આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની, આ કારણે તોડી નાખ્યું હતું લગ્ન……

0
793

મિત્રો નમસ્કાર આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે મિત્રો કોઇપણ વ્યક્તિઓ હોય તેમના સ્વભાવ ,કાર્ય કરવાની પક્રિયા, સમય નો બચાવ અને એવા ઘનાબધા ગુણધર્મો છે.

જેનાથી દરેક વ્યક્તિ મહાન બને છે અને મિત્રો આવા જ ગુણો છે જે નરેન્દ્ર મોદી ને બીજાથી અલગ બનાવે છે મિત્રો નરેન્દ્ર મોદી એક સારા વ્યક્તિજ નહી પરંતુ એક સારા લીડર પણ છે અને અત્યારે પુરી દુનિયા તેમના વ્યક્તિત્વ ની દીવાની છે જે તેમને બીજાથી અલગ બનાવે છે.

નરેન્દ્ર મોદીનું અસલી નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. નરેન્દ્ર મોદીનું લાડકું નામ નમો. જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો ભારત-પાક યુદ્ધ 1965 ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા હતા અને તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી.

તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી. શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા અને જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.

મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિ ને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.

લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ સાહેબના નામથી ઓળખે છે અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજી વિશે. આ બે લોકોનો પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધાર પડ્યો હતો અને 13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.

તેમણે 30 થી 35 વર્ષનો સમય ગુજરાતમાં પસાર કર્યો. અહીના એક એક ગામ અને ગલી ગલીથી તે પરિચિત હતા.મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે.

પણ દરેકને તેમની પત્ની વિશે ઘણા સવાલો થાય છે કે પીએમ મોદીએ તેમની પત્નીનો ત્યાગ કર્યો છે તે પૂરી દુનિયાને ખબર છે. હર કોઈ તે જાણવા માગે છે કે પીએમ મોદીએ તેના સંસારનો ત્યાગ કેમ કર્યો છે તો આ જ સવાલ ઉપર તેમના નાના ભાઈ પંકજ મોદીએ જણાવ્યું હતુ કે તેમના મોટાભાઈ નરેન્દ્ર મોદીના વૈવાહિક જીવન વિશે જણાવ્યું કે તેમની પત્ની સાથે કેમ નથી રહેતા.

તો પંકજ મોદીએ જણાવ્યું કે સત્તર વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીનું લગ્ન થઈ ગયું હતું. અને જેની સાથે તેમનું લગ્ન થયું તેમનું નામ જશોદાબેન હતું. લગ્નના ત્રણ વર્ષ સુધી નરેન્દ્ર મોદી તેમની પત્ની સાથે રહ્યા હતા અને ત્રણ વર્ષ પછી તેમણે પત્નીનો ત્યાગ કરી ઘર સંસાર છોડીને જતા રહ્યા હતા અને તે જે સમયે નરેન્દ્ર મોદીનું લગ્ન થયું હતું તે સમયે દેશમાં બાળ વિવાહ પ્રચલિત હતુ અને એટલા માટે તેમના લગ્ન પણ ત્યારે જ થયા હતા અને પછી તેમણે પોતાની પત્નીને છોડી દીધા હતા.

પ્રધાનમંત્રી મોદીના ભાઈ પંકજ મોદીએ આગળ જણાવ્યું હતુ કે પીએમ મોદી પોતાના સાંસારિક સુખનો ત્યાગ કરીને ભારત દેશ ઉપર પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અને એટલા માટે તેમણે દેશની સેવા માટે પોતાની પત્ની અને સંસારનો ત્યાગ કર્યો. પંકજ મોદીએ જણાવ્યું કે તેમણે પોતાની પત્ની અને સંસારનો ત્યાગ એટલા માટે કર્યો કે દેશની સેવામાં તેમને કઈ અડચણરૂપ ના બને અને એ હિસાબ છે કે દેશ માટે પીએમ મોદીએ પોતાનો સંસાર નો ત્યાગ કર્યો અને તેમને તેનું ફળ પણ મળ્યું.

મિત્રો તમને જણાવી દઇએ કે પીએમ એ ભલે દેશ માટે પોતાનો સંસાર ત્યાગ કર્યો હોય પરંતુ વિપક્ષ તેમની ઉપર વ્યક્તિગત રીતે કટાક્ષ કરવામાં પાછળ નથી થતા. અને ઘણીવાર તેમણે તેમની પત્નીની ને છોડવાનો આરોપ પણ લગાવ્યો છે પરંતુ પીએમ મોદીએ દેશ ને પોતાનું જીવન આપવા માટે પોતાની પત્નીનો અને સંસારનો ત્યાગ કર્યો અને તે વાતને કોઈ ખોટી સાબિત નહીં કરી શકે.

ભારતના પ્રધાનમંત્રી ને પુરી દુનિયા જાણે છે. પ્રધાનમંત્રી નુ માન-સન્માન દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે. તેમનું કામ અને તેમના નિર્ણયોથી તેઓ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. પીએમ મોદી આજે દુનિયાના સૌથી વધારે તાકતવર નેતા બની ગયા છે તેમની જોડે માત્ર જનતાનો પ્રેમ જ છે. અને જનતાના પ્રેમને લીધે તેમની સફળતા પણ ખૂબ જ ઝડપી  થઈ રહી છે. અને તેઓ વિશ્વાસની સાથે દરેક કામ પૂર્ણ કરે છે અને તેનાથી તેમની ખૂબ જ વાહ વાહ થાય છે.