પોતાની જવાની જાળવી રાખવા માટે મહિલાઓ, હંમેશા અપનાવે છે આ રીત જાણો તેના વિશે…..

0
228

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મહિલાઓ પોતાને સુંદરતા દેખાવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે મિત્રો મહિલાઓ જેમ જેમ પોતાની ઉંમર વધે છે તેમ તેમ તેઓ પોતાને યુવાન દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે તમે જાણતા જ હશો કે મહિલાઓ પોતાને સુંદર દેખાવા મેકઅપ નો સહારો લેતી હોય છે પરંતુ મિત્રો આજે આ લેખમાં મહિલાઓની જવાની જાળવવાની સૌથી સરળ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે.

વજન ઘટાડવું જેટલું અઘરુ છે તેનાથી પણ વધારેમુશ્કેલ છે ટોન્ડ બોડીને જાળવી રાખવી. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે વજન ઘટાડ્યાંબાદ બૉડીને ટોન્ડ રાખવી. આ ટિપ્સ અપનાવ્યાં બાદ તમે તમને કાયાને કમનીય બનાવીરાખવામાં મુશ્કેલી નહી પડે.નાસ્તો જરૂરથી કરવો,ઘણીવાર સ્ત્રીઓ બપોરનું જમવાનુંનથી ખાતી. આવી સ્ત્રીઓએ સવારે હેલ્ધી નાસ્તો લેવો. સવારે પાચન ઝડપી થાઇઅ છે તેથી ચરબી જમા થતી નથી.

સામાન્ય રીતે વજન ઘટાડવાની ઘેલછા પુરુષો કરતા મહિલાઓમાં વધારે જોવા મળે છે. ફિટનેસપ્રેમી મહિલાઓ વજન ઉતારવા માટે આકરી મહેનત કરે છે, પણ દરેક પર એની એકસરખી અસર નથી થતી કારણ કે શરીરના પ્રકાર અલગ અલગ હોય છે અને એના પર જુદી જુદી અસર જોવા મળે છે.

વજન ઉતારવા માંગતી મોટાભાગની વ્યક્તિઓના મનમાં એવી ખોટી ભ્રમણા હોય છે કે જિમમાં જઈને બે-ચાર કલાક પરસેવો પાડી દેવાથી અઠવાડિયામાં વજન ઉતરી જાય છે. જોકે આ સાવ ખોટી છે. એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ટુંકા ગાળા માટે કસરત કરવાથી ફિટનેસમાં ખાસ ફાયદો નથી થતો અને વજન પણ નથી ઉતરતું. વજનમાં જે ઘટાડો થાય છે એમાં કસરતનું પ્રમાણ પંદર ટકાથી વધારે નથી હોતું.

જોકે આ કસરત લાંબા ગળા માટે કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. જોકે કસરતમાં મોટી સમસ્યા એ છે કે મોટાભાગની મહિલાઓ ટુંકા ગાળા માટે કસરત શરૃ કરે છે અને જો તેને આટલા સમયગાળામાં કોઈ નક્કર પરિણાન ન દેખાય તો તે કસરત કરવાનું છોડી દે છે, પણ હકીકતમાં કસરત ત્યારે જ મદદરૃપ થઈ શકે છે જ્યારે એને લાંબા સમય સુધી કરવામાં આવે. જો મહિલા ખરેખર ફિટનેસ માટે એકસરસાઇઝ કરવા માગતી હોય તો તેના માટે ઝડપથી ચાલવાની કસરત અને યોગનું કોમ્બિનેશન મદદરૃપ સાબિત થાય છે.

વજન ઉતારવાની ઘેલછામાં કેટલીક મહિલાઓ બહુ મોટી ભુલો કરતી હોય છે. જો ખરેખર વજન ઉતારવું હોય તો આ ભુલો ક્યારેય ન કરવી જોઇએ. કેટલીક મહિલાઓ વજન ઉતારવા માટે કડક ડાયટિંગ કરે છે જેના અંતર્ગત તેઓ આખા દિવસમાં કંઈ નથી ખાતી, પણ માત્ર રાતે પેટ ભરીને ભોજન કરે છે. આ આખી વાત જ સાવ ખોટી છે. હકીકતમાં માનવીના શરીરમાં ચયાપચયની ક્રિયા બપોરે ૧૨.૦૦થી ૪.૦૦ના સમયગાળામાં સૌથી વધારે સક્રિય હોય છે અને રાતના ૯.૦૦ વાગ્યા પછી એને સક્રિયતામાં ઘટાડો થાય છે. આ કારણોસર રાત્રે નવ વાગ્યા પછી જે ભોજન કરવામાં આવે છે એમાંથી મોટાભાગના ભોજનનું ચરબીમાં રૃપાંતર થઈ જાય છે.

કેટલીક વ્યક્તિઓ વજન ઘટાડવા માટે અઠવાડિયામાં ત્રણ કિલો જેટલું વજન ઘટાડી દેતા ખાસ ફેન્સી ડાયેટનો આશરો લે છે, પણ હકીકત એ છે કે જ્યાં સુધી આ ડાયેટનું પાલન કરે છે. હકીકતમાં આ રીતે ઉતારેલું વજન આ પ્રકારનો ડાયેટ બંધ કરતા તરત જ વધી જાય છે. કેટલીક વ્યક્તિઓ વજન ઘટાડવા માટે રેચક તત્ત્વોનો વધારે પડતો વપરાશ કરે છે, પણ આના કારણે શરીરના અગત્યના ખનીજદ્રવ્યો અને પોષકતત્ત્વોનું ધોવાણ થઈ જાય છે. ઘણીવાર વજન ઉતારવાની ઘેલછામાં જો વધારે પડતી કસરત થઈ જાય તો સ્નાયુઓને ભારે ઇજા પહોંચવાની શક્યતા રહે છે. જે મહિલાઓ સાવ નિષ્ક્રિય જીવન જીવે છે તેમનું વજન એક મર્યાદા પછી ઉતારવાનું અશક્ય બની જાય છે. ઘણીવાર ડાયેટ ચોકલેટ અને ડાયેટ કોલાના વધારે પડતા વપરાશને કારણે પણ વજન ઘટવાને બદલે વધે છે.

પેટ ભરાય એટલું તો જરૂરથી ખાવું,પાતળા રહેવા માટે ભૂખ્યા રહેવાની પણ જરૂર નથી. ભૂખ હોય તેટલું પણ ના ખાઇએ તો, અશક્તિ આવવાની શક્યતા છે અને શરીરને પૂરતાં પોષકતત્વો પણ મળતાં નથી. પરંતુ પેટ ભરાઈ ગયા પછી વધારે પડતું પણ ના ખાવું. ટીવી જોતાં-જોતાં તો ક્યારેય ના ખાવું, તેમાણ વધારે પડતું પણ ખવાઈ જાય છે અને ધ્યાન પણ નથી રહેતું. પેટને એકદમ ફૂલ કરવાની જગ્યાએ થોડું ખાલી રાખવું પણ જરૂરી છે.

લાગણીમાં આવી ઝાપટવાનું ટાળવું,મિત્રો સાથે કે કુટુંબીજનો સાથે ફરવા નીકળ્યા હોય તો, ઢગલાબંધ આઇસ્ક્રિમ ખવાઈ ના જાય એનું ધ્યાન તો રાખવું જ જોઇએ. ફરવા નીકળ્યા હોઇએ કે પાર્ટી કરતા હોઇએ એટલે બધાની સાથે ડાયટનું પાલન કરવું જરા મુશ્કેલ થઈ જાય એ વાત સાચી છે, પરંતુ કમનીય કાયા જોઇતી હોય તો, કંટ્રોલ તો કરવો જ રહ્યો. વધારે પડતી કેલરી વાળા બધા જ ખોરાકથી દૂર રહેવું અથવા માત્ર ચાખવું જ, ઝાપટવા બેસી ના જવું.

ભોજનની પસંદગી ચોકસાઈ પૂર્વક કરવી,નમણી અને સેક્સી સ્ત્રીઓ ગમે તે મળે તે ખાઈ લેતી નથી. તેઓ વિચારીને જ ખોરાકની પસંદગી કરે છે. શરીરને જેની જરૂર ના હોય તેવા તત્વો વાળો ખોરાક તેઓ ક્યારેય લેતી નથી.મનને ઇચ્છા હોય તે ખોરાક પણ લેવો,મોટાભાગે ડાયટ કૉન્શિયસ સ્ત્રીઓ તેમના શરીર માટે યોગ્ય હોય તેટલો ખોરાક જ લેતી હોય છે. કોઇક વાર ખરેખર કશાકની ઇચ્છા થઈ જાય તો થોડુ તો થોડુ, પણ ખાઈ લેવું જોઇએ. તેનાથી મળતા સંતોષથી પણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

જો તમને સાયકલ ચલાવવી ફાવતી હોય તો તેનાથી સરળતાથી ફેટ ઓછો કરી શકાય છે. આ ફિટ રહેવા માટેનો કારગર નુસખ્ખો છે. રોજ અડધો કલાક સાઇક્લિંગ કરીને તમે મહિનામાં બેથી ત્રણ કિલો વજન ઓછું કરી શકે છે.. જરૂરી નથી કે એના માટે તમે સડક પર સાયકલ ચલાવો. સાયકલ વગર પણ સાઇક્લિંગની મૂવમેન્ટ અસરકારક સાબિત થાય છે. આ મૂવમેન્ટ માટે મેટ પર સીધા સૂઈ જાવ. હાથોની મદદથી માથાને ઉપરથી તરફ ઉઠાવો. તમારા ઘૂંટણને ચેસ્ટ પાસે લાવો પછી સાઇકલના પેડલ મારતા હોય તે રીતે મૂવમેન્ટ કરો. ફેટ ઉતારવા માટે આ ટિપ્સ કારગર છે.

હળવી એક્સરસાઈઝ અને સંગીત બંનેને તમારા રૂટિનમાં સામેલ કરો તો સરળતાથી પેટની ચરબી ઓછી કરી શકાય છે. જિમ એક્સપર્ટ મનીશ કુમારના મત મુજબ એરોબિક્સને લાઈટ એક્સરસાઈઝ માનવામાં આવે છે. આ રીતનું વર્કઆઉટ લોકો ખૂબ જ પસંદ કરે છે. તેનાથી થાક પણ બહુ ઓછો થઈ જાય છે. આ માટે કોઇ અન્ય વ્યાયામને ટ્રાય કરતા પહેલા એરોબિક્સ કરી જુઓ. એરોબિક્સ રોજ અડઘી કલાક કરવાથી 500થી 800 કેલેરી બર્ન થાય છે.

જો તમે એક્સરસાઈઝ કરીને કંટાળી ગયા હો અને તમને ડાન્સ કરવો ગમતું હોય તો ડાન્સની મજા સાથે શરીરને ફિટ બનાવી શકાય છે. ફિટનેસ એક્સપર્ટ
મહિલાઓના કમરના ભાગમાં ફેટ વધુ જમા થાય છે. આ ફેટને ઝડપથી ઉતારવા માટે ડાન્સિંગ બેસ્ટ ઓપ્શન છે. બેલી ફેટ ઘટાડવા માટેનો આ બહુ જ સરળ ઉપાય છે. જો નિયમિત અડધી કલાક સુધી ડાન્સ કરવામાં આવે તો 500થી 1000 કેલેરીઝ બર્ન કરી શકાય છે.

કેલરીબર્ન કરવા અને બેસ્ટ શેપ મેળવવા માટે વોટર વોકિંગ બેસ્ટ એક્સસરસાઈઝ છે. ચાલીસ મિનિટ વોટર એક્સરસાઈઝ કરવાથી લગભગ 600 કેલરી બર્ન કરી શકાય છે. ધ્યાન રાખો જે પણ એકસસરાઈઝ તમે જિમમાં કરો છો, યોગ, જુંબા, એકોબિક્સ, કિક બોક્સિંગ, કાર્ડિયો સ્ટ્રેચિં આ બધી જ પાણીને અંદર બખુબી કરી શકાય છે. પાણીમાં થતી એક્સરસાઈઝ કરવાથી કમજોર મસલ્સ સ્ટ્રોન્ગ થઈ જાય છે. જોઈન્ટમાં થનાર પીડામાં પણ આરામ મળે છે. સાથે તે તણાવ ઓછો કરવામાં પણ સહાયક છે.