉથરી ગયા. જે થેલી સાથે લેતા ગયા. પછી બન્યું એવું કે વિજયે આ યુવતીને ચાની લારી પાસે બેસાડી પોતે લઘુશંકા કરીને પરત આવે છે તેમ કહી જતો રહ્યો. તે ગયો તે ગયો. પરત ફર્યો જ નહીં. બીજી બાજુ રસ્તા વચ્ચે નિ:સહાય હાલતમાં મૂકાયેલી યુવતીના બનેવીનો ફોન આવ્યો, યુવતીએ પોતાની વેદના વર્ણવી એ સાથે જ પરિવારજનો યુવતીને લેવા માટે ત્યાં પહોંચ્યો હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રમાં 24 વર્ષીય યુવતીએ બીજા સમાજે એક છોકરા સાથે લગ્ન કરી લેતા તેના માતા પિતા અને ભાઈએ એક એવું પગલું ભર્યું કે સમગ્ર વિસ્તારના લોકો આઘાતમાં સરી પડ્યાં હતાં. માતા પિતા અને ભાઈએ એક સાથે ભરેલા આ પગલાથી લોકો હચમચી ગયા છે.ગડચિકોલી શહેરમાં રવિન્દ્ર વરગંટીવારની એક યુવતીએ બીજી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. છોકરીએ પોતાના પિતાને આ અંગે વાત કરતા કહ્યું કે તેને આ જ યુવક સાથે લગ્ન કરવા છે.

પરિવાર વાળાઓએ આ પ્રેમ લગ્નને સ્વીકારવાની ના પાડી હતી. આ લગ્નથી પરિવારજનો દુઃખી થઈ ગયાં, પરિવારે લગ્ન કરાવવાની ના પડતા દીકરી શનિવારે ઘરેથી નીકળી ગઈ હતી. રવિવારે તીર્થક્ષેત્ર માર્કંડાદેવ મંદિરમાં તેણે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી પરિવારજનો દુઃખી થઈ ગયાં હતા. પરિવારનાં અન્ય લોકોએ તેમને સમજાવ્યા બાદ પણ વરગંટીવાર પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો.

ત્રણેયે સામૂહિક આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.સોમવારે બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન આનંદનગર પરિસરની ખુલ્લી જગ્યામાં કુવા પાસે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ પોતાની પાસે રહેલો સામાન કિનારા પાસે કાઢીને ત્રણેયે એક સાથે કુવામાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનીકોની મદદથી ત્રણેયને બહાર કાઢ્યાં હતા, ઘટનાની જાણકારી શહેરમાં ફેલાતાની સાથે સ્થાનિકો ઘટના સ્થળ પાસે દોડી ગયા હતાં. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેઓએ સ્થાનીકોની મદદથી ત્રણેયને બહાર કાઢ્યાં હતા. મરનારાઓના નામ રવિન્દ્ર નાગોરાવ વરગંટીવાર, વૈશાલી રવિન્દ્ર વરગંટીવાર તથા સાઈરામ રવિન્દ્ર વરગંટીવાર હતું.