પ્રેમી સાથે ઘરે થી ભાગેલી 17 વર્ષની છોકરી ને પડ્યા ખાવાના પણ પડ્યા ફાફા,ત્યા પ્રેમીએ કર્યુ એવુ કે….

0
1078

મિત્રો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને જે વ્યક્તિ એકવાર જો પ્રેમમા પડી જાય છે તો પછી તેને સારા ખરાબનો પણ વિચાર આવતો નથી અને આવામા સગીર વયના બાળકો તેમના જીવન મા ઘણીવાર એવી ભુલો કરી દે છે કે પછી પાછળ થી તેમની પાસે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી અને આ ભુલને કારણે માત્ર તેઓ જ નહી પરંતુ તેમના પરિવારના સભ્યો પણ મુશ્કેલીમા મુકાઇ જાય છે મિત્રો આવો જ એક કીસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યા બન્યુ છે એવુ કે એક સગીર વયની બાળા એક યુવકના પ્રેમ ઘરે થી ભાગી ગઈ હતી અને ત્યાર બાદ આ કપલ મંદિરમા રહેવા માટે મજબુર બન્યા હતા.

મિત્રો આ સમગ્ર કીસ્સો મા બન્યુ છે એવુ કે પાછલા 6 મહિનાઓથી પોતાના ઘરેથી ગુમ થયેલી સગીર યુવતી અને યુવકને પાછલા અઠવાડિયે એક મંદિરમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા અને ખેડૂત પરિવારમાંથી આવતા આ પ્રેમી કોરોના કાળમાં ખૂબ જ ગરીબાઈમાં સપડાઈ ગયા હતા જો કે યુવક પહેલા હીરા ઘસવાનું કામ કરતો હતો પરંતુ કોવિડ 19ના લોકડાઉનમાં તેણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી અને નાની એવી નોકરીઓ મળવાનું પણ બંધ થઈ ગયું અને બંને મંદિરમાં રહેવા મજબૂર થઈ ગયા.

જો કે આ 16 વર્ષની સગીર યુવતી પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને આ યુવતીના પિતાએ બગોદરા પોલીસ સ્ટેશનમાં 21 વર્ષના યુવક વિરુદ્ધ છોકરીનું અપહરણ કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસ દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવતા છોકરીના પિતા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે છોકરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે.

જોકે લોકડાઉનના કારણે સમગ્ર મામલે ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી પરંતુ પોલીસને આખરે સફળતા મળી અને અમદાવાદ રોડ પરના મંદિરમાંથી કપલ મળી આવ્યું હતું જો કે પોલીસને બંને જણા ખૂબ જ ગરીબ સ્થિતિમાં મળી આવ્યા અને પેટ ભરવા માટે તેઓ મંદિરમાં પૂજારીને મદદ કરતા હતા અને તપાસ અધિકારીએ છોકરીને HCમાં રજૂ કરતા પહેલા સમગ્ર બાબત જણાવી હતી અને જ્યારે યુવકને છોકરીનું અપહરણ કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

મિત્રો જોકે આ છોકરીએ પોતાના માતા પિતા સાથે જવાનો ઈનકાર કર્યો હતો અને જુલાઈ 2020માં પુખ્ત વયની થવા પર બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યુ હતુ અને તે પરિવાર સાથે જવા તૈયાર ન હોવાથી તેને નારી વિકાસ ગૃહમાં મોકલાઈ હતી અને સાથે જ હાઈકોર્ટે યુવતીને પરિવાર સાથે પાછા જવા માટે વિચારવાનો સમય આપ્યો હતો તો બીજી તરફ યુવકના પરિવારજનો સમગ્ર કેસથી પોતાને દૂર રાખી રહ્યા છે.

જો કે ફરિયાદીના વકીલ એ.એ ઝાબુઆવાલાએ કહ્યુ હતુ કે લોકડાઉનના 5-6 મહિના સુધી બંને જણા કેવી રીતે જીવન નિર્વાહ કર્યો તે જાણવા માટે અમે પોલીસને વિનંતી કરી છે અને તેમના લગ્ન વિધિ વિધાન પૂર્વક થયા છે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ થયા નથી અને હાઈકોર્ટે કેસની સુનાવણીની આપી છે અને યુવતીના માતા પિતાને તેને કોર્ટમાં જ મળવાની મંજૂરી આપી છે. જોકે હાઈકોર્ટે યુવકને પણ કાયદાકીય મદદ આપવા માટે આદેશ કર્યો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે કેરળ માથી દેશમાં કોરોના લોકડાઉન વચ્ચે કેરળમાં પ્રેમનો આ આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જ્યા જુદા જુદા ધર્મો સાથે જોડાયેલા એક પ્રેમાળ દંપતી તાજેતરમાં કેરળના કોઝિકોડ જિલ્લામાં નજીકમાં આવેલા થામાર સેરી થી ઘરમાંથી ભાગી ગયા હતા પરંતુ પોલીસે લોકડાઉન નો ભંગ કરવા બદલ આ દંપતી સામે ગુનો નોંધ્યો છે પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બની હતી, જ્યારે 17 વર્ષની યુવતી તેના 23 વર્ષીય બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી.

મિત્રો આ યુવતી નો પરિવાર વિવિધ ધર્મોથી હોવાના કારણે તેના લગ્નની વિરુદ્ધ હતો અને તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જો કે આ બંને પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ત્યારબાદ તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને આ બંનેને પુખ્ત વયના હોવાથી તેઓને છૂટા કરવામાં આવ્યા હતા અને યુવતીએ અદાલતમાં એમ પણ કહ્યું હતું કે તેણી પોતાની સ્વતંત્ર ઇચ્છા પર પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

મિત્રો કોર્ટની સૂચનાથી પોલીસે બંને સામે કોવિડ 19 ને કારણે લાદવામાં આવેલા બંધના નિયમોનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો અને ખરેખર, કેરળમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.એક અકલ્પનીય વાયરસ દરેકના હાથ અને પગ બાંધીને નજરકેદ કરે છે. હવે એવું દિલ છે કે માનતું નથી અને તેને કેટલું સમજાવવું તે સમજી શકતો નથી.