પ્રેમીના કારણે પતિ સાથે યુવતીએ લઈલીધા છૂટાછેડા, રોષે ભરાઈને પતિએ કરી નાખ્યું એવું કે જાણી ચોંકી જશો……

0
157

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્નેતર સબંધો કેટલીક વખત ખૂની ખેલમાં પરિવર્તિત થઈ જાય છે, ત્યારે આવો જ એક કિસ્સો પોર્ટુગલમાંથી સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે છૂટાછેડા લેવાથી નારાજ એક શંકાશીલ પતિએ જાપાની સમૂરાઈ તલવારથી તેના નવા પ્રેમીનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખતા તેનું મોત નીપજ્યું હતું.જેમાં મળતી માહિતી મુજબ આ દરમિયાન હત્યારા પતિએ તેની પૂર્વ પત્નીને કેબલથી બાંધી દીધી હતી. જેથી તે પોતાના પ્રેમીને તરફડિયા મારીને મરતો જોઈ શકે. બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ક્વાયત હાથ ધરી, તો જાણવા મળ્યું કે હત્યારાએ ખુદ આત્મહત્યા કરી લીધી છે.

ત્યાર બાદ આગળ જણાવી રહ્યા છે કે આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો. જે બાદ તેની પૂર્વ પત્ની જેમ-તેમ કરીને કેબલથી છૂટી શકી. આ ગુનો આચરનાર આરોપીનું નામ સ્પાઈનઈઆર્ડ કાર્લોસ સાંડે ફિડલ્ગો છે. પોલીસે જ્યારે આરોપીની શોધખોળ આદરી, ત્યારે સામે આવ્યું કે તેણે પણ એક પૂલ પરથી મોતની છલાંગ લગાવી દીધી છે. જો કે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સ્પાઈનઆર્ડ કાર્લોસ સાંડે ફિડલ્ગોનો મૃતદેહ મળી આવ્યો છે. કાર્લોસ પોતાની પૂર્વ પત્નીના નવા સબંધથી નારાજ હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હત્યારાએ તેની પૂર્વ પત્નીને કેબલથી બાંધી દીધી હતી. જેથી તે પોતાના નવા પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કપાતુ જોઈ શકે. પ્રાઈવેટ પાર્ટ કાપવાના કારણે હત્યારાની પત્નીના પ્રેમી લુઈસ મિગૂઈલનું મોત થઈ ગયું હતુ. હત્યારાએ પોતાની પૂર્વ પત્ની પર નજર રાખવા માટે તેની કારમાં GPS ટ્રેકલ લગાવી દીધુ હતુ. જેથી જાણી શકાય કે, તે ક્યાં જઈ રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મીઠાખળીમાં મેડીસર્જ હોસ્પિટલ પાસે લેમન ટ્રી હોટલમાં મારી પત્નીને મેં એક વ્યક્તિ સાથે પકડી છે તો પોલીસ મોકલશો.’ ગઈકાલે રાતે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ મેસેજ પહોંચતાં જ નવરંગપુરા પોલીસની ટીમ દોડી ગઈ હતી. ત્યારે પોશ વિસ્તારની લેમન ટ્રી હોટલના રૂમ નંબર 809માંથી પત્ની અને તેના પ્રેમીને ઝડપીને પોલીસ સ્ટેશન લવાયા હતા.પતિ-પત્નીના સંબંધોમાં ખટરાગ તો થતા જ રહે છે. જોકે બંને પાત્રની સમજણથી બધુ ભૂલી જાય છે અને ફરી પહેલાની જેમ ચાલવા લાગે છે. પરંતુ, કોઈ કારણ વગર લાંબા સમય સુધી પત્ની પતિ પ્રત્યે ધ્યાન જ ન આપે અને સતત ઉપેક્ષા કરે ત્યારે દાળમાં કંઈક કાળું હોવાનું લાગ્યા વિના રહેતું નથી. આવો જ એક કિસ્સો શહેરના પોશ વિસ્તારમાં સામે આવ્યો છે.

નારણપુરામાં રહેતા તિમિરના લગ્ન છ વર્ષ પહેલાં શીલા(30) (પતિ-પત્નીના નામો બદલ્યાં છે) સાથે થયા હતા. દંપતિને એક પુત્ર છે. પતિ અને પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્યારે ખાનગી કંપનીના HR ડીપાર્ટમેન્ટમાં કામ કરતી શીલાએ શનિવારે સાંજે તિમિરને ફોન કરીને કહ્યું કે, ‘ઓફીસમાં કામ છે એટલે મોડું થશે.જોકે પહેલાથી જ પત્ની પર શંકા હોવાથી પતિ તિમિરે કેટલાક મિત્રો પાસેથી માહિતી મેળવી શીલાનો પીછો કર્યો હતો. જે બાદ પત્ની અને તેના પ્રેમીને રંગેહાથ પકડવાનું નક્કી કરી પત્નીનો પીછો કરી રહ્યો હતો. મધ્યરાત્રીએ તેની પત્ની અને પ્રેમી મીઠાખળીની એક હોટલમાં પહોંચ્યા હતા. તિમિર પણ પત્નીની પાછળ પાછળ હોટલ પહોંચ્યો હતો.

જ્યાં હોટલના રૂમ નંબર 809માંથી પત્ની તેના પ્રેમી સાથે મળી આવતા તેણે સ્થળ પર જ બબાલ શરુ કરી હતી. જે બાદ પોલીસ બધાને પોલીસ સ્ટેશન લાવીી. જ્યાં જણાયું હતું કે શીલાનો પ્રેમી પ્રભાકર ઓમકાર વશિષ્ઠ(30) દારુના નશામાં હોવાથી તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોધ્યો હતો.જ્યારે પત્નીના વિનંતી બાદ પતિ તિમિરે પુત્રના ભવિષ્યનો વિચાર કરીને ઘર સંસાર બચાવવા માટે પત્ની વિરુદ્ધ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. ચાલો મિત્રો કેટલાક સવાલ જવાબ ઉપર નજર નાખીએ.

પ્રશ્ન: હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી. મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે. જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?
એક વિદ્યાર્થિની (અમદાવાદ)

ઉત્તર: તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?
એક યુવતી (સુરત)

ઉત્તર: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

પ્રશ્ન: હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?
એક સ્ત્રી (જસદણ)

ઉત્તર : તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

પ્રશ્ન: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?
એક સ્ત્રી (રાજકોટ)

ઉત્તર: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

પ્રશ્ન: હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.એક યુવક (વડોદરાઉત્તર: તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here