પેટ નીકળી રહ્યું છે બહાર તો પછી એકવાર આ ઉપાય જરૂર ટ્રાઈ કરી જુઓ.

0
57

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં એવા ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે જેની મદદથી તમારું બહાર નીકળેલું પેટ અંદર થઈ જશે.વજન ઓછું કરવું એ મોટાભાગના લોકો માટે એક પડકાર બની ગયું છે. વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા. વજન ઘટાડવા માટેના પીણાં વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ચરબી વધવાથી ના જરૂરી ચરબી વધે છે અને પેટ બેડોળ થઇ જાય છે અને તેમની સુંદરતા ને ખરાબ કરી દે છે. જો તમે પણ પોતાના પેટ ને બહાર નીકળવાથી પરેશાન છો તો તમારે જલ્દી જ કંઇક કરવું જોઈએ નહીં તો જો એક વખત પેટ બહાર આવી જાય છે તો તેનું ઓછું થવું બહુ મુશ્કેલ થઇ જાય છે. જો તમને પણ પેટ નીકળવાની સમસ્યા થઇ ગઈ છે શરૂ તમે નીચે આપેલા કેટલાક ઉપાયો ને અપનાવવા જોઈએ, જેનાથી તમારી પરેશાની જ દુર થઇ જશે.

જો તમને પણ પેટ નીકળવાની સમસ્યા થઇ ગઈ છે શરૂ, છોકરીઓ માં તો હંમેશા થી જ ફિટનેસ ને લઈને શરૂ થી ક્રેજ રહ્યો છે પરંતુ હવે છોકરાઓ માં પણ પેટ અંદર કરવા અને ફીટ રહેવાની દોડ લાગેલી છે. કારણકે દરેક લોકો ફીટ રહીને પોતાની જિંદગી થી બહુ બધું કરવા માંગે છે જેના માટે તેમનું ફીટ રહેવું જ જરૂરી રહે છે. એવામાં જો તમારું પેટ પણ નીકળવાનું શરૂ થઇ ગયું છે તો બસ તમારે શરૂ કરી દેવું જોઈએ આ ઉપાય, તમે પણ થઇ જશો ફીટ.

ચાવી ચાવીને ભોજન કરવું, ઘણા બધા લોકો એવા છે, જે ઉતાવળમાં ખાવાનું ખાય છે. તેઓ ઝડપથી ખોરાકને ખાયને એને એક કામની જેમ પૂરું કરી દે છે. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ચાવીને નહીં ખાવાથી પાચનતંત્ર ખરાબ રહે છે અને માણસના ગુસ્સામાં પણ વધારો થાય છે. માટે આપણે ખાવાનું ચાવી ચાવીને જ ખાવું જોઈએ. ચાવી ચાવીને ખાવાથી ખોરાકના નાના નાના ટુકડા થઈ જાય છે, અને પચાવવામાં સરળતા રહે છે. તેમજ જમ્યાના અડધા કલાક પછી પાણી પીવું જોઈએ, જેથી એનું પાચન સારી રીતે થઈ શકે.

ખાધા પછી ચાલવું છે જરૂરી, તેમજ ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે, તે ખાધા પછી તરત આડા પડી જાય છે અને પછી સુઈ જાય છે. તેઓ ચાલવાનું તો વિચારતા જ નથી. પણ જણાવી દઈએ કે ખાધા પછી માણસનું ચાલવું પણ ઘણું જરૂરી છે. ખાધા પછી ચાલવાથી ઘણી બધી બીમારીઓ પણ દૂર રહે છે. માટે જો તમે પણ તંદુરસ્ત રહેવા માંગો છો, તો ખાધા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલો, જેથી ખાવાનું પણ પચે અને ગેસ, અપચો જેવી સમસ્યા પણ ન થાય.

લીંબુની સેવન પણ છે જરૂરી, જાણકારી માટે જણાવી દઈએ કે, દરેક જણાએ ઓછા માં ઓછા બે લીંબુનો રસ એક ગ્લાસ પાણીમાં નાખીને રોજ પીવો જોઈએ. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી વધેલી ચરબી અને બિનજરૂરી પેટ પણ અંદર જતું રહેશે. એનાથી તમારી પાચન ક્રિયા સારી રહે છે. આયુર્વેદમાં પણ લીંબુનું સેવન કરવું ઘણું સારું માનવામાં આવ્યું છે. એને તમે ગરમ પાણીમાં મધ સાથે પણ પી શકો છો, જેનાથી તમારી ચરબી ઓછી થઈ જશે.

મિત્રો આજે અમે તેના માટે ખુબ જ સુંદર અને સરળ આસન લઈને આવ્યા છીએ. જેના નિયમિત વ્યવસ્થિત અભ્યાસથી તમે માત્ર એક જ અઠવાડિયામાં બે ઇંચ જેટલું પેટ ઘટાડી શકો છો.મિત્રો અમે જે આસનની વાત કરી રહ્યા છીએ તે છે વજ્રાસન. વજ્રાસન કરીને પેટની ચરબી દુર કરી શકાય છે. મિત્રો બધા યોગાસનોમાં વજ્રાસન જ એક માત્ર એવું આસન છે જેને તમે જમ્યા બાદ તરત જ કરી શકો છો. આ આસન એટલું સરળ છે કે તેને કોઈ પણ ઉંમરના વ્યક્તિ ખુબ જ સરળતાથી કરી શકે છે. અને આ આસનની સૌથી સારી ખાસિયત એ છે કે તમે કોઈ પણ સમયે આ આસન કરી શકો છો. પરંતુ જો જમ્યા બાદ કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

જે લોકોની ચરબી વધી ગઈ હોય તેના માટે વજ્રાસન વરદાન સ્વરૂપ છે. કારણ કે આ આસન જો નિયમિત કરવામાં આવે તો બહાર નીકળેલું પેટ એક જ અઠવાડિયામાં બે ઇંચ જેટલું અંદર જતું રહે છે. તો વિચારો કે આ આસનને આપણો રૂટીન બનાવવામાં આવે તો કદાચ ક્યારેય પેટ બહાર નીકળવાની સમસ્યા રહે જ નહિ.

આ ઉપરાંત વજ્રાસન કરવાથી પેટના મધ્ય ભાગ પર અને આંતરડા પર થોડું દબાણ થાય છે. જેના કારણે આ આસન પેટ ઘટાડવામાં તો મદદરૂપ છે જ પરંતુ તેની સાથે પેટની કોઈ પણ સમસ્યા દુર રહે છે. આ ઉપરાંત આ આસનથી એક હજુ મહત્વનો ફાયદો થાય છે કે આ આસન કરવાથી નિતંબ અને સાથળની ચરબી પણ દુર થાય છે અને તેના આકારને સુડોળ બનાવે છે. આ ઉપરાંત કમરની પણ વધારાની ચરબી દુર કરે છે. આ રીતે વજ્રાસન ઓવરઓલ વજન અને ચરબી ઘટાડવાનું કાર્ય કરે છે.

આ ઉપરાંત વજ્રાસન કરવાથી શરીરની માંસપેશીઓ લચીલી બને છે. તેમજ કમરના દુઃખાવામાં પણ રાહત મળે છે અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ દુર થઇ જાય છે. ફેફસાને પણ લાભ થાય છે. તો ચાલો જાણીએ વજ્રાસન કરવાની રીત.વજ્રાસન કરવાની વિધિ,સૌથી પહેલા જમીન પર પગ લાંબા કરીને બેસી જાઓ. ત્યાર બાદ ડાબા પગને ઘૂંટણથી વાળીને ડાબી બાજુના નિતંબ નીચે લઇ જાવ અને જમણા પગને ઘૂંટણથી વાળીને જમણી બાજુના નિતંબ નીચે લઇ જાઓ. આ રીતે તમારે પગના પંજા પર નિતંબ રાખીને બેસવાનું છે.

પગના પંજા અને એડીઓ એવી રીતે વાળવી કે બંને પગના અંગુઠા સ્પર્શ કરે, ત્યાર બાદ બંને હાથના પંજાને ઘૂંટણ પર રાખી દો, હવે મિત્રો તમારે ટટ્ટાર બેસી જવું મતલબ કમર કે પેટ વળેલા ન હોવા જોઈએ. આ પોઝિશનમાં આવ્યા બાદ આંખો બંધ કરી દો અને ત્યાર બાદ ઊંડા શ્વાસ લેવાના છે. મિત્રો તમારે શ્વાછોશ્વાસની પ્રક્રિયા નાક વડે કરવાની છે મોં બંધ રાખવાનું છે.આ રીતે તમારે ઓછામાં ઓછી 10 મિનીટ તો વજ્રાસનમાં બેસવું. ત્યાર બાદ આસન છોડતી વખતે આસન કર્યું હોય તે ક્રમમાં પગને સીધા કરતા જાવ અને સામાન્ય મુદ્રામાં બેસી જાવ.

જો આ આસનને નિયમિત કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદો થાય છે. તેનાથી આપણા ફેફસાને ખુબ જ ફાયદો થાય છે અને આપણી પાચનક્રિયા ખુબ જ સારી બનવા લાગે છે. જો આપણી પાચનક્રિયા ખુબ જ સારી હોય તો આપણને ક્યારેય વાત્ત, પિત્ત અને કફ ન થાય. જો આ ત્રણ તકલીફ આપણા શરીરમાં ન હોય તો આપણને ક્યારેય જીવનમાં મોટી બીમારી નથી થતી. બધી જ મોટી બીમારીનું જડ આ ત્રણ જ વસ્તુ છે એ આપણા શરીરમાં ન હોય આપણે આખું જીવન સ્વસ્થ રહે છે. એટલા માટે આ આસનને રોજ કરવામાં આવે તો આપણું પેટ પણ ઘટે છે અને આયુષ્ય પણ લાંબુ થાય છે.