Breaking News

પેટના દુખાવાથી લઈને સૂકી ત્વચા માટે ખસખસ છે રામબાણ ઇલાજ, જડમુળથી દૂર કરી દેશે આ સમસ્યાઓ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસ આમ તો આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેતા હોઇ છીએ પરંતુ શું તમને તેના અઠળક ફાયદાઓ વિશે ખ્યાલ છે ? કેલ્શિયમ, આઇરન, મેગ્નેશિયમ, મેગેનિઝ, ઝિંક જેવા અનેક પ્રકારના વિટામિન અને મિનરલથી ભરપુર ખસખસ માત્ર કેકનો ટેસ્ટ વધારવા કે ગાર્નિશિંગ માટે જ નથી પરંતુ તમારી સ્કિન અને પેટની તકલીફોનું પણ વન સ્ટોપ સોલ્યુશન છે.

ખસખસને ડાયટમાં સામેલ કરવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે. ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની પ્રોબ્લેમને દૂર કરે છે. ખસખસનું તેલ પણ બજારમાં મળે છે. તેને દુખાવાવાળા ભાગે લગાવવાથી રાહત મળે છે. રાતે પાણીમાં પલાળેલી ખસખસને વાળ અથવા સ્કિન પર લગાવવાથી પણ ઘણાં ફાયદા મળે છે. જેથી આજે અમે તમને રોજ 1 નાની ચમચી ખસખસ ડાયટમાં સામેલ કરવાના ફાયદાઓ અને તેના ઉપયોગ વિશે જણાવીશું.

ખસખસનો ઉપયોગ તમે સારી ઊંઘ મેળવવા માટે પણ કરી શકો છો, અને ચિંતામુક્ત પણ બની શકો છો. તમે ચા માં ખસખસનું થોડુ એવું પ્રમાણ મેળવીને તેનું સેવન કરી શકો છો જેથી તમને સારી અને ચિંતામુક્ત ઉંઘ આવશે.જો તમને પેટમાં દુખાવાની તકલીફ હોય તો ઘી અથવા માખણમાં ખસખસનો પાઉડર ઉમેરીને તમે પેટની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેનો ઉપયોગ ઘણી દાવાઓ બનાવવામાં પણ કરવામાં આવતો હોય છે.

શિયાળામાં ત્વચા સુખી ડ્રાય બની જતી હોય છે, ખસખસમાં એવા તત્વો રહેલા છે જે તમારી સ્કિનને એકદમ તાજગી ભરેલી રાખશે. ખસખસ આયુર્વેદ ઔષધી સમાન છે તેમા રહેલું મોઇશ્ર્ચર તમારી ત્વચામાંથી મોઇશ્ર્ચરને ઓછુ થવા દેતી નથી.ખસખસ સેક્સ્યુઅલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે જો કોઇને બાળક ન થતા હોય તો ખસખસના બી અથવા તેના તેલનો ઉપયોગ કરી શકે છે. તેની તેમને સેક્સ દરમ્યાન પણ સંતોષની અનુભૂતિ થશે.

આંખોની નબળાઇ અને માથાના દુઃખાવાની સમસ્યાને દૂર કરે છેઆંખો નબળી હોય તથા વારંવાર માથું દુઃખતું હોય તો, તેણે દરરોજ 2-3 ચમચી ખસખસ ખાવા જોઈએ. ઘણી વખત, નબળી આંખો ને કારણે માથું દુખવા લાગે છે. ખસખસના સેવનથી આંખોનું તેજ વધે છે અને વૃદ્ધાવસ્થા સુધી આંખો સ્વસ્થ રહે છે. વિદ્યાર્થીઓએ દરરોજ આ હલવો ખાવો જોઈએ.

શારીરિક નબળાઇ અને દુર્બળતા દૂર કરોજો તમે સ્લિમ છો અને તમારું વજન વધારવા માંગો છો, તો રોજ ખસખસનો હલવો ખાવો તમારા માટે ફાયદાકારક રહેશે. ખસખસના સેવનથી શારીરિક નબળાઇ દૂર થાય છે. નાનપણથી નાના બાળકોને ખસખસ ખવડાવવા થી તેમનો અદ્યતન શારીરિક વિકાસ ઝડપથી થાય છે. આનાથી, તેમનું શરીર અને લંબાઈ બંને સારી રીતે વધે છે.

નિયમીત બે ચમ્મચ ખસખસ ને ૬ કલાક સુધી પાણી મા પલાળી રાખો ત્યાર બાદ તેને દુધ મા મિશ્રિત કરો અને ગ્રહણ કરી જવુ. આમ કરવા થી આપણે ઘણી ભયજનક બિમારીઓ મા થી રાહત મેળવી શકાય છે. હાલ ના આધુનિક જીવન મા એટલુ પ્રદુષણ ફેલાયુ છે કે ખુબ જ નાની તથા કુમળી વય ના બાળકો પણ હદય ને લગતી બિમારીઓ થી પીડાય છે અને કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ વધ-ઘટ થતુ રહે. આને નિયંત્રીત કરવા દુધ મા ખસખસ નાખી સેવન કરવુ હિતાવહ રહે.

આ પ્રદુષણયુક્ત આહાર નુ સેવન કરવા થી શરીર મા રક્ત નુ પ્રમાણ ઘટી જાય છે. જેથી એનીમીયા જેવા ભયજનક રોગો ઉત્ત્પન્ન થાય છે. ખસખસ મા આયર્ન ખુબ જ વધુ પ્રમાણ મા હોય છે.જે તમારા રક્ત નુ પ્રમાણ નિયંત્રિત કરી રાખે છે. આ ઉપરાંત ખસખસ મા ફોસ્ફરસ તથા દુધ મા કેલ્શિયમ દાંત ને લગતા રોગો ને દુર રાખે છે તથા દાંત ની મજબૂતાઈ મા વધારો કરે છે.ખસખસ મા રહેલુ પોટેશિયમ નુ તત્વ તમારા શરીર મા થતી બ્લડ પ્રેશર ની બિમારી ને દુર રાખે છે તથા તેને નિયંત્રિણ મા રાખે છે. ઘણી સામાન્ય બીમારી સિવાય ખસ ખસ ગંભીર બીમારીમાં પણ કામ આવે છે.ખસખસ થાયમિન, ફોલિક એસિડ, લોહ, મેગ્નેશિયમ , મેંગેનીજ, ફોસ્ફરસ જેવી ઘણી બધી જરૂરી ખનિજથી ભરપૂર છે.

કેક, પાંઉ અને બ્રેડના સ્વાદને વધારવાની સાથે જ ખસ ખસ અપાર ખનીજોથી ભરેલી હોય છે. આ સાથે જ સ્કીન, પેટ અને સ્વસ્થ મન માટે આ ખૂબ જ ફાયદાકારક છે.સારી ઊંઘ અને પેટની તકલીફોમાં આપે છે રાહત,ખસ ખસ માનસિક થાકને દૂર કરે છે જેના કારણે શાંતિથી ઊંઘ આવે છે. જો તમે ચામાં ખસ ખસના થોડાક બીજ ભેળવો છો તો તેના કારણે તમને સારી ઊંઘ આવે છે અને અનિદ્રામાંથી છૂટકારો પણ મળે છે.

પેટની તકલીફ દૂર થાય,પેટની તકલીફો માટે ખસ ખસ પ્રાચિન સમયથી સૌથી ભરોસાપાત્ર ઈલાજ છે. દક્ષિણ એશિયાના ઘરોમાં ઘરગથ્થું ઉપચાર માટે શ્રેષ્ઠ છે.ખસ ખસનું ચૂર્ણ બનાવીને ઘી કે માખણની જોડે લેવાથી પેટના દુખાવા ની સમ્યસામાં રાહત મળે છે . આમાં રહેલૂ પૈપાવારીન નામનું તત્વ માંસપેશીઓમાં રહેલા બગાડને દૂર કરવાનું કામ કરે છે.શુષ્ક ત્વચાથી બચાવ,ખસ ખસમાં મોસ્યુરાઇઝરના ગુણો હોય છે. પ્રાચીન સમયમાં ખસ ખસનો ઉપયોગ ત્વચાની દેખભાળ અને શુષ્કતા (ડ્રાયનેસ)માટે થતો હતો.

આના બીજ ફેટી એસિડથી સમૃદ્ધ હોય છે એટલે એ ત્વચા પર એક સુરક્ષા કવચ બનાવી રાખી ત્વચાને કોમળ રાખે છે. ખસખસનો ઉપયોગ રસોઈમાં અને એની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવાથી સારું પરિણામ મળે છે.શરદી ખાંસી મટાડે છે,ઋતુ બદલાય એટલે શરદી અને ખાંસી થવી એ સામાન્ય બાબત છે. પરંતુ જો તમે ખસ ખસનું સેવન કરો છો તો તમારે આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.8 ચમચી નાળિયેરના દૂધમાં 1 મોટી ચમચી મધ અને 1 મોટી ચમચી ખસ ખસ મેળવીને પીવો જે દરેક પ્રકારની એલર્જીથી તમને દૂર રાખશે.

પ્રજનન ક્ષમતા વધારે,ખસ ખસનું તેલ ફેલોપીન ટ્યૂબને ફ્લશ કરવાનુ કામ કરે છે જેનાથી પ્રજનન ક્ષમતા વધે છે. આ તેલથી ટ્યૂબમાં કોઈ પણ પ્રકારનો અવરોધ દૂર કરીને લાળ (મ્યુક્સ )ને દૂર કરે છે અને સાથે જ કામેચ્છા અને યૌન ઇચ્છાને વધારવામાં મદદરૂપ થાય છે.જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ખસ ખસનું સેવન જરૂરથી કરજો. ખસ ખસમાં ઓકલેત્સ નામનું તત્વ હોય છે જે શરીરમાં વધુ પડતા કેલ્શિયમનું શોષણ કરી લે છે.

તણાવ દૂર કરે, ખસ ખસમાં એન્ટિ ઓક્સિડન્ટનુ પ્રમાણ વધારે હોવાથી તે તણાવ ઉત્પન્ન કરનાર હોર્મોન્સને વધતાં રોકે છે એટલે તણાવ ઓછો થાય છે અને ઉત્સાહ વધે છે. એટલે જ ખસ ખસ કોઈ ને કોઈ રીતે જરૂરથી ખાવી જોઇએ.પાચનશક્તિ સુધારે,જો તમારી પાચનશક્તિ નબળી છે તો તમારા ભોજનમાં ખસ ખસને જરૂરથી સામેલ કરો. ખસ ખસ લેવાથી વધુ તરસ લાગવી, તાવ અને માંશપેશિયોમાં આવતા સોજા જેવી સમસ્યા દૂર થાય છે.

ખસખસ મા રહેલ ફાઈબર તત્વ શરીર ની પાચનક્રિયા મજબુત બનાવે છે તથા તમારા ડાઈજેશન ની મજબુતાઈ વધારે છે. જેથી તમે ગેસ તથા કબજીયાત ની સમસ્યા થી ના પીડાઓ.પથરી ને લગતી સમસ્યાઓ પણ ખસખસ ને નિયમીત દુધ સાથે સેવન કરવા થી મટી શકે છે. આ ઉપરાંત ત્વચા ને આકર્ષક તથા નિખારે છે. આ ખસખસ મા રહેલ એન્ટીઓક્સિડન્ટ ત્વચા મા એક અલગ જ ગ્લો નિખારે છે. આમ , ખસખસ નુ દુધ સાથે સેવન કરવા થી શરીર હુષ્ટપુષ્ટ તથા તંદુરસ્ત રહે છે.

મગજની નબળાઇ અને યાદશક્તિ માટે ઉપયોગી,ખસખસનો હલવો મનની નબળાઇ ને પણ દૂર કરે છે. જો તમને ખ્યાલ ન રહેતો હોય, યાદશક્તિ ઓછી થતી જાય છે તથા માથાનો દુખાવો થતો રહે છે, તો દરરોજ ખસખસનો હલવો બનાવીને ખાવો. ખસખસ બુદ્ધિ ક્ષમતાને વધારે છે. તેથી જ સ્કૂલના વિદ્યાર્થી ઓને ખસખસ ખવડાવવા જોઈએ, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થઈ શકે.

About Hu Gujarati TEAM

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *