પ્રેગનેન્સીના કારણે બેબો કરિનાની હાલત થઈ આવી, તસવીરો જોઈ કેશો આ શું થઈ ગયું….

0
155

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કરિના કપૂર ખાન વિશે જેના વિશે કહેવામા આવી રહ્યુ છે તે હવે બીજી વાર મા બનવાની છે એટલે કે કરીના બીજી વાર પ્રેગ્નનેટ છે તમને જણાવી દઇએ કે કોઇપણ બોલિવુડ સેલિબ્રીટી તેમની કોઈને કોઈ વાતે ચર્ચા મા હોય જ છે તે પછી તેમની સુંદરતા હોય કે,કે પછી તેમની ફીટનેશ હોય અને તેવી જ રીતે હવે બોલિવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન બીજી વાર મા બનવાના સમાચાર ના કારણે ખુબજ ચર્ચામા છે.

મિત્રો કોરોનાના કારણે લોકડાઉનના કારણે બધી ફિલ્મોનુ શૂટિંગ બન્ધ હતુ પરંતુ હવે મોટાભાગે અમુક ફિલ્મોની શૂટિંગ ચાલુ થઇ ગયુ છે અને તમને જણાવી દઇએ કે કરીના કપૂર ખાન તેની આગમી ફિલ્મ લાલ સિંહ ચઢઢામા જોવા મળશે અને હવે આખરે પ્રેગનેન્ટ કરીના કપૂર ખાને પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે હાલમાં દિલ્લીમાં આમિર ખાન સાથે શૂટ કરી રહી છે તેમજ શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મિત્રો આ ફોટોસમાં તે રેડ અને વ્હાઈટ પ્રિંટની ડ્રેસ પહેરેલી નજર આવી રહી છે અને વાળમાં હેરબેંડ લગાવ્યું છે અને કોઈને તિરછી નજરોથી જોઈ રહી છે જો કે રિપોર્ટ્સનું માનીએ તો લાંબા સમય બાદ સેટ પર શૂટિંગ કરવા માટે પહોંચેલી કરીના કામ ખતમ થયા બાદ થાકીને ઠુસ થઈ ગઈ હતી અને તમને જણાવી દઈએ કે કોરોના લૉકડાઉન પહેલા કરીનાએ આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતુ જો કે હજી પણ શૂટિંગ સાથે જોડાયેલું ઘણું કામ બાકી છે.

મિત્રો શૂટિંગ માટે પહોંચેલી કરીનાના ચહેરા પર પ્રેગનેન્સીનો ગ્લો નજર આવી રહ્યો હતો. એટલું જ નહીં બેબી બમ્પ સાથે તે સુંદર દેખાઈ રહી હતી અને તમને જણાવી દઈએ કે કરીનાનું શૂટિંગ દિલ્લીમાં અનેક દિવસો સુધી ચાલવાનું છે અને આ ફિલ્મને દિલ્લીના અનેક વિસ્તારોમાં શૂટ કરવામાં આવશે અને અહેવાલોનું માનીએ તો કેટલાક સીન કરીનાના એકલીના છે તો કેટલાક તે આમિર ખાન સાથે શૂટ કરશે.મિત્રો આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના દિલ્લીમાં નહીં પરંતુ પટૌડી પેલેસમાં રોકોઈ છે. સાથે પતિ સૈફ અને દીકરો તૈમૂર પણ છે મમ્મી કરીના શૂટ પર જાય ત્યારે પાપા સૈફ તૈમૂરનું ધ્યાન રાખે છે. જો કે આ દરમિયાન તૈમૂર પોતાની મમ્મીને ઘણું મિસ પણ કરે છે અને તમને જણાવી દઈએ કે કરીનાની પ્રેગનેન્સનીને લઈને સૈફ કોઈ જ રિસ્ક નથી લેવા માંગતા.

એટલે જ કરીના રોજ પટૌડી પેલેસથી કારમાં જ દિલ્લી શૂટ કરવા માટે જાય છે અને કરીના પ્રેગનેન્ટ છે એટલે પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરની ઈચ્છા છે કે તેના ભાગનું શૂટિંગ જલ્દી પુરું થઈ જાય છે અને કેટલાક દિવસો પહેલા જ કરીના તમામ તામ-ઝામ સાથે દિલ્લી રવાના થઈ હતી. મુંબઈ છોડતા પહેલા તેણે પોતાના તમામ કામ પણ પતાવ્યા હતા.આ મહિને સૈફ અને કરીનાની એનિવર્સરી પણ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ પટૌડી પેલેસમાં વેડિંગ એનિવર્સરી મનાવશે. આશા છે કે પરિવારના અન્ય લોકો પણ તેમાં સામેલ થશે અને જએક ઈન્ટરવ્યૂમાં કરીનાએ પોતાની પહેલી પ્રેગનેન્સીને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે, તૈમૂરના સમયે લોકો મને ખૂબ જ ખાવાનું કહેતા હતા અને એટલે જ મારો વજન 25 કિલો વધી ગયું હતુ.

હું ફરી એ જ નથી કરવા માંગતી. મને બસ હેલ્ધી ખાવું છે અને ફિટ રહેવું છે. તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે પહેલી પ્રેગનેન્સી દરમિયાન સૌ કહેતા હતા કે પરાઠા ખાઓ, ઘી ખાઓ, દૂધ પીઓ. પરંતુ હવે હું કહું છું કે, મે પહેલા આ બધું કરેલું છે. હું જાણું છું મારા શરીરને શાની જરૂર છે.મિત્રો તમને જણાવી દઇએ કે કરીના કપૂર ખાન ગર્ભવતી છે અને સૈફ અલી ખાનના જન્મદિવસ ના થોડા દિવસ પહેલા કપલે આની જાહેરાત કરી હતી અને આ બંનેએ નિવેદન જારી કરતાં કહ્યું કે તેઓ બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદથી નવાબ પરિવાર ખુશ થઈ રહ્યો છે. જોકે, કરીનાએ પહેલાની જેમ પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા તેને માહિતી આપતી રહે છે.

તમને જણાવી દઈએ કે તૈમૂરના જન્મ સમયે કરીના સોશિયલ મીડિયા પર નહોતી, પરંતુ બીજી ગર્ભાવસ્થામાં કરીના ઇન્સ્ટાગ્રામ પર છે. આવી સ્થિતિમાં ચાહકોને સીધો અપડેટ મળશે. મંગળવારે એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે મેકઅપની રૂમમાં બેઠેલી જોવા મળી રહી છે અને તેની આસપાસ તેના સ્ટાફથી ઘેરાયેલી છે. બધાએ માસ્ક પહેર્યો છે કરીનાએ ફોટો સાથે લખ્યું હતુ કે એક વધુ દિવસ.એક વધુ શૂટ.

મિત્રો જો જોવા જઇએ તો કરીના એક એવી હસ્તીઓ છે જેણે પોતાની ગર્ભાવસ્થાને ક્યારે પણ ગુપ્ત રાખી જ નથી કરીના તૈમૂરના જન્મના થોડા દિવસ પહેલા સુધી કામ કરતી હતી જો કે તૈમૂરના જન્મ પછી બેબોએ ચોક્કસપણે થોડા મહિનાનો વિરામ લીધો, પરંતુ તે જ તાલમાં કામ કરવાનું શરૂ કર્યું હતુ.મિત્રો 39 વર્ષીય કરીનાની આ જ શૈલી બીજી ગર્ભાવસ્થા દરમિયાન પણ જોવા મળે છે. કરીના આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢઢામાં જોવા મળશે અને કેટલાક મીડિયા અહેવાલો એવા હતા કે બેબો ગર્ભાવસ્થામાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરશે અને તેનો બેબી બમ્પ અંતિમ દ્રશ્યોથી વીએફએક્સ દ્વારા સંપાદિત કરવામાં આવશે.

જો કે તૈમૂરના જન્મ પર વિરામ બાદ કરીનાની પહેલી રજૂઆત વીરે દી વેડિંગ હતી, જે 2018 માં રજૂ થઈ હતી અને આ ફિલ્મને મોટી સફળતા મળી હતી અને તૈમૂરના જન્મ પહેલા કરીનાની છેલ્લી ફિલ્મ ઉડતા પંજાબ હતી, જે જૂન 2016 માં રજૂ થઈ હતી અને 2019 માં, કરીના અક્ષય કુમારની સાથે ગુડ ન્યૂઝ માં જોવા મળી હતી જેમાં તેણે સગર્ભા સ્ત્રીની ભૂમિકા નિભાવી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ વર્ષે કરીના ઇંગ્લિશ મીડિયમમાં જોવા મળી હતી જે ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here