પોલીસે આપ્યું વિવાદિત બયાન, કહ્યું દીકરીનું નતું થયું યૌન શોષણ, આ કારણે થયું મૃત્યુ.

0
135

મિત્રો આજે એક ઉત્તર પ્રદેશની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા સાથે બળાત્કાર કરી તેનું ગળુ દબાવીને તેના કરોડરજ્જુ ના હાડકા ભાગી નાખ્યા હતા.પરંતુ એક મેડિકલ કોલેજ ના રિપોર્ટ મા સામે આવ્યું છે કે આ મહિલાનો કોઈ પણ રીતે યૌન શોષણ ની ક્રિયા થઈ નથી અને તેનું ગળુ દબાવવા ના કારણે તેની કરોડરજ્જુ ના હાડકા ભાંગી પડ્યા હતા.

મિત્રો આ સિવાય દિલ્લી પણ એક ઘટના સામે આવી હતી નિર્ભયા ગેંગ રેપ ની જેમ આરોપીઓને ફાસી આપવામાં આવી હતી.સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ નિર્ભયા કેસમાં ન્યાય મળ્યો છે. ચારે ગુનેગારોને સવારે સાડા પાંચ કલાકે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું હતું કે, તેમની કાયદાકીય લડત ચાલુ રહેશે અને એક કરતાં વધુ ગુનેગાર હોય ત્યારે તેઓ અલગ-અલગ દયાઅરજી દાખલ કરવા જેવી કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ ન કરે તે માટે માર્ગદર્શિકા ઘડવા સર્વોચ્ચ અદાલત સમક્ષ માગ કરીશું.

આ કેસમાં એક આરોપી રામ સિંહે તા. 11મી માર્ચ, 2013ના દિવસે તિહાર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષિત ગુના સમયે સગીર હતો, એટલે તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને જો કોઈ સગીર જઘન્ય અપરાધ આચરે તો તેની ઉપર પુખ્તની જેમ જ ખટલો ચલાવવાની જોગવાઈ કરવામાં આવી.

મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૪મી સપ્ટેમ્બરના રોજ ૪ નરાધમોના પાશવી બળાત્કાર અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી ૨૦ વર્ષીય દલિત મહિલા બુધવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. ૨૦૧૨ના નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી આ ઘટનામાં દલિત બળાત્કાર પીડિતા સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. યુવતીની જીભ કપાઇ ગઇ હતી. તેના શરીરમાં સંખ્યાબંધ ફ્રેક્ચર હતાં અને આ ઘટના બાદ ગરદનમાં થયેલી ઇજાના કારણે લકવો મારી ગયો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બળાત્કારીઓએ તેનું ગળુ દબાવવાનો પ્રયાસ કરતાં તેની જીભ કચરાઇ ગઇ હતી.

યુવતીના જ ગામના ૪ વ્યક્તિઓને બળાત્કારના આરોપસર ધરપકડ કરી જેલમાં મોકલી અપાયાં હતાં. ઉત્તર પ્રદેશના હાથરસ જનપદના ચંદપા વિસ્તારમાં બુલગાડીમાં 14 સપ્ટેમ્બરના રોજ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ થયા બાદ તેનું મોત નીપજ્યું છે. તેના મોતથી આ વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. યોગી સરકાર ફરી એક વખત મહિલા અપરાધને લઈને વિપક્ષના નિશાના ઉપર છે. આ વચ્ચે અલીગઢ મેડિકલ કોલેજની રિપોર્ટથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે.

હવે તેમના પર હત્યાનો આરોપ પણ ઘડવામાં આવશે. યુવતીના પરિવારજનોએ આરોપ મૂક્યો હતો કે, અમારી દીકરીને એમ્સમાં સારવાર માટે લઇ જવાના બદલે સફદરજંગ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. તેના મોત બાદ પરિવાર સફદરજંગ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, અમારી મંજૂરી વિના જ મૃતદેહને હોસ્પિટલમાંથી લઇ જવાયો હતો. અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ અપાયો નથી. સારવાર દરમયાન પીડિતાનું થયું હતું મોત

આ વચ્ચે પીડિતાની મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે. મૃતકનું કોઈની સાથે પણ યૌન શોષણ થયું ન હતું.

ગળું દબાવવાના કારણે તેની પાછળની કરોડરજ્જૂનું હાડકુ તુટી ગયો હતો. મેડિકલ રિપોર્ટ અલીગઢની જેએન મેડિકલ કોલેજની છે. જ્યાં પીડિતાની સારવાર ચાલી રહી હતી. સોમવારે તબિયત બગડવા ઉપર તેણીને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મંગળવારે તેણે સવારે તેણીનું મોત નીપજ્યું હતું. હવે મૃતકનું પોસ્ટમોર્ટમ દિલ્હીમાં કરવામાં આવશે. જેની રાહ પોલીસ જોઈ રહી છે.

14 સપ્ટેમ્બરના રોજ 19 વર્ષીય પીડિતા પોતાની માની સાથે ચારો લેવા ગઈ હતી. ત્યારે ગામના જ કેટલાક લોકોએ તેના ઉપર હૂમલો કર્યો હતો. પહેલા ભાઈની તરફથી દેવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની ધારા 30 એટલે કે, જાનથી મારી નાંખવાની કોશિશના હેઠળ સમગ્ર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં એક આરોપી સંદિપ નામજદ બતાવવામાં આવ્યો હતો. તે બાદ જ્યારે પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે ત્રણે રેપમાં વધુ ત્રણ લોકોના નામ પણ લખાવ્યાં હતા. જે બાદ પોલીસે ગેંગરેપની કલમ હેઠળ ત્રણેય આરોપીઓને આરોપી બનાવ્યાં હતાં. આ મામલામાં તમામ આરોપી સંદિપ, લવકુશ, રામકુમાર અને રવિની ધરપકડ કરીને જેલહવાલે કરી દેવાયા છે. હવે તમામની સામે આઈપીસીની કલમ 302નો ઉમેરો કરવામાં આવ્યો છે.

યોગી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર પીડિત પરિવાર માટે સંવેદના પ્રગટ કરી રહી છે. કાયદા અંતર્ગત સંપુર્ણ કાર્યવાહી થશે. સરકાર તરફથી પીડિતાના પરિવારને રૂપિયા ૧૦ લાખની સહાય આપવામાં આવી રહી છે.પોલીસે પાંચ દિવસ પછી બળાત્કારની ફરિયાદ નોંધી, યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, પોલીસે પહેલાં તો ફરિયાદ લેવાની જ ના પાડી દીધી હતી. પરંતુ ભારે જનાક્રોશના પગલે પોલીસે પાંચ દિવસ પછી તપાસ શરૂ કરી હતી. પહેલાં તો પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી.

માં એ કરી હતી આ વાત, હૂમલા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મૃતકોની માંએ જણાવ્યું હતું કે, તે પુત્રીની સાથે ચારો લેવા માટે ગઈ હતી. પુત્રી આગળ ચાલી રહી હતી. તે તેનાથી થોડે દુર હતી. ત્યારે સંદિપ નામનો યુવકે પાછળની હૂમલો કર્યો અને ગળું દબાવવા લાગ્યો આ વચ્ચે શોર બકોર કર્યો ત્યારે ગ્રામીણ લોકો આવ્યાં હતા અને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો. આ કેસમાં શરૂઆતથી જ ભ્રમની સ્થિતિ બની રહેલી છે. તે જ કારણે આ કેસમાં પોલીસે બાદમાં ગેંગરેપની ધારાને લગાવી હતી.

પીડિતાના પરિવારને અત્યારસુધીમાં મળી 10 લાખની મદદ, ઘટના બાદ અને હવે પીડિતાની મોત થયા બાદ હાથરસ જિલ્લા પ્રશાસન દ્વારા પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. જિલ્લાધિકારી હાથરસ પ્રવિણ કુમાર લક્ષકારે પીડિતાના પરિવારજનોને 5 લાખ 87 હજાર 500 રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ પહેલા પ્રશાસન દ્વારા પીડિતાના પરિવારજનોને 4 લાખ 12 હજાર 500 રૂપિયાની સહાયતા રાશી આપવામાં આવી ચુકી છે.

આ પહેલા હૈદરાબાદમાં પણ રેપની ઘટના બની હતી જેમાં પ્રિયંકા રેડ્ડીની બેરહેમી બળાત્કાર કરી હત્યા કરી નાખી હતી. હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પોલીસે આખરે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર અને ક્લિનરનો સમાવેશ થાય છે. પોલીસ આ સમગ્ર કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જશે.

જેથી પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળી શકે. પોલીસ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ષડયંત્રના ભાગરૂપે યુવતીની સ્કૂટીમાં પંચર પાડ્યું હતું. મદદના બહાને તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here