પૈસા ખર્ચ્યા વગર ત્રણ મિનિટ બસ કરો આ એક કામ ઉતરી જશે વજન

0
23

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આશરે બધા વ્યક્તિઓ વધતા જતા વજનને લીધે ખુબ જ પરેશાન રહેતા હોય છે. વજન ઘટાડવા માટે અનેક ડાયટિંગની સજાયતા લે છે તો ઘણા વ્યક્તિઓ જીમમા જઈને પરસેવો વહાવતા હોય છે. જો કે, ડાયટિંગ અને જીમમા ગયા વિના આજે અમે એવા નૂસ્ખાઓ આપીશુ કે જે તમને ખુબ જ લાભદાયી સાબિત થશે.તમે એક્યુપ્રેશર રીતથી તમે વજન ઘટાડી શકો એમ છો.

એક્યૂપ્રેશરએ એક જૂની રીત છે કે જેમા સંપૂર્ણ શરીરમા ઘણા વિશેષ પોઈન્ટ્સ પર દબાણ આપવાનુ રહે છે, જેના કારણે રોગો કે સમસ્યાઓ દૂર થાય છે. એક્યૂપ્રેશરમા તણાવ, સરદર્દ તથા ઊંઘની તકલીફોનો તોડ મળી જાય છે. આનાથી માનસિક સમસ્યાઓ પણ હલ કરી શકાય એમ છે. એક્યૂપ્રેશર એ ફક્ત સમસ્યાઓ જ સરખી કરવામા સહાયરૂપ નથી પણ મેટાબોલિઝમ્ને વધારવાની સાથે વજનને ઓછો કરવામા પણ સહાય કરે છે.

એક્યૂપ્રેશર માટે તમારે કોઈ વ્યક્તિની આવશ્યકતા રહેતી નથી પણ તમે જાતે તેને અજમાવીને વજન ઘટાડી શકો એમ છો. માનવશરીરમા એવા અનેક માલિશના પોઈન્ટ્સ રહેલા હોય છે કે જ્યાં તમે આંગળીથી દબાણ આપીને આસાનીથી વજન ઓછો કરી શકો છો.સૌથી પહેલા તમે તમારા ઉપરના હોઠ તથા નાકની મધ્ય આવેલા સ્થાને આંગળીથી હલકુ દબાણ આપીને વજન ઘટાડી શકો છો. આ દબાણ આપવાનો પોઈન્ટએ શુઈગો સ્પોટના નામથી જાણીતો છે.

કાયમ આ પદ્ધતિથી આ સ્થાન પર બે થી ત્રણ મિનિટ સુધી માલિશ કરવાથી મેટાબોલિઝમ પ્રણાલી યોગ્ય બને છે અને વજનમા ઘટાડૉ થાય છે.આ સિવાય તમે કોણીથી એક ઈંચના ઉપર દૂર આવેલ સ્થાનને દબાણ આપીને મસાજ કરો. કાયમ બે થી ત્રણ મિનિટ સુધી અંગૂઠાથી આ જગ્યાએ દબાણ આપવાથી આંતરડાઓ સારી રીતે કાર્ય કરતા થઈ જાય છે, આમ કરવાથી ખોરાકનુ સુયોગ્ય રીતે પાચન થાય છે. આને ઈનર એલ્બો પોઈન્ટ તરીકે ઓળખવામા આવે છે.કાનના નીચેના ભાગ પર દબાણ આપવાથી તમે વજન ઘટાડી શકો છો. તેથી કાનના નીચેના ભાગને આંગળથી પકડી રાખો તથા તેને ઉપર અને નીચેની તરફ ફેરવતા રહો.

નીચે કરતા સમયે આંગળીથી દબાણ આપવાનુ છે. આ સ્થાનને કાયમ એક થી બે મિનિટ સુધી દબાણ આપવાનુ છે. આ ઈયર લોબની નીચે આવેલા આ પોઈન્ટથી ભૂખને કાબુમાં કરી શકાય છે અને વજનમા થતો વધારો અટકાવી શકાય છે.હાથના અંગૂઠાની નીચેના ભાગમા એક દબાણ આપવાનો પોઈન્ટ આવેલ છે. તેને દબાણ આપવુ. આ થાઈરોઈડ ગ્રંથિને ઉત્તેજિત કરવામા સહાયક ગણાય છે અને મેટાબોલિઝમને ખુબ જ બળવાન કરે છે. આ પોઈન્ટ પર નિયમિત બે મિનિટ સુધી દબાણ આપવું જોઈએ. આને થમ્બ પોઈન્ટ તરીકે ઓળખવામા આવે છે.

વધતા વજન સામે કંઈપણ કરીએ કોઈ મોટો ફાયદો તો થતો જ નથી. વધારે વજનના કારણે વધુ કસરત કે યોગા કરવામાં પડતી અગવાળોના કારણે એ બધું આપણે અધવચ્ચે જ છોડી દેવા ઉપર મજબુર બનીએ છીએ. કારણ, મનતો સાથ આપે છે પણ શરીર સાથ નથી આપતું. ખરી વાતને?

તો આ સમસ્યાને દૂર કરવા અમે તમારી માટે ચીની એક્યુપ્રેશર પદ્ધતિ લઈને આવ્યા છે જેના દ્વારા આંગળીથી શરીરના ચાર ભાગને જો નિયમિત રીતે માત્ર થોડા સમય માટે દબાવવામાં આવે તો તમારું વજન ઘટી શકે છે.એક્યુપ્રેશરના ફાયદાઓ વિશે તો આપણે સૌજાણીએ જ છીએ. ડોકટરો પણ આપણને કેટલીક તકલીફોમાં એક્યુપ્રેશર કરવાની સલાહ આપતા હોય છે ત્યારે એક્યુપ્રેશર દ્વારા વજન પણ કેવી રીતે ઘટાવી શકાય તે ચીની એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા તમને સમજાવીએ.

હોઠ અને નાકની વચ્ચેનો ભાગ.આ પદ્ધતિમાં તમારે નાકની નીચે અને ઉપરના હોઠનની મધ્યના ભાગને પોતાની આંગળીથી દબાવવાનો છે. ધ્યાન કેન્દ્રિત કરી અને 2 થી 3 મિનિટ સુધી ત્યાં આંગળીથી દબાણ આપવાનું છે. શરૂઆતમાં ધીમે ધીમે અને પછી ઝડપ સાથે દબાણ આપતા રહેવું. આ જગ્યા ઉપર એક્યુપ્રેશર કરવાથી વજન ઝડપથી ઓછું થશે. ચાઇનીઝમાં આ પદ્ધતિની સુઈગોઉ સ્પોટ કહેવામાં આવે છે.જો તમે આ પદ્ધતિ રોજિંદા ઉપયોગમાં લો છો તો તમારી મેટાબોલિજ્મ રેટ પણ ઝડપથી વધે છે.

કોણીની પાસે:(ઇનર એલ્બો).તમારા હાથને ધીમે ધીમે વાળો, કોણીના જોઇન્ટની નજીક જ તમને એક એક્યુપ્રેશર માટેનો પોઇન્ટ મળી આવશે. આ જગ્યા ઉપર રોજ 2 થી 3 મિનિટ સુધી પોતાના અંગુઠા દ્વારા દબાણ આપો. આ તમારા શરીરના ફંક્શનને યોગ્ય કરે છે. તેનાથી તમારું મેટાબોલિજ્મ રેટ પણ વધે છે અને વજન પણ ઘટે છે. કાનની નીચેનો ભાગ.કાનના નીચેના ભાગને આંગળથી પકડો અને તેને ઉપર નીચે કરતા રહો. ઉપર અને નીચે કરતી વખતે આંગળી દ્વારા થોડું દબાણ પણ આપતા રહો. આ પૉઇન્ટને દરરોજ 2 મિનિટ સુધી દબાવતા રહો. આ પૉઇન્ટને દબાવવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે અને વજન વધતું નથી.

અંગુઠા પાસે.એક્યુપ્રેશર માટેનો એક પોઇન્ટ અંગુઠા પાસે પણ હોય છે. અહીંયા પ્રેશર કરવાના કારણે તમારા થાઇરોડ ગ્લેડ્સ યોગ્ય રીતે કામ કરે છે અને તમારું મેટાબોલિજ્મ પણ વધે છે. આ જગ્યા ઉપર તમે 2 મિનિટ સુધી બીજા હાથના અંગુઠા અને આંગળીની મદદથી પ્રેસ કરતા રહેશો તો વધતા જતા વજનમાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે.તો આ ચાર ભાગને નિયમિત રીતે એક્યુપ્રેશર દ્વારા દબાવવામાં આવે તો તમારું વજન પણ ઘટી શકે છે અને વજન વધવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

આ ઉપરાંત આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે આપણે સૂતા પહેલા હળવો આહાર લેવો જોઈએ. સૂતાં પહેલાં થોડું હળવું ખાવાથી તમારા શરીરમાં વધારાની કેલરીનું પ્રમાણ વધી જાય છે, જેનાથી વજન વધવાની સાથે હૃદયરોગ અને ડાયાબિટીઝનું જોખમ પણ વધી જાય છે. સામાન્ય રીતે તો, સૂવાનો સમય પહેલાં ત્રણ કલાક પહેલાં રાત્રિભોજન લેવાનું અને સૂવાનો સમય પહેલાં કંઈપણ ન ખાવાની ભલામણ કરવામાં આવે છે.

પરંતુ કેટલાક સંશોધનકારોનો મત જુદો છે. તેઓ કહે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય, તો સૂતા પહેલા કેટલીક વસ્તુઓ ખાવાથી શરીર પર સકારાત્મક અસર થઈ શકે છે.આ સંશોધનકારોના જણાવ્યા મુજબ સૂતાં પહેલાં સ્મુધી પીવાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી પરંતુ વજન પણ ઓછું થાય છે. ચાલો જાણીએ કે એ કઈ 6 બેડ ટાઈમ ડ્રિંકસ છે જે આપણે સુવાના સમયે પી શકીએ છીએ.

યોગર્ટ પ્રોટીન શેક.પ્રોટીન શેક તમારા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. જો તમે સાંજે જિમ પર જતા હોવ , તો પછી રાત્રે સુતા પહેલા ચોક્કસપણે યોગર્ટ પ્રોટીન શેક લો. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. સ્નાયુઓ જેટલા મજબૂત હોય છે, તેટલી જ સરળતથી કેલરી ઓછી થાય છે.કેમોમાઈલ ચા.કેમોમાઈલ ચા એ સૌથી આરોગ્યપ્રદ પીણાંમાંનું એક છે. કેમોમાઈલ મેટાબોલિઝ્મને પણ (ચયાપચય) વધારે છે. કેમોમાઈલ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડે છે. કેમોમાઈલ કાર્બોહાઈડ્રેટ અને ખાંડને સરળતાથી પચાવે છે.

રેડ વાઇન.જો કે વાઇન પીવું આમ તો સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી, પરંતુ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પીવાથી કેટલાક ફાયદા પણ થાય છે. રેડ વાઇનમાં જોવા મળતા એન્ટીઓકિસડન્ટ વધારાની ચરબીને ઊર્જા ચરબીમાં (એનર્જી ફેટ) ફેરવે છે. ઊર્જા ચરબી શરીરમાં સ્થૂળતાને વધવાથી અટકાવે છે.કેફિર.કેફિર એ એક આરોગ્યપ્રદ પ્રોબાયોટિક પ્રવાહી આહાર છે. તે દૂધમાંથી બનાવવામાં આવે છે અને કેલ્શિયમનો એક સારો સ્રોત છે. સ્વાદ કેફિર દહીં જેવો જ હોય છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, કેફિરમાં મળેલ પ્રોબાયોટિક્સ માઇક્રોબાયોટામાં સુધારો કરે છે. તેનાથી શરીરમાં ફેટી એસિડ્સ વધતા નથી અને વજન પણ ઓછું થાય છે.

સોયા આધારિત પ્રોટીન શેક.સોયા આધારિત પ્રોટીન શેક તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારે છે અને સાથે સાથે વજન પણ ઘટાડે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે સોયા પ્રોટીન શેક વજન ઘટાડવાના કાર્યક્રમમાં પ્રોટીનના અન્ય સ્રોત જેટલું જ ફાયદાકારક છે. સોયામાં પુષ્કળ પ્રમાણમાં એમિનો એસિડ જોવા મળે છે, જે સારી રીતે સૂવામાં મદદ કરે છે.પાણી.અત્યાર સુધીમાં ઉલ્લેખિત તમામ પીણાંમાં થોડી ઘણી તો કેલરી હોય જ છે, જ્યારે પાણીમાં શૂન્ય કેલરી હોય છે. પુષ્કળ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. આ મેટાબોલિઝ્મ (ચયાપચયને) યોગ્ય રાખે છે અને ત્વચા પણ સારી થાય છે.