પ્રેમમાં આપ્યો ગર્લફ્રેન્ડે દગો તો યુવક પોતાની મહેનત થી બન્યો IPS અને પછી ગયો ગર્લફ્રન્ડને મળવા જાણો પછી શું થયું…

0
227

ગર્લફ્રેન્ડને કારણે આઈપીએસ બન્યો આ વ્યક્તિ, આપ્યું હતું ગર્લફ્રેન્ડને પુરી દુનિયા ફેરવવાનું વચન.12 ફેલ ‘હારા વહી જો લડા નહિ’નામની આ પુસ્તક મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી મનોજ શર્માના જીવન પર આધારીત છે.અને હર એક યુવકના દિલમાં જોશ ભરી દે છે જે જીવનમાં મળેલી નાની હાર થી પણ નિરાશ થઈ જાય છે.અને તેમના લક્ષ થી ભટકી જાય છે. મનોજ શર્માના જીવન પર આધારિત આ પુસ્તક તેમના મિત્ર અનુરાગ પાઠકે લખી હતી. આ પુસ્તકમાં મનોજ શર્માના જીવનમાં આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેવી રીતે મનોજ શર્માએ મુશ્કેલીઓનો સામનો કર્યો તે બતાવે છે.

આવા રીતે બન્યા આઈપીએસ.’12 મી ફેઇલ, હારા વહી જો લડા નહીં’ પુસ્તક મુજબ મનોજ શર્માનો જન્મ મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં થયો હતો. મનોજ શર્મા ભણવામાં ખૂબ જ ઝડપી ન હતા.અને તેમણે નવમો, દસમો અને 11 મા વર્ગ ત્રીજા કલાસમાં પાસ કર્યો હતો. મનોજ શર્માના જણાવ્યા મુજબ તેણે છેતરપિંડીની મદદથી 11 મીની પરીક્ષા પાસ કરી હતી. તે જ સમયે, તે 12 માં ધોરણમાં નકલ ન કરી શકવાના કારણે ફેલ થઈ ગયો હતા. 12 પાસ થયા પછી મનોજ શર્માએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને મન લગાડીને અભ્યાસ કર્યો. મનોજ શર્માએ સારા માર્કસ સાથે ડિગ્રી મેળવ્યા બાદ આઈએએસ માટેની તૈયારી શરૂ કરી હતી. પરંતુ તેમણે આઈએએસ બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી અને તે ચોથી વખત આઈ.એ.એસ. ની પરીક્ષા પાસ કરી શક્યાં હતા.

મનોજ શર્માના જણાવ્યા અનુસાર, તેની ગર્લફ્રેન્ડના વિશ્વાસને કારણે જતે ચોથા વખતની આઈએએસની પરીક્ષા પાસ કરી શક્યાં. મનોજ શર્માએ તેમની ગર્લફ્રેન્ડને વચન આપ્યું હતું કે જો તે હા કરે તો તે આખી દુનિયા ફેરવી દવ. અને આ વચન સાથે મનોજે તેમની યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી…

મનોજ શર્મા 2005માં બેચના મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ છે અને મુંબઇમાં પશ્ચિમ ક્ષેત્રના એડિશનલ કમિશનર છે. મનોજના બાળપણના મિત્રના જણાવ્યા પ્રમાણે મનોજે 2 વર્ષથી ગ્વાલિયરમાં યુપીએસસી માટે તૈયારી કરી હતી. તૈયારી પુરી કર્યા પછી, તે દિલ્હી ગયા અને ત્યાં તેમણે કોચિંગ લીધું..

મનોજ શર્માની પસંદગી ત્રણ વાર થઈ શકી ન હતી. જેના કારણે મનોજના ઘણા મિત્રોએ તેમને પાછા ગામ પાછા જવાનું કહ્યું હતું. પરંતુ મનોજે લોકોની વાતો તરફ ધ્યાન ન આપ્યું અને યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. ચોથી વખત મનોજે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ બનવાનું પોતાનું સપનું પુરૂ કર્યું.

મનોજ શર્માના જણાવ્યા અનુસાર ચોથામાં પ્રિ અને મેન્સ પાસ કર્યા પછી, ઈન્ટરવ્યુમાં પસંદગી સમિતિના લોકોએ તેમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. તેમનો બાયો-ડેટા જોઈને, તેમને પહેલા પ્રશ્ન પુછવામાં આવ્યો કે જેમણે આઈઆઈટી અને આઈઆઈએમના લોકો કોલીફાય છે તો તેમની જગ્યાએ તેમની પસંદગી કેમ કરે. આ પ્રશ્નના જવાબમાં મનોજ શર્માએ કહ્યું હતું કે હું 12 માં નિષ્ફળ થયા પછી અહીં પહોંચ્યો છું, એટલે કે મારામાં કંઈક ગુણ હશે. આ જવાબો સાંભળીને પસંદગી સમિતિના સભ્યોએ તેમની પસંદગી કરી. આજે મનોજ આઈપીએસ બની ગયા છે અને આ દેશમાં તેની સેવાઓ આપી રહ્યો છે.