પેસેન્જર હોવા છતાં બસના કંડક્ટરે ૨૫ વર્ષીય, મહિલા સાથે કર્યું એવું કામ કે જાણીને ચોંકી જશો…..

0
271

આજ માં સમય માં રેપ અને બળાત્કાર ના કિસ્સા માં દિવસે ને દિવસે ખૂબ વધારો થઈ રહ્યો છે અને એના કારણે આજે મહિલાઓ સુરક્ષિત નથી એમ પણ કહી શકાય,આજે તમને એક એવો કિસ્સો જણાવીશું જેને તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય અને આ કિસ્સો જાણીને તમે પણ દંગ રહી જશો.આ કિસ્સામાં એક મહિલા જે સ્લીપર બસમાં પોતાના બે બાળકો સાથે મુસાફરી કરતી હતી પરંતુ બસના ડ્રાઈવરે તેની સાથે પોતાની હવસ સંતોષી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો આજે એક એવી ઘટના સામે આવી છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢથી નોઇડા જતી 25 વર્ષીય મહિલા પર બુધવારે વહેલી સવારે બસના બે ડ્રાઇવરો દ્વારા રેપ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ફરાર છે, ઉપરાંત અન્ય ડ્રાઇવરને ધમકાવવાના આરોપમાં પકડ્યો છે. ઉપરાંત પોલીસના કહેવા મુજબ, આ ઘટના દેખીતી રીતે લખનૌ અને મથુરા વચ્ચેના પટ પર બની છે.આ ઘટના સમયે મહિલા તેના બે બાળકો અને 10 જેટલા અન્ય લોકો સાથે લાંબા અંતરની ખાનગી બસમાં મુસાફરી કરી હતી.

પોલીસના સૂત્રો મુજબ એવી માહિતી સામે આવી છે કે મહિલાએ નોઇડા પહોંચ્યા બાદ પોલીસને ફરિયાદ કરી હતી, જ્યાં સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 376 અને 506 હેઠળ એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારે બસમાં બે ડ્રાઈવર અને એક સપોર્ટ સ્ટાફ હતો.તે એક એસી સ્લીપર બસ હતી, જે પ્રતાપગઢથી નોઇડા આવી રહી હતી.ડીએસપીએ જણાવ્યું કે, મહિલાએ પોલીસને આપેલી માહિતી અનુસાર, આ ઘટના રાતના સમયે બની હતી જ્યારે બસ લખનૌ અને મથુરા વચ્ચે હતી.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવવા જઈ રહ્યા છે જે જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલા સવારના સમયે નોઇડામાં નીચે ઉતરી હતી જ્યાં તેનો પતિ તેને લેવા માટે આવ્યો હતો અને તેણે તેની સાથે બધી વાત કરી હતી, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ઉમેર્યું હતું કે વહેલી તકે અન્ય ડ્રાઈવર તેમજ બસના માલિકની ધરપકડ થાય તે માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. ડીસીપીએ કહ્યું કે આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે અને ફરિયાદીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી છે. ઉપરાંત તમામ અન્ય મુસાફરોને શોધી કાઢવામાં આવી રહ્યા છે અને તેમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેથી કેસમાં જલ્દીથી ચાર્જશીટ દાખલ કરી શકાય.

બીજી એક એવી ઘટના સામે આવી છે અને તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની છે જેમાં પોરબંદરથી નીકળેલી ચાલુ બસમાં 30 વર્ષીય પરપ્રાંતિય મહિલા સાથે દુષ્કર્મ ઘટના સામે આવી છે. આ મામલામાં આરોપી તરીકે બસચાલક સામે ફરિયાદ થઈ છે. આ મહિલાએ પોરબંદર પોલીસને ફોન કરીને મદદ માંગી છે. આ મામલામાં તમામ બસો ચેક કરીને રાણાવાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે પોલીસે રાણાકંડોરણા નજીકથી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હાલ રાણાવાવ પોલીસ ઝીરો નંબર ફરિયાદની પ્રક્રિયા હાથ ધરી છે.ફરિયાદી મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું કે છોટાઉદેપુર નજીક એક હોટલમાં નાસ્તા પાણી માટે મુસાફરો ઉતર્યા હતા. આ દરમિયાન બસના ડ્રાઇવરે મહિલાને બસની છત પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારી મહિલા નશાની હાલતમાં હતી.

આ મહિલાને ભાન આવ્યું ત્યારે તે પોરબંદર હતી અને અહીં તેણે પોલીસની મદદ માંગી અને રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.રાણાવાવ પોલીસે રાણાકંડોરણા નજીકથી જ બસ રોકાવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમને બસ સહિત રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસીની રહેવાસી 33 વર્ષની આદિવાસી મહિલાની છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે તેણી તેના પતિ અને ચાર બાળકો જેમાં બે દિકરીઓ અને બે દીકરા છે. આ મહિલા સાથે તેનો ભાઇ પણ રહે છે. જેના લગ્ન થયેલ નથી. આ મહિલા છેલ્લા 10-12 વર્ષથી ગુજરાતમાં રહે છે. તહેવાર કે કોઇક પ્રસંગે વતનમાં જાય છે. આજથી આઠ દસ દિવસ પહેલા તેણી તેના પતિ અને બે દિકરા મધ્યપ્રદેશ તેમના વતન ગયા હતા. તે પછી તેણીનો પતિ અને બંને પુત્રો બે દિવસમાં રોકાઇ અને પાછા ગુજરાતમાં આવી ગયા હતા. તે વખતે આ મહિલા વતનમાં જ રોકાયેલી હતી.

સાંજે પાંચ વાગ્યે કુકશી થી પોરબંદર આવતી એક લકઝરી બસમાં પોરબંદર જવા તેણી બેઠી હતી. આ બસમાં બીજા પણ ઘણા પેસેન્જર બેઠેલા હતા. ત્યાંથી લકઝરી બસ અલીરાજપુર થઇ છોટાઉદેપુર આવતા રાત્રીના સાડા નવેક વાગ્યે પેસેન્જરોને જમવા માટે છોટાઉદેપુર પાસે બોડેલી રોડ પર એક ઢાબા ઉપર આ લકઝરી બસ ઉભી રાખી હતી. ત્યારે બધા પેસેન્જર જમવા માટે નીચે ઉતરી ગયા હતા. આ વખતે આ મહિલા પણ નીચે ઉભી હતી ત્યારે આ લકઝરી બસના વધારાના ડ્રાયવર નાનાભાઇ તથા ક્લિનર કપિલભાઇ હતા.

તેમને આ મહિલાએ કહેલ કે, લકઝરી બસમાં સુવા માટે સોફો નથી, માટે અલગથી સુવાની સીટની વ્યવસ્થા કરી આપવાનુ કહી બંને જણ તેણીને લકઝરી બસની છત ઉપર લઇ ગયા હતા. ત્યાં છત પર સુવા માટે જગ્યા બતાવી હતી. તો તેણીએ તે જગ્યાએ સુવાની ના પાડી હતી.તો ડ્રાયવર નાનાભાઇએ મહિલાને ધમકી આપી હતી કે, ચૂપચાપ સુઇ જા નહીંતર અહીંથી નીચે ફેંકીને મારી નાંખીશ, જેથી તેણી ગભરાઇ ગયેલ અને બંનેએ એક પછી એક બસની છત પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ પોરબંદર ખાતે રહેતા તેના ભત્રીજાને છોટાઉદેપુરથી જ ઘટના બાદ ફોન કર્યો હતો. લકઝરી બસ જયારે પોરબંદર પહોંચી ત્યારે મહિલાના ભત્રીજાએ ત્યાંની પોલીસને જાણ કરી દીધી હતી.પોલીસે ડ્રાયવર- ક્લિનર અને લકઝરી બસનો કબજો લઇ લીધો હતો. છોટાઉદેપુર પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો હોય પોરબંદરના રાણાવાવ પોલીસ મથકેથી જાણ કરાતા છોટાઉદેપુર પોલીસે બંને આરોપીઓ અને લકઝરી બસનો કબજો મેળવવા પોરબંદરની વાટ પકડી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમરેલી સુરતથી ઊના જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મધરાત્રે મહિલાને છેલ્લા સોફા પર સુવડાવ્યા બાદ બસના ચાલકે નજર બગાડતા મહિલાએ ૧૮૧માં કોલ કરીને મદદ માગી હતી જેથી રાત્રે બસને રોકીને ચલાલા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.

સુરતથી ગઈકાલે રાત્રીના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની બસ મુસાફરોને ભરીને ઊના તરફ જઈ રહી હતી અને અમરેલી જિલ્લામાંથી તે પસાર થઈ હતી. તેમાં સુરતથી બે મહિલાઓ ખરખરાના કામે જવા માટેે નાના બાળકા સાથેે ચડયાં હતાં અને તેમની સાથે કોઈ પુરુષ ન હોવાથી એકલા જ હતાં. રંધોળા ચોકડીથી ઢસા રોડ પર મહિલા બસમાં પાછળની સીટમાં હતાં અને રાત્રી હોવાથી અન્ય મુસાફરો સુઈ ગયાં હતાં ત્યારે ડ્રાઈવરે આવીને તેમની છેડતી કરી હતી. બાદમાં બસ ઉપાડી હતી.

મહિલાએ બસ ઊભી રાખી દેવા કહેવા છતાં બસ ઊભી રાખી નહોતી. જેથી મહિલાએ ૧૮૧માં કોલ કરીને સહાયતા માગી હતી. અમરેલી અભયમ સેવાના કાઉન્સેલર રોબીના બ્લોચ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ચલાલામાં બસને રોકાવીને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. ત્યાં બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ ચાલુ બસે ચાલકને મહિલા સાથે ચેનચાળા કરવા મોંઘા પડી ગયાં હતાં.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુઇગામ તાલુકામાં વધુ એક છેડતીની ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આરોપી સામે સૌ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આવા નફ્ફટ લોકો સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે. સુઇગામ તાલુકાના એક ગામની મહિલા ઉપર એજ ગામના નરાધમે ધામ ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ આરોપી ફરાઈ થયો ગયો હતો. અને આજ દિવસ સુધી આરોપી પકડથી દુર ભાગતો હતો.

દરમિયાન મહિલા પરિવાર સાથે બાર ગામ ભાગીયા તરીકે તેમના બાળ – બચ્ચા સાથે રહેતી હતી. અને ગુરૂવારના રોજ તેના વતનમાં આવી હતી. ત્યારે આ શખ્સને ખબર પડતાં તેવો રાત્રી દરમિયાન તેના ઘરે આવી ગયો હતો અને ફરીવાર તેની દાનત બગડતાં જ્યાં મહિલા સૂતી હતી. ત્યાંજ પહોંચી ગયો હતો. અને મહિલાનું મોઢું દબાવીને બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. પણ મહિલાએ હિંમત કરીને બુમાબુમ કરતા આરોપીએ મહિલાના કપડાં ફાડીને સાથે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયો હતો.

મહિલાએ આરોપી વિરુદ્ધ સુઇગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આરોપી સામે બીજી વખત ગૂનો નોંધાયો આરોપી વિરુદ્ધ ઇ. પી. કો ક. 452, 354 (અ), 506(2), 323 મુજબ ગુનો નોંધાયો છે. અગાઉ મહિલા ના પતિને મારી નાખવાની કોશિશ આજ આરોપીએ કરી હતી જેની ફરીયાદ સુઇગામ પોસ્ટ ઉપર નોંધાયેલી છે જેમાં ઇ.પી.કો 307, 294 (ખ), 506(2) તથા જી.પી.એક્ટ 135મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.